જીવનમાં કોઈ વસ્તુની લાલચ ન રાખોSource: Jivan Darshan મહર્ષિ રમણ નાનકડી ઝૂંપડીમાં એકદમ સાદાઈથી રહેતા હતા. તેમણે કોઈ વસ્તુનો સંગ્રહ કર્યો ન હતો અને તેમણે કોઈ વસ્તુની પણ ક્યારેય જરૂર પડતી ન હતી. તેમના શિષ્ય અને ભક્ત તેમની પાસેથી મળેલા જ્ઞાનના બદલામાં દિલથી કોઈ ભેટ આપવા ઇચ્છા વ્યક્ત કરે તોપણ મહર્ષિ તેનો ઇનકાર કરી દેતા. આ જ રીતે જો કોઈ પરાણે ભેટ આપી જાય તો તે વસ્તુઓને તેઓ જરૂરિયાત ધરાવતા લોકોમાં વહેંચી દેતા. ગરીબો અને અશકતોની મદદ કરવામાં તેઓ હંમેશાં તત્પર રહેતા અને તેમના શિષ્યોને પણ આ બાબતની પ્રેરણા આપતા રહેતા. મહર્ષિ રમણ તેમના શરીર પર માત્ર એક ધોતી ધારણ કરતા હતા. એ સિવાય કોઈ પણ સાંસારિક વસ્તુ તેમની પાસે ન હતી. એક દિવસ મહર્ષિની ધોતી ફાટી ગઈ. તેમને એવું લાગ્યું કે ધોતીને સાંધીને હજુ થોડા દિવસ ચલાવી શકાય તેમ છે. તેમણે ઝૂંપડીમાં સોય શોધી પણ જ્યારે તેઓ કોઈ વસ્તુનો સંગ્રહ જ કરતા ન હતા તો પછી સોય ક્યાંથી મળે? આથી સોયના અભાવમાં તેમણે બાવળના કાંટાથી જ ધોતી સિવવાનું ચાલુ કરી દીધું. ત્યાં તેમનો એક ભક્ત ધીરજ તેમની પાસે આવ્યો અને તેમને ફાટેલી ધોતી ફેંકી દેવા વિનંતી કરી. તે બોલ્યો કે હું તમને નવી ધોતી લાવી આપું છું. મહર્ષિએ ધીરજને સમજાવ્યો કે જો, સામે ઊભેલો પેલો બાળક ઠંડીથી ધ્રુજી રહ્યો છે, પહેલા તેને માટે કપડાંની વ્યવસ્થા કર. એવું સમજી લેજે કે મેં તારી ધોતી લઈ લીધી. મારી આ ધોતી તો હજુ પણ બીજા બે મહિના સુધી ચાલશે. કથાનો સાર એ છે કે સાચો સંત તો એ જ છે જે આ જગતમાં વૈરાગ્યભાવથી રહે અને પોતાનું સર્વસ્વ બીજા લોકોને આપવા માટે હંમેશાં તત્પર રહે. ************ જીવનમાં સુખ-શાંતિ મેળવવા માટે શું કરવું?Source: Vijayshankar Mehta પોતાના કામને થતું હોવાનું જોવું પણ એક કળા છે. સામાન્ય રીતે આપણી નજર બીજા શું કરી રહ્યા છે તેના પર રહેતી હોય છે. આપણે સુખ અને દુ:ખ આપણે બીજામાં શોધતા રહીએ છીએ. આધ્યાત્મ કહે છે કે જ્યારે પણ આવી પરિસ્થિતિ ઊભી થાય, પોતાની અંદરના 'હું' ને શોધો. તમામ જવાબ મળી જશે. જૈન સંત ચંદ્રપ્રભજીએ એક જગ્યાએ સરસ વાત લખી છે કે આજે મનુષ્યને જીવનમાં જે કાંટા વાગી રહ્યા છે તેના પાછળનું મુખ્ય કારણ એ છે કે ભૂતકાળમાં તેણે કેકટસ વાવ્યાં હશે અને સુંદર ફૂલોનો બગીચો પણ આપણે જ વાવેલા બીજનું પરિણામ બનશે. ભગવાન મહાવીરસ્વામીનું એક સૂત્ર છે કે, 'અપ્પા કત્તા વિકત્તા ય, દુહાણ ય સુહાણ ય. અપ્પા મિત્તમમિત્તં ચ, દુપ્પિય સુપ્પિઓ.' આત્મા જ સુખ-દુ:ખનો કર્તા અને ભોકતા છે. સદ્પ્રવૃત્તિમાં રહેલો આત્મા જ આપણો મિત્ર છે અને દુષ્પ્રવૃત્તિમાં રહેલો આત્મા દુશ્મન છે. જેનો સીધો અર્થ થાય છે કે તમામ પરિસ્થિતિ માટે આપણે પોતે જ જવાબદાર છીએ. આપણી જવાબદારી આપણે પોતે જ નક્કી કરવાની છે. જુદા જુદા ધર્મોમાં આત્મા શબ્દનો અલગ અલગ રીતે ઉપયોગ કરાયો છે, પરંતુ તમામનો સીધો સરળ અર્થ એક જ થાય છે કે આત્મા એટલે કે આપણે પોતે, આપણું અસ્તિત્વ, આપણું મનુષ્ય હોવું. આથી તમારા આત્માને તમારો મિત્ર બનાવો તો દુશ્મનીનો ભાવ આપમેળે જ સમાપ્ત થઈ જશે. ગીતામાં લખ્યું છે કે આપણા આત્માથી જ આપણા આત્મામાં સંતોષ મેળવવો. અહીંથી જ જીવનનું રૂપાંતરણ ચાલુ થાય છે. સુખના બીજ આપણી માનસિકતામાં છુપાયેલા છે. જે લોકો ૨૪ કલાકમાં થોડા અંદર ઊતરશે, તેઓ સાચા અર્થમાં શાંતિ અને સુખને જીવી જાણશે. |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************

.
__,_._,___
No comments:
Post a Comment