હેલન કેલર : આંખ ઉઘાડવાની વેળા(સચરાચર) સચરાચર - દિવ્યેશ વ્યાસ હેલન કેલરે ૧૯ મહિનાની નાજૂક વયે બીમારીમાં પોતાની આંખ અને કાન ગુમાવી દીધાં હતાં. પોતાના જીવનને ઓશિયાળું કરી દેતી આ ઘટના પછી પણ હેલન કેલરે આત્મબળના જોરે જે કરી બતાવ્યું, તેને જોઈને વિશ્વભરના લોકોની આંખો ચાર થઈ ગઈ હતી. અનેક અંધ-બધિરને જીવનમાં નવી દૃષ્ટિ આપનારાં હેલન કેલરનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના અનુભવના નિચોડસમાં કેટલાંક પ્રેરણાદાયી વાક્યોને મમળાવીએ... હેલન કેલર, અઘોર અંધારામાં પ્રકાશપુંજ જેવું નામ. આ નામે કેટલાય અંધ-બધિરોને જીવનનો નવો રાહ ચીંધ્યો છે. આ નામે અનેક ઓશિયાળાં જીવનને આત્મવિશ્વાસથી સભર બનાવીને આનંદભર્યાં બનાવ્યાં છે. આ નામે અનેક વિકલાંગોને પોતાનું આત્મસન્માન અપાવ્યું છે. અમેરિકાના અલ્બામા પ્રદેશના ટયૂસ્કમ્બિયા નામના નગરમાં જન્મેલાં હેલન કેલર કાંઈ જન્મે અંધ-બધિર નહોતાં. દોઢેક વર્ષની વયે તેમને તાવ આવ્યો. તેઓ લાંબા સમય સુધી બીમાર રહ્યાં અને કહેવાય છે કે મેનેન્જાઇટિસને કારણે તેમણે આંખનાં અમી ગુમાવ્યાં અને તેમની શ્રવણશક્તિ પણ ચાલી ગઈ. કુદરતે કીડીને કોસનો ડામ દીધા જેવું થયું, પણ હેલન કેલર પણ કુદરતનું જ ઉત્તમ બાળ હતાં. ૧૯૦૪માં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરીને તેઓ વિશ્વની પ્રથમ અંધ-બધિર યુવતી બન્યાં, જેણે સ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હોય. સ્નાતક થયા બાદ તેમણે જાહેર કરેલું કે તેમનું હવે પછીનું બાકીનું જીવન અંધ-બધિર અને વિકલાંગોના કલ્યાણનાં કાર્યોને જ સમર્પિત રહેશે. ૧ જૂન, ૧૯૬૮ના રોજ ૮૭ વર્ષની વયે તેમણે આખરી શ્વાસ લીધા ત્યાં સુધી આ વચન નિભાવ્યું હતું. પોતાના જીવનકાળ દરમિયાન સત્તા પર આવેલા તમામ અમેરિકન રાષ્ટ્રપ્રમુખને મળનારાં આ સન્નારી સમાજવાદી વિચારધારામાં માનતાં થયાં ત્યારે તેમણે વૈચારિક સંઘર્ષનો સામનો કરવો પડયો હતો. જોકે, ઝૂકવું અને રુકવું, તેમના સ્વભાવમાં નહોતું. હેલન કેલરનું જિંદગી વિશેનું એક જાણીતું વાક્ય છે, ''જિંદગી એ એક્સાઇટિંગ બિઝનેસ છે, પરંતુ જ્યારે તે બીજા માટે જીવવામાં આવે છે ત્યારે તે મોસ્ટ એક્સાઇટિંગ બની જાય છે.'' યુવાનોને દિલમાં ચોંટી જાય તેવું તેમનું બીજું એક વાક્ય છે, ''જિંદગી એ કાં તો મહાન સાહસ છે, અથવા પછી કાંઈ નથી.'' હેલન કેલરે બીજી એક ચોટદાર વાત કરી હતી, ''દુનિયામાં સૌથી કરુણ બાબત કોઈ હોય તો તે એ છે કે માણસ જોઈ શકે, પણ તેનામાં દૃષ્ટિ ન હોય.'' આપણા બધાની દુખતી રગ જેવી આ બાબત છે. આપણે આંખે તો બધું જોઈ શકીએ છીએ, છતાં આપણામાંના મોટા ભાગના લોકોમાં દૃષ્ટિનો અભાવ હોય છે. માત્ર ચર્મચક્ષુથી જોવું, તે જોવું નથી, અંતર્ચક્ષુ પણ ઉઘાડા હોવા જોઈએ અને માણસને ભલા-બુરા, યોગ્ય-અયોગ્યનો વિવેક હોવો જોઈએ. અંધજનો માટે પોતાનું આખું જીવન ન્યોછાવર કરનારાં હેલન કેલર આંખોની દૃષ્ટિ ધરાવતા લોકોને સંબોધતાં કહે છે, ''તમને ઈશ્વરે જે દૃષ્ટિ આપી છે, તેનો આભાર માનવાની સૌથી શ્રેષ્ઠ રીત કોઈ હોય તો તે અંધાપો જીરવી રહેલા લોકોનો હાથ થામવાની છે.'' સમાજવાદમાં માનનારાં હેલન કેલર સમાજમાં સામાજિક ન્યાયની સ્થિતિ કઈ રીતે ઊભી થઈ શકે એ બાબતે બહુ સ્પષ્ટ હતાં. તેમનું માનવું હતું કે, ''જ્યાં સુધી લોકોમાં એકબીજાના કલ્યાણ (વિકાસ) માટેની જવાબદારીની ભાવના પેદા નહીં થાય ત્યાં સુધી સામાજિક ન્યાયની આશા રાખી શકાય નહીં.'' સામાજિક કાર્યો કરવા માટે ઉત્સાહી લોકોને પોરસ ચડાવવા માટે તેમણે 'તારી હાંક સુણીને કોઈ ના આવે તો તું એકલો જાને રે...' પ્રકારની વાત પણ કરેલી છે. તેમના જ શબ્દોમાં એ વાત જોઈએ, ''હું સાવ એકલી જ છું, પણ હું એક તો છું. હું એકલા હાથે ભલે બધું નહીં કરી શકું, પરંતુ થોડું ઘણું તો કરી જ શકીશ. હું બધું કરી શકું એમ નથી એટલા કારણસર હું મારાથી બનતું થોડું કરવાનો પણ ઇનકાર ન કરી શકું.'' આ બે વાક્યમાં હેલન કેલરે કેટલી મોટી વાત કરી દીધી છે. આપણને હંમેશાં થતું હોય છે કે મારા એકલાથી શું થાય? હું એકલો આમ કરીશ તો કંઈ ફરક પડવાનો નથી અને એમ વિચારીને આપણે એ કરવાનું ટાળતા હોઈએ છીએ પરંતુ ત્યારે હેલન કેલરની આ વાત આપણે યાદ કરવા જેવી છે કે આપણે જે કંઈ થોડું ઘણું કરી શકીએ એ તો કરવું જોઈએ. આપણાથી ભલે બધું નથી થવાનું પણ તેનાથી કંઈ આપણે આપણાથી જે કંઈ થઈ શકે, તે કરવાનો ઇનકાર ન કરી શકીએ. આપણે ઘણી વાર આપણાથી કંઈ ન થઈ શકે તેના માટે આત્મદયા ખાતા હોઈએ છીએ. આપણો બચાવ શોધતા અને કરતાં હોઈએ છીએ. આ અંગે હેલન કેલર કહે છે, ''આત્મદયા એ આપણો સૌથી મોટો દુશ્મન છે અને આપણે જો તેને પેદા કરીશું તો આ દુનિયામાં આપણે ક્યારેય કોઈ ડહાપણનું કાર્ય કરી શકીશું નહીં. '' તેમણે લોકોમાં રહેલી સંવેદનહીનતા અંગે પણ કડક સ્વરમાં એક વાર કહેલું કે ''વિજ્ઞાને માનવજાતના અનેક દુશ્મનોનો ઇલાજ શોધી કાઢયો છે, પરંતુ આ બધામાં સૌથી ખરાબ દુશ્મન-માનવીમાં રહેલી સંવેદનહીનતાનો ઇલાજ શોધ્યો નથી.'' હેલન કેલરનું વ્યક્તિત્વ ગમે તેવા મોટા પડકાર સામે લડવાની પ્રેરણા પૂરી પાડે છે. તેમના એક વાક્ય સાથે વાત પૂરી કરીએ, ''આપણે કંઈ પણ કરી શકીએ એમ છીએ, જો આપણે પૂરતા સમય સુધી લાગ્યા રહીએ તો.'' તો બધી ચિંતા છોડો. બસ, લગે રહો... કેવા ભાઈ? |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************

MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment