[F4AG] મા-બાપની ખુમારી ક્યાં જતી રહે છે?

 

મા-બાપની ખુમારી ક્યાં જતી રહે છે?

Varsha Pathak, Apani Vat
 
ઓછા ટકા આવવા છતાં સંતાનને સારી કોલેજમાં એડમિશન અપાવવા દોડતા મા-બાપ માત્ર પ્રેમવશ જ આવું કરે છે?


Where is mother-father pride of wealthબારમા ધોરણનું અને ત્યારબાદ દસમાનું પણ રિઝલ્ટ આવી ગયું. અત્યાર સુધી માથું ઊંચું રાખીને જીવેલા અનેક વડીલો પોતાના સિદ્ધાંત અહમ્ આત્મ સમ્માનને એક બાજુએ મૂકીને પારકાના પગે પડવા બહાર નીકળશે. 'પ્લીઝ, અમારા દીકરા-દીકરીને ફલાણી કે ઢીકણી કોલેજમાં એડમિશન અપાવી દો, તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલીએ!'


મહારાષ્ટ્રમાં એસએસસી બાદ અગિયારમું, બારમું ધોરણ, કોલેજમાં થાય છે. છુટીછવાઇ સ્કૂલોમાં આ જુનિયર કોલેજની સગવડ છે. પરંતુ દીવો લઇને શોધવા નીકળો તોયે એવા કોઇ છોકરા કે છોકરી નહીં મળે જે એસએસસી બાદના આ બે વરસ સ્કૂલમાં વીતાવવા માગતા હોય. બધાંને કોલેજમાં જવું હોય અને એ પણ પાછી 'સારી' કોલેજમાં!


ઓછી મહેનતને પરિણામે પરીક્ષામાં ભલે ઓછા માકર્સ આવ્યા હોય, પણ લાડકા દીકરા કે દીકરીને એડમિશન તો 'ગુડ કોલેજપ્તમાં જ જોઇએ. આવા સંજોગોમાં બે રસ્તા ખુલ્લા હોય, કાં તો પૈસા વેરો અને કાં તો ઓળખાણનું જોર લગાવો અને આ મહેનત તો મમ્મી-ડેડીએ જ કરવાની હોય.


લોકલ પોલિટિશિયન્સ, કોલેજના ટ્રસ્ટી, પ્રિન્સપાલ. અરે, કોઇ કહે તો કોલેજના પ્યૂનના ચરણે પણ સાષ્ટાંગ દંડવત્ કરવા મા-બાપ પહોંચી જશે. ઓલરેડી બારમા પછી પ્રોફેશનલ કોર્સમાં એડમિશન અપાવવા માટે આ કસરત શરૂ થઇ ગઇ છે. આમાંથી ભાગ્યે જ કોઇ માતાપિતા એના સંતાનને કહે છે કે 'સારી કોલેજમાં જવું હતું તો શું કામ બરાબર ભણ્યો નહીં?' ઉલટું પરીક્ષામાં ઓછા માકર્સ લાવનાર છોકરાને એની મનગમતી કોલેજમાં એડમિશન અપાવવા માટે પપ્પાજી મરણિયા થઇને મેદાને પડે. હવે આવા માબાપને જોઇને સવાલ થાય કે એમની આ બધી દોડાદોડ, મહેનતની પાછળ માત્ર સંતાન માટેનો પ્રમ જવાબદાર છે?


નો સર, કડવી લાગે તોયે વાસ્તવિકતા છે કે આવા કિસ્સામાં ચાલીસ ટકા પ્રેમ ઉપરાંત સાઇઠ ટકા એમનો પોતાનો અહમ્ ભાગ ભજવે છે. મારો દીકરો સાવ ઓનરી કોલેજમાં જાય તો લોકો શું કહેશે?


'મારી દીકરીને ફલાણી સ્કૂલમાં દાખલ કરવા માટે મેં લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું.' આવું વટ કે સાથ કહેનારાં માતાપિતા માટે પછી એ જ દીકરીને 'સારી' કોલેજમાં એડમિશન ન મળે તો જાણે નીચાજોણું થાય. બહારનાંને જ નહીં, ઘરમાં પોતનાના બાળકને પણ બતાવી દેવાનું હોય કે, 'જો તે ભલે પરીક્ષામાં ન ઉકાળ્યું, પણ તારો બાપ તને સારી કોલેજમાં સીટ અપાવી દેશે.' અને આવું કરવા માટે કોલેજમાં ટ્રસ્ટી પાસે જઇને કાલાંવાલાં કરવા પડે. કોઇ એજન્ટ દ્વારા લાંચ ખવડાવવી પડે તોયે શરમ ન આવે.


છોકરાને પણ શરમ નથી આવતી. ઊલટું એ તો જાણી જાય છે કે મમ્મી-પપ્પા એમનો ઇગો ટકાવી રાખવા માટે એકવાર નહીં વારંવાર આવું કરશે. મારી નજર સામે બનેલો કિસ્સો કહું, એસએસસીમાં ઓછા માકર્સ લાવનાર દીકરાને એના પપ્પાએ જાતજાતની ઓળખાણ અને પૈસાના જોરે શહેરની પ્રતિષ્ઠિત કોલેજમાં એડમિશન અપાવ્યું. દીકરાએ અગિયારમા ધોરણની પરીક્ષા આપી અને રિઝલ્ટને હજી પંદર-વીસ દિવસની વાર હતી ત્યાં ધડાકો કર્યો કે બે પેપર્સ એ લગભગ કોરા મૂકીને આવેલો. પપ્પાજીએ દોડાદોડી કરી મૂકી. હવે માત્ર ઓળખાણથી કામ નહોતું પતવાનું.


માર્કશીટમાં 'પાસ'નો સિક્કો મરાવવા માટે લગભગ સવા લાખ રૂપિયા ખર્ચ્યા.'પૈસા ભલે ગયા, પણ છોકરાનું વરસ ન બગડ્યું.' પપ્પાએ સાવ નજીકના લોકો પાસે ગોળ ખાધો. આ શબ્દોમાં જો કે રાહતની જગ્યાએ ગર્વની છાંટ હતી. પોતે ખોટું કામ કર્યું એનો કોઇ પસ્તાવો નહોતો. છોકરાને એક દિવસ પૂરતી વઢ પડી. પણ એ ઉગરી ગયો. કાલે ઊઠીને એ કોઇ આડાઅવળા ધંધા કરે તો મા-બાપ પણ કદાચ આખેઆખો છોકરો બગડી ગયાનું જોખમ ઊભું થયું એ વાતનો જરા સરખો પણ અંદેશો આ માબાપને નહીં હોય? જોવાનું તો એ કે લાંચ આપીને દીકરાને પાસ કરાવનારા ભાઇએ પાછળથી કોલેજના સંચાલકોને લાંચિયા ગણાવીને ભરપૂર ગાળો આપી.


'સાલા, ખાઉધરા લોકો તો બે લાખ માગતા હતા...' બીજા એક કિસ્સામાં, ગૃહિણીએ થોડા અફસોસની છાંટ સાથે કહ્યું કે, 'મારા હસબન્ડે જિંદગીમાં ક્યારેય કોઇની સામે માથું નહોતું ઝુકાવ્યું પણ આ છોકરાના એડમિશન ખાતર કેવાં કેવાં લોકો સામે લાળા ચાવવા પડ્યા.' આ સાંભળીને મને એના પ્રત્યે જરાય સહાનુભૂતિ ન ઉપજી. શું કામ લાળા ચાવ્યા ભાઇ? છોકરો એકને બદલે બીજી કોલેજમાં ગયો હોત તો શું ફેર પડવાનો હતો? ભણનારા તો કોઇપણ સ્કૂલ કે કોલેજમાં ભણે. પણ ના, છોકરાની જીદ અને માબાપનો ઇગો! ચાર દીવાલની વચ્ચે બે-પાંચ લોકો સામે હાથ જોડવા પડે તો વાંધો નહીં, પણ બહાર ચારસો સગાંવહાલાં, મિત્રો સામે તો વટ પડી જાય ને!


વાત ઘણીવાર માત્ર એજ્યુકેશન પૂરતી સીમિત નથી રહેતી. ઘણાં સમય પહેલાં હું એક એવા પત્રકારને મળેલી જેણે પોતાની કારકિર્દીમાં ક્યારેય સિદ્ધાંતો સાથે બાંધછોડ નથી કરી. મેં એમને હંમેશા આદર અને અહોભાવની નજરે જોયેલા. પરંતુ પગચંપી કહેવાય એટલી હદે ખુશામત કરતા જોયા. જેમની પીઠ પાછળ કંઇ સારું નહોતા બોલતા એમની સામે પ્રશંસાની આરતી ઉતારવામાં એમને કોઇ સંકોચ નહોતો. આમ જુઓ તો એનાથી મારું કે બીજા કોઇનું કશુંયે બગડતું નહોતું. પણ મનમાં જેને ઊંચા સ્થાને બેસાડ્યા હોય એને આટલી હદે ઝૂકી જતા જોઇએ ત્યારે અંદરખાને થોડો ચચરાટ થાય કે નહીં?


એની વે, અપવાદ પણ હોય છે. આજે સવારે જ એક મમ્મીને એના છોકરાને લેકચર આપતી સાંભળી. 'તારી બધી હોશિયારી રિઝલ્ટના દિવસે જોઇ લઇશ. ભૂલેચૂકેય એવું નહીં માની લેતો કે તારા પપ્પાની લાગવગ છે એટલે તને આ કોલેજમાં એડમિશન અપાવી દઇશું!' રિઝલ્ટ આવ્યા પછી શું થશે એ ખબર નથી, પણ અત્યારે તો એ ગૃહિણીના શબ્દો પર ભરોસો રાખીને મેં જાત સાથે શરત લગાવી છે. છેવટે હું હારી કે જીતી, એ તમને જણાવીશ.'



__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Get real-time World Cup coverage on the Yahoo! Toolbar. Download now to win a signed team jersey!

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...