લાખ સલામો એ ચહેરાને જોઈને સુધરી જાય સવારોDr Sharad thakar, Ran Ma Khilyu gulab 'વ્હોટ ધી હેલ આર યુ ટોકિંગ એબાઉટ, મિ. ઝુનઝુનવાલા? મારા પપ્પાની સંપત્તિમાંથી હું જ બાકાત?! ઇમ્પોસિબલ! પપ્પા આવું કરી જ શી રીતે શકે?' ચૌદમા દિવસે શેઠ મંગળદાસના વકીલ ઝુનઝુનવાલા એમની ભેદી બ્રિફકેસ બગલમાં દબાવીને આવ્યા અને કોથળામાંથી બિલાડું કાઢી ગયા, 'હું શેઠ મંગળદાસ જમનાદાસ મહેતા પૂરેપૂરા હોશ હવાસ સાથે કોઈ પણ પ્રકારની ધાકધમકી, પ્રલોભન વિના, કોઈ પણ જાતના નશીલા પદાર્થના સેવન વગર શું બુદ્ધિથી જાહેર કરું છું કે મારી સ્થાવર તેમજ જંગમ મિલકતમાંથી એક પણ પૈસો મારી દીકરી સિફતને આપવામાં ન આવે. દુન્યવી નજરે મારી દીકરી મારું એક માત્ર સંતાન હોવાથી કાનૂની રીતે મારી વડીલોપાર્જિત મિલકતનો સંપૂર્ણ વારસો એને જ મળે, પણ હું જે કંઈ ધનદોલત મારી પાછળ છોડતો જાઉં છું એ બધી સ્વ. ઉપાર્જિત છે. મારા બાપદાદા તરફથી મને દેવું વારસામાં મળ્યું હતું. આ બંગલો, ગાડી, બેન્કના લોકરમાં પડેલું ઝવેરાત ને દાગીના તથા રોકડ નાણું આ બધું હું મારા જમાઈ સ્વમાન શાહ અને મારી લાડકી દૌહિત્રી કંકણનાં નામે કરી જાઉં છું. કંકણ જ્યાં સુધી પુખ્ત વયની ન થાય ત્યાં સુધી બધી જ સંપત્તિનો ઇચ્છાનુસાર વહીવટ કરવાનો અધિકાર મારા જમાઈને સોંપતો જાઉં છું.' 'વ્હોટ ધી હેલ આર યુ ટોકિંગ એબાઉટ, મિ. ઝુનઝુનવાલા? મારા પપ્પાની સંપત્તિમાંથી હું જ બાકાત?! ઇમ્પોસિબલ! પપ્પા આવું કરી જ શી રીતે શકે?' ઝુનઝુનવાલા પછી જાણે એના સવાલનો જવાબ આપતા હોય એમ 'વિલ'નું આગળનું લખાણ વાંચવાનું શરૂ કર્યું, 'જગતને મારા આ નિર્ણયથી આંચકો લાગશે કે શેઠ મંગળદાસે આવું શા માટે કર્યું, પણ મારો ફેંસલો યોગ્ય છે એની મને ખાતરી છે. મારી દીકરી સિફત બહુ લાડકોડમાં ઊછરેલી છે. એ નાની હતી ત્યારે એની મા મૃત્યુ પામી હતી, એટલે મારા વધુ પડતા લાડ-દુલારે એને ફટવી મારી છે. એને દોલતનો અહંકાર છે, સૌંદર્યનું અભિમાન છે અને પોતાની જાત સિવાય બાકીના તમામ લોકો પ્રત્યે ધિક્કાર છે. એ મારા જમાઈ પ્રત્યે પણ ખૂબ અશિષ્ટ વ્યવહાર દાખવે છે. મારા જમાઈ એક સૌજન્યશીલ, સાલસ અને શાલીન પુરુષ છે. મને વિશ્વાસ છે કે મારા વારસાનું તેઓ જતન કરશે અને એમાંથી મારી દીકરીનો પણ યોગ્ય રીતે જીવનનિર્વાહ...' ઝુનઝુનવાલા 'વિલ'નું વાંચન પૂરું ન કરી શક્યા. અપમાનભાવથી સળગી ઊઠેલી સિફતે તરાપ મારીને એમના હાથમાંથી 'વિલ'ના કાગળો આંચકી લીધા અને ફાડી નાખ્યા. ઝુનઝુનવાલા હસ્યા, 'ઈટ વોઝ એ ફોટોસ્ટેટ કોપી, માય સ્વીટી! ધી ઓરિજિનલ પેપર્સ આર ઈન માય સેઇફ- કસ્ટડી. વેલ, આઈ ટેક યોર લીવ! બાય ધી વે, હાર્ટી કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ, મિ. સ્વમાન!' પારસી બાવા રવાના થયા. વકીલની વિદાય પછી સિફતે ભયંકર કકળાટ આદર્યો. આખો બંગલો માથે લીધો. પતિને તો સાત પેઢીઓને સાંકળી લેતી ગાળો ભાંડી, 'લુચ્ચા! બદમાશ! આ બધી તારી ચાલબાજી હતી. તેં જ તો મારા પપ્પાને ભોળવીને વારસાહક્કમાંથી મારું નામ રદ કરાવી નાખ્યું. પણ હું તને ફાવવા નહીં દઉં. હું ઝેર ખાઈ લઇશ. હું પંખે લટકી જઇશ અને ચિઢ્ઢીમાં તારું નામ લખતી જઇશ. તને આ બધી દોલત સુખેથી ભોગવવા નહીં દઉં!' સ્વમાન સાવ સીધો-સાદો, સરળ પુરુષ હતો. એ ડરી ગયો. આઠ વર્ષની દીકરી પણ માનું ડાકણ જેવું રૂપ જોઈને છળી ગઈ, પિતાને બાઝી પડી, 'પપ્પા! મારે આ ઘરમાં નથી રહેવું. ચાલોને આપણે બીજે ક્યાંક ચાલ્યા જઈએ. મને મમ્મીથી બહુ બીક લાગે છે. પપ્પા, પ્લીઝ...!' અને સ્વમાને દીકરીને ઊંચકી લીધી. સસરાજી તરફથી મળેલો બંગલો અને ગાડી અને બીજું બધું ઐશ્વર્ય પળવારમાં ત્યાગી દીધું. પહેરેલા કપડે ઘરની બહાર નીકળી ગયો. બીજા દિવસે ઝુનઝુનવાલાની ઓફિસમાં જઈને કહી દીધું, 'હું સંપૂર્ણ વારસાઈ ઉપરનો મારો હક્ક જતો કરું છું. મારા સસરાની પૂરેપૂરી સંપત્તિ મારી પત્નીનાં નામે તબદીલ કરું છું.' સિફતને તો આ જ ખપતું હતું. એને આમ પણ પતિ ગમતો ન હતો. પપ્પાના આગ્રહને કારણે એણે સ્વમાનની સાથે લગ્ન કર્યા હતાં. હવે એનું જીવન સ્વછંદી બની ગયું. રોજ રાત્રે એનો બંગલો નવા-નવા પુરુષ સાથેની શરાબ પાર્ટી અને પછી ભોગવિલાસની ગરમ-ગરમ ઉજવણીનો અડ્ડો બની ગયો. સ્વમાને પોતાની રીતે જિંદગીને નવેસરથી ગોઠવી લીધી. એ પહેલેથી નોકરી કરતો હતો. એના આઠ હજાર રૂપિયાના પગારમાંથી જેટલું સુખ ખરીદી શકાય તે એણે ખરીદી લીધું. એક નાનું ભાડાનું મકાન. બે જોડી કપડાં. એક સેકન્ડ હેન્ડ સાઇકલ. બે ટંકનું સાદું ભોજન. એના ખુદના માટે આટલું પૂરતું હતું. પણ આ બધું સાદું હોવા છતાં એની એક વસ્તુ બહુ મોંઘી હતી. એ એનું ફાઇવસ્ટાર સપનું હતું. એ હતી એની દીકરી અને એનું ભવિષ્ય. એક સાંજે સ્કૂલ છુટ્યા પછી સ્વમાન એની દીકરીની ક્લાસ-ટીચરને મળ્યો, 'નમસ્તે, ટીચર! મારે તમારી સાથે કંકણની કારકિર્દી વિષે ચર્ચા કરવી છે.' ટીચરનું નામ નિહારિકા હતું. એમણે હૂંફાળો પ્રતિસાદ આપ્યો, 'મને તમારાં લગ્નજીવન વિષે થોડી-ઘણી માહિતી મળેલી છે. બોલો, હું શું કરી શકું?' 'મારી કંકણની જવાબદારી તમે સ્વીકારી લો! ના, માત્ર એને અંગત ટ્યૂશન આપવાથી જ કામ નહીં ચાલે. હું તો પુરુષ છું. દીકરીના અરમાનો વિષે હું શું જાણું? એને શું કરવું છે, શું જોઈએ છે, મારે એના માટે શું કરવું- શું ન કરવું આ બધાં સૂચનો તમારે મને કરવા પડશે. આ મા વગરની દીકરીને પાછળથી કોઈ અરમાન અધૂરા રહી ગયા એવું ન લાગવું જોઈએ. એના માટે જોઈએ તેટલા રૂપિયા ખર્ચવા હું તૈયાર છું.' એક અઠવાડિયા સુધી કંકણનું બારીક નિરીક્ષણ કરી લીધા પછી ટીચરે અહેવાલ આપ્યો, 'તમારી દીકરી ભણવામાં થોડી નબળી છે. મારે તમારા ઘરે આવીને રોજ એક-દોઢ કલાક એને ટ્યૂશન આપવું પડશે. એ ઉપરાંત એને ડ્રોઇંગમાં, સંગીતમાં, સ્વીમિંગમાં અને કરાટેમાં પણ ખૂબ રસ છે. આ બધાં માટે અઠવાડિયામાં એક-એક, બબ્બે દિવસના ક્લાસીસ ભરવા પડે. જો તમે પૈસા ખર્ચવા તૈયાર હો, તો હું વ્યવસ્થા ગોઠવી આપું.' 'મારી તૈયારી તો છે, પણ પૈસા નથી. વાંધો નહીં. હું ઓવરટાઇમ કરીશ અને તમે મારા ઘરે ટ્યૂશન આપવા ન આવશો. હું એકલો છું એટલે નાહકના લોકો તમારી વાતો કરશે. હું જ કંકણને રોજ મૂકી-લઈ જઇશ.' સ્વમાને બીજા દિવસથી એ પ્રમાણે કરવા માંડ્યું. દીકરીને સાઇકલ ઉપર બેસાડીને એ એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડતો રહ્યો અને મા વગરની દીકરીને કોઈ જનેતા ન આપી શકે એવી મમતા આપતો રહ્યો. કંકણ પણ કમ સાબિત ન થઈ. કાળજીભરી માવજતને કારણે એ ધીમે ધીમે ખીલતી ગઈ. સોનાના ખરબચડા ટુકડામાંથી એ ઘડાયેલો દાગીનો બની ગઈ. વર્ગમાં છેલ્લા નંબરે પાસ થતી હતી. એ હવે પ્રથમ ક્રમે પાસ થવા માંડી. બાર વરસ પસાર થઈ ગયાં. એક તપ જેટલો સમય નીકળી ગયો. સાધનાના, આરાધનાના અને તપસ્યાના દિવસો હતા એ. સ્વમાન તેત્રીસનો હતો એમાંથી પિસ્તાળીસનો થઈ ગયો અને આઠ વરસની ઢીંગલી બની ગઈ વીસ વરસની મનમોહક યુવતી. સ્વમાને એના માટે એક સુંદર, સંસ્કારી મુરતિયો શોધી કાઢ્યો. લગ્નનો સમય નજીક આવતો ગયો, કંકણ ઢીલી પડવા માંડી. બાપે પૂછ્યું, 'બેટા, તને છોકરો પસંદ તો છે ને? તારો ચહેરો કેમ મૂરઝાયેલો લાગે છે?''પપ્પા, મને તમારી ચિંતા સતાવે છે. હું પરણીને ચાલી જઇશ, પછી તમારું કોણ? મારા મનમાં એક વાત રમે છે. તમે માનો તો કહું! વચન આપવું પડશે.' સ્વમાન હસી પડ્યો, 'વચન આપ્યું.' 'તમે મારાં નિહારિકા ટીચર સાથે મેરેજ કરી લો!' કંકણે અણધારી વાત મૂકી, 'એ સંમત થશે કે નહીં એની ચિંતા મારા માથે. હું છેક નાની હતી ત્યારથી જોતી આવી છું કે ટીચરને તમારા પ્રત્યે ખૂબ જ આદર છે. મને એ પણ સમજાય છે કે બહારથી દેખાતો એ આદર વાસ્તવમાં અંદર છુપાયેલો પ્રેમ છે. મને તૈયાર કરવામાં તમે જે ભોગ આપ્યો છે એટલો જ ભોગ નિહારિકા મે'મનો પણ છે જ. હું એમની સાથે વાત કરું છું.' કંકણે પપ્પાને વચનથી બાંધી લીધા અને બીજા દિવસે નિહારિકાને પ્રેમથી મનાવી લીધાં. કંકણનાં લગ્નના બરાબર બાર દિવસ પહેલાં સ્વમાન-નિહારિકાનાં લગ્ન યોજાઈ ગયાં. બાપના બાર વરસનું તપ દીકરીએ પરણતાં પહેલાંના બાર દિવસના સંસાર રૂપે વાળી આપ્યું. પપ્પા એની ઢીંગલીને પરણાવે તે પહેલાં ઢીંગલીએ પિતાનો સંસાર બાંધી આપ્યો. સિફતનું શું થયું એ સવાલ પૂછવા જેવો નથી, જવાબ બહુ દુ:ખદ છે. રોજ નિતનવા ભ્રમરો બદલતી રહેતી એ કામી સ્ત્રી એઇડ્ઝનો ભોગ બનીને સબડી રહી છે. (સત્ય ઘટના) (શીર્ષક પંક્તિ : મુસાફિર પાલનપુરી) |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.
__,_._,___
No comments:
Post a Comment