[F4AG] બેફામ શહેરીકરણને નાથો

 

બેફામ શહેરીકરણને નાથો

Source: Sanat Mehta   
 
 
સરકારોની ખોટી આર્થિક નીતિઓને લીધે શહેરીકરણ વધ્યું છે. શહેરોમાં આર્થિક રીતે પોસાય એવા વસવાટોની ખેંચ અને તેના ભાવ અમર્યાદ બન્યા છે. શહેરીકરણની સમસ્યાના સર્વગ્રાહી ઉકેલને બદલે જાહેર-ખાનગી ભાગીદારીવાળા ઉકેલ વિચારાય છે. પ્રશ્ન ખૂબ જટિલ છે. એને ઉકેલવાની અસમર્થતા સસ્તાં સૂત્રો કે લોકરંજનથી ઢંકાઈને રહેવાની નથી.

ઝડપી શહેરીકરણ ભારતના કેટલાંક મહાનગરો અને એવાં રાજ્યોમાં વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. સરકારની આર્થિક નીતિઓ પણ ગામડાંને ભાંગી કસ્બાને નગરમાં, નગરને મહાનગરમાં પલટાવવાની છે. ગામડાંમાં જ રોજગારી વધારવામાં અગર તો ખેતીનો ઝડપી વિકાસ કરવામાં એની નીતિ સરિયામ નિષ્ફળ નીવડી છે. એટલે રોજેરોજ ગામડાંના લોકો રોજીની શોધમાં શહેરો અને નગરોમાં ઠલવાય છે.

આપણાં નગરો અને મહાનગરોની સ્થાનિક સત્તા સંસ્થાઓ ગામડામાંથી ઠલવાતી આ જનતાને મૂળભૂત સગવડો જેવી કે પીવાનું પાણી, સાદા વસવાટલાયક ઘર કે સંડાસ જેવી સગવડો આપવામાં ઉત્તરોત્તર નિષ્ફળ જઈ રહી છે. આ શહેરીકરણમાંથી જન્મેલા ગંદા વસવાટોનું પહેલું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાની શરૂઆત આજથી ચાળીસ વર્ષ પહેલાં થઈ હતી.

એ સર્વેક્ષણે નગરો પર પડેલા ચાંદા જેવા ગંદા વસવાટોનું ચિત્ર પહેલી વાર રાજ્ય અને રાષ્ટ્ર સમક્ષ રજૂ કર્યું હતું પણ હજુ સુધી આ ગંદા વસવાટોની નાબૂદી કરી શકાઈ નથી. ગંદા વસવાટોના ઉકેલ માટે વિવિધ સંસ્થાઓ, કાનૂનો કરાયા, જેવા કે સ્લમ ક્લિયરન્સ બોર્ડ, હાઉસિંગ બોર્ડ, પ્રાઇવેટ-પબ્લિક પાર્ટનરશિપ અને છેલ્લે જવાહરલાલ નેહરુ અર્બન ડેવલપમેન્ટ- 'નૂર્મ' યોજના. ઉદારીકરણ પછી હવે સસ્તા વ્યાજની હોમલોન દાખલ કરાઈ છે.

બીજી બાજુ નવાં નવાં વચનો અપાયે જાય છે. એનું છેલ્લું સૂત્ર છે 'જ્યાં ઝૂંપડું ત્યાં ઘર.' વિશ્વ બેન્કે નૂર્મ યોજના માટે અબજો રૂપિયાની લોન પણ ભારતને આપી છે. આ પ્રયાસો છતાં નગરો-મહાનગરોની હાલત સુધરે એવા ચિહ્નો દેખાતા નથી.

આજથી બે દાયકા પછી ૨૦૩૦માં આ નગરો-મહાનગરોની સ્થિતિ કેવી હશે એના માટે મેકેન્ઝી-સંસ્થાની સંશોધન પાંખે તાજેતરમાં જ એક વિગતપૂર્ણ અહેવાલ પ્રકાશિત કર્યો છે. આ અહેવાલનો સાર માત્ર જોઈએ તો નીચેનું ચિત્ર ૨૦૩૦માં હશે. (૧) ૨૦૩૦માં આર્થિક રીતે પોસાય એવાં વસવાટો જરૂરિયાતમાં બાવન ટકાની ખાધ હશે. (૨) ગંદા પાણીના નિકાલની સગવડમાં હાલની તૂટ વધીને એક્સો પાંચ ટકા થઈ હશે. (૩) પીવાનું પાણી પૂરું પાડવાની તૂટ વધીને બસો અડતાળીસ ટકા થઈ જશે. (૪) શહેરીકરણ માટે આ બધી સગવડો પૂરી પાડવાનો ખર્ચ રાષ્ટ્રના જીડીપીના ત્રણસો ટકા પર પહોંચી જશે.

આ સર્વેક્ષણ બતાવે છે કે શહેરીકરણને પહોંચી વળવાની મંજિલ વીસ વર્ષ પછી આજના કરતાં પણ વધુ દૂર હશે. ભારતમાં વિશ્વના સૌથી મોટા સ્લમ વિસ્તાર ધારાવી જેવા અનેક ધારાવી ઊભા થયા હશે. આવા અમર્યાદ શહેરીકરણના ઉકેલ માટે સૌથી પ્રથમ જરૂર જમીનની છે. ઘર બાંધવા માટે હાલના કાયદાકાનૂન અને વહીવટી નિયમો એટલા બધા અટપટા અને ગૂંચવણભર્યા છે કે આ બધી મંજૂરી મેળવવી એ અભિમન્યુના આઠ કોઠા વીંધવાથીય વધુ કઠિન છે.

જમીનની વાત લઈએ તો મોટાં વિકસેલાં મહાનગરોમાં જમીનના ભાવ અકલ્પ્ય ઊંચા ગયા છે. તાજેતરમાં મુંબઈ શહેરના વડાલા વિસ્તારની છ એકર જમીન ચાર હજાર કરોડમાં વેચાયાના સમાચાર પ્રસિï થયા છે. એટલે કે એક એકરના રૂ. છસો કરોડથી પણ વધુ? આટલી મોંઘી જમીન મહાનગરમાં વસવાટ વધારશે કે વધુ મોંઘા કરશે?

જમીનના ભાવો આવા આસમાને જાય છે ત્યારે મોટી જમીનો બજારમાં વેચાવા આવતી બંધ થાય છે અને ભાવવધારાનો લાભ લેવા નાના નાના ટુકડાઓ કે જૂની ઇમારતોની જમીનો ઊંચા ભાવ મેળવી લેવા બજારમાં આવે છે. રાજ્ય સરકારોએ આવા સમયે વધુ જમીન છુટી થાય એવા પગલાં લેવા જોઈએ પણ તે એમ કરવામાંથી જાણીબૂઝીને દૂર રહે છે. પરિણામે 'વડાલા' સર્જાય છે.

જમીનોની તંગી અને આસમાને પહોંચેલા ભાવના કારણે બિલ્ડરો વધુ ને વધુ ઊંચી ઇમારતો બાંધવા તરફ વળે છે. જમીનની અછત વધુ નાણાં પેદા કરવામાં સહાય કરે છે. આમાંથી નેવું અને સો મજલી ઇમારતોનાં બાંધકામ વધે છે, પણ આનાથી વસવાટો સરળતાથી મળતા નથી. કોઈને સાચો અંદાજ નથી કે આટલી બધી ઊંચી ઇમારતોનાં બાંધકામ કેટલાં વર્ષે પૂરાં થાય છે ? તેની પાણી, ગટર, વીજળી જેવી સગવડોનું શું થતું હશે?

વડાલાની પરિસ્થિતિના અનુસંધાનમાં ભારતની વસવાટો માટેનાં નાણાં ધીરવાવાળી સૌથી મોટી સંસ્થા એચડીએફસીના અધ્યક્ષ દીપક પારેખે બહુ આકરી નુકતેચીની કરતાં જણાવ્યું કે આવી પરિસ્થિતિ ઊભી થવા માટે બિલ્ડર અને રાજનેતાનું ગઠબંધન જવાબદાર છે. આ વિધાન અત્યંત કડવું છે પણ સાચું છે. આમ ન હોય તો આવું કેવી રીતે બને?

નવાઈની અને દુ:ખની વાત એ છે કે વસવાટની ગંભીર બનેલી શહેરીકરણની આ સમસ્યાનો સર્વગ્રાહી ઉકેલ કે આયોજનને બદલે, પ્રાઇવેટ-પબ્લિક પાર્ટનરશિપ કે 'ઝૂંપડું ત્યાં ઘર' જેવાં સૂત્રાત્મક ઉકેલ વિચારાય છે. જમીનમિલકતના સવાલના ઉકેલ માટે જરૂરી સરળ અને પારદર્શક વહીવટીતંત્ર ઊભું કરવા ભાગ્યે જ ગંભીર વિચારણા કરાય છે કે પછી પ્રશ્ન એટલો બધો જટિલ બની જાય છે કે ઉકેલ કરવાની અસમર્થતા, સસ્તા સૂત્રો અને લોકરંજનથી ટાંકવાનો નિરર્થક પ્રયાસ કરાય છે.

બાકી ભારત પાસે 'મોહન-જો-ડેરો'ના પાંચ હજાર વર્ષના, નગરનિયોજનનો વારસો છે . શાસન ધારે તો વસવાટોની સંખ્યા ઝડપથી વધારી, ઊંચે જતા ભાવને નાથી જરૂર શકાય. મેકેન્ઝીની ૨૦૩૦ના વર્ષ માટેની આગાહી શાસન અને શાસકોને આગાહ કરશે એવી આશા રાખીએ.

લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Get real-time World Cup coverage on the Yahoo! Toolbar. Download now to win a signed team jersey!

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...