અનાથ હોઠ
મારો બ્લોગઃ-
http://markandraydave.blogspot.com/2010/06/blog-post_30.html
" અનાથ હોઠને લઈ લે દત્તક, પ્રિયે,
રસાળ હોઠને ધરું, નતમસ્તક, પ્રિયે..!!"
===============
" ગાંધર્વ, પાગલ, તું જો અજંપો કરે ને, તો...તો...તો...!! જા, તને અજંપાની આણ છે..!!"
આટલા અજંપા વચ્ચે પણ, ગાંધર્વના, ચહેરા પર હળવું સ્મિત રેલાઈ ગયું. પોતાની પાછળ, બબડતી ચાલી આવતી ઈપ્સા તરફ, ગાંધર્વએ, સ્મિત મઢેલો ચહેરો ફેરવ્યો. ઈપ્સા અને ગાંધર્વની નજર એક થઈ. ગાંધર્વને, અજંપામુક્ત થઈ, હસતો જોઈને, ઈપ્સાને સારું લાગ્યું.
કૉલેજમાં, F.Y.B.A.માં હીન્દી વિષય લઈને,ફક્ત ચાર માસથી, સાથે અભ્યાસ કરતા, ગાંધર્વ અને ઈપ્સાની મૈત્રીની નવાઈ જો, ઈપ્સાના માતા-પિતાને ન હોય તો પછી, બીજાને તો ક્યાંથી હોય..!!
કારણ ? ......કારણ એટલુંજ કે, ઈપ્સાના પપ્પાના એક મિત્રની ભલામણ લઈને, કૉલેજમાં આગળ અભ્યાસ માટે, ચારમાસ અગાઉ, ગાંધર્વ અમદાવાદ આવ્યો, ત્યારથીજ તે ઈપ્સાની સોસાયટીમાં, એક મકાનમાં, ભાડાની એક રૂમમાં, રહેતો હતો.
સ્વાભાવિક છે, એક સાથે, એકજ કૉલેજમાં, અભ્યાસ કરતાં બંને વચ્ચે, મૈત્રી ન પાંગરે, તોજ નવાઈ લાગે..!!
જોકે, પ્રેમ ?
NO,WAY MAN..!! ઈપ્સાને હજુ કોઈ મનનો માણીગર મળ્યો નહતો.
" ગાંધર્વ, તને ચિંતા શાની છે તે,બાબતે મને કહે તો ખરો ? બોલે તો, રસ્તો નીકળેને ?" ઈપ્સાએ ફરીથી પ્રેમથી, ગાંધર્વના મનની વાત જાણવાનો પ્રયત્ન કર્યો.
જવાબમાં ગાંધર્વએ, ગંભીર ચહેરે એટલુંજ જણાવ્યું," જો, ઈપ્સા, તને જણાવવા જેવી બાબત હોત તો..!! તને મેં ક્યારની કહી હોત, પણ તને માત્ર એટલુંજ કહું કે, મારે કદાચ, અભ્યાસ અધૂરો છોડવો પડશે. હું આપણી સેકન્ડ ઍક્ઝામ પતે પછી, ભાડાની રૂમ ખાલી કરી જાઉં છું.
ક્યાં ? તેની મને પણ ખબર નથી..!!"
આ સાંભળીને હવે ઈપ્સાને ખરેખર ચિંતા થઈ. કૉલેજથી પરત આવતાં, આખા રસ્તે, ઈપ્સાએ ગાંધર્વના, અભ્યાસ અધૂરા છોડવાનું કારણ જાણવા, ઘણા પ્રયત્ન કર્યા, પણ ઈપ્સા સફળ ના થઈ.
સોસાયટીમાં પ્રવેશતી વખતે, નતમસ્તકે, ઉદાસ ચહેરે, પોતાના ભાડાના રૂમમાં, ધીમા પગલે જતા ગાંધર્વને જોઈને, ઈપ્સાના મનમાં અનેક ભાવ જાગી ઉઠ્યા. તેને સમજ ના પડીકે, ગાંધર્વની મુશ્કેલીમાં તેને મદદ કેવીરીતે કરવી, જ્યાં મુશ્કેલી શું છે? તેનીજ ખબર નહતી..!!
અરે..!! ઈપ્સાને તો હજું ગાંધર્વના ફૅમીલી બેકગ્રાઉન્ડ વિષે પણ, વધારે કાઈ જાણકારી નહતી. આમેય સામે ચાલીને, ગાંધર્વ સાથેની અંગત બાબત પૂછવા જેવો સંબંધ, તો જાણે, હજી હમણાંજ બંધાયો હોય, તેમ ઈપ્સાને લાગતું હતું.
"મ.....મ્મી..!! મારે જમવું નથી, મને હમણાં ડિસ્ટર્બ ન કરતી." એટલું કહીને, ઈપ્સા પોતાના રૂમમાં, ભરાઈ ગઈ.
ઈપ્સાને ખબર ના પડી, ક્યારે તેની આંખમાં આંસુ આવી ગયાં...!!
તેને એ પણ સમજ ના પડી કે, ગાંધર્વએ તેને, પોતાના મનની વાત ના કરી, તેનાથી ઉત્પન્ન થયેલા અપમાનભાવને કારણે આંસુ આવ્યાં કે, એક મિત્રને મદદ ન કરી શકવાના, અપરાધભાવને કારણે..!!
ઈપ્સાને થયું, પપ્પાના મિત્રની ભલામણ લઈને, ગાંધર્વ આવ્યો છે,તેથી ગાંધર્વ કોઈ મુશ્કેલીમાં છે,તેની જાણ મારે પપ્પાને કરવી જોઈએ. પરંતુ, પપ્પા તો પંદર દિવસની બિઝનેસ ટૂર પર ગયા છે? તેમને ચિંતા નહીં થાય?
છેવટે, ના રહેવાતાં, તેણે પપ્પાને ફૉન પર બધીજ હકિકત જણાવી ત્યારે ઈપ્સાના મનનો બોજો ઓછો થયો. જોકે તેના પપ્પાએ ગાંધર્વ અંગે જે જાણતા હતા તે ઈપ્સાને જણાવ્યું ,ત્યારે ઈપ્સાને ગાંધર્વના અજંપાનું કારણ, અવગત થઈ ગયું.
ગાંધર્વના પિતા, છ માસ અગાઉજ, આપઘાત કરી, ગાંધર્વને એકલો મુકીને ચાલી નીકળ્યા હતા.જોકે, તેમના આપઘાતનું કારણ, આજ દિન સુધી એક રહસ્ય હતું.
ગાંધર્વની ટ્રેજેડી એ હતીકે, તેની માઁ તો તેને વરસો અગાઉ જ એકલો મુકીને, ઈશ્વરને શરણ થઈ ગઈ હતી. ઈપ્સાના પપ્પાને, ગાંધર્વની ભલામણ કરનાર મિત્ર, પડોશના, સામાન્ય પરિચયને કારણે, ગાંધર્વ માટે લાગણી હોવાથી, તેમણે અમદાવાદ આગળ અભ્યાસ માટે મોકલ્યો હતો.
ગાંધર્વના પપ્પાની આર્થિક સ્થિતિ, તે ગુજરી ગયા ત્યારે,` રોજ કમાવ, રોજ ખાવ`, જેવી હતી, સાથેજ ગાંધર્વની, ભલામણ કરનાર મિત્રની પણ એજ દશા હતી.
તેથીજ, કદાચ કૉલેજની ફી ભરાવાનાં ફાંફાં પડવાથી, ગાંધર્વએ અભ્યાસજ અધૂરો છોડવાનો નિર્ણય કર્યો હોવો જોઈએ...!!
" ઈપ્સા, માય સન..!! નાણાં વગર કોઈનું ભણતર અટકે તે ઠીક ન કહેવાય. ભગવાને આપણને ઘણું આપ્યું છે. એક કામ કરજે, તારી મમ્મી પાસેથી, ચાવી લઈ, તિજોરીમાંથી જરૂર જેટલી રકમ કાઢીને, ગાંધર્વને આપજે. ના પાડે તો કહેજે, પપ્પાનો હુકમ છે..!! સમજી ?"
" યસ પાપા..!!" કહી ઈપ્સાએ ફૉન તો મુક્યો,પણ હ્યદયમાં કોઈ અજબ પ્રકારની, મનગમતી લાગણીનું ઝરણ ફૂટ્યું હોય તેમ, ગાંધર્વ માટે ભાવ ઉત્પન્ન થયો.
ઈપ્સાના ચહેરા પર, એકાંતે પણ શરમનો શેરડો દોડી ગયો. કદાચ, ઈપ્સા ગાંધર્વના, પ્રેમમાં પડી હતી..!!
બીજા દિવસે, સવારે ઈપ્સાનાં મમ્મી, ઈપ્સાને તિજોરીની ચાવી આપીને, મંદિરે દર્શન કરવા ગયાં, તેવામાંજ કૉલેજ જવા માટે, તેના બંગલાની બહાર ગાંધર્વ આવીને ઉભો.
ઈપ્સાને મનમાં થયું, ગાંધર્વને, મદદ કરવાનો આ યોગ્ય સમય છે. તેણે બહાર ઉભેલા, ગાંધર્વને, અંદર બોલાવ્યો અને પોતાના પપ્પાના બેડરૂમમાં, લઈ જઈ ગાંધર્વ આનાકાની કરતો રહ્યો છતાં, કૉલેજની ફી ઉપરાંત, બીજા પાંચ હજાર રૂપિયા, ગાંધર્વના હાથમાં, પોતાના સમ આપીને, મુકી દીધા.
ગાંધર્વ સંકોચાઈને એક બાજુ ઉભો રહ્યો. તેના હજુપણ ઉદાસ ચહેરાને, સ્મિતથી હર્યોભર્યો કરવા, ઈપ્સાએ, તેને પપ્પાના બેડ પર, હાથ પકડીને, બેસાડતાં કહ્યું," ગાંધર્વ, હવે તો થોડું હસ..!! મને પપ્પાએ તારા ફૅમીલી બેકગ્રાઉન્ડ અંગે, બધીજ વાત કરી છે. આઈ એમ વેરી સૉરી..!!"
ગાંધર્વના ચહેરા પાસે, આંખમાં લાગણીભીનાં આંસુ લઈ, તેના પર ઝૂકેલી, ઈપ્સાથી, ક્યારે ગાંધર્વના, અનાથ હોઠને દત્તક લેવાઈ ગયા તેની જાણ તેને પણ ના રહી.
અરધો કલાકના ટૂંકા સમય બાદજ, ગાંધર્વના બાહુપાશમાંથી છૂટી થઈ, ઈપ્સા, પપ્પાના બેડ પરથી ઉઠી, પોતાનાં વસ્ત્રો સરખાં કરી રહી હતી, ત્યારે તેને તેનો મનનો માણીગર મળી ગયો હતો, એટલુંજ નહીં ઈપ્સાએ, કૉલેજકન્યામાંથી, સંપૂર્ણ સ્ત્રી બનવું હોય તેમ, આ મનના માણીગરને, મનભરીને માણી પણ લીધો હતો.
ચહેરા પર અનેરા, સંતોષના તેજને રેલાવતી ઈપ્સા, ગાંધર્વને ત્યાંજ રાહ જોવા જણાવી, વૉશરૂમમાં ફ્રેશ થવા ચાલી ગઈ.
ફરીથી અડધા કલાક પછી, તે વૉશરૂમમાંથી બહાર આવી, ત્યારે મમ્મી મંદિરેથી આવી ગઈ હતી, પણ ગાંધર્વનો પત્તો નહતો.
અને સાથે જ, તિજોરીમાંથી આશરે પંદર લાખની રોકડ અને આશરે દસ લાખના, સોનાના ઘરેણાંનો ડબ્બાનો પણ...!!
મમ્મી રડતાં-રડતાં, ઈપ્સાના પપ્પાને ફૉન પર,બનાવની વિગત આપી રહી હતી.
અવાચક થઈ ગયેલી, ઈપ્સાને ગળે વળગીને, રડતી મમ્મી અર્ધબેભાન અવસ્થામાં, લવતી હતી," બેટા હું તો સાવ લૂંટાઈ ગઈ.આપણું સર્વસ્વ લૂંટાઈ ગયું."
જમીન પર, બેભાન થઈ ઢળી પડતી મમ્મીને, ઈપ્સાના થથરતા હોઠ, કહેવા મથતા હતા, " મમ્મી..!! હું ય સાવ લૂંટાઈ ગઈ."
પણ કોણ જાણે કેમ...!! ઈપ્સાના હોઠ, કોઈ અનાથ, ચોરટાના, હોઠને દત્તક લેવાના બોજ નીચે, દબાઈ ગયા હોય તેમ, થથરીને, જોરથી પરસ્પર ભીડાઈ ગયા.
એજ દિવસે બપોરે, પ્રવાસ ટૂંકાવીને દોડી આવેલા, ઈપ્સાના પપ્પા, ગાંધર્વની ભલામણ કરનારા મિત્ર સાથે , પોલીસ ઈન્સ્પેક્ટરસાહેબની હાજરીમાં, જમાદારને લખાવતા હતા," માઁ વગરના,સાવ વંઠી ગયેલા, ગાંધર્વને, સગાવહાલાંને ત્યાં, આવી રીતે ચોરી કરવાની પડેલી આદતને કારણેજ, અત્યંત વ્યથિત થઈને, તેના પપ્પાએ આપઘાત કર્યો હતો."
આ સાંભળીને, ઈપ્સાને ફરી ઉબકો આવ્યો તે, વૉશરૂમમાં ફરીથી દોડી ગઈ.
અનાથ હોઠ દત્તક લેવાનું પરિણામ, આવું અણધાર્યું, પીડાદાયક હોઈ શકે?
જોકે, આવો કિસ્સો આપના ધ્યાન પર છે કે નહીં..!! મને જાણ નથી.
માર્કંડ દવે.તાઃ- ૩૦ - જૂન - ૨૦૧૦.
મારો બ્લોગઃ-
http://markandrayda
" અનાથ હોઠને લઈ લે દત્તક, પ્રિયે,
રસાળ હોઠને ધરું, નતમસ્તક, પ્રિયે..!!"
============

__._,_.___
.
__,_._,___
No comments:
Post a Comment