[F4AG] ક્ષમા

 

ક્ષમા
 
દિનપ્રતિદિન મનુષ્યનું જીવન યંત્રવત બની રહ્યું છે. એ થોડી થોડી વાતમાં હતાશ-નિરાશ (Moodless) થઇ જાય છે.દુઃખના વમળોમાં ધકેલાઇ જાય છે. એ પળભર પણ ધીરજ ધરી શકતો નથી, પોતાની મરજી સચવાતી નથી ત્યાં ભભૂકી ઉઠે છે. પારકો દોષ દેખી એનો પારો આસમાને ચઢે છે.... પરિણામે, સમાજમાં તેની દશા હતપ્રભ જેવી બને છે, સ્વાસ્થ્ય કથળે છે, High blood Pressure  જેવા રાજરોગ એને કોરી ખાય છે. આ બધી સમસ્યા ઉકેલવા, એક એવું ક્ષમાનું અમોઘ શસ્ત્ર કે જે હાથવગું રાખવાથી સુખ-ચેન ને શાંતિની જિંદગી મળે છે.....
 
ક્ષમા આપવી એ વ્યક્તિમાં રહેલો મોટો સદ્ ગુણ છે. ક્ષમા બક્ષવી એટલે કોઇક વ્યક્તિની ગેરવર્તણૂંક કે અપકૃત્યને માફ કરી દેવું. તેના ગેરવાજબી વ્યવહાર કે વર્તન તરફ દુર્લક્ષ્ય સેવી તેને દરગુજર કરવું. કોઇકે તેના વાણી કે વર્તન દ્વારા ખરેખર નુકશાન પહોંચાડ્યું હોય કે નુકશાન પહોંચાડવામાં મદદ કરી હોય, તો એ નુકશાન વેઠીને પણ તેના પ્રત્યે ઉદાર વલણ દાખવવું. ઉદારતા એ ક્ષમાની જનની છે. જે વ્યક્તિમાં ઉદારતાનો ઉદધિ ઉછળતો હોય તે વ્યક્તિ જ ક્ષમાનાં વાદળો વરસાવી શકે. પોતાના કોઇક ગેરવાજબી વર્તન કે કટુ વાણી બદલ અન્યની ક્ષમા માગવી એ પણ એક ગુણ છે.પોતાની ભૂલ ન હોય અને અન્યની ભૂલને પોતાને માથે લઇ, ક્ષમા માગવી એ અતિ મોટો ગુણ કહેવાય.
 
 
 
ઇશ્વરમાં પૂરી આસ્થા ધરાવતા એક શહેરના એક ધનિક વ્યક્તિને ઘેર કોઇ લઘરવઘર માણસ આવી અને કરગરવા લાગ્યો કે મને અહીં રાતવાસો કરવા દેશો ? તેની આવી કફોડી દશા જોઇને, પણ ધનિકે તેને કોઇ આશરો તો ન આપ્યો, ઉપરથી ઉપદેશ ઝીંક્યો અલ્યા, પ્રભુની પ્રાર્થના કર તો તારું દળદર ફીટે.  ગરીબ માણસ ક્રોઘથી તાડૂક્યો અને કહે – પ્રભુનું નામ ના લેશો, એણે તો મારી આવી દશા કરી છે. ભગવાનની આવી નિંદા કરતો સાંભળી આ ધનિકે તેને આકરા શબ્દો કહી કાઢી મૂક્યો. રાત્રે ઘરમંદિરમાં આરતી કર્યા બાદ ભગવાન સમક્ષ આ ધનિકભક્ત કહેવા લાગ્યા- પ્રભુ, આજે મેં એક નાસ્તિકને બરાબર શિક્ષા કરી, તેને તગેડી મૂક્યો, એ આપની નિંદા કરતો હતો. પછી જાણે મૂર્તિમાંથી અવાજ સંભળાયો, ભાઇ, તેં આ બહુ ખોટું કર્યું, એ માણસ મને જન્મથી જ ગાળો ભાંડતો આવ્યો છે. મેં તેને આજ લગી નભાવ્યો અને હજીય નભવ્યા કરું છું. તું તેને એક રાત પણ ન રાખી શક્યો ? ભગવાન આપણી અગણિત ક્ષતિઓને માફ કરે છે. ઘરની વ્યક્તિઓમાં જો એક ક્ષમાનો સદ્ ગુણ વિકસે તો ઘરમાંથી કજિયા-કંકાસ ટળે, શાંતિ પ્રસરે અને ઘર એક સુખસદન બની જાય. શ્રી હરિલીલામૃતમાં ક્ષમા-ગુણનો કેટલો બધો મહિમા ગાયેલો છે. ભલા તણું ભૂષણ તો ક્ષમા છે, કલેશનું કારણ અક્ષમા છે, ક્ષમા ધરે તો સુખિયા સદાય, ક્ષમા વિના પ્રાણી ઘણા પીડા
 
RASHMI   PATEL
 
 



__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Get real-time World Cup coverage on the Yahoo! Toolbar. Download now to win a signed team jersey!

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...