[F4AG] કોઇના દુ:ખે સુખી થવામાં કેવી મજા આવે!

 

કોઇના દુ:ખે સુખી થવામાં કેવી મજા આવે!

Source: Varsha Pathak, Apani Vaat   
 
તમને ડિટેલ્સમાં દુ:ખનું વર્ણન કરવા માટે પ્રોત્સાહિત કરનારાંને વાત સાંભળવામાં મજા આવતી હોય છે.

મુંબઇમાં એસએસસીનું રિઝલ્ટ આવ્યું. અમારા એક પરિચિતનો છોકરો પાસ થયો પણ માર્ક્સ બહુ ઓછા હતા. મોટાભાગના કિસ્સામાં થતું હોય, એમ રિઝલ્ટ જોઇને છોકરા કરતાં, છોકરાની મમ્મી વધુ દુ:ખી થઇ. ઓળખીતા પાસે એણે કકળાટ કર્યો, 'કાયમ કહેતી હતી કે ભણ ભણ, પણ સાંભળે તો ને! આખો દિવસ બસ રમવું, કમ્પ્યૂટર પર ચોંટી રહેવું, ફેસબુકના રવાડે એવો ચઢી ગયેલો.' સાંભળીને એક બહેન ટહુક્યા, 'મારા ઘરમાં યે એ જ રામાયણ હતી પછી મેં તો ઇન્ટરનેટ કનેકશન જ કઢાવી નાખ્યું. છોકરાએ થોડી ધમાલ મચાવી પણ પછી સીધોદોર થઇ ગયો. આજે એંસી ટકા લઇ આવ્યો.'

હવે આ સાંભળો. ગુસ્સે થયેલી ગૃહિણીએ કહ્યું, 'હમણાં મારી નાની બહેનના મેરેજ થયા. મેં એના માટે એક તોલાનો, ગોલ્ડ ચેઇન કરાવ્યો, એમાં તો મારા સાસુએ ઘર માથે લીધું. મારા પતિની કમાણી પર મારો હક જ નહીં?' આ સાંભળીને બીજી ગૃહિણી બોલી, 'આ બાબતે મને શાંતિ છે. મારી સાસુ વધુ કચકચ કરે નહીં અને કરે તો મારો હસબન્ડ જ એને ચૂપ કરી દે.' ત્રીજો કેસ સાંભળો. ચાલીસેક વરસના પુરુષે પોતાની વ્યથા સંભળાવી, 'ખબર નહીં, આજકાલ મને બહુ ડિપ્રેશન લાગે છે. કામકાજમાં મન ચોંટતું નથી. ઘરમાંયે કંઇ ગમતું નથી.' ફટાક દઇને સામે બેઠેલાએ કહ્યું, 'મને તો કોઇવાર ડિપ્રેશન, ફિપ્રેશન આવે જ નહીં. હું માનું છું કે ભગવાને એક લાઇફ આપી છે તો એન્જોય કરી લો. અમારે ત્યાં બધાં કહે છે કે, આ માણસને જોઇ લો, હંમેશાં ખુશ દેખાય.'

ઉપરના ત્રણ કિસ્સા પહેલી નજરે એકમેકથી જુદા લાગશે પણ સહેજ ધ્યાન આપો ખ્યાલ આવી જશે કે ત્રણેયમાં એક સામ્ય છે અને એ કે દેશમાં દુ:ખી વ્યક્તિએ પોતાનું હૈયું, અયોગ્ય પાત્ર સામે ઠાલવ્યું છે. સાંભળનારે ન તો સહાનુભૂતિ દાખવી કે ન તો દુ:ખ ઓછું કરવાનો કોઇ ઉપાય બતાવ્યો! બસ, પોતે કેટલા સુખી-શાણા છે એની પિપૂડી વગાડીને જખમીના જખમ પર મીઠું જ છાટયું છે. લોકો આવું કેમ કરતા હશે?

પ્રામાણિક થઇને વિચારીએ તો કદાચ આપણા સહુની અંદર એક એવી વ્યક્તિ જીવે છે જે બીજાને દુ:ખી જોઇને ભલે ખુશ ન થાય, પરંતુ રાહત તો અનુભવે છે કે હાશ, મને કમ કે કમ આવી તકલીફ તો નથી. એમાંય સામેવાળી વ્યક્તિ બીજી બધી રીતે આપણાંથી ચઢિયાતી હોય, ત્યારે એની નાની સરખીયે સાચી, મોટી તકલીફ વિશે સાંભળીને આપણા મનને શાતા વળે. અનેક લોકોને મોંઢે સાંભળ્યું હશે કે, અંબાણીને રાતે ઊંઘ નહીં આવતી હોય કે શાહરુખ રસ્તા પર ભેળપુરી ખાવા નથી ઊભો રહી શકતો એ બાબતમાં આપણે એમનાથી સુખી છીએ, વગેરે વગેરે.

કોઇના દુ:ખની સામે પોતાના સુખ કે હોશિયારીની પિપૂડી વગાડનારા બધા લોકો કદાચ જાણી જોઇને આવી દુષ્ટતા નહીં આચરતા હોય, કદાચ આવા અવિચારી શબ્દો ઉચ્ચારવામાં એમની બેવકૂફી ભાગ ભજવતી હશે. અરે, કદાચ એ એવું પણ માનતા હશે કે પોતે બહુ સારું બોલી ગયા! એક યુવતીનો અનુભવ સાંભળો. આપણે એને સચલાના નામે ઓળખશું.

ત્રીસેક વર્ષની થઇ ગયેલી સચલાના લગ્નનું ક્યાંય ગોઠવાતું નહોતું. એટલે ઘરનાં લોકો થોડા મૂંઝવણમાં હતા. સચલા પણ હશે. થોડા સમય પહેલા એની જ ઉંમરની અને એના જેવી જ તકલીફમાંથી પસાર થઇ ચૂકેલી મિત્રના લગ્ન થયા. દોસ્ત હોવાને નાતે સચલા રાજી થઇ પણ લગ્નમાં બધાની વચ્ચે પેલી યુવતીની મમ્મીએ સચલાને કહ્યું, 'બસ, હવે ભગવાનને પ્રાર્થના કરીએ કે તને પણ જલદીથી તારી બહેનપણી જેવો સારો મુરતિયો મળી જાય.' સાંભળીને સચલાને બહુ ખરાબ લાગી ગયું. વધુ દુ:ખ એની મમ્મીને લાગ્યું. બિચારાંએ કહેવું પડ્યું, 'ટ્રાય તો કરીએ છીએ, પણ મળવું જોઇએ ને!' પેલા બહેને આશ્વાસન આપ્યું, 'મળશે મળશે મારી જેમ ભગવાન પર ભરોસો રાખો!'

ભગવાન સચલાને તો પતિ આપી દેશે, પણ આવો બકવાસ કરનારી સ્ત્રીને અક્કલ આપશે? એક તરફ આવું અવિચારી બોલનારા હોય છે, તો બીજી તરફ એવા લોકો હોય છે જે સાવ મૂગા રહે. વચ્ચે વચ્ચે માત્ર અરેરે, સો સેડ બોલીને કોઇની દુ:ખ દર્દભરી કહાણી સાંભળતા રહે. આવા લોકો સામેવાળાની સમસ્યા સુલઝાવવામાં કોઇ જાતની મદદ કરવાને બદલે ખોતરીખોતરીને જખમ વધુ ઊંડા કરવામાં ફાળો આપે છે. વળી કહે છે, 'દુખિયારાની વાત માત્ર સાંભળી લઇએ તોયે એનું દુ:ખ હળવું થાય.'

સાવ વાહિયાત દાવો છે. માત્ર બોલી નાખવાથી કોઇ દુ:ખ હલકું થતું નથી. કદાચ ટેમ્પરરી હળવાશ જ લાગે, પણ પછી તો એનું એ! ઊલટું ઘણીવાર તો અફસોસ થાય કે કોઇની પાસે શું કામ ઉઘાડા પડ્યા! હકીકતમાં ચૂપચાપ સાંભળનારા તમને વધુ ડિટેલ્સમાં દુ:ખનું વર્ણન કરવા માટે પ્રોત્સાહિત કરનારા લોકોને વાત સાંભળવામાં મજા આવતી હોય છે. કોઇની વ્યથા ખરેખર એમને મન રસની કથા હોય છે. તમે ભૂલી ગયા હો એ વાત પણ તમને યાદ દેવડાવશે. બીજા શબ્દોમાં કહીએ તો કોઇને રડવા માટે માત્ર પોતાનો ખભો આપીને ઊભા રહેનારા પણ છેવટે તો કંઇ કામના નથી જ હોતા.

મિત્ર કે હિતચિંતક તો એ જ કહેવાય જે તમારું દુ:ખ ધીરજપૂર્વક સાંભળીને પહેલા તમારા આંસુ લૂછે અને પછી કોરા કરેલા ગાલ પર ટપલી મારીને કહે, ચાલ હવે એમાંથી નીકળવાનો કોઇ રસ્તો કાઢીએ!' રડવું હોય તો આવા લોકો પાસે રડવું, બાકી શરૂઆતમાં જે બે ટાઇપના લોકોની વાત કરી એમની સામે તો બત્રીસી દેખાડીને એમ જ કહેવું, 'દુ:ખ? મને વળી કઇ વાતનું દુ:ખ?'

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...