[F4AG] મંદી છતાં વધી ગયા કરોડપતિ

 

મંદી છતાં વધી ગયા કરોડપતિ

Source: Sanat Mehta   
  
 
 
 
વૈશ્વિક મંદી, ફુગાવો, મોંઘવારી અને દેવું વધવા છતાં એકાદ સિવાય બધા દેશોમાં કરોડપતિઓની સંખ્યા વધી છે. અમેરિકા, જાપાન, જર્મની, બ્રિટનમાં કરોડપતિઓ ખૂબ વધ્યા છે. ભારતમાં ય પચાસ ટકાનો વધારો (કુલ ૧,૨૬,૭૫૬) થયો છે. મંદીની અસર ગરીબોને જ થઈ છે. કરોડપતિઓને વિશ્વભરમાં ઉની આંચ ન આવે એવી વ્યવસ્થા ટકી રહી છે.

જયારથી ઉદારીકરણ અને વૈશ્વિકીકરણનો ઉદય થયો છે ત્યારથી દુનિયામાં કરોડપતિઓની સંખ્યામાં, એમની મિલકતમાં કેટલો ક્યાં વધારો-ઘટાડો થયો છે એના વિગતવાર અહેવાલો સમયાંતરે પ્રસિï થતા રહે છે. આવો એક વાર્ષિક અહેવાલ મેરીલ લીન્ચ સંસ્થાની મિલકત શાખાએ બહાર પાડ્યો છે. આ સર્વેક્ષણમાં દસ લાખ પાઉન્ડ એટલે કે એના પોતાના વસવાટ સિવાયની ચારથી પાંચ કરોડ મૂડી ધરાવતા હોય એની કરોડપતિ તરીકે ગણના કરાય છે.


અગાઉનાં વર્ષોમાં જ્યારે અમેરિકા અને યુરોપ કે પછી જાપાનના કરોડપતિઓની સંખ્યાની બોલબાલા હતી અને ભારતમાંથી વિશ્વકક્ષાએ માત્ર તાતા બિરલાનાં નામ જ લેવાતાં હતાં , પણ ત્યાર પછી અચાનક જ આ નકશામાં એશિયન વ્યાઘ્રો ગણાતા દેશોનાં નામો સંભળાવા લાગ્યાં. અચાનક આ દેશોમાં નાણાકીય કટોકટી આવી પડી એટલે એ નામો ભુંસાઈ ગયાં. ત્યાર પછીનાં વર્ષોમાં ચીને નવી આર્થિક નીતિ અપનાવી.

ભારત પણ પાછળથી એ રસ્તે વળ્યું એટલે વિશ્વનો આર્થિક નકશો પલટાવા લાગ્યો. તેલની કટોકટી પછી મધ્યપૂર્વના ટચૂકડા દુબઈ આસપાસના દેશો પણ ઉપર આવ્યા અને ત્યાર પછી બ્રાઝિલ અને રશિયામાં સમૃધિનાં નવાં સ્વરૂપો જોવા મળ્યા. આ બધું રાબેતા મુજબ ચાલતું હતું ત્યાં ૨૦૦૭ પછી વૈશ્વિક મંદી આવી પડી. સમ્રુધ ગણાતા અમેરિકા- યુરોપના મોટા ઉદ્યોગગૃહો અને બેન્કો મંદીની ઝપટમાં આવી ગયા. સદ્ભાગ્યે ચીન અને ભારત આ મંદીની અસરમાંથી વહેલા બહાર આવ્યા. એટલે ૨૦૧૦માં કરોડપતિઓની સંખ્યા અને મિલકતમાં બધાને ફરી રસ જાગ્યો છે.


આ સંદર્ભમાં આ વર્ષના મેરીલ લીન્ચનો સર્વેક્ષણ રસપ્રદ છે. જબરદસ્ત આર્થિક મંદી છતાં ભાંગ્યું તોય ભરૂચની જેમ અમેરિકા હજુ પણ ટોચ પર છે. અમેરિકા ૩૧ લાખ કરોડપતિઓ અને એમની ૧૦,૭૦૦ બિલિયન ડોલરની મૂડી સાથે વિશ્વમાં પ્રથમ જ રહ્યું છે. અમેરિકા, જાપાન અને જર્મની વિશ્વના કુલ કરોડપતિઓના અધૉ કરોડપતિઓ ધરાવે છે, પણ હવે તો નાણાકીય તજ્જ્ઞો એશિયાઈ કરોડપતિઓ પર પણ ચાંપતી નજર રાખી રહ્યા છે. ચીન અત્યારે વિશ્વમાં ચાર લાખ સત્યોત્તેર હજાર કરોડપતિઓ સાથે ચોથા નંબરે પહોંચી ગયું છે, જે ચીનમાં ક્રાંતિ પછી માઓના જમાનામાં કરોડપતિ ભૂંડી ગાળ ગણાતી હતી.

ભારત વિશ્વના સમૃધ દેશોનો આ બાબતમાં બરાબર પીછો કરી રહ્યું છે. નોંધપાત્ર બિના તો એ છે કે વિશ્વના લગભગ બધા દેશો જ્યારે મોંઘવારી અને વધતા જતાં ફુગાવા અને દેવામાંથી ડૂબતા બચવા મથી રહ્યાં છે અને આમજનતા સાંજ પડે ઘર નિભાવવાના બે છેડા મેળવી શકતી નથી ત્યારે ભગવાનના ઘેરથી ઊજળું નસીબ લઈ જન્મેલા ભારતના કરોડપતિઓની સંખ્યામાં પચાસ ટકાનો વધારો થયો છે- સંખ્યા ૧,૨૬,૭૫૬ થઈ છે. આવું જ ગ્રેટબ્રિટનમાં બન્યું છે.


જે બ્રિટનમાં ત્યાંના નાણામંત્રીએ દેવું ઘટાડવા વેટમાં વધારો અને જનતાના કલ્યાણ માટેના ખર્ચમાં કાપ મૂકવો પડ્યો છે અને જે દેશનો વિકાસદર તિળયે બેસી ગયો છે ત્યાં પણ કરોડપતિઓની સંખ્યામાં ચોવીસ ટકાનો વધારો નોંધાયો છે અને સંખ્યા સાડા ચાર લાખને વટાવી ગઈ છે. પૂર્વ સામ્યવાદી રૂસમાં પણ કરોડપતિઓની સંખ્યા વધીને એક લાખ સત્તર હજાર સાતસોએ પહોંચી છે. કરોડપતિઓની સંખ્યામાં દુબઈની મિલકતની કટોકટીના કારણે માત્ર મધ્યપૂર્વમાં અવળી અસર થઈ છે. જેથી સંયુક્ત આરબ અમીરાતના દેશોમાં ૨૦૦૯માં ઓગણીસ ટકાનો ઘટાડો થવા પામ્યો છે.

ફિકસ્ડ આવકની વિવિધ મૂડી યોજનામાં શ્રીમંતોનું રોકાણ ઓગણત્રીસ ટકામાંથી વધીને એકત્રીસ ટકા થયું છે. એવી જ રીતે શેરમાં આ વર્ગોનું રોકાણ પચીસમાંથી વધીને ઓગણત્રીસ ટકા થયું છે.

શ્રીમંતાઈના આધુનિક શોખ કે હોબીમાં આજકાલ, સિક્કા, પુરાતન ચીજવસ્તુઓ કે કળા, કારીગરી કે ચિત્રકામ ગણાય છે. આની ખરીદી પણ ૨૦૦૯ના અંતભાગમાં વધી છે. ટૂંકમાં કરોડપતિઓની સંખ્યા, ફિકસ્ડ આવક આપે એવા બોન્ડ અને શેરનું રોકાણ વધ્યું છે અને અલભ્ય પેઇન્ટિંગની હરાજીમાં કરોડપતિની ખરીદી વધી છે. આ બધામાં પ્રશ્ન તો એ છે કે શું વૈશ્વિક મંદીની અસર વિશ્વના ગરીબોને જ થઈ?


શ્રીમંતો કે કરોડપતિઓની જમાતને આર્થિક મંદીની અસર થઈ જ નહીં. ઉદ્યોગગૃહો પછી લેહમેન હોય જનરલ મોટર્સ, બેન્કો પછી બેન્ક ઓફ ઇંગ્લેન્ડ કે અમેરિકાની ચાળીસ જેટલી બેન્કો-આ બધા ભાંગી પડ્યા તોય શ્રીમંતોના નાણાંને ઊંડી આંચ ન આવે? અને એમાં ઊલટો વધારો થાય? એવી આર્થિક વ્યવસ્થાને શું કહેવું? કે પછી મૂડીવાદ ગમે તેવાં કલેવર ધરે, ગમે તેવાં નવાં નવાં રૂપ ધારણ કરે- વિકાસની ટકાવારી કે લોકતંત્રના અધિકારોના ગમે તેવા કાનૂન ઘડે પણ આવી આર્થિક વ્યવસ્થામાં ગરીબોને તો વધુ ગરીબ થવાનું હોય છે!


પહેલા આર્થિક મંદીમાં સરકારોના નાણાં ડૂબતા, હવે શેરબજાર અને બેન્કોની કે વીમાકંપનીઓની નવી નવી યોજનાઓ આવ્યા પછી ૨૦૦૭ પછી જે મંદી આવી એમાં તો સામાન્ય માનવીની બચત, પેન્શન કે વીમાના પ્રીમિયમના નાણાં જ વધુ ડૂબ્યા. બરબાદી ગરીબોને નસીબે જ રહે અને કરોડપતિઓને વિશ્વભરમાં ઊની આંચ ન આવે એવી આર્થિક વ્યવસ્થા વર્ષોથી ટકી રહી છે. સામાજિક સલામતીનું કવચ ગરીબોને ન મળ્યું પણ ધનકુબેરોને તો કવચ મળ્યું છે.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...