રાષ્ટ્રીય પુરસ્કાર પામતું પુસ્તક 'વાત આપણા વિવેચનની'Raghuvir Chaudhary પુસ્તક ક્યાંય શુષ્ક બનતું નથી. સંદર્ભો અને અવતરણોથી એ આસ્વાધ બન્યું છે. માત્ર સાહિત્યના અઘ્યાપકોને નહીં, કોઈ પણ વિદ્યાશાખાના જિજ્ઞાસુને આ પુસ્તક વિશ્વાસમાં લેશે. કેમ કે જેમની અહીં ચર્ચા થઈ છે એ વિવેચક દ્વારા સર્જકોનો પરિચય કેળવવાની દ્રષ્ટિ જાગે છે તો એ સર્જકોની કૃતિઓમાં જીવનનાં મર્મસ્થાનોનો નિર્દેશ મળે છે. આમ આ વિવેચનનું વિવેચન પણ ચોક્કસ અંતરથી જીવનને સમજવા પ્રેરે છે.૨૩૪ પૃષ્ઠના આ પુસ્તકમાં બળવંતરાય ઠાકોર, રામનારાયણ પાઠક, ઉમાશંકર જોશી, સુંદરમ્, સુરેશ જોષી અને હરિવલ્લભ ભામાણીના વિવેચન કાર્ય સાથે સંવાદ સધાય છે. સુરેશ જોષીની ચેતના પ્રસન્ન થાય એવી તટસ્થતા એમના આ સૌથી નિકટતા શિષ્યે દાખવી છે. વડોદરાની મ.સ. યુનિવર્સિટીમાં શિરીષભાઈ ગુજરાતીના પ્રોફેસર હતા. નિવૃત્ત થયા પછી પણ એમણે ગુજરાતભરના વિદ્યાર્થીઓ અને સાહિત્યરસિકોને મળવા દૂર દૂર જવાની અગવડો વેઠી છે. વાચનશિબિરોમાં શિરીષભાઈની હાજરી ચેતનનો સંચાર કરતી હોય છે. કલા વિશે વિચારતા વિશ્વભરના લેખકોના તો એ વિશેષજ્ઞ છે જ, વર્તમાન સમયની સમસ્યાઓ વિશેના ગ્રંથો વિશે પણ એમનાં વક્તવ્ય યાદગાર નીવડે છે. એમના પુસ્તક 'વાત આપણા વિવેચનની'ને સાહિત્ય અકાદમીનો પુરસ્કર મળે છે એ જાણનાર સહુને આનંદ થયો છે. પુસ્તક સંવાદ પ્રકાશન, વડોદરા-૭ દ્વારા ૨૦૦૫માં પ્રગટ થયેલું છે. એમાં વીસમી સદીના છ વિવેચકોના પ્રદાનનું મૂલ્યાંકન થયું છે. પુસ્તક ક્યાંય શુષ્ક બનતું નથી. સંદર્ભો અને અવતરણોથી એ આસ્વાધ બન્યું છે. માત્ર સાહિત્યના અઘ્યાપકોને નહીં, કોઈ પણ વિદ્યાશાખાના જિજ્ઞાસુને આ પુસ્તક વિશ્વાસમાં લેશે. કેમ કે જેમની અહીં ચર્ચા થઈ છે એ વિવેચક દ્વારા સર્જકોનો પરિચય કેળવવાની દ્રષ્ટિ જાગે છે તો એ સર્જકોની કૃતિઓમાં જીવનનાં મર્મસ્થાનોનો નિર્દેશ મળે છે. આમ આ વિવેચનનું વિવેચન પણ ચોક્કસ અંતરથી જીવનને સમજવા પ્રેરે છે. ૨૩૪ પૃષ્ઠના આ પુસ્તકમાં બળવંતરાય ઠાકોર, રામનારાયણ પાઠક, ઉમાશંકર જોશી, સુંદરમ્, સુરેશ જોષી અને હરિવલ્લભ ભામાણીના વિવેચન કાર્ય સાથે સંવાદ સધાય છે. સુરેશ જોષીની ચેતના પ્રસન્ન થાય એવી તટસ્થતા એમના આ સૌથી નિકટતા શિષ્યે દાખવી છે. તેથી સુરેશ જોષી પૂર્વેના વિવેચકોના પ્રદાન વિશે અને ખાસ તો પૂર્વે થયેલી પહેલ વિશે પ્રાપ્ત થયેલાં તથ્યો એમણે મૂક્યાં છે. આ વિવેચકોના ઘડતરમાં નિમિત્ત બનેલ પરિબળો અને ઘટનાઓની વાત કરતાં શિરીષભાઈ કશુંક નવું તથ્ય શોધી લાવે છે. જુઓ: 'એ તો જાણીતી હકીકત છે કે કોઈ પણ વ્યક્તિત્વના ઘડતરમાં શૈશવ મહત્વનો ભાગ ભજવે છે. બળવંતરાય ઠાકોરની સાહિત્યરુચિ ઘડવામાં બાળપણના કેટલાક સંસ્કારો જવાબદાર છે. 'કાઠિયાવાડની જૂની વાર્તાઓ યાને કાઠિયાવાડનું કંઠસ્થ સાહિત્ય'ની પ્રસ્તાવનામાં આપણા વિવેચક એક પ્રસંગે નોંધે છે. ત્યારે તેઓ રાજકોટ હતા, એમના પડોશમાં રહેતી ઝક્કલ નામની 'કાળી ઊંચી નેતર જેવી પાતળી પણ રાયણની ગાંઠાગાંઠાવાળી લાકડીના જેવી સંગીન' ધોબણે સોરઠ, ભાદરકાંઠો, બરડો, ઓખામંડળ, અને હાલારમાં આથડી આથડીને લોકસાહિત્યનો અખૂટ ભંડાર કંઠસ્થ કર્યો હતો. બ.ક. ઠાકોરનાં બા એકલાં પડે ત્યારે આ ઝક્કલને બોલાવતાં, 'એના ધીમા મધુરા કંઠમાંથી વાર્તાનદી સ્રવે તે રાત વધતી જાય તેમ તેમ વાધે, જામે, વિલસી રહે. કોઈ એક વાર્તા કે વાર્તાઓનો સટ-એભલવાળાનો, જેસલ ટોડીરાણીનો, જૂનાગઢના રા'ઓનો, ઘુમલીના જેઠવાઓનો, કચ્છ-સિંધના સુમરાઓનો-સંપૂર્ણ સાંભળવાની લગનીમાં અમને રાત કેટલી ગઈ કે સાવ ગઈ તેનું પણ ભાન ન રહેતું. ઝક્કલ વાર્તાઓ કહેતાં વચ્ચે વચ્ચે કહેવતો, દૂહા, ભજનો વગેરે ઘણાં કહેતી.' (પ્ર. ૨, ૨૪) બળવંતરાય ઠાકોરે આ વાતને ખૂબ જ આર્દ્રતાથી, કૃતજ્ઞભાવે આલેખી છે. શિરીષભાઈ એમના ગુરુ સુરેશ જોષીને કેન્દ્રમાં રાખીને ગુજરાતી વિવેચનની વિકાસયાત્રા આલેખે છે એવી વ્યાપક છાપ છે. એમાં તથ્ય છે. પણ એ સાદાસીધા વારસદાર નથી, ઉત્તરાધિકારી છે. ઉત્તરાધિકારી એને કહેવાય જે વિકસે અને પ્રાપ્ત થયેલ મૂડીને વિકસાવી સંસ્કૃતિને સમર્પે. સાહિત્ય સાથે અન્ય કલાઓના આદાન-પ્રદાન અને પ્રભાવ વિશે રા.વિ. પાઠકે પણ તલસ્પર્શી વિચાર કર્યો છે. આ તથ્ય એમણે રેખાંકિત કર્યું છે. તો અજ્ઞેયવાદી અને પશ્વિમથી વધુ પ્રભાવિત બ.ક.ઠા. ભારતીય પરંપરાનો મહિમા કરે છે એ પણ શિરીષભાઈ તારવી આપે છે. 'કવિતા-કળા તો દેવીઓ છે, દીર્ઘ, અવિરત, શ્રદ્ધાન, નિર્મલ, પરમ ભક્તિ વડે જ તેઓ રીઝે તો રીઝે.' (પૃ. ૨૯, વાત આપણા વિવેચનની.)ઉમાશંકર અને સુરેશ જોષી કળાને - સાહિત્યને જીવનનો વિસ્તાર માને છે, એ પૂર્વે રા. વિ. પાઠકે જીવનમાંથી જ ઉલ્લસતી કલાના અનુભવ વિશે વાત કરી છે એ સૂચવતાં શિરીષભાઈ લખે છે : 'અજન્તાની પહેલી ગુફામાં અવલોકિતેશ્વર બોધિસત્વની નજીક યક્ષદંપતીનું એક ચિત્ર છે, મૂળ ચિત્રની રવિશંકર રાવળે આલેખેલી સુંદર અનુકૃતિ પરથી રા.વિ. પાઠકે આસ્વાદલેખ લખ્યો છે, ગુજરાતી સાહિત્યવિવેચન જ નહીં પણ ગુજરાતી કળાવિવેચનનું પણ આ ઊજળું પ્રકરણ કહેવાય. અજન્તાનાં ચિત્રોની વિશિષ્ટતા દાખવી રા.વિ. પાઠક યક્ષદંપતી પર ઘ્યાન કેન્દ્રિત કરે છે, આમ તો એ આખા ભીંતચિત્રની એક વિગતની અનુકૃતિ છે, અને ત્યાં તરત જ કાલિદાસના 'મેઘદૂત'ને અને 'તન્વી શ્યામા શિખરિદશના'ને યાદ કરે છે, અને એમ કરતાં ભારતીય ચિત્રકળાની વિશિષ્ટતા દર્શાવતાં કહે છે : 'આપણાં ચિત્રો કાવ્યશાસ્ત્રની પદ્ધતિથી જ ઘણી વાર રસનિષ્પત્તિ કરે છે. કાવ્ય અને ચિત્રકલા એમ લગભગ એક માર્ગે અને એક જ ફિલસૂફીને અવલંબીને ચાલતાં જણાય છે.' ચિત્ર શૃંગારિક હોવા છતાં એ કેમ શૃંગારિક નથી, દંપતીના શરીરના રંગોમાં ભિન્નતા કેમ છે.. આવા પ્રશ્નોના ઉત્તર આપતાં આપતાં તેઓ આસ્વાદ કરાવે છે. (પૃ. ૪૨) આ પુસ્તકમાં ઉમાશંકર અને સુરેશ જોષી વિશે વધુ વિસ્તારથી વાત થઈ છે. ઉમાશંકરના વિવેચનમાં ભાવનાવાદી વલણ અગ્રતા ભોગવે છે એ વિધાનથી શરૂ કરીને શિરીષભાઈ અંતે તારવે છે : 'ઉમાશંકર જોષી સ્વસ્થ, સમતોલ વિવેચક અને પ્રશિષ્ટતાના ચાહક હોઈ તેમની વિવેચનભાષામાં રંગદર્શી વલણો, તીવ્ર રાગદ્વેષ જોવા નહીં મળે.' (પૃ.૧૨૧) જો સુરેશ જોષીના વિવેચને સાહિત્યિક સિદ્ધાન્તોની સ્થાપના કરવાની સાથે સાહિત્યિક મૂલ્યોની સ્થાપના માટે સતત જાગૃતિ દાખવી એ વાત આ પુસ્તક ભારપૂર્વક નોંધે છે. સુન્દરમની વિવેચના પર બ.ક.ઠા. ના પ્રભાવની વાત યોગ્ય રીતે કહેવાઈ છે. હરિવલ્લભ ભાયાણીએ ભારતીય અને પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રના લગભગ દરેક મુદ્દાને વીસમી સદીના સંદર્ભમાં તપાસ્યો છે. એમણે પરિભાષા સમજાવી છે. તો એમણે જીવનલક્ષી દ્રષ્ટિબિંદુ પણ જરૂર પડી ત્યાં વ્યક્ત કર્યું છે : 'સાહિત્યનું સાચું પ્રયોજન માનવીય વિશ્વના કોઈક ખંડને અજવાળવાનું છે.' (પૃ. ૨૨૩) આ પુસ્તકના અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદ થતાં ગુજરાતી ભાષાના સમર્થ વિવેચકોનું અર્પણ એમના સુધી પહોંચશે. |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.
__,_._,___
No comments:
Post a Comment