કંપનીઓનું જાહેરખબરનું જંગી બજેટKanti Bhatt કોસ્મેટિકસ, સાબુ-શેમ્પૂ તથા અન્ય ચીજો વેચવા માટે કરાતા વધુપડતા ફાયદાના દાવા જાહેરખબર વગર કોઈ ચીજ વેચવાની શેખી કરવી તે ઘોર અંધારામાં કોઈ રૂપાળી છોકરી સામે આંખ મારવા જેવું છે, તેવું સાહિત્યકાર સેમ્યુઅલ જોન્સને કહ્યા પછી નવી વાત ઉમેરી કે 'પ્રોમિસ એન્ડ લાર્જર પ્રોમિસ એન્ડ ગ્રેટ કલેઇમ ઈઝ ધ સાઉલ આ‹ફ એડવટૉઇઝમેન્ટ' અથૉત્ તમે સાબુ, શેમ્પૂ, કોસ્મેટીક્સ કે ડિટરજન્ટ વેચતા હોતો તેમાં વધુપડતા ક્વાલિટીના દાવા કરવા અને ઊંચા વચનો આપવા તે જાહેરખબરનો આત્મા છે. આ બન્ને બાબતમાં હિન્દુસ્તાન લીવર, પ્રોકટર એન્ડ ગેમ્બલ અને બીજી નામીચી મલ્ટિનેશનલ કંપનીઓ ભારતના કરોડો ઉપભોકતાઓને આંટીમાં લેવા ખિસ્સાતોડ હરીફાઈ કરે છે. ખિસ્સાતોડ એટલે કેટલી? એક ટીવી ચેનલનો અંદાજ છે કે જગતભરમાં પ્રોકટર એન્ડ ગેમ્બલની ચીજો ખપાવવા માટે તેનું બજેટ ૮ અબજ ડોલરનું એટલે કે આજના રૂપિયાના દર પ્રમાણે રૂ.૩૭૫૦૦૦ કરોડનું છે એટલે કે સાંજ પડ્યે રૂ.૧૦૦૦ કરોડ ખર્ચી નાખે છે. એ રીતે યુનિ લીવર કે હિન્દુસ્તાન લીવરના પાક્કા આંકડા મળતા નથી પણ પોતાની ચીજોની કવા‹લિટી જાળવવા અને પ્રોક્ટર ગેમ્બલ સામે હરીફાઈ કરતા રિસર્ચમાં ૧.૩ અબજ ડોલર ખર્ચે છે. જોકે તે બાબતમાં પ્રોકટર ગેમ્બલ ડબલ ખર્ચ કરે છે. અમેરિકામાં બે વર્ષથી ભયંકર મંદી હતી. પણ પ્રોકટર ગેમ્બલ માત્ર જાહેરખબરના જોરે આ મંદીમાંથી બહાર આવ્યું છે તેમ ટેકસાસ યુનિ.ના માર્કેટિંગના પ્રોફેસર કહે છે. ચીન અને ભારતમાં બાળકોના ડાઇપર્સ વાપરવાનું માતાઓ જાણતી નહોતી. ચીનમાં ૩૦ કરોડ ડોલર દર મહિને માત્ર ડાઇપર્સની જાહેરખબર માટે પ્રોકટર એન્ડ ગેમ્બલે ખર્ચ કરેલો તેમ વા‹લસ્ટ્રીટ જર્નલ કહે છે. બ્રુસ બ્રાઉન નામના પ્રોકટર ગેમ્બલના માર્કેટિંગ ચીફ કહે છે કે અમે રિસર્ચ ઉપરનું ૨ અબજ ડોલરનું બજેટ ચીનમાં ઓલિમ્પિક્સ વખતે વાપર્યું. ચીની માતાઓ ડાઇપર્સ વાપરતી નહોતી. લૂગડાના ગાભા વાપરતી પણ અમારા રિસર્ચવાળાએ ૨૦૦૫-૦૬માં ૧૦૦૦ ચીની માતાને આંટીમાં લીધી અને એમના બાળકોને ડાઇપર્સ પહેરાવાય તો જલદીથી ઊંઘી જાય છે તેવું પુરવાર કર્યું. તે માટે હજાર માતા ઉપર ૭ કરોડ ડોલર ખચ્યૉ તેની સામે હરીફ કંપની (કિમ્બરલી કલાર્ક) તેના ડાઇપર્સ માટે માત્ર સવા કરોડ ડોલર જ ખર્ચી શકેલી. કિમ્બરલી કલાર્કના બાળોતિયાને તો પ્રોક્ટર એન્ડ ગેમ્બલે પગ જ મૂકવા દીધો નથી. પ્રોકટર-ગેમ્બલનો દાવો હતો કે તમે અમારા ડાઇપર્સ બાળકને પહેરાવો તો તે સ્માર્ટર બને છે! આવા દાવા કરીને જયાં એક પણ ડાઇપર વપરાતું નહોતું તે ચીનમાં ૪.૩ કરોડ ડોલરનાં વિલાયતી બાળોતિયાં આજે વેચે છે. ભારતમાં તેનાં કરતાં વધુ ને વધુ ગૃહિણીઓ વિલાયતી બાળોતિયાં વાપરે તે માટે ૧.૪ અબજ ડોલરનાં બાળોતિયાં ખપાવવાનું પ્રોકટર ગેમ્બલનું ચીન જેવું જ લક્ષ્ય છે. આજકાલ હિન્દુસ્તાન લીવર અને પ્રોકટર ગેમ્બલ વચ્ચે તેમનાં વા‹શિંગ પાઉડરની ખપત માટેની જાહેરખબરોનું જબ્બર કમઠાણ ચાલે છે. એક જાતનું યુદ્ધ જ છે અને બન્ને કંપની કોર્ટે ચઢી છે. દા.ત. 'ટાઈડ' બ્રાન્ડનો પાઉડર સ્પેશિયલ સુગંધ (ફ્રેગરન્સ) ધરાવે છે અને વધુ સફેદી આણે છે તેવા દાવા અંગે ચેન્નઈ હાઈકોર્ટમાં અરજી થયેલી. તેવો દાવો પાછો ખેંચવા હુકમ પણ થયેલો. રીન વા‹શિંગ પાઉડરનાં વધુ ઊજળાશના દાવાને પડકારવા પ્રોક્ટરે કોલકાતા હાઈકોર્ટમાં કેસ કર્યો છે. આમ ભારતની વા‹શિંગ પાઉડરની અબજો રૂપિયાની બજાર હાંસલ કરવા જાહેરાતનું યુદ્ધ ચાલે છે. ચીનમાં પણ પ્રોકટર ગેમ્બલે તેના એક શેમ્પૂ માટે વધુપડતો દાવો કરેલો. આ શેમ્પૂ વાપરવાથી સ્ત્રીના વાળમાં ૧૦ ગણું વધુ લચીલાપણું લાવે છે તેવા દાવાને ચીનના તંત્રે પડકારેલો. માર્ચ-૨૦૧૦માં પીએન્ડજીના ચહેરાની કરચલી દૂર કરવાના કલેઇમને પડકાર્યો હતો. જાહેરખબરમાં પ્રોકટરે દાવો કરેલો કે તેનું ક્રીમ વાપરવાથી તમે ૧૦ વર્ષ વધુ યુવાન દેખાઓ છો! પ્રોકટરના શેમ્પૂ વાપરવાથી તમારા વાળમાં એમેનોએસિડઝનું તત્વ નવપલ્લવિત થાય છે તેવા દાવાને પણ પડકારાયો હતો. ભારતમાં તો આવા દાવા ગબડે છે. અમેરિકા અને ચીનમાં ગપ ચાલતું નથી. માત્ર પ્રોકટર ગેમ્બલ કે લીવર બ્રધર્સ જ નહીં તમામ હેલ્થ પ્રોડકટ કે વપરાશી ચીજો માટે ખોટા કે વધુપડતા દાવા થાય છે. દા.ત. કવેકર ઓટસ નામનો સવારનો ડબ્બાપેક તૈયાર નાસ્તો સુધરેલા ઘરોમાં હોય છે તેને માટે દાવો કરાતો હતો કે તે ખાવાથી તમને છીલકા સહિતનો અપ્રતિમ ખોરાક ખાવા મળે છે તેનાથી કોલેસ્ટરોલ ઓછું થાય છે! અમેરિકામાં આવું ગપ ન ચાલે ત્યાંની સેન્ટર ફોર સાયન્સ નામની સંસ્થાએ કવેકર્સવાળાના આ કોલેસ્ટરોલ ઓછું કરવાના દાવાને બોગસ કહીને બંધ કરાવેલો. આવી જ રીતે કોકાકોલા અને નેસલે કંપનીઓ ઇન્સ્ટંટ કાર્બોનેટેડ ગ્રીન ટી ડ્રિન્ક વેચતી હતી તે તમારા શરીરની કેલેરી બાળીને ચરબી ઓછી કરે છે તેવા વાહિયાત દાવાની ઉપર 'તાળું' મરાવેલું. આ બધી મલ્ટિનેશનલ કંપની પોતાના તૈયાર નાસ્તા કે કોસ્મેટીકસ માટે જે વધુપડતા દાવા કરે છે તેને જગતનાં ગ્રાહક રક્ષક મંડળો 'ફાઇવસ્ટાર ડિસેપ્શન' (ઊંચી કક્ષાની છેતરપિંડી) કહે છે. પ્રોકટર ગેમ્બલ તેના ઓરેન્જ જયૂસ માટે દાવો કરે છે કે તેમનાં આ પીણાં પીવાથી દૂધ કરતાં વધુ ઝડપથી તમારું શરીર કેલ્સિયમને પચાવે છે! આવો દાવો કરવા બદલ કેલિફોર્નિયાની સરકારે કેસ કરેલો તો પતાવટ માટે સાડાત્રણ લાખ ડોલરનો દંડ ભરવો પડેલો. 'સુધરેલી ગૃહિણી' તેના બાળકોને કોમપ્લાન અને હોિલ્gાકસના દૂધમાં નાખીને પીવાના બિનજરૂરી ચોકલેટિયા કે બીજા સ્વાદના પીણાં સવારે આપે છે. આ કંપનીઓ વચ્ચે પણ ૨૦૦૯ સુધી જાહેરખબરની જબરી લડાઈ ચાલેલી. ભારતમાં હવે તૈયાર પેકેટના કેલોગના નાસ્તા ખાબકયા છે. કંપનીનો દાવો છે કે તેના નાસ્તા ખાવાથી ડાયેટિંગ થાય છે. આ દાવાને સાયન્સ સેન્ટરે પડકારેલો. એક ડોક્ટરના અનુસાર બાળકોને અપાતા બધાં જ કફસીરપ આડઅસર કરે છે. દા.ત. કોરેકસ અને ફેન્સેડીલ નામના કફસીરપ માત્ર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર જ વેચવા જોઈએ કારણ કે તેમાં કોડેન નામનું અફીણિયું કેફી તત્વ છે પણ આ દવાઓ વગર ચિઢ્ઢીએ કરોડો રૂપિયાની વેચાય છે. બીજા એક કફસીરપમાં કોડેન નથી પણ તેમાં ડેકસ્ટ્રોમેથોરફાન નામનું વ્યસન થાય તેવું કેફી તત્વ તો છે જ પણ ભારતમાં તો કોણ ભાવ પૂછે છે? હાંકયે રાખો બાપલા. |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment