જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી જેકસન બ્રાઉનની કલમે લખાયેલી વાતો 

 

* 'કેમ છો " કહેવાની પહેલ દર વખતે આપણે કરવી જોઇએ.

* શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે વંચાય.
* કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.

* બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.
 કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.
*
મહેણું ક્યારેય મારો.
* કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં,શક્ય છે કે એની પાસે માત્ર એક આશા હોય.

*
ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે,ઉધારી કરવા માટે નહીં.
*
રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખવો.

*
નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.
*દરેક વ્યકિતને બીજી તક આપો,ત્રીજી નહીં.

* સંતાનો નાના હોય ત્યારેથી તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.
*
જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.
*
જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.

*
કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.
*
ગોસિપ,નિંદા,જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો
.
* જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે એવું માનીને ચાલવું નહીં.

*
લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.
*
અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.
* ક્યારેક હારવાની પણ તૈયારી રાખો.

*
મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.
*
ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.
* શબ્દો વાપરાતી વખતે કાળજી રાખો.

* બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.
*
બીજાની સુધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.
*
ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.

*
તમારી ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.
*
મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં હોઇ શકે છે.

*ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.
* બચત કરવાની શિસ્ત પાળો.

*
ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્ન કરો.યાદ રાખો કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.
* સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો નહીં.

*
અઠવાડિયે એક વખત ઉપવાસ કરો.
*
કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં.
* ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી હશે એમ માની લેવું નહીં.
*
ધર પોષાય એટલી કિંમતનું લેવું.
*
સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જોઇએ

                                          *જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો