[F4AG] Daughters ( in Gujarati)... Read with tear in one eye and smile in other !!!

 




To all fellow parents (specially fathers) who have daughter(s)

   દીકરી નાની હોય કે મોટી હોય કે.જી. માં ભણતી હોય કે કોલેજ માં કુમારિકા હોય કે કન્યાદીકરી સદાય દીકરી જ રહે છે. માં-બાપ માટે બાળપણ માં બિન્દાસ દીકરી ભલે બાપ સમું ચબ ચબ બોલતી હોયમાનું મન રાખતી ન હોય ભાઈ ને ભાળ્યો મુક્તિ ન હોયબહેનો હારે બથોબથ આવતી હોય અને શેરી માં સીપરા ઉડાડતી હોય. પરંતુ જયારે યુવાન થાય ત્યારે તરત જ ગંભીરતા ધારણ કરી લે છે. લગ્ન વખતે પીઠી ચોળી આમ તેમ સહેલી સાથે મહાલતી આનંદ માનતી હોય. હજી જાન પરણવા આવવાને થોડી વાર છે પરંતુ જયારે ગામ માં કે શેરી માં જાન આવે છે ત્યારે નાના ટાબરિય આનંદ માં આવી જઇ બુમો પડે કે એ... જાન આવી ગઈ જાન આવી ગઈ. આ શબ્દો જયારે પીઠી ચોળેલ કન્યાના કાને પડે છે ત્યારે તમામ સહેલીનો સંગાથ આનંદ એક બાજુ મેલી ને જ્યાં ગણેશ બેસાડ્યા છે ઘર માં ગણેશ સ્થાપન આગળ બેસી જાય છે. હવે મારે આ ઘર આ માંડવો છોડવાનો સમય આવી ગયો મારા પિતાની છત્ર છાયા જેવો આ વહાલનો વડલો છોડી ને આજે પારકા પોતાના કરવા જવાનો સમય થઇ ગયો. જે ઘર માં રમતી હતી ઢીંગલીથી સમય ક્યારે પસાર થઇ ગયો આમ જાન પરની ને પોતાને ગામ જાય છે. દીકરી પિયરીયાના છેલ્લા ઝાડવા જોઈ લે છે. માં-બાપભાઈ-બહેન સહેલી કુટુંબ પરિવાર મૂકી ને સાસરે જાય છેઆ ત્યાગ છે. કોઈ સાધુ સંતો નો ત્યાગ આની પાસે કઈ નથી. આ ત્યાગ ને મારા સો સો સલામ.... પિયરીયાનાતમામ સંભારણાને પોતાના હ્રિદય માં એક ખૂણા માં ધરબી દે છે. સાસરિય વાળા કે ગામ વાળા પૂછે કે વહુ કરિયાવર માં શું લાવ્યા કન્યાની લાગણીયો નો અહિયાં કોઈ જ વિચાર નથી કરતુ. હકીકતમાં સાસરિયામાં આવતી દીકરી બાપ ને ઘરે થી શું શું લાવી એના કરતા કેટલું બધું મૂકી ને આવી છે માં-બાપ ઘર બાર પરિવાર ગામ આ બધું મૂકી ને આવી છે. આ વસ્તુ નો જયારે સમાજ વિચાર કરશે ત્યારે જ તેના સંસાર માંથી સુગંધ આવશે અને નવી વહુનું સાસરિયામાં આવવું અને નવા બાળક નો જન્મ થવા જેવું છે. બાળક જ્યાં સુધી માના  ઉદરમાં હતું એને કોઈ કષ્ટ ન હતું. ખોરાકહવાપાણી વગેરે માં દ્વારા જ મળતું. કોઈ અવાજ ઘોઘાટ નહિ. પૂર્ણ શાંતિ હતી એને માના  ઉદર માં પરંતુ જયારે નવ મહિના બાદ એને બહાર આવવાનું થાય ત્યારે કષ્ટ થાય છે હવે એને ખોરાકહવા પાણી જાતે લેતા શીખવું પડશે.  ચાલતા બોલતા શીખવું પડશે. બસ આવું જ નવી આવેલી વહુ માટે છે જે અત્યાર સુધી પિતા ના ઘરે હતી કોઈ ચિંતા ન હતી .  હવે નવા ઘર માં ચાલતા શીખવું પડે છે. સાસુ-સસરા કે પરિવાર ના સભ્યો આવો ખ્યાલ રાખતા જ હોય છે. જેમ બાળક નો ઉછેર જે મહેનત જે પ્રેમ માંગી લે છે તેમ ઘર માં આવેલી નવી વહુ આવો જ ઉચ્છેર મહેનત માંગી લે છે.  દીકરી નો જન્મ થયા પછી  પિતા ને ત્રીજી અશ્રુભીની આંખ મળે છે. જે એના દિલ માં હમેશા છુપાયેલી રહે છે. પ્રકૃતિએ પુરુષ ને રડવા માટે આ ત્રીજી આંખ જયારે રડે છે ત્યારે દીકરીને વિદાય આપતો ચોધાર આંસુડે રડતો બાપ રૂડો લાગે   છે.

   ઘર માં જુઓ તો પિતાનો ચહેરો સંતાનો માટે એક આધારએક વિશ્વાસએક આદેશ બની જાય છે. જયારે દીકરી માટે પિતાના ચહેરાની રેખાઓ એટલે લક્ષ્મણ રેખાઓ બની જાય છે.. પિતાનો ચહેરો વાંચવામાં દીકરી જેટલી બીજી કોઈ વ્યક્તિ હોશિયાર નથી હોતી. દીકરી માટે પિતાનો બોલ-શબ્દ એટલે વેદ અને કુરાન છે. બાઈબલના વાક્યો બની જાય છે. પપ્પા શું  બોલ્યા એ સમજ્યા પહેલા જ દીકરીના હોઠમાંથી શબ્દો સરી પડે છે. હા પપ્પા એ.... આવી પપ્પા આનું નામ દીકરી.  

   જેમને દીકરી હોય તે પિતાને હ્રદય નો એક ધબકારો પોતાને જીવવા માટે છે જયારે બીજો ધબકારો દીકરીના કાયમી સુખ માટે ઝંખતો ધબકારો છે. દરેક દીકરી પોતાને પિતાની દીકરી માને  છે. જયારે દીકરો માનો દીકરો માને છે. કોઈ વાર દીકરી થી નાનકડી ભૂલચૂક થઇ જાય તો મમ્મી પપ્પા ને ન કહેતી હોય આમ પપ્પાના હૈયાના સિંહાસન ઉપર પ્રેમ ને અભિષેક જીલવા જીવનભર એક દીકરી પિતાની નજરે ઉચ્ચ જીવન જીવવા ઈચ્છે છે. ક્યારેક પપ્પાની નજરે ઉતરતી છે એવું બતાવવા નથી માંગતી.  તમે જોશો તો ખ્યાલ આવશે કે લગ્ન થયા પછી પોતાના સંતાનોના ઘેર હોય ૮૦ વર્ષની ઉમર હોય ગોરા ભરાવદાર શરીર સાથે ઘડપણ ની રેખાઓ હડિયા પાતું લેતી હોય. આવી માજીને કોઈ એકાએક પૂછે  કે હે માજી ફલાણાભાઈ ની દીકરી છે તો તો તે ૮૦ વર્ષ ના માજી એટલા બધા રાજી રાજી થઇ જાય કે ના પૂછો વાત કોઈ પણ દીકરીને પોતાના બાપને નામે ઓળખો તો તે રાજી રાજી થઇ જાય એનું નામ દીકરી. 

  સાસરિયામાંથી અવારનવાર પિયરિયામાં આવતી દીકરી કઈ લેવા નથી  આવતી.  પરંતુ પિતાની ખબર લેવા આવે છે. પપ્પાની શારીરિક  આર્થિક સ્થિતિ જોવા આવે છે. કઈ વાંધો તો નથી ને આમ અવારનવાર આવી પપ્પાની સ્થિતિ જોઈ ઘરના સભ્યોને સુચના પણ દેતી હોય કે મમ્મી તું પપ્પાને હવે આદુવાળી ચા આપજે કફ રહે છે માટે એ ભાભી તમે પપ્પા ને નહાવા માટે જરા માફકસર નું પાણી ગરમ આપજે.  ભૈલા તું પપ્પાની ખબર રાખજે હું તો અહિયાં નથી તારા વિશ્વાસે જાઉં છું. જો જે એમની કોઈ વાતની ચિંતા ના કરાવતો આમ પિતાની વૃધ્દ્ધાવસ્થામાં દીકરીના અવાજમાં માતૃત્વ નો રણકો સંભળાય છે અને ક્યારેક લાકડીના ટેકે ધીમા પગલે ચાલતા પપ્પાને જોવે છે ત્યારે ધ્રાસકો અનુભવે છે કે પપ્પા પાસે નહિ હોઉં અને પપ્પાની તબિયત વધારે બગડશે તો... આમ દિવસના હાજર કામ વચ્ચે પણ દીકરી પોતાના પિયરનો પપ્પાનો વિચાર કરે છે.  દીકરીની આંખમાં સદાય પ્રેમાળ પિતાનો ચહેરો ચમકતો હોય છે બાળપણના દિવસો ના આહ. અમે નાના હતા પપ્પાને પહેલી તારીખે ટૂંકો પગાર આવતો સાંજે પ્રસાદ થતો પ્રસાદ થોડો થોડો હાથમાં આવતો પણ અમે ધરી જતા સાંજે વાળું નહોતા કરતા. પપ્પાએ અમોને ક્યારેય ઓછું  નથી આવવા દીધું દીકરી ને બાળપણમાં તમે જેટલી લાડ લડાવો છો તેટલા જ લાડ તમને વૃદ્ધાવસ્થામાં લડાવશે.  દીકરી બાપ ને લાડ લડાવે છે એના ઘડપણમાં કોઈવાર પતિદેવ એમ કહે છે કે ચલ તારા પપ્પાને ફોન કરી ખબર અંતર પૂછીએ તો તો પત્ની રાજી રાજી થઇ જાય છે પતિ માં એને પરમેશ્વર દેખાય છે.  છેલ્લે ઈશ્વર ને પ્રાર્થના કે કોઈપણ દીકરીને એના પિતાથી એટલી બધી દુર ન મોકલતા કે કોઈ શિયાળાની કાતિલ ઠંડી હોય ચોમાસાની મેઘલી રાત હોય અને પપ્પાના છેલ્લા શ્વાસ હોય તો દીકરી પોતાના હાથનું ચમચી પાણી પણ ન પીવડાવી શકે.  છેલ્લે પિતા પણ કહેતા હોય કે મારી દીકરી ને તેડાવી લો મારે એનું મોઢું જોવું  છે છેલ્લી વખત . ખરેખર જેઓ આ પૃથ્વી ઉપર દીકરીના માં-બાપ છે તેઓ ઈશ્વરની વધુ નજીક છે.
  
 આ પિતા પુત્રીના પ્રેમ ને મારા લાખ લાખ સલામ....  આ અનમોલ રતન છે દીકરી

 
 




 





__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...