[F4AG] ખોરાકની ટેવો બદલો પર્યાવરણ બચાવો

 

ખોરાકની ટેવો બદલો પર્યાવરણ બચાવો

Source: Vidyut Joshi, Smundra Manthan   
 
 
   
 
 
તળેલા ફરસાણને બદલે સાંતળેલી કે બાફેલી વાનગીઓ નાસ્તામાં લેવાથી ઊર્જાની બચત થાય છે અને બાફેલો નાસ્તો બેસ્વાદ હોય તેવું ન માનવું.

પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને ઊર્જા વપરાશ નિરંકુશ રીતે વધતાં જાય છે ત્યારે સરેરાશ સાક્ષર વ્યક્તિ નિ:સહાયતા વ્યક્ત કરે છે અને કહે છે કે આ તો સરકારનો અને ઉદ્યોગોનો સવાલ છે, વ્યવસ્થાતંત્ર બદલવાનો સવાલ છે. એકલ દોકલ-વ્યક્તિગત પ્રયત્નોથી પર્યાવરણમાં સુધારો થવાનો નથી. વાત અડધી સાચી છે, સરકાર જાહેર વાહન-વ્યવહારની સગવડો વિકસાવવાને બદલે ખાનગી વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે માટે ઈંધણનો વપરાશ આટલો વધતો ચાલ્યો છે અને રસ્તા પરની ગીચતા અને અરાજકતા વધતાં જાય છે. આવા અનેક દાખલા આપી શકાય, પરંતુ આ સિક્કાની એક બાજુ વ્યવસ્થાતંત્ર છે, તો બીજી બાજુ વ્યક્તિગત વર્તન છે.

દરેક વ્યક્તિને પોતાનાં વ્યક્તિગત વર્તનમાં વિકલ્પો પ્રયોજવાનું સાપેક્ષ સ્વાતંત્રય છે. અમદાવાદથી દિલ્હી કે મુંબઇ જવા માટે બસ, ટ્રેન, કાર અને વિમાન એમ ચાર વિકલ્પો પ્રાપ્ય છે. ઊર્જા બચાવવા માટે ટ્રેનનો પ્રવાસ અને પછી જાહેર બસનો પ્રવાસ શ્રેષ્ઠ ગણી શકાય અને આવો વિકલ્પ અપનાવવામાં સામાન્ય જન નિ:સહાય નથી, સરકાર કે વ્યવસ્થાતંત્ર તેને રોકતાં નથી. તેનાથી ઊલટું, આપણે વટ પાડવા માટે પ્લેનમાં કે ખાનગી વાહનમાં પ્રવાસ કરતા હોઇએ છીએ. સહેજ વિચાર કરી જુઓ કે તમારી રોજિંદી ટેવોમાં થોડાક બદલાવ લાવવાથી તમે કેટલી ઊર્જા બચાવી શકશો ?

તો વાત લઇએ આપણી ખોરાકની ટેવોની. કેરી ઉનાળામાં મળે. જામફળ શિયાળામાં મળે. પરંતુ કેટલાક લોકોને ઋતુ સિવાય પણ ફળ ખાવાની ટેવ હોય છે. આ ફળોને સંઘરી રાખવા કોલ્ડ સ્ટોરેજ કે અન્ય પ્રક્રિયા કરવામાં આવે છે. તેમાં ઊર્જા વપરાય છે. કન્ટેનરમાં રાખેલાં ફળો પર્યાવરણની દ્રષ્ટિએ પણ મોંઘાં છે. આપણી ટેવ સહેજ બદલીને માત્ર ઋતુનાં ફળો ખાવાથી જ આપણે ઘણી બધી ઊર્જા બચાવી શકીએ.

ફળનો રસ પીવાને બદલે ફળ ખાવાની ટેવ પાડવાથી ઊર્જા તો બચે છે, પરંતુ સ્વાસ્થ્ય પણ સુધરે છે. ફળનો રસ કાઢવાની પ્રક્રિયામાં ઊર્જા વપરાય છે. તેને ટેટ્રાપેકમાં ભરવામાં વધારે ઊર્જા વપરાય છે. વળી આ રીતે મુંબઇ કે પુનામાં બનેલો રસ તેના પેકિંગમાં અમદાવાદ કે સુરત લાવવામાં-યાતાયાતમાં-પણ ઊર્જા વપરાય છે. પછી તેને મોલમાં એર કંડશિનરમાં સાચવવામાં પણ ઊર્જા વપરાય છે. આવો જયૂસ પીવાને બદલે તાજું ફળ ખાઓ તો તમે કેટલી ઊર્જા બચાવી શકો ? વળી ફળ પણ ખાવા માટે છે, પીવા માટે નહીં. ફળ ખાવાથી તેની સાથે લાળ અને પાચક રસો ભળે છે, તેથી ફ્રૂકટોઝ (ફળ શર્કરા) શરીરને ઊર્જા આપે છે, ડાયાબિટીસ નહીં. ફળમાં રહેલા રેસા પણ શરીરને ફાયદો કરે છે. ફાઇબ્રસ ફૂડ લેવાથી પાચનમાં મદદ થાય છે.

સ્વાદના ચટાકા કરાવે તેવાં તળેલાં ફરસાણ ખાવા માટે ગુજરાતીઓ જાણીતા છે. એક સમય હતો કે ફરસાણમાં ખાંડ અને લીંબુનાં ફૂલ નહોતાં પડતાં. જીભનો ચટાકો વધારવા નખાતાં ખાંડ અને સાઇટ્રિક એસિડ (લીંબુનાં ફૂલ) સ્વાસ્થ્યને ભારોભાર નુકસાન કરે છે. ગુજરાતમાં ગાંઠિયા વધારે ખવાય છે, જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ચેવડો વધારે ખવાય છે. એક ડશિ ચેવડામાંથી ૩૦૦ કેલરી અને ૨૧ ગ્રામ ચરબી મળે જ્યારે એટલા જ ગાંઠિયામાંથી ૫૮૦ કેલરી અને ૫૨ ગ્રામ ચરબી મળે. વળી બજારમાં મળતા ગાંઠિયા ચણાની દાળના જ બને છે તેવું માની ન લેવું. લાંગની દાળ સસ્તી પડે છે અને સ્વાદમાં ચણાદાળ જેવી જ લાગે છે. લાંગની દાળના વધુ વપરાશથી આંખ નબળી પડે છે.

તળેલા (ડીપફ્રાઇડ) ફરસાણને બદલે સાંતળેલી કે બાફેલી વાનગીઓ નાસ્તામાં લેવાથી ઊર્જાની બચત થાય છે અને બાફેલો કે સાંતળેલો નાસ્તો બેસ્વાદ હોય તેવું ન માનવું. ખમણ, મૂઠિયાં, વઘારેલાં પાતરાં, મકાઇનો લીલો ચેવડો, સીંગ-ગોળ (ખાંડ નહીં)ની ચીકી, તલની સાની, ફણગાવેલા મગ, બાફેલા ચણા, જારનો અને ઘઉંનો પોંક, લોચો, ખમણી, સાબુદાણાની ખીચડી, રવાનો ઉપમા... એમ બિનતળેલા નાસ્તાની યાદી બનાવવા બેસીએ તો લેખ પૂરો થઈ જાય. આવા નાસ્તાઓ સ્વાસ્થ્યપ્રદ પણ છે.

માંદા ઓછા પડીએ તો પણ સારવારમાં વપરાતી ઊર્જા અને ગોળી-ટીકડાં બનાવવામાં વપરાતી ઊર્જાની બચત થાય. કોઇ પણ ખોરાક પર જેટલી વધુ પ્રક્રિયા કરીએ તેટલી ઊર્જા વધુ વપરાય. તેવી જ રીતે ઘરથી ખોરાક બનવાનું અંતર જેમ વધુ તેમ (યાતાયાત અને સ્ટોરેજમાં) વધુ ઊર્જા વપરાય. જો આપણે ઓછી પ્રક્રિયાવાળો અને સ્થાનિક ખોરાક ખાઇએ તો ઊર્જા બચે. સવાલ છે ખોરાક માટે જેટલા વિકલ્પો પ્રાપ્ય છે તેમાંથી ઊર્જા બચત કરે તેવા ઉપાયો સ્વીકારવાની. સવાલ છે પૂરી આત્મશ્રદ્ધાથી યોગ્ય વિકલ્પનો અમલ કરવાની.

વિધ્યુત જોષી, સમુદ્ર મંથન

vidyutj@gmail.com

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...