વન મેન આર્મીબિલિવ મી... - મેહુલસિંહ પરમાર ફિલ્મોમાં વન મેન આર્મીના બિરુદને ચરિતાર્થ કરતા ફિલ્મી હીરોના કારનામા આપણને કોઈ દિવસ વાસ્તવિક નથી લાગ્યા. પણ ખરા વન મેન આર્મીનું એક પ્રકરણ યુદ્ધ ઈતિહાસમાં સુવર્ણાક્ષરે ઝળહળે છે. જંગલમાં એકલે હાથે લશ્કરના માણસોનો એક પછી એક ખાત્મો બોલાવતો ફિલ્મ ફર્સ્ટ બ્લડનો રેમ્બો કાયમ પ્રેક્ષકોની તાળીઓનો હકદાર રહ્યો. પણ એવો કોઈ માણસ હકીકતમાં હશે કે કેમ એવા સવાલનો હકારમાં જવાબ મળતો નહીં, આમ પણ ફિનલેન્ડ જેવા પ્રમાણમાં ઓછા જાણીતા દેશનો એક સૈનિક સુપરપાવર સોવિયેત યુનિયન માટે માથાનો દુખાવો બની જાય એ જ નામોશીભરી વાત હતી. હતી તો હતી પણ એવી વાતો બહુ બહાર ન પડે તેની ઈરાદાપૂર્વક તકેદારી રખાતી હોય છે. ઈતિહાસને અળગો રાખી શકાય છે, બદલી નથી શકાતો. પાંચ ફૂટ ત્રણ ઈંચ જેટલી સરેરાશ કરતાં પણ નીચી કદ કાઠીના એક માણસને શોધવા રશિયન આર્મીની સ્નાઈપર્સ ટુકડીને ફિનલેન્ડના બર્ફીલા જંગલમાં ઉતારી દીધી. એવું તે શું થયું કે વિશ્વમાં મહાસત્તા હોવાનું ગુમાન લઈને ફરતા રશિયાએ પોતાના જ તાબામાંથી મુક્ત થયેલા ફિનલેન્ડની એક વ્યક્તિને જબ્બે કરવા બર્ફીલા જંગલની ખાક છાનવી પડે. વાત કંઈક એવી હતી કે બીજા વિશ્વયુદ્ધને શરૂ થયાને ત્રણ મહિના થયા હતા અને રશિયા તથા પડોશી દેશ ફિનલેન્ડ વચ્ચે વિન્ટર વોર જામી પડી. સૈન્યબળની દૃષ્ટિએ જોઈએ તો રશિયા હાથી હતું અને ફિનલેન્ડ કીડી. પણ ફિનલેન્ડ ગાંજ્યું જાય તેમ નહોતું. તેણે ચુનંદા નિશાનેબાજોને કામે લગાડી દીધા. ફિનિશ સ્નાઈપર્સ તેમની ચતુરાઈ અને અફર નિશાન પર મુશ્તાક હતા. આવો જ એક સ્નાઈપર એટલે રશિયન સરહદે આવેલા ફિનલેન્ડના રૌત્જારવી નામના ગામમાં જન્મેલો સિમો હાય્હા. ૧૯૨૫માં ફિનિશ આર્મીમાં જોડાયો તે પહેલાં ખેતી કરતો હતો, પણ આસપાસના ઈલાકામાં કુશળ નિશાનેબાજ શિકારી તરીકે વધુ જાણીતો હતો. ફિનિશ આર્મીમાં જોડાયાને પંદરેક વર્ષ થયાં ને વિન્ટર વોર ફાટી નીકળી. તેના અચૂક નિશાનને કારણે સેનાની સ્નાઈપર ટુકડીનો તે સભ્ય હતો. પાંચ ફૂટ ત્રણ ઈંચ ઊંચા આ સૈનિક માટે સ્/૨૮ સોવિયેત મોસિન- નેગન્ટ રાઈફલ તેની ઓછી ઊંચાઈને વધુ અનુકૂળ આવતી. બાજ જેવી તીક્ષ્ણ નજર ધરાવતો સિમો શત્રુ નજરને થાપ આપવા માઈનસ ચાળીસ ડિગ્રી તાપમાનમાં બરફની આડશ લઈને કામ તમામ કરતો અને કાયમ બગલાની પાંખ જેવાં કપડાં પહેરતો જેથી બરફ સાથે ભળી જાય. પરિશ્રમથી ફૂલી જતા શ્વાસના અવાજથી દુશ્મનોને બેખબર રાખવા મોંમાં ઠાંસોઠાંસ બરફ ભરી લેતો. સરદર્દ બની ગયેલા સિમોને શોધતી રશિયન સ્નાઈપર્સની ટુકડીને ક્યાં ખબર હતી કે તેઓ જે બર્ફીલા પ્રદેશમાં ફરી રહ્યા છે તે ભૂમિનો ભોમિયો તેમનો જ શિકાર કરવા બેઠો છે. બરફની આડશ લઈને બેસતા સિમોનની સ્ટાન્ડર્ડ, બોલ્ટ એક્શન અને પાછી નોન-ટેલિસ્કોપિક રાઈફલની ચારસો મીટરની રેન્જમાં રેડ આર્મીનો કોઈ પણ જવાન ફરક્યો એટલે રામ નામ સત્ય. એક પછી એક જાણે વિક્રમ સર્જતો હોય તેમ સિમો હાય્હાએ રેડ આર્મીના પાંચસો પાંચ (ક્યારેક પાંચસો બેંતાળીસ પણ ગણાવવામાં આવે છે) જવાનોને ભરી પીધા. રશિયનો જેને બેલાયા સ્મેર્ત (ધ વ્હાઈટ ડેથ) એટલે કે સફેદ મોતના નામે ઓળખતા તે સિમો તેમના સકંજામાંથી આબાદ છટકતો રહ્યો. જો કે ૬ઠ્ઠી માર્ચ, ૧૯૪૦નો એ દિવસ રશિયા માટે ભાગ્યશાળી સાબિત થયો. આ એ જ દિવસે હતો જ્યારે એક રશિયન સૈનિકની ગોળી સિમોના ડાબા ગાલમાં ઘૂસીને તેના જડબાની સરહદો તીતર-બીતર કરતી ગઈ. ગંભીર રીતે ઘવાયેલો સિમો હોસ્પિટલમાં બેહોશ હતો ત્યારે વીરતાના મોરચે બે વેંત આગળ રહેલું ફિનિશ આર્મી, રેડ આર્મી સામે હારી ગયું. કારણ હતું રશિયાની રાક્ષસી લશ્કરી તાકાત. સૈન્ય બળની દૃષ્ટિએ રેડ આર્મી પાસે ફિનલેન્ડ કરતાં ત્રણ ગણા સૈનિકો, ત્રીસ ગણા એરક્રાફ્ટ અને ક્યાંય ગણી વધારે ટેન્કોનો કાફલો હતો. નવ દિવસ સુધી કોમામાં રહ્યા બાદ જ્યારે ભાન આવ્યું ત્યારે યુદ્ધવિરામની મંત્રણાના ભાગરૂપે સિમોનું જન્મસ્થાન રશિયાની સરહદોમાં પહોંચી ચૂક્યું હતું. વીરતાના શિરપાવરૂપે યુદ્ધના અંતે સિમોને કોર્પરલમાંથી પ્રમોશન આપીને સેકન્ડ લેફ્ટનન્ટ બનાવી દેવામાં આવ્યો. ૯૬ વર્ષ જીવેલા સિમો હાય્હાને એક મુલાકાતમાં તેની વીરતાપૂર્ણ સૈન્ય કારકિર્દીની સફળતાનું રહસ્ય પૂછતાં તેણે એક જ શબ્દમાં જવાબ આપેલો - પ્રેક્ટિસ. |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************

MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment