[F4AG] ...તો આપનો વિજય નિશ્વિત છે........કાર્ય નહીં, પરિણામનો વિચાર કરે છે વિચલિત

 

...તો આપનો વિજય નિશ્વિત છે

Pt. Vijayshankar Mehta
અંતિમ પ્રયાસ બાકી છે તેવો ભાવ હંમેશા પોતાના મનમાં જાળવી રાખવો જોઇએ. જો આમ થશે તો દરેક ક્ષેત્રમાં આપની જીત થશે.


You will winક્યારેક ક્યારેક જીવન એક સ્પર્ધા સમાન લાગવા લાગે છે. દરેક બાજુ દોડભાગ મચેલી છે. ક્યારેક કોઇ આપનાથી આગળ નીકળી રહ્યું છે તો કોઇ આપને પાછળ ખેંચવાનો પ્રયત્ન કરે છે. આવામાં મન અશાંત અને નિરાશ થવા લાગે છે. ક્યારેક ક્યારેક એવું પણ થાય છે કે આપ અનેક પ્રયત્નો કરતા હોવ પણ સફળતા ન મળે. આવામાં સહુથી વધુ નિરાશ પોતાની જાતથી જ થવાય છે. આપણને પોતાની ક્ષમતાઓ પર પણ શંકા થવા લાગે છે. જ્યારે આવી પરિસ્થિતિમાં નિરાશા સાંપડે છે ત્યારે મન આકુળ-વ્યાકુળ થઇ જાય છે અને એક અનિચ્છિત બોજ આપણા મન પર હાવી થઇ જાય છે.


આપણું ચિત્ત દુનિયામાં ચોંટતું નથી, પોતાની જાત પ્રત્યે અપરાધ ભાવના ઉદ્ભવે છે. આવી પરિસ્થિતિમાં અનેક લોકો સાથેના સંબંધો તૂટવા લાગે છે, જીવનનો મોહ પણ છૂટી જાય છે. આવા સમયે જો કોઇ વસ્તુ આપણને બળ પુરુ પાડી શકે છે તો તે છે આધ્યાત્મ. જો આપણે આધ્યાત્મમાં વિશ્વાસ રાખીશું તો કદાચ જીવનમાં ફરી ક્યારેય આવી પરિસ્થિતિઓનો સામનો નહીં કરવો પડે. વાલ્મીકિ રામાયણના સુંદરકાંડમાં એક પ્રસંગ આવે છે જે આપણને આત્મબળ અને આધ્યાત્મ બંનેથી પૂર્ણ કરે છે. હનુમાન લંકામાં સીતાની શોધ કરી રહ્યા હતા, બધા ભવનો જોઇ લીધા, બધા માર્ગો ખૂંદી વળ્યા, ખૂણે ખૂણો તપાસી જોયો પણ સીતાનો ક્યાંય પત્તો ન લાગ્યો.


એકવાર રાવણના ખંડમાં સૂતેલી મંદોદરીને જોઇને તેમને તેઓ સીતા હોવાનો ભ્રમ થયો, હનુમાનજી ખુશ થઇ ગયા કે સીતા મળી ગઇ, પણ બાદમાં તેમણે વિચાર કર્યો અને અનુમાન લગાવ્યું કે સીતા આટલી નિશ્વિંતતાથી સૂઇ જાય તેવી સ્ત્રી નથી. જ્યારે તેમને અન્ય કોઇ સ્થળે પણ સીતા ન દેખાઇ ત્યારે તેમના મનમાં વિચાર જન્મ્યો અને તેઓ એમ વિચારીને નિરાશ થઇ ગયા કે ક્યાંક રાક્ષસોએ સીતાને મારી તો નહીં નાંખી હોય ને! તેમણે એક જગ્યા પર બેસીને વિચાર કર્યો કે જો સીતા નહીં મળે તો લંકામાં રહીને જ સમગ્ર જીવન વ્યતિતિ કરી લઇશ.


બસ તેમના મનમાં આ વિચાર આવ્યો અને આધ્યાત્મ જાગ્યો. હનુમાનજીએ બાદમાં વિચાર કર્યો કે જો લંકામાં જ રહેવું હોય તો પછી અંતિમ શ્વાસ સુધી પ્રભુનું કામ શા માટે ન કરું. આમ વિચારતા જ તેમના મનમાં ફરીથી રોમાંચ ભરાઇ ગયો, નિરાશા દૂર થઇ. તેમણે વિચાર કર્યો કે હાર માનતા પહેલા એકવાર ફરીથી સીતાની શોધ કરવી જોઇએ. હવે તોએ ફરીથી અભિયાન પર નીકળી ગયા અને અશોક વાટિકા પહોંચી ગયા. જ્યાં તેમને સીતાના દર્શન થયા. આ પ્રસંગ આપણને શીખવે છે કે અસફળતાને સામે જોઇને જ આપણા મનમાં ઘોર નિરાશાનો વિચાર આવી જાય છે. નબળા લોકો આ નિરાશામાં પોતાની જાતને ડૂબાડી દે છે અને ફરી એકવાર બધું સમાપ્ત થઇ જાય છે. હનુમાન જેવા યોગી પુરુષ આવા સમયે આધ્યાત્મનો માર્ગ અપનાવે છે.


નિરાશા મનમાં હોવી થઇ જાય તે પહેલા જ પોતાની ઇન્દ્રિઓમાં ફરીથી ઉત્સાહ ભરી લઇએ. હાર માન્યા પહેલા એકવાર ફરીથી પ્રયાસ કરવાનો વિચાર કરીએ. આપણે આ વિચારનો ત્યાગ ક્યારેય ન કરવો જોઇએ. અંતિમ પ્રયાસ બાકી છે તેવો ભાવ હંમેશા પોતાના મનમાં જાળવી રાખવો જોઇએ. જો આમ થશે તો દરેક ક્ષેત્રમાં આપની જીત થશે.
 
**************************************************************************************************
 

કાર્ય નહીં, પરિણામનો વિચાર કરે છે વિચલિત

Pt. Vijayshankar Mehta
 
કર્મોના પરિણામની આસક્તિમાંથી મુક્ત થઇ જશો તો કોઇપણ કાર્ય કરતી વખતે આપ દબાવમાં નહીં આવો.


A thought about resultઆજના સમયમાં મનુષ્ય પહેલા કરતા પણ વધારે કામ કરી રહ્યો છે તેમ છતાં અશાંતિ તેનો પીછો નથી છોડતી. આખરે શું છે જે આપને અશાંત બનાવે છે? વાસ્તવમાં આપણે કર્મ કરવામાં પરેશાન નથી થતા, વિચલિત થઇએ છીએ જે-તે કર્મના પરિણામ અંગે વિચારીને. આપણે જે કોઇપણ કાર્ય કરીએ છીએ તેની સફળતાનો સંશય કે અસફળતાની આશંકા આપણને બેચેન બનાવી મૂકે છે. જો આપણે પરિણામને પરમાત્મા પર છોડી દઇશું તો આ અશાંતિ આપોઆપ દૂર થઇ જશે.


આજનો સમય અત્યંત કાર્ય કરવાનો સમય છે. આધ્યાત્મએ આ સમયને કર્મયોગ કહ્યો છે. ગીતાને કર્મયોગનું પ્રતિનિધી સાહિત્ય માનવામાં આવે છે. તેમાં અનેક શ્લોક કર્મયોગને લઇને જ કહેવામાં આવ્યા છે. કર્મ કર્યા બાદ મનુષ્ય અશાંત શા માટે થઇ જાય છે એ સવાલ બધાના મનમાં ઉદ્ભવે છે. કર્મ કરતા-કરતા માનવી તણાવમાં શા માટે આવી જાય છે? દબાવ મુક્ત થઇને કર્મ કેવી રીતે કરી શકાય ? વાસ્તવમાં કર્મ કોઇને નથી દબાવતું, દબાવે છે કર્તાભાવ. માટે કર્તાભાવને છોડવું જોઇએ, કર્મને નહીં.


સહુથી મોટું કર્મ પરમાત્મા કરી રહ્યાં છે અને આપણે તેમની વ્યવસ્થાના નાના-નાના ટૂકડા છીએ. કર્મને લઇને જૈન સાહિત્યમાં એક સુંદર મહાવીર વાણી છે. આ સૂત્ર પણ કર્મ દ્રષ્ટિ પર આધારિત છે. ભગવાન કહે છે, જે પ્રકારે સેનાપતિનો નાશ થતાં સેના સમાપ્ત થઇ જાય છે, તે જ રીતે એક મોહનીય કર્મ નષ્ટ થઇ જતાં બધા કર્મો નષ્ટ થઇ જાય છે. મહાવીરે કહ્યું છે કે કર્મના આઠ ચરણો છે- પહેલું જ્ઞાનવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગૌત્ર અને અંતરાય. આમાં મોહનીય ચોથું છે. જ્યારે સાધકના જીવનમાં આ કર્મ ઉત્પન્ન થઇ જાય છે ત્યારે સંસારમાં સપડાઇ જવાય છે.


મોહના બંધનોમાં માનવી બંધાઇ જાય છે. જે રીતે મદિરાના નશામાં વ્યક્તિ બીજાનો ઉપહાસ કરે છે પણ લોકો જાણે છે કે વ્યક્તિ નશામાં છે. મોહનીય કર્મનો અર્થ છે કર્મના પરિણામ પ્રત્યે મોહ બંધાઇ જવો. અહીંથી જ અશાંતિનો આરંભ થાય છે. મહાવીરે આને સેનાપતિ કહ્યો છે. તેમનું કહેવું છે જો સેનાપતિને હરાવી દેવામાં આવે તો સેનાને આપોઆપ જીતી જશો. કર્મોના પરિણામની આસક્તિમાંથી મુક્ત થઇ જશો તો કોઇપણ કાર્ય કરતી વખતે આપ દબાવમાં નહીં આવો
 

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...