[F4AG] કામવાળી તમે રાખો ને વેરો સરકાર ખાય?

 

કામવાળી તમે રાખો ને વેરો સરકાર ખાય?

 
ઘરનોકર પ્રત્યે લાગણી રાખશો તો ઘર ચોખ્ખુંચટ્ટ રાખશે અને રોબોટ હશે તો બગડી પણ જશે


 
ફિલિપિન્સનું અર્થતંત્ર ધનિકો માટે ભલે નબળું હોય, પણ ફિલિપિની સ્ત્રીઓએ પરદેશમાં હિજરત કરીને-હોંગકોંગથી ફલોરિડા સુધી જઈને ઘરકામ કરીને ફિલિપિન્સના મધ્યમવર્ગનું અર્થતંત્ર ધીંગું રાખ્યું છે. હોંગકોંગમાં આજે ફિલિપિન્સ જ નહીં, પણ ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડથી પણ ઘરકામ કરનારી બહેનો 'નિકાસ' થઈને આવે છે. તેનું એક સ્ટેટસ ઊભું કરાયું છે.


 
ફોરેન ડુમેસ્ટિક હેલ્પર્સ તરીકે ઓળખાતી બહેનોની સંખ્યા હોંગકોંગમાં ૨૦૦૫માં ૨૨૩૩૯૪ એટલે કે સવાબે લાખ હતી તે આજે વધીને પાંચ લાખ થઈ છે. તેમાંની અડધાથી વધુ ફિલિપિની બાઈઓ હોય છે. હોંગકોંગની સરકાર જ ફિલિપિની નોકરબાઈના પગાર ઉપર કરવેરો લઈને બે વર્ષના કોન્ટ્રાકટથી ઘરકામ માટે રાખનારા ઉપર ૯૬૦૦ હોંગકોંગ ડોલરનો ટેક્સ કમાય છે. એટલે કે ઘરનોકર ઉપરના ટેક્સમાંથી નોકરદીઠ રૂ. ૫૫૦૦૦ કમાય છે.


 
મુંબઈ કે અમદાવાદની ગૃહિણી જે કારકિર્દી છોડીને પતિ માટે રસોઈ-ઘરકામ કરતી હોય તે જો મેઇડઝ ઇન્ટરનેશનલ સંસ્થાની વાત સાંભળશે તો તેને મજા આવશે. આ સંસ્થા માક્ર્સવાદી લેખિકા મેરીઆ રોસા ડાલા કોસ્ટાએ ૧૯૭૨માં એક પ્રસ્તાવ કરેલો તેને માન્ય કર્યો છે. તે મુજબ પતિએ જો પત્ની ઘરકામ કરતી હોય તો મહિને તેને રૂ. ૫૦૦૦થી રૂ. ૨૫૦૦૦નું ડોમેસ્ટિક વર્ક એલાવન્સ આપવું જોઈએ!


 
અમેરિકા કે યુરોપમાં ગુજરાતી મુરતિયાઓ આપણી કન્યાને પરણીને જાય છે તેમાંથી અમુક ડિગ્રીધારી નારીઓ પાછી ફરી છે. તેણે આ લેખકને કહેલું કે 'એમને તો (પતિને) વગર પગારની ઘરનોકરડી જોઈતી હતી. પત્ની કે જીવનસાથી નહીં'! તમારી પત્નીને ભારતમાં પણ વગર પગારની કામવાળી તરીકે રાખો છો?


 
બેટ્ટી ફ્રાયડમેન તો પશ્ચિમ અને એશિયાના ભાયડાઓ ઉપર ભારે ગુસ્સામાં આવી હતી. તેમણે દરખાસ્ત કરેલી કે ઘરનોકરો માટે કાનૂન છે તેમ જે પતિ પત્ની પાસેથી ઘરકામ લેતો હોય તેને ફેરલેબર પ્રેક્ટિસનો કાનૂન લાગુ કરવો જોઈએ! પત્ની પાસેથી અમુક કલાકથી વધુ ઘરકામ ન કરાવાય!!!


 
અમેરિકાની મેરીલેન્ડ યુનિવર્સિટીએ ઘરકામના કલાકોનો અડસટ્ટો કાઢેલો, તો જાણવા મળ્યું કે વરસોવરસ ઘરકામની સફાઈ અને રસોડાનાં વાસણો, મશીનો વગેરેની સફાઈમાં વધુ ને વધુ કામના કલાકો વાપરવા પડે છે. શિકાગોમાં એક શેઠાણીએ તેની ઘરનોકરને કહ્યું કે જો તું મારું ઘરકામ છોડી દઈશ તો મારે પતિથી છ મહિનામાં છુટાછેડા લેવા પડશે, કારણ કે તે 'માણસ' મને ઘરકામમાં મદદ નહીં કરે. ડેટા મોનિટર નામની ઘરસફાઈ કરનારાં યંત્રો વેચનારી કંપની કહે છે કે ઘરસફાઈ કરનારા નોકરોની તંગીને કારણે યુરોપમાં ૧.૭૯ લાખ ઘરોમાં ઘરસફાઈનાં યંત્રો વપરાય છે!


 
આશ્ચર્યચિહ્નો ખૂટે તેટલી ઘરકામની મઝેદાર વાતો છે! ઘરસફાઈ કરી આપનારી 'મેરી મેઇડઝ' અગર 'મોલી મેઇડઝ' અને 'ધ મેઇડઝ ઇન્ટરનેશનલ' નામની કંપનીઓ શરૂ થઈ છે. ૨૫ ટકા અમેરિકન ઘરોને આ કંપનીઓ ઘરદાસી પૂરી પાડે છે. મેરી મેઇડઝ જે ઘરનોકર પૂરા પાડે છે તેના ૪૦ કલાકના કામના ૭ વર્ષ પહેલાં રૂ. ૯૦૦૦ લેવાતા હતા તે આજે રૂ. પંદર હજાર લેવાય છે. લંડનમાં કલાકદીઠ ૧૦ પૌંડના ભાવ હતા. 'મેઇડ ટુ ઓર્ડર' નામનું ઘરનોકરોની સમસ્યાને લગતું પુસ્તક બાર્બરા એહરેન રીચે લખ્યું છે.


 
તેણે જગતના ઘરકામના અર્થતંત્રને 'સરવન્ટ ઇકોનોમી' કહી છે અને તેનો કોઈ અંદાજ જ નથી. આપણે એક વધારાની શયન સાથીદાર માટે 'લીવ ઈન રિલેશન' શબ્દ જોયો, પણ લંડનની પત્રકાર જેન્ની રસેલ લખે છે કે લંડનની ઘણી બહાર કમાતી સ્ત્રીઓને 'લીવ ઈન હાઉસ' મેઇડ જોઈએ છે. એ બાઈ ૨૪ કલાક ઘરે રહેવી જોઈએ. કદાચ પતિ છેડછાડ કરે તો નજરઅંદાજ કરીને જાતને બચાવી લેવી!


 
જેન્ની રસેલના અંદાજ પ્રમાણે ચાર વર્ષ પહેલાં બ્રિટનની 'સરવન્ટ ઇકોનોમી' ૧૮ અબજ પૌંડની હતી. એટલે કે રૂ. ૧૪૦૦ અબજની અધધધ હતી! આજે બ્રિટનના દરેક ત્રણમાંથી એક ઘરમાં કામવાળી બાઈને ઊંચા પગારે રખાય છે. (જુઓ લંડન-ગાર્ડિયન ૧૫-૭-૦૬) લંડનમાં તો ઘણી 'કુંવારી' સ્ત્રીઓ સારું કમાતી હોય તે ઘરકામ કરનારી નોકર સાથે સાથે કા‹ફી પીએ છે. તેને માનથી બોલાવે છે (અમારે ઘરકામ કરનારા નોકરોને ગામડામાં કાકા, ભાઈ કે માસી કહીને બોલાવવા પડતા.)


 
દિલ્હીના પત્રકાર એમ.જે. અકબર, મદ્રાસનું દૈનિક 'ધ હિન્દુ', કલ્પના શર્મા નામનાં મહિલા કટારલેખિકા, બેંગલોરનું 'ડેક્કન ક્રોનિકલ', કિશ્વિયન સાયન્સ મોનિટરના લેખક સ્કોટ બાલ્ડોફે એ તમામે ઘરકામ નોકરની સમસ્યા વિશે લખ્યું છે. 'હિન્દુ' લખે છે કે મુંબઈની ઘરકામ કરનારીમાં ૪૦ ટકા છોકરીઓ પંદર વર્ષ નીચેની હોય છે. ઘરકામ કરનારી ૧૦ વર્ષની છોકરી ઉપર ફિલ્મસ્ટાર ઉર્વશીએ ત્રાસ ગુજાર્યાની ફરિયાદ થતાં તેને પોલીસે પકડી હતી.


 
એવી જ રીતે સૂચિત્રા કૃષ્ણમૂર્તિ નામની મશહૂર ગાયિકાની માતાએ ત્રણ વર્ષ પહેલાં ૧૨ વર્ષની છોકરીને કામે રાખેલી, તેના પર કેસ કરેલો, પણ પછી પાછો ખેંચાયેલો. હુમા ખાન નામની એકટ્રેસે ઘરકામ કરનારી બાલ-નોકર ઉપર ત્રાસ ગુજાર્યાની ફરિયાદ થતાં પોલીસે પકડી હતી. ૨૦૦૬માં તો કલ્પના શર્માના કહેવા પ્રમાણે ૧૦ વર્ષની ઘરકામ કરનારી સોનુની હત્યા તેના માલિકે કર્યાનો આરોપ હતો. કલ્પના શર્મા આખા ભારતમાં ઘરકામ કરનારાની સંખ્યા ૯ કરોડની અંદાજે છે, તેમાં ૨૦ ટકા ૧૪ વર્ષ નીચેનાં બાલ-બાલિકા હોય છે.


 
પત્રકાર એમ.જે. અકબર ઘરનોકરોનો પક્ષ લઈને લખે છે કે 'બી સિવિલ ટુ ડોમેસ્ટિક સરવન્ટસ.' તમારા ઘરનોકર પ્રત્યે માયાળુ વર્તન ન રાખો તો કંઈ નહીં પણ ભદ્ર વર્તન તો રાખો. ૧૦૦ વર્ષ પહેલાં તો નોકરો નહોતા, પણ ઘરકામ કરનારા ગુલામો હતા. અમેરિકાની ઘરનોકરબાઈ બિલાડી પાળી શકતી નહીં.


 
આજે તો હવે પશ્ચિમમાં ઘરનોકર સાથે એક ટેબલ ઉપર બ્રેકફાસ્ટ લે છે કે લેવો પડે છે. રોબોટ મશીન કે હાઉસકલીનર ઘરસફાઈ કરશે, પણ બગડી જશે, પરંતુ ઘરકામ કરનારી પ્રત્યે જો લાગણી રાખશો તો તે બગડી જશે તેવો ભય ન રાખો તે તો તમારી પત્ની કરતાં વધુ સારી ગૃહિણી બનીને ઘર ચોખ્ખુંચટ્ટ રાખશે. દોસ્તોવસ્કી ડાહ્યા હતા કે તે ઘરકામ કરનારી સ્ત્રીને જ પરણી ગયા!

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...