હિંદુ ધર્મવાળા ભારતમાં જન્મ્યા છે તેનું ગૌરવ કરીએKanti Bhatt, Chetanani ksane ધર્મ એટલે ભયને જીતી લેવો. ધર્મ એટલે કોઈપણ નિષ્ફળતાના ઈલાજ માટેનું અમૃતફળ. ધર્મ એટલે મૃત્યુને જીતી લેવાનો માર્ગ. ક્યોં કરું આરાધના ઉસ દેવતા કી જો કિ મુઝકો સિદ્ધિ તો ક્યા દે સકેગા જો કિ મેં હી સ્વયં હૂં મેરા દેવતા આસિકત નહીં આનંદ હૈ સમ્પૂર્ણ વ્યક્તિત્વકી અભિવ્યક્તિ-અભિવ્યક્તિ સબ કુછ હૈ મેં સ્વયં તુમ તક પહુંચ સકતા નહીં પર ભાવના કે ન જાને સેતુ કિતને હર ક્ષણ બાંધતા હૂં બાર બાર અથ સે હી (પ્રારંભથી જ) યહ પુરા હોગા જીવન સબ કુછ દેકર હી તો કહ પાઉંગા ઓ ધન! ઓ ધન, ઓ મેરે ધન... - અજ્ઞેય ધર્મ આખરે શું છે? ધર્મ એટલે ભયને જીતી લેવો. ધર્મ એટલે કોઈપણ પ્રકારની નિષ્ફળતાના ઈલાજ માટેનું અમૃતફળ જેને અંગ્રેજીમાં પેનેશિયા કહે છે. નિષ્ફળતા માટેની જડીબુટ્ટી એટલે ધર્મ, ધર્મ એટલે મૃત્યુને જીતી લેવાનો માર્ગ. માનવો યાદ રાખે કે મૃત્યુ એ કોઈ જાતનો અંત નથી. મૃત્યુ એક નવો આરંભ છે. મૃત્યુ એ કોઈ અવરોધ નથી. મૃત્યુ તો એક નવા જીવન માટેનું પ્રથમ પગલું છે... આવાં સુવર્ણ વાક્યો કોણે કહેલાં? ભારતના બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણને તેના પુસ્તક 'ધ હિંદુ વ્યૂ ઓફ લાઈફ'માં આ સુવર્ણ વાક્યો કહ્યાં છે. એ કેવો ચમત્કાર હતો કે રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ રહ્યા તે ગાળામાં ૧૩ મે ૧૯૬૨થી ૧૩ મે ૧૯૬૭ સુધી દેશમાં શાંતિ-આબાદી રહી. તે ઉપરથી ધડો લેવો જોઈએ કે દેશમાં અતિ આધ્યાિત્મક, વિદ્વાન, ફિલોસોફર અને મન હૃદયથી સર્વધર્મ સમભાવ રાખનારા ધાર્મિક-રાષ્ટ્રપતિ હોવા જોઈએ. આજે તમે નજર ફેરવો તો માત્ર દલાઈ લામા આ પદ માટે યોગ્ય ઠરે. રાધાકૃષ્ણનને કોઈએ આત્મકથા લખવાનું કહ્યું ત્યારે તેમણે કહેલું કે આ ભૌતિકતાના વિસ્તારને સહેવાનો છે ત્યાં એ અસહ્ય વિસ્તારને કાં વધુ વિસ્તારવો. છતાં તેમણે 'માય સર્ચ ફોર ટ´થ' નામની અધૂરી ફકત ૪૯ પાનાની આત્મકથા લખી ત્યારે તેમણે ઈંગ્લિશ વિદ્વાન સર એડમન્ડ ગોસની વાતને અનુસરી કે આત્મકથાનક તો માનવીના જીવનનું સ્પષ્ટ ચિત્ર આપતી તેના અંતરમનની યાત્રા-આત્માની યાત્રા છે. એ યાત્રાનો નિખાલસ અહેવાલ એટલે આત્મકથા. જેમના જન્મદિવસને ટીચર્સ ડે અગર તો શિક્ષક દિન (૫-૯-૧૮૮૮ના રોજ જન્મ) તરીકે ઉજવાતો તે પણ હવે ભાગ્યે જ કોઈના ધ્યાનમાં આવે છે. ડો. સર્વપલ્વી રાધાકૃષ્ણનનું જીવન જાણવું જ જોઈએ. તેમનું જીવન જાણીશું તો આજે ઠેર ઠેર અનૈતિકતા અને ધન પાછળની દોડનું ગાંડપણ જોવાય છે ત્યાં હિન્દુસ્તાન માટે આશા જાગશે. કાળક્રમે પાકિસ્તાનમાં પણ આ ધરતીનું લૂણ ખાધેલા લોકો છે તેને સદબુદ્ધિ આવતાં આપણે શાંતિથી જીવીશું તેવી અતિકલ્પના નહીં પણ ધાર્મિક શ્રદ્ધા રાખવાનું મન થશે. આપણામાંથી ઘણા આ મહાન આત્માને જાણતા નથી તે ડો. સર્વપલ્લી વિરાસ્વામી રાધાકૃષ્ણનને જાણીએ. માતા સિતામ્માને પેટે દક્ષિણના તિરુપતિ નામના વિખ્યાત દેવસ્થાન નજીકના તિરુત્તની ગામે જન્મેલા રાધાકૃષ્ણન આંધ્રના બ્રાહ્નણ પુત્ર હતા. પિતા ઈચ્છતા નહોતા કે રાધાકૃષ્ણન અંગ્રેજી ભણે. સંસ્કૃત જ ભણવાનું દબાણ છતાં મામા, કાકા, ફુઆ તમામે રાધાકૃષ્ણનને અંગ્રેજી ભણાવવા કહ્યું. કોલેજમાં પુસ્તકો ખરીદવા નહોતાં ત્યારે સદ્ભાગ્યે એક પિતરાઈ ભાઈ કોલેજમાં પાસ થયો તેના જુનાં ફિલસૂફીનાં પુસ્તકોને પૂંઠાં ચઢાવીને રાધાકૃષ્ણને ચલાવ્યું, પરંતુ પુસ્તકો કરતાં તેના મનમાં સુખ સ્રોતો પડેલાં તેમાં વધુ જ્ઞાન ભંડારેલું હતું. રાધાકૃષ્ણન ત્યાંના સંસ્કાર પ્રમાણે ઊઠીને રોજ પ્રાર્થના કરતા. રોજ ભગવાનના આશિષ માગતા. આજે આપણા બુદ્ધિમંતો વિદેશ જાય છે. ત્યાંની ડિગ્રીઓ લે છે. મોટા એક્ઝિકયુટિવ, ડીન કે પ્રિન્સપાલ કે પ્રોફેસરો બને છે પણ પોતે ભૌતિકતાના કીડા બની જાય છે અને પશ્ચિમની ટેવોના ગુલામ બની જાય છે. રાધાકૃષ્ણનના સમયમાં કોલેજમાં ૯૯ ટકા પ્રોફેસરો અંગ્રેજ કે યુરોપિયન હતા. ઊલટાના એ અંગ્રેજો જ આપણા દેશની ધાર્મિકતા, આધ્યાત્મિકતા અને ઈશ્વર ઉપરની પરમ શ્રદ્ધાથી પ્રભાવિત થતા. ડો. આલ્ફેડ હોગ નામના વિદ્વાન પ્રોફેસર નીચે તેઓ ભણ્યા, પણ આ વિદ્યાર્થી નામે રાધાકૃષ્ણન જ તેનો ગુરુ નીકળ્યો. પ્રોફેસરે રાધાકૃષ્ણનને પૂછ્યું 'તને આટલા બધા ફિલોસોફીનાં પુસ્તકોનાં મહત્વનાં વિધાનો કેમ કંઠસ્થ થઈ જાય છે? શું તને કોઈ સુપ્રીમ શક્તિના આશીર્વાદ છે? રાધાકૃષ્ણને બાઇબલને ટાંકીને કહ્યું હું બાઇબલના આ વાક્યમાં શ્રદ્ધા રાખું છું. 'હું તમામ પ્રેરણા ઉપરના ઈશ્વર પાસેથી લઉં છું! એ સમયના તમામ અંગ્રેજી પ્રોફેસરો ક્રિશ્વિયન ધર્મને સર્વશ્રેષ્ઠ ગણતા અને હિન્દુ ધર્મને કનિષ્ઠ ગણતા. રાધાકૃષ્ણને તેના જ્ઞાન-વાચનથી પ્રો. હોગને હિંદુ ધર્મનું ઊંડું જ્ઞાન લેવા પ્રેર્યા. ૧૯૦૪થી ૧૯૦૯ વચ્ચે એ પ્રોફેસરે હિંદુ ધર્મનો ઊંડાણથી અભ્યાસ કર્યો. તેમણે જાહેર કર્યું કે બીજા ક્રિશ્વિયનો ખ્રિસ્તી ધર્મને શ્રેષ્ઠ કહે છે અને ખ્રિસ્તી ધર્મ વગરના લોકો શાપિત છે તેમ કહે છે તે વાતમાં હું માનતો નથી. હિંદુ ધર્મ પાસેથી દુનિયાએ ઘણું શીખવાનું છે. પ્રો. આલ્ફ્રેડ હોગે હિંદુ ધર્મ વિશે જ્ઞાન મેળવીને મદ્રાસ ક્રિશ્વિયન કોલેજના મેગેઝિનમાં આપણને બધાને આશ્ચર્યચકિત કરે તેવા હિન્દુ ધર્મનાં ગુણગાન ગાયાં. થેંકસ ટુ રાધાકૃષ્ણનજી. પ્રો. હોગે 'કર્મ એન્ડ રિડેમ્થશન' નામનું પુસ્તક લખીને હિંદુ ધર્મની થિયરીને નક્કર ટેકો આપ્યો. ખરાબ કર્મો કરીને છુટી શકાતું નથી. સારા કર્મોનો બદલો તો આવતે જન્મે પણ મળે છે. ફિલસૂફી શીખ્યા પછી ડો. રાધાકૃષ્ણનને એ પ્રોફેસરે પૂછ્યું તમારી હિંદુ ધર્મના ક્રિયાકાંડો કે બીજી ભેદભરમની વાતોમાંથી શ્રદ્ધા ઊઠી? તો રાધાકૃષ્ણને સ્પષ્ટ કહ્યું કે 'હું તો ફિલસૂફીને માત્ર ધર્મના દ્રષ્ટિકોણથી જાઉં છું. વિજ્ઞાન તો ધર્મની પાછળ પાછળ આવે છે.' તેમને ૧૯૫૪માં 'ભારત રત્ન'નો ઈલ્કાબ મળ્યો તેને માટે તે યોગ્ય વ્યક્તિ હતા. ૧૬ વર્ષની ઉંમરે રાધાકૃષ્ણન તેમના દૂરના મામાની પુત્રી સિવાકામુ જે ૧૦ વર્ષની હતી તેને પરણ્યાં. બિહારના અતિ વિદ્વાન અને ઓથોરિટી ગણાતા કુમારીલ ભટ્ટએ આવી રીતે દૂરના મામાની પુત્રી સાથે લગ્ન કરવાની ભારતના લોકોને છુટ આપેલી. સિવાકામુ થકી ડો. રાધાકૃષ્ણનને પાંચ પુત્રી અને ગોપાલ નામનો પુત્ર થયો. ગોપાલે પિતાની અધિકૃત આત્મકથા લખી છે તેના ચોંકાવનારા કિસ્સા હવે પછી. ડો. રાધાકૃષ્ણનને બ્રિટિશ એકેડેમીથી માંડીને અમેરિકાની ટેમ્પલટન યુનિ. અને ઓકસફર્ડ યુનિ. તરફથી અઢળક માન મળ્યા. આજે ઓકસફર્ડ યુનિ.માં તેમના નામની સ્કોલરશપિ પણ ફિલસોફીના વિદ્યાર્થીને મળે છે. નરેન્દ્ર મોદીને વિનંતી કરું છું કે રાધાકૃષ્ણનનું પુસ્તક 'ધ હિંદુ વ્યૂ ઓફ લાઈફ' અનુવાદ કરાવીને આખા ગુજરાતમાં મફત વહેંચે. ડો. રાધાકૃષ્ણનનાં લગ્ન સમયે તેમણે મહાન જર્મન ફિલસૂફ ફ્રેડરિક હેગલની સાદી શિખામણ યાદ રાખી- A man has made up his account with life when he has work that suits him and a wife whom he loves. ગુજરાતી માબાપો આ સૂત્ર યાદ રાખે. માણસ જ્યારે તેની રુચિ પ્રમાણે અને તેના સ્વભાવને સ્યુટેબલ હોય તેવી કરિયર અપનાવે અને તેને પ્રેમ કરનારી પત્ની મેળવી હોય ત્યારે સમજવું કે તેણે જિંદગીનો તોડ કાઢ્યો છે. એક મહાન વ્યક્તિત્વને હવે વધુ સમજવા તેના કેટલાક યાદગાર સૂત્રો જાણીને તેના હિન્દુ ધર્મ વિશેના વિચારોને વાગોળીએ (૧) હિન્દુસ્તાનનો માનવી યાદ રાખે કે અડધી દુનિયા આજે એક સ્વતંત્ર ધર્મના પાયા ઉપર ચાલે છે અને તે પાયો ચીન, જાપાન, તિબેટ, થાઈલેન્ડ, બર્મા અને શ્રીલંકાને હિન્દુ ધર્મએ જ આપ્યો છે. (૨) હિંદુ ધર્મ પાંચ પાંચ હજાર વર્ષનો સંકટકાળ પસાર કરી વધુ ને વધુ મજબૂત થયો છે (તે હિન્દુ ધર્મને કલુષિત ન કરીએ). (૩) માનવીએ કદી આ જીવનને ધિક્કારવું નહીં. કેટલાક ખોટા વિદ્વાનો કહે છે કે લાઈફ ઈઝ ઈવીલ વળી આ જગત એક ભ્રમણા છે તેમ કહેવું એ ઈશ્વર પ્રત્યે નુગરા થવા જેવું છે. (૪) માત્ર હિંદુ ધર્મ જ કહે છે કે માનવીની અંત: પ્રેરણા (ઈન્ટિયુશન) તેના બુદ્ધિબળ કરતાં વધુ બળુકી છે. (૪) છેલ્લે હિંદુ ધર્મના લાંબાગાળાના પ્રભાવ વિશે જેને નિરાશા હોય તે રાધાકૃષ્ણનની ગેરંટીને સમજે Grow this slow when roots are deep but those who light a little candle in the darkness will make the whole sky aflame. જ્યારે ધર્મના કે તમારી નૈતિકતાનાં મૂળ ઊંડાં હોય છે ત્યારે પ્રગતિ ધીમી હોય છે. મંથર ગતિની હોય છે પણ એ હાલતમાં જે કોઈ તેની આસપાસ તિમિર જુએ ત્યારે માત્ર એક મીણબત્તી પેટાવશે તે જ ધર્મના આકાશને પ્રજવલિત કરશે. ટૂંકમાં ધર્મને ટકાવવો એ તમારા હાથમાં છે. દુનિયાને જે કરવું હોય તે કરે. તમે હિન્દુ હો તો સાચા હિન્દુ થાઓ. મુસ્લિમ હો તો સાચા ઈસ્લામ ધર્મના પાલક થાઓ. |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment