[F4AG] મોટા મોલ્સમાં ઘૂમતા ગ્રાહકવાદના ઝેરી કીડા

 

મોટા મોલ્સમાં ઘૂમતા ગ્રાહકવાદના ઝેરી કીડા

Kanti Bhatt
લોકોને લલચાવી શોપિંગના વ્યસની બનાવવાનો ખેલ અમેરિકાથી શરૂ થયો છે


અમેરિકનોનો ૨૧મી સદીનો નવો ધર્મ શું છે? બેન્જામીન બાર્બર નામના લેખક તેના પુસ્તક 'કન્ઝયુમ્ડ'માં લખે છે કે અમેરિકનોનો નવો ધર્મ શોપિંગ શોપિંગ અને ઉપભોગ-ઉપભોગ છે. અમેરિકાની એડવટૉઇઝિંગ ઇન્ડસ્ટ્રી વર્ષે રૂ. ૩૦,૦૦૦ કરોડની છે. મોટા ભાગની જાહેરખબરો બિલકુલ બિનજરૂરી ચીજો ખરીદવા લલચાવવા માટે હોય છે. વોલમાર્ટ નામના શોપિંગ મા‹લનો સ્થાપક સામ વોસ્ટન મરતાં પહેલાં અમેરિકનોને તેના શોપિંગ મોલ્સનો વ્યસની બનાવી ગયો છે.


આજે અમેરિકનો શોપિંગ મા‹લ્સમાંથી ૬ ટ્રિલિયન ડા‹લરની ચીજો ખરીદે છે. તેમાં ૨.૪ કરોડ અમેરિકનો કમ્પલઝીવ શોપર્સ અગર તો શોપિંગના વ્યસની બન્યા છે. સામ વોસ્ટને તેના શોપિંગ મા‹લ્સમાં ઘડિયાળ રાખવાની બંધી કરેલી જેથી ગૃહિણી શોપિંગ કરે ત્યારે જાણે ૨૪ કલાક નહીં પણ ૪૪ કલાકનો દિવસ હોય તેમ શોપિંગથી હાથરેંકડી લઈને ફયૉ કરે.


આજે દરેક અમેરિકન સુપર મોલમાંથી દર વર્ષે ૨૧૦૦૦ ડા‹લર એટલે કે રૂ.૧૦ લાખની બિનજરૂરી ખરીદી કરે છે અને તે વ્યસન હવે ભારતનાં ૩૦ કરોડ જેટલા સમૃદ્ધ થયેલા મધ્યમવર્ગના લોકોને પડયું છે. અમેરિકાના કેપિટાલિસ્ટ-સમાજનું ધ્યેય હતું કે ઓછું કામ, વધુ કમાણી અને વધુ ફુરસદ પણ પછી વધુ કામ વધુ કમાણી અને એક પળની પણ ફુરસદ નહીં! કેમ? એટલે કે નવરો પડે એટલે તે કંઈક ખરીદી કરવા શોપિંગ મોલમાં ચાલ્યો જાય. શોપિંગમાંથી મુક્તિ જ મળે નહીં.


રેલવે સ્ટેશનોમાં, એરપોર્ટમાં, થીમપાર્કમાં અને કેસીનોમાં (જુગારખાનાં) શોપિંગ મોલ, હાઈવે ઉપર, કા‹લેજો અને હોસ્ટેલોમાં , હોટેલની લોબીમાં શોપિંગ અને ટીવી કે ઇન્ટરનેટ સામે બેસે તો તેનાં ઉપરથી પણ શોપિંગની સગવડો છે! ખાસ કરીને જે નવી નવી ચીજો,વસ્ત્રો,રમકડાં વગેરેની જાહેરખબરનું રૂ.૪૫૦૦ કરોડનું બજેટ માત્ર બાળકોને આકર્ષવા માટેનું હોય છે.


ડા‹. બેન્જામીન આર.બાર્બર તેના પુસ્તક 'કન્ઝયુમ્ડ'માં લખે છે કે હવે તો ઇન્ટરનેટ શોપિંગનું પણ એડિકશન (વ્યસન) થઈ ગયું છે અને એ શોપિંગનાં વ્યસનને છોડાવનારા ડોકટરોય ઊભા થયા છે. શોપિંગ એ પોનોgગ્રાફી જેવું કે સેકસ જેવું છે. જેમ પોર્નોગ્રાફી જુઓ તેમ તેમ નવી નવી બીભત્સતા જોવાનું મન થાય છે અને એક વખત સેકસ કરો તો તેની મજાને રિપીટ કરવાનું મન થાય છે. તેવું જ શોપિંગનું છે. માનવીની આ નબળાઈ સર્વત્ર છે, પણ અમેરિકા પછી ભારતમાં સૌથી વધુ છે. તમે અમદાવાદ, રાજકોટ કે વડોદરામાં જાહેર કરો કે તદ્દન નવી સાડી-તદ્દન કોરીધાકોર કાંજીવરમ્ની સિલ્ક સાડી ફકત રૂ. પચાસમાં જ મળે છે.


તો જોજો કે મોટરગાડી લઈને શેઠાણીઓ ઉપરાછાપરી ઊમટી પડશે. સ્ત્રીઓનું કલ્ચર થયું છે કે રસોઈ કરી પતિને જમાડી આ‹ફિસે વળાવે. બાળકોને સ્કૂલેથી લઈ આવીને જમાડીને સુવાડે અને પછી? પછી શોપિંગ કરવા જાય. વા‹શિંગ્ટનના સિવિલ રાઇટ્સ ગ્રૂપના માનવંતા પાદરી સાહેબ ડા‹.લેમોકસ થરવુડ કહે છે- 'વા‹લમાર્ટ ઈઝ બીકમિંગ અવર લંચ-કાઉન્ટર મોમેન્ટ ઓફ ધ ટવેન્ટીફસ્ર્ટ સેન્ચુરી.' આપણે ત્યાં ભજન ગવાતા 'જમવા આવો નંદલાલ રે! મારા પ્રેમની થાળી.'


આજે જો કૃષ્ણમાં અમેરિકનો માનતા હોય તો નંદલાલને રાધા-ગોપીઓ સહિત શોપિંગ કરવા આમંત્રે! શિકાગો, ન્યૂ ઓર્લીગન્સથી માંડી ન્યૂ યોર્ક અને કેલિફોર્નિયા જેવા શહેરોનાં નાગરિકો સાંભળે કે તેમના શહેરમાં વોલમાર્ટનો નવા સ્ટોર આવે છે એટલે નાગરિકો ઊકળી ઉઠે છે.


વોલમાર્ટ છોકરીઓને અડધા પગારે નોકરીમાં રાખે. રૂપાળી હોય તો જ રાખે. કાળા લોકોને ન રાખે. કામદારોનું યુનિયન કરવા ન દે. ...અને અહીં ભારતમાં? ભારતનાં નાણાંભૂખ્યા-ભ્રષ્ટાચારભૂખ્યા પ્રધાનો વા‹લમાર્ટ માટે લાલ જાજમ પાથરે છે. ગામડામાં મોટે પાયે કોપોઁરેટ ખેતીને આવકારીને મોટી મોટી કંપનીઓ ૧૦૦૦-૨૦૦૦ એકરમાં ખેતી કરીને નાના ખેડૂતોને મારવા માગે છે અમેરિકામાં પણ ૧૯૨૦ અને ૧૯૩૦ના દાયકામાં નાના અમેરિકન વેપારીઓ હાટડી માંડીને કમાઈ ખાતા તેને વા‹લમાટેં નષ્ટ કર્યા છે.


તેમ 'ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સામ વોલ્ટન અ‹ન્ડ હાઉ વોલમાર્ટ ઈઝ ડિવોરિંગ (ફાડી ખાવું) અમેરિકા'નામના પુસ્તકમાં ડો. બોબ ઓરટેગા લખે છે. 'ફોચ્ર્યુન' મેગેઝિન લખે છે કે આજે વા‹લમાર્ટ જગતની સૌથી મોટી કંપની છે તે કંઈ પણ કરી શકે છે. ભારતમાં ભાજપ કે કોંગ્રેસનો આખેઆખો ચૂંટણીખર્ચ ઉપાડી શકે છે.


અમેરિકનો ૨૦મી સદીને અંતે સરેરાશ ૮૦નું આયુષ્ય ભોગવતા હતા. સામ વોલ્ટન એટલો ચીંગુસ હતો કે તેની કેબિનમાં વીજળીનું બિલ ઓછું આવે તે માટે ગરમાટા માટેની વીજળી બંધ રાખી ૫૦૦ ડોલર બચાવતો. રાતદિવસ વા‹લમાર્ટના કર્મચારીઓને ઓછામાં ઓછું આપીને વધુ કામ આપવાની લ્હાયમાં તેને ૬૯ની ઉંમરે લોહીનું કેન્સર થયું. પછી મલ્ટપિલ માય લોમાં નામનું હાડકાંનું કેન્સર તેના શરીરભરમાં વ્યાપી ગયું અને દુ:ખી થઈને મર્યો. તેના વોલમાર્ટના શોષણવાળા ધંધાને તેના ત્રણ દીકરા એટલા ધિક્કારતા કે તે સ્ટોરમાં જતા જ નહીં.


ચોથા દીકરાએ બાપનું કામ સંભાળ્યું. બિલ કિલન્ટન અને હિલેરી કિલન્ટન સામ વોલ્ટનની મૈયત વખતે ગયેલાં. એ માણસે કિલન્ટનનો ચૂંટણીખર્ચ ઉપાડેલો. અમેરિકામાં ગેરકાનૂની રીતે ઘૂસીને કેમ જલદી નોકરી લઈ શકાય અને કયાં નોકરી મળે છે તે ભારતીયોને ખબર હોય છે.


તે વખતે અખબારોમાં એક ખબર છપાઈ હતી. અમેરિકાના ઇમગિ્રેશન ડિપાર્ટમેન્ટે ધાડ પાડી. અમેરિકાના ૨૧ રાજ્યોના વા‹લમાર્ટના સ્ટોર ઉપર છાપા મારીને વા‹લમાર્ટમાં નોકરી અપાવનારા ૨૪૫ દલાલોને પકડયા.મેકસિકો,મોંગોલિયા,બ્રાઝિલ, ઉઝબેકિસ્તાન, પોલેન્ડ, રશિયા, અમેરિકા, ભારત અને પાકિસ્તાનના સેંકડો લોકો ગેરકાનૂની રીતે ઘૂસીને વા‹લમાર્ટમાં ઓછા પગારે નોકરી મેળવતા હતા.


બેન્જામીન બાર્બર નામનો લેખક (પુસ્તક 'કન્ઝયુમ્ડ') ભારતના લોકોને ચેતવણી આપે છે. ભારતના લોકો આઝાદ છે? અહીં ડેમોક્રસી છે? કાગળ ઉપર હશે પણ અમેરિકામાં એક છૂપો ટોટલીટેરિયનિઝમ- એક છૂપો સર્વસત્તાધીશ હિટલર ભારત પર ચડી બેસશે, તે છે કન્ઝયુમરિઝમ- ઉપભોગવાદ. આ માર્કેટ - કેપિટાલઝિમ કે માર્કેટ ડોમિનેશન એક પાંચ માથાળો રાક્ષસ છે. તેના ઝેરી જંતુ ભારતનાં સમૃદ્ધ થયેલા માનવીનો ધનનો લોભ અને પછી ઉપભોગવાદથી તેના આત્મા સુધી પહોંચી જશે. સા...વ...ધા...ન.!

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...