મંત્રીની આબરૂ કેટલા કરોડની? Vinod Bhatt, Idam Trutiam અખબારોમાં સમાચાર હતા કે અનિલ અંબાણીએ મોટાભાઇ સામેનો બદનક્ષીનો કેસ પાછો ખેંચી લીધો છે. અમારા ગીધુકાકાના મતે આ શુભચેષ્ટાથી અનિલ નાનોભાઇ મટીને રાતોરાત મોટોભાઇ બની ગયો છે. 'આનાનો આ મોટો એ તો ખ્યાલ જગતનો ખોટો...' કાવ્યપંક્તિ સાર્થક કરે એવી એક ઘટના તાજેતરમાં બની. મુકેશભાઇ અને અનિલભાઇ અંબાણી બંને માજણ્યા ભાઇ છે, સહોદર છે. સૌરાષ્ટ્રમાં આજેય ભાઇને ભય તરીકે ઓળખવામાં આવે છે, ભાઇ જેવો કોઇ શત્રુ નહીં એવું કહેવામાં આવે છે. હજી હમણાં સુધી બંને સગા ભાઇ એકબીજા સામે જોવાનું ટાળતા. મુકેશ ખુમારીથી મનમાં બોલતા: 'મેરે પાસ બડી રિલાયન્સ હૈ... તો અનિલ ખોંખારીને મોટાભાઇને સંબોધીને મનોમન કહેતા કે મેરે પાસ 'માં' હૈ જો સબસે બડી હૈ. (કોકિલાબહેન ધીરુભાઇ અંબાણી નાના પુત્ર અનિલની સાથે રહે છે). ૨૦૦૮માં મુકેશભાઇએ અમેરિકાના ન્યૂ યોર્ક ટાઇમ્સમાં અનિલભાઇની લાગણીને ઠેસ પહોંચે એવું નિવેદન કર્યું. આથી દુભાઇને તેમણે મોટાભાઇ સામે રૂપિયા દસ હજાર કરોડનો માનહાનિનો દાવો મુંબઇની હાઇકોર્ટમાં ફટકારી દીધો. તેમની આબરૂ તો અબજો રૂપિયાની છે, પરંતુ મોટાભાઇને બહુ મોટો આર્થિક ફટકો ન પડે એ વાસ્તે પોતાની જફા પહોંચેલી ઇજ્જતના એક નાના ટુકડા જેટલી જ રકમનો તેમણે માનહાનિ-વળતરનો દાવો માંડ્યો- ભાઇ કોને કહ્યો છે! અને આજના (તા.૯મી જુનના) અખબારોમાં સમાચાર છે કે અનિલ અંબાણીએ પોતાના મોટાભાઇ સામેનો બદનક્ષીનો કેસ પાછો ખેંચી લીધો છે - મારા ગીધુકાકાના મતે આ શુભચેષ્ટાથી અનિલ નાનોભાઇ મટીને રાતોરાત મોટોભાઇ બની ગયો છે. મુકેશને સહેજ પણ નાનો ચીતર્યા વગર તે મોટો થઇ ગયો છે. ***** આ માન-અપમાન, ઇજ્જત-બેઇજ્જત, બદનક્ષી વગેરેનો ખ્યાલ ફક્ત માણસોમાં જ જોવા મળે છે, પ્રાણી, પશુ કે પંખીમાં જોવા મળતો નથી. કૂતરાને ગધેડો, ગર્દભને ખચ્ચર મોરને કાગડો કે વાઘ યા ચિત્તાને શિયાળ કહેવાથી એમાંનું કોઇ માનહાનિ સબબ કોર્ટમાં જતું નથી. કોઇ ગર્દભને વકીલ કહેવાથી તે મન પર નહીં લે, પરંતુ જો કોઇ વકીલને ગધેડો કહેશે તો તેના પર ડેફેમેશનનો દાવો કરી દેશે. કદાચ આવા ભયને કારણે જ સલામતી ખાતર વકીલો કોર્ટમાં અંદર અંદર કોઇને સીધી રીતે ડફોળ કહેવાને બદલે 'માય લર્નેડ ફ્રેન્ડ' મારા વિદ્વાન મિત્ર એવું દાઢમાં બોલે છે, ને એ વખતે જજ મનમાં હસે છે. ***** વાત બહુ જુની નથી. કેન્દ્ર સરકારને બચાવવાના શુભ આશયથી લાલુપ્રસાદ યાદવ અને મુલાયમસિંહયાદવે ભરી સભામાંથી વોક આઉટ કર્યો. આથી નારાજ થઇ ભા.જ.પ. પ્રમુખ ગડકરીએ આ બંનેને જાહેરમાં સોનિયા ગાંધીના પગનાં તળિયાં ચાટનાર કૂત્તા કહ્યા. બંને યાદવોએ ગડકરી સામે ઘૂરકતા જાહેર કર્યું કે અમને કૂતરા કહેવા બદલ તમારી સામે અમે ડેફેમેશનનો કેસ માંડીશું. મુલાયમસિંહના નામમાં જ આમ તો વિરોધાભાસ વરતાય છે, સિંહઅને પાછો મુલાયમ! - ગડકરીએ પાછા તેમને કૂત્તા કહ્યા એટલે તે લાલુજી કરતાંય વધારે રોષે ભરાયા. પણ બદનક્ષીના દાવાના ડરને લીધે ગડકરીએ આ બંનેની ક્ષમા માગી લીધી. કૂતરાની ન માગી, કારણ એ જ કે તે ક્યાં માનહાનિનો દાવો માંડવાનો છે! ***** અગાઉના સમયમાં પણ લોકો આબરૂભેર જીવતા અને આબરૂ ખાતર મોતને વહાલું પણ કરતા. એ વખતે આબરૂનાં મૂલ હતાં, તે જીવથી ય મોટી જણસ હતી. હવે આબરૂ કીમતી થઇ ગઇ છે ને રૂપિયા-પૈસામાં ગણાય છે, મપાય છે.' કેટલાંક વર્ષો પૂર્વે ગુજરાત રાજ્યના એક મંત્રીશ્રીએ તેમના પરના એક લેખના અનુસંધાને મને તેમજ એ લેખ છાપનાર અખબારના તંત્રીને નોટિસ મોકલી હતી. જેમાં માનહાનિના વળતર પેટે રૂપિયા બે કરોડની માગણી કરી હતી. અમે તેમને લેખિત જવાબ નહોતો આપ્યો, પણ ફોન પર તેમને જસ્ટ પૂછ્યું હતું કે સાહેબ, તમારી ઇજ્જત રૂપિયા બે કરોડની છે એ તમારે કોર્ટમાં પુરાવા સાથે સાબિત કરવું પડશે એ તમે જાણો છો? અલબત્ત આવું મેં તેમને મજાકમાં જ પૂછ્યું હતું જેનું સુખદ પરિણામ પણ આવ્યું હતું. વાત નોટિસથી આગળ નહોતી વધી. આપણે કરોડપતિ નહીં હોવા છતાં બે કરોડ રૂપિયા બચ્યા એય આમ તો ઘણી મોટી વાત કહેવાય. ***** મને તેમજ ગીધુકાકાને એ નથી સમજાતું કે આ લોકો-ખાસ કરીને મંત્રીઓ કેવી રીતે નક્કી કરી શકતા હશે કે મારી ઇજ્જત આટલા કરોડની છે, જેમાંની અમુક ટકા ઇજ્જત ફલાણા બદમાશે લૂંટી લીધી. માણસ પાસે આવક અથવા તો મિલકત બે પ્રકારની હોય છે, એક નંબર અને બે નંબરની. એ પ્રકારે આબરૂમાંય એક નંબર ને બે નંબર છે! બે નંબરની આબરૂ પર કોઇ હાથ નાખે તો એની સામે તે મૌન સેવે છે. ઉ.ત. આપણા કૃષિમંત્રી શરદ પવાર અને સાઉથવાળા રાજા. કિન્તુ તેની એક નંબરની આબરૂ પર કોઇ કાંકરીચાળો કરે તો પણ માણસ તે સાંખી લેતો નથી. કિસ્સો ખાસ્સો, લગભગ અઢી દાયકા જેટલો જુનો છે, પણ લોકોને કદાચ હજીય તે યાદ હશે-પ્રીતશિ નાન્દી તો એ નહીં જ ભૂલ્યા હોય. ઓરિસ્સાના એ સમયના મુખ્યમંત્રી બીજુ પટનાયક પર ટાઇમ્સ ગ્રૂપના ઇલસ્ટ્રેટેડ વીકલીએ ૧૯૮૬ના ૧૮મી મે અને ૩જી ઓગસ્ટના અંકમાં લેખો પ્રકાશિત કર્યા હતા જેમાં તેમની આબરૂના લીરે લીરા ઉડાડી દીધા હતા. આની સામે પટનાયકે રૂપિયા એક કરોડનો માનહાનિનો દાવો ઠોકી દીધો હતો. કાનૂની લડાઇમાં રૂપિયા ૩૦ લાખ તો વીકલીએ ખર્ચી નાખ્યા. હજીય સવાલ ૭૦ લાખનો હતો, એટલે ૭૦ લાખ રૂપિયા બચાવવા વીકલીના તંત્રી પ્રીતશિ નાન્દીએ જાહેરમાં પટનાયકની તેમના ફોટા સાથે બિનશરતી માફી માગતાં લખવું પડ્યું હતું કે 'માહિતીનો અમારો મૂળ સ્રોત ખોટો હતો અને રાજકીય હેતુવાળો હતો. ***** અમારે પ્રીતશિ નાન્દી નથી થવું એટલે ધારો કે અમે કોઇ છાપાના તંત્રી અથવા તો રેસિડેન્ટ એડિટર હોઇએ તો મંત્રીઓ વિશેની કોઇ માહિતી સાચી હોય તો પણ પુરાવાના અભાવે અમે આમ લખીશું : '...રાજ્યના મંત્રી ફલાણા ફલાણાને આર્થિક કૌભાંડમાં સંડોવાતી કેટલીક મોં-માથા વિનાની અફવાઓ મીડિયાવાળાઓ ચલાવી રહ્યા છે. તેમના એક પૂર્વ મિત્રે કહ્યું છે કે આ મંત્રીને તો હું તેમની છઢ્ઢીથી જાણું છું. તેમની પ્રકૃતિ રૂપિયા જેવી લીસ્સી ને સરકણી છે. તેમનું રાજકારણ હંમેશાં નાણાંની તેમજ તેમાંથી મળતી સત્તાની આસપાસ ઘૂમતું રહ્યું છે, પછી તે ચોખા હોય કે ખાંડ, પોતાની માલિકીનું એક વીઘું જમીન નહીં હોવા છતાં અનાજનો મબલક પાક તે ઉસેટે છે, એક પણ સ્યુગર મિલ તે ધરાવતા નથી તો પણ ટન બંધ ખાંડનું ઉત્પાદન કરે છે, અને બોલ કે બેટને હાથ લગાડ્યા વગર સચિન તેંડુલકર કરતાંય અઢળક ધન કમાય છે. રાજકારણમાં તો કોઇ કોઇનો કાયમી મિત્ર કે શત્રુ હોતો નથી એટલે પૂર્વ-મિત્ર જુની મિત્રતા ભૂલી ગમે તેવા આક્ષેપો ઉછાળતા હોય છે, પરંતુ અમે જાણીએ છીએ મંત્રીના અણશિુદ્ધ ચારિત્રય અંગે પ્રજામાં લેશ માત્ર સંદેહ નથી. ફક્ત ૬૦ રૂપરડીના મામૂલી પગારથી તેમણે પરચૂરણ નોકરી શરૂ હતી ને ઘણા ટૂંકા ગાળામાં ખૂબ જ શ્રમ અને ધગશથી તે એકદમ આગળ વધીને એ જ કંપનીના માલિક થઇ ગયા જેમાં તે પરચૂરણ નોકર હતા. તેમનો જુનો શેઠ આજે પણ એ કંપનીમાં એકાઉન્ટન્ટ છે. અનેક ધંધાઓ પર હાથ મારી નાખી દેતાં આજે તે હજારો કરોડની સંપત્તિ એકત્ર કરી શક્યા છે, કાબેલિયતન કોને કહી છે! પછી તે રાજકારણમાં પડ્યા ને જોતજોતામાં મિનિસ્ટર પણ બની ગયા. તેમની કુનેહ અને વાક્પટુતાને લીધે 'તેમના મિનિસ્ટર વેલ્ફેર ફંડ' માં મળેલા કરોડોની રકમોની તે પાકી રસીદ પણ આપે છે. પૂજય ગાંધીબાપુના ચુસ્ત અનુયાયી હોઇ તે હંમેશાં ભારપૂર્વક કહે છે કે, ગાંધીબાપુને લોકો લાખો રૂપિયા ફંડમાં આપતા ને બાપુ તે છુટા હાથે વાપરતા. બાપુ પાસે આ પૈસાનો હિસાબ કોઇએ માગ્યો નથી કે બાપુએ ક્યારેય આપ્યોય નથી. એ જ રીતે મારી પાસે પણ કોઇએ હિસાબ માગવો નહીં. આમ પણ આ ફંડમાં નાણાં આપનારા પોતાનાં અંગત કારણોસર ફંડ આપીને એ રકમ ભૂલી પણ જતા.' જોકે આવું બધું લખેલું પ્રેસમાં છાપવા મોકલવા અગાઉ અમારી નીમેલી વકીલોની પેનલનો અભિપ્રાય માગીએ, લેખ અંગેનો લેખિત મત લઇએ કે આ લખાણને અવળવાણી કે વ્યંગ ગણીને મંત્રી ડેફેમેશનનો દાવો તો નહીં માંડેને! ઉપરાંત અમારે ત્યાં જયોતિષની કોલમ લખતા 'પેપર એસ્ટ્રોલોજર પાસે પ્રશ્નકુંડળી મુકાવી તેને પૂછી લઇએ કે આ લખાણ છાપવાથી બદનક્ષીના ખટલાનો યોગ ઊભો તો નહીં થાય ને! કહેવતમાં સાચું જ કહ્યું છે કે ચેતતા નર સદા સુખી... અને અહીં તો લાખોનો નહીં, કરોડોનો સવાલ છે. |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment