વાયરાની હેલે… વાયરાની હેલે હું તો રેલાતી જાઉં 'ને, પથરાને ગોફણીયે ઘાલી ઉછાળું, સુંવાળા સગપણનું ગાડું રે હાંકુ, ગગુભા રાજ
પાંગરી વસંત પાંદે પાંદે પ્રકૃતિની કેવી પાંગરી વસંત ડામરી ડાઘ પરે રીઝ્યો દયાનો રે દરિયો ઝાડ કિંકર ના સૂનાં ના જૂનાં હાડપિંજર વનરા તે વનમાંયે રુક્ષતાથી જે રૂઠી રૂઠી સૂકા પતઝડે ફીકા ખર્યાં જે પતંગ પચરંગ ડરવું ત્યાં મરવું- કુંજી એવું મ્હોર તું 'દિલ' દિલીપ ર. પટેલ પતંગ મસ્ત થઈ ઝૂમતી હું રે પતંગ હું ને પતંગ…………………… પતંગ તને ઊડવું ગમે નખરાળો પવન તને સતાવે ભલે નીરખે ગોગલ્સમાં કોઈ તને એક આંખવાળો પાવલો સતાવે ભલે ઓલો વિદેશી ઢાલ કેવો હંફાવી હસે ખાઈ માલપૂડા ખખડાવ હવે થાળી ખાલી દાદા દાદી જરા કાઢજો ને ગૂંચ લાગે ઉત્તરાયણ આજ વહાલી વહાલી આકાશે ચગી અમારે દેવા સંદેશ ઘરઘરનો દુલારો મારો ઉત્તરાયણ તહેવાર રમેશ પટેલ 'આકાશદીપ' ____________ મારા ઉરનો પતંગ ઉડે આભમાં ચાલ ભેરુને સંગ ચોક ફળીયા સૂમ સામ લાલ પીળા ચટ્ટક બોર ગંડેરી પાક માર કાઈપા ની બૂમ ફરરર ઉડી ગઈ લાજ ક્યાંક હૈયાનાં તાર ચાંદ તારાને રાત ડૉ જગદીપ નાણાવટી ઉતરાયણી અભિવ્યક્તિ… "એક તો વિશાળ ગગન, 'ને એમાં આછો અડિયલ પવન, "કોમળ તે હાથે બંધાયેલ કિન્યા, 'ને ઢઢ્ઢો વાળેલ, ઉડી ઉડીને અમારે આઘે જવાનું? તો ફીરકીના સંબંધ શું કાચા? ગગુભા રાજ
માનુષી માઉસ કેવું સુપર કમ્પ્યુટર જાણે જગ શું સુંદર આયુષી હાઉસ રવિશશીનો પકડદાવ કોટિકલ્પે નવ કોઈ થાયે આઉટ વર્લ્ડ વાઈડ વેબ શી વિશાળ વળી દિવ્ય દીધી દ્રષ્ટિ ભૂતળ ન થાયે ઓવરહીટ માંહી છો દાવાનળની હસ્તિ સાગર ધારે સઘળુ સલિલ આવે ભલે ઓટ કે ભરતી પંચમહાભૂતના આવેગ આક્રોશે સંતુલિત રહેતી સૃષ્ટિ અખિલ આંગણે અનંતને ઓજસવાની પરમ કેરી વૃત્તિ વોલપેપર વસુંધરાએ વન સમંદર પર્વત કેરી ગૂંથણી આયખુ આખું આનંદ અર્પવા બક્ષી છે મહામૂલી પૃથ્વી આભ છત્ર અવનિ શૈયા એક પરિવાર વસુધાની વસ્તી દિલીપ ર. પટેલ
(દુબઈની સાંપ્રત સ્થિતિને અનુલક્ષીને) તે પછી: સરકતી રેત પર બાંધી ઇમારત, તે પછી, બધાયે ભોગને તત્પર કર્યા તલસાટમાં, મઝામય જામના અંજામની પરવા વિના, તકાદો તોરભૂખ્યો ને વળી તકદીર થઈ તરસી, અફીણી દોડને પણ હાંફ ચડતો જોઈને, શીતળતાને સતાવે છે ડૂમો દુ:સ્વપ્નનો, થયો ખાલી ખજાનો કે પછી પોકળ હતો પાનો, ગુનાઓ ગાંસડી બાંધી ઊભા છે રાહ જોતા, ચલો ગુલશન મહી આળોટીએ ભ્રમણાં બની, કસમ કોની લઈશું સત્ય કહેવા-સૂણવા કાજે, લીધું જ્યાં નામ પરવરનું અદા કરવા નમાજોને, - ડૉ. નવનીત ઠક્કર
મુરબ્બી શ્રી વિજયભાઈ સેવકની કેટલીક ગઝલ રસ્તા ક્યાંક જો ફંટાય છે રસ્તા, 'ને તિરાડો લાખ પૂરીએ આંખમાં આંજો જરા શમણું, માત્ર એક ડગલું ભરી ચાલો, છે બધાની એક તો મંઝિલ, ભાર વેંઢારી અમે થાક્યા હા, વિજય ચાલ્યા ગયા લોકો, ____________ ઑફિસ વ્હેલી સવારે ટ્રેનમાં કચડાય એ પછી પ્હેરીને ડાબલા સતત ઘૂમ્યા કર્યું છે મેં તારા ગયા પછી જ હું પામી શક્યો મને ઑફિસ સમી છે આપણી આ જિંદગી વિજય ____________ આપણા હોવાપણાનું સત્ય શું? એક પડછાયો જરા થથર્યો અને કેટલું ભરચક હતું ટેબલ છતાં રણઝણી ગઈ રાત આખી દોસ્તો છે વિજય રસ્તો અજાણ્યો, તે છતાં- ____________ એક કે બે શ્વાસ … એક કે બે શ્વાસ છે આ જિંદગી એક દી' એ રેત શી સરકી જશે આયનાથી બ્હાર આવી જો જરા દોડવું ને ભાગવું ને તૂટવું આપણે વરસ્યાં અને ભીનાં થયાં ક્યાં સુધી હું શ્વાસને ગણતો રહું? ____________ આપણો સંબંધ વાગતો ના શબ્દનો યે ગજ કદી આંજવું છે આંખમાં આકાશ પણ- આમ રસ્તામાં તમે મળતાં અને આપણો સંબંધ ભીના મૌનનો 'ને હવે આકાશ ખાલી છે વિજય ____________ સૂક્કા ઘાસની ગંધ સાવ સૂક્કા ઘાસની હું ગંધ છું ટળવળ્યા કરતી તરસ તડકો ચઢ્યે ઓ સમંદર ઉછળીને આવ તું ચોપડીનું એક પાનું વાળતાં દોષ શો દેવો વિજય દીવાલને ____________ ઊભા કિનારે વેગળે આંગળીના ટેરવે આવી મળે એક પથ્થર ફેંક તું પાણી ઉપર શાંત રાતોમાં નદી ખળખળ વહે આપણે સાથે વહ્યાં 'તાં કો'ક દી જે સપાટી પર નથી આવી શક્યા લાખ કોશિશો કરે તો પણ વિજય આ નદી પામી શકે જો તું વિજય વિજય સેવક .
આત્મહત્યા કરવા જઈ રહેલ વ્યક્તિને ક્યાં જઇ રહ્યા છો? આત્મહત્યા કરવા? ના રે ના, તમે તો જઇ રહ્યા છો તમારા પર મુકેલા ભરોસાની હત્યા કરવા. તમે જેને અંત માનો છો ને ? એ તો આરંભ છે તમારા પરિવાર માટે રીબાઇ રીબાઇને મરવાનો. પથ્થરોના ટુકડાઓમાંથી ચમક ઓછી થઇ ગઇ તો શું થયું? તમારા બાળકની આંખમાં તો એવી ને એવી જ ચમક છે - તમે ઘસી ઘસીને હીરા ચમકાવતા હતા ને? એવી જ. રૂપિયાની ખનક સંભળાતી બંધ થઇ તો શું થયું? તમારી દીકરીનો ટહૂકો હજી એવો ને એવો જ મીઠ્ઠો છે - તમે જન્મદિવસ પર અપાવેલી ઝાંઝરીના રણકાર જેવો જ. કાગળોમાં રોકેલો વિશ્વાસ પીળો પડી ગયો તો શું થયું? તમારી પત્નીની આંખોમાં છલકાતો વિશ્વાસ હજુયે અકબંધ છે. - વીંટીંમાં જડેલા સાચ્ચા મોતીની સફેદી જેવો જ. કાલથી કામ પર નહીં આવતા, એવું ખેતરે કોઇને ય કહ્યાનું તમને યાદ છે? સાંજે થાકીને પાછા ફરેલા પંખીને ઝાડવાએ બેસવાની ના પાડી હોય, એવું તમને યાદ છે? તમારી દસ પેઢીમાંય કોઇએ આત્મહત્યા કરી હોય, એવુ તમને યાદ છે? ગાઢ અંધારૂ છે એ ય સાચું - ઝાંખો પ્રકાશ છે એ ય સાચું. પણ એથી કાંઇ આમ દાઝ કરીને ટમટમતા દીવાને થોડો ઓલવી નાખવાનો હોય? આવે ટાણે જ તો સંકોરવાની હોય સમજણની શગને, અને પુરવાનું હોય થોડીક ધીરજનું તેલ. બાકી સવાર તો આવી જ સમજો… . ____________ તૂટેલાં શમણાંના ના જડે સાંધા સાંપ્રત સમયમાં હાઉસીંગ બબલ, સબપ્રાઈમ ટ્રબલ ને ધંધા રોજગાર ટેરીબલ હોવાના સમાચાર જગતભરમાં હાહાકાર મચાવી રહ્યાં છે ને જન જીવનને પાયમાલ કરીને સોનલ શમણાંને છીનવી રહ્યાં છે - તોડી રહ્યાં છે, ત્યારે બેઈલ આઉટ, ટેક્ષ રીબેટ ને ક્રેડીટ જેવાં તોતીંગ પ્રયાસો છતાં એ તૂટેલાં શમણાંના સાંધા જડતા નથી ને માંદા પાડવા મથતા મંદીના પ્રવાહો વાંધારૂપે નડતા રહે છે… ધંધા રોજગારની મંદીમાંહે અમે છોને પડી ગયા માંદા જોબ ક્રેડીટ બેંક રહેઠાણ, ભુંસાતા રે જાતા ઠેકાણા ઠામ સબપ્રાઈમે લૂંટ્યા દોર દમામ, ઈલાજ કરે ત્યાં શું કામ? સૂડી સાટે સોપારીને ખંજર,સીઈઓ સધ્ધર પામે પિંજર નૈયા હૈયા કેરી ડામાડોળ, ગિરવે ક્યાંક મૂક્યા છે લંગર ધંધા રોજગારની મંદીમાંહે અમે છોને પડી ગયાં માંદા દિલીપ ર. પટેલ . ____________ અમારો ચાલુ રહ્યો પ્રવાસ! રણ જેવા આ મનમાં લીલા વન શાં તમને સાથે લીધા, તમે પાઓ છો તેથી તો મેં છતે જાણતે મૃગજળ પીધાં. હવા કાનમાં કહી ગઈ કે ફૂલમાં ક્યાં છે વાસ? અમારો ચાલુ રહ્યો પ્રવાસ. જે પગલાંમાં કેડી દેખી દૂર દૂરની મજલ પલાણી; પાછા વળનારાની પણ છે એ જ નિશાની, આખર જાણી! હવે થાકના ટેકે ડગલાં ભરી રહ્યો વિશ્વાસ! અમારો ચાલુ રહ્યો પ્રવાસ! રઘુવીર ચૌધરી ____________ . પાર્થને કહો ચડાવે બાણ ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી કીધાં સુજનનાં કર્મ આર્યસુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગધર્મ સજીવન થાય પડ્યાયે પ્હાણ … પાર્થને કહો ચડાવે બાણ દ્રૌપદીની હજી વેણ છૂટી છે રાજસભાના બોલ રણનોતરાંના ઉત્તર દેજો રણધીરને રણઢોલ પાર્થની પ્રત્યંચાને વાણ … પાર્થને કહો ચડાવે બાણ મેહુલો બોલે, વાયુ હુંકારે, ત્યમ તલપો સિંહબાળ યુગપલટાના પદ પડછન્દે, ગજવો ઘોર ત્રિકાળ સજો શિર વીર ! હવે શિરત્રાણ … પાર્થને કહો ચડાવે બાણ નૃલોક જોશે, કાળ નીરખશે, રણરમતો મુજ વંશ સત શીલ ને ધર્મયજ્ઞમાં, હજો વિશ્વવિધ્વંસ ઊગે જો ! નભ નવયુગનો ભાણ … પાર્થને કહો ચડાવે બાણ વિધિનાં એ જ મહાનિર્માણ, પાર્થને કહો ચડાવે બાણ કવિ નાનાલાલ દલપતરામ કવિ ____________ મારું ખોવાણું રે સપનું મારું ખોવાણું રે સપનું, ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું, મારું ખોવાણું રે સપનું. પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે'છે ઉત્તર, વગડા કે'છે ચોર આ વસ્તી, પર્વત કે'છે સાગર, ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું, મારું ખોવાણું રે સપનું. વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની, અણુ અણુ સાંભળજો માર સમણાની એંધાણી; તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું, મારું ખોવાણું રે સપનું. ખોળે મસ્તક લૈ બેઠી'તી એક દી રજની કાળી, જીવનની જંજાળો સઘળી સૂતી પાંપળ ઢાળી; નીંદરના પગથારે કોઈ આવ્યું છાનુંછપનું, મારું ખોવાણું રે સપનું. ગની દહીંવાલા (Gani Dahiwala) મુળ અમદાવાદી થઇને જો હું આ લોકગીત ભુલી જઉ એ કેમ ચાલે… તો આ ગીત મારા અમદાવાદ માટે… |
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
No comments:
Post a Comment