[Gujarati Club] Re: Fw: પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ?

 

Nice find.

Thx.

..............

--- In gujaraticlub@yahoogroups.com, Mukesh Pandya <mkpandya2000@...> wrote:
>
>
>
> --- On Sun, 7/25/10, chirag Vyas <chivyas44@...> wrote:
>
> From: chirag Vyas <chivyas44@...>
> Subject: પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ?
> To: "Jitendra" <jitendra@...>, chirag@..., bhaveshd@..., alex@..., piyush@..., "chintan" <chaxul74@...>, "Chetan shah" <jilichetan@...>, chirayu@..., "MUKESH PANDYA" <mkpandya2000@...>, "jigish shah" <jigishmshah_1@...>, "DIP joshi" <dipjoshiconsult@...>, "ASHER APURVA" <apu@...>, "girish patel" <girish1763@...>
> Date: Sunday, July 25, 2010, 12:43 AM
>
>
>
>
>
> માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ
> અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ? પિતાનું મહત્વ
> હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવા માં આવતું.
>
>
>
> કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માàª" પણ માતાના
> મહત્વ વિશેજ વધારે કહે છે,દેવ-દેવીàª"એ પણ માતાના જ ગુણગાન ગયા છે.
> લેખકો-કવિàª" એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. સારી વસ્તુ ને માતાની જ ઉપમા
> આપવામાં આવે છે.
>
>
>
> પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની
> ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે. આવા પિતાàª"
> સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાàª" વિષે શું લખાયું છે ?
>
>
>
> માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે.માતા
> રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે. અને
> રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી
> વધારે ગરમ હોય છેને ! પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે.
>
>
>
> રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ?
>
>
>
> બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને
> ડુસકા ભરે છે તે પિતા હોય છે.માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી.
> પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણકે નાના ભાઈ
> બહેનો ને સાચવવાના હોયછે, પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી.
> કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે.પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે
> તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે.
>
>
>
> જીજાબાઇ એ શિવાજી ને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનત ને પણ ધ્યાનમાં લેવી જોઈએ.
>
>
>
> દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા
> ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ. રામ એ
> કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા
> દશરથ હતા.
>
>
>
> પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું
> ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે ” આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે
> ”. તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી નેનવા
> જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘોજ વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા
> પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ
> થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડી
> નેજ દાઢી કરી લેતાં હોય છે.
>
>
>
> પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો
> ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે.
> કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું
> કોઈપણ સાધન હોતું નથી.
>
>
>
> પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે.
> ખેંચ ભોગવીને પણ બાળક ને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક
> દીકરાàª" જે તારીખે પૈસા મળે તેજ તારીખે પરમીટરૂમ માં પાર્ટીàª" આપે છે અને જે
> પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે.
>
>
>
> પિતા ઘરનું અસ્તિત્વ હોય છે.જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી
> આંખ કરીને જોઈ શકતું નથી. કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે.જો તેàª" કંઈપણ
> કરતા ન હોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ
> જુવે છે, સંભાળે છે.
>
>
>
> માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે
> પિતા હોયતોજ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે
> ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે,વખાણ કરે છે,આશિષ
> આપે છે,પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા
> નથી.
>
>
>
> બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની
> લોબીમાં અસ્વસ્થ થઈને આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ
> નોંધ લેતું નથી.
>
>
>
> દાઝી ગયા, ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ “àª"ં માં” આ શબ્દો મોઢા માંથી
> બ્હાર પડેછે પણ રસ્તો àª"ળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો
> “બાપ રે” આજ શબ્દ બ્હાર પડે છે. નાના સંકટો માટે ચાલે પણ મોટી સમસ્યાàª" ના
> વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે.
>
>
>
> કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે.
>
>
>
> પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ
> ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના
> ચક્કર કાપશે.
>
>
>
> યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે.
>
>
>
> દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા,દીકરીને પરણાવવા માટે
> ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા,ઘરના લોકો માટે પોતાની વ્યથા અને
> જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને ?
>
>
>
> પિતાનું મહત્વ કોને સમજાય છે ?
>
>
>
> બાળપણમાંજ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીàª" ખુબ નાની ઉમરમાં સંભાળવી
> પડે છે. તેને એકએક વસ્તુ માટે તરસવું પડે છે. પિતાને ખરા અર્થમાં સમજી શકે
> તો તે છે ઘર ની દીકરી! સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી દીકરી પિતા સાથે
> ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં àª"ળખી જાય છે.
>
>
>
> કોઈપણ દીકરી પોતાની ઈચ્છા બાજુમાં મુકીને પિતાકહે તે જગ્યાએ લગ્નની વેદી
> ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજે પણ સમાજ માં નથી બનતા? દીકરી પિતાને
> àª"ળખે છે, સાચવે છે. બીજાàª" પણ પોતાને આ રીતે જાણે, àª"છામાં àª"છી એટલી તો
> અપેક્ષા બીજાàª" પાસે પિતા રાખે કે નહિ ?
>
>
>
> આપણી પાસેતો થોડા ઉત્સવો છે,જેને ઉજવતી વખતે માતા-પિતા ને યાદ કરી લઈએ.
> તેમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ
> મેળવીએ અને આપણાજ સંસ્કાર, ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને
> પણ આપીને યથાશક્તિ પિતૃ તર્પણ કરીએ.
>
> With sincere regards,
> Chirag Vyas
> +91 9904975258
> Manage your finance and manage money through MSN Money Special Drag n’ drop
>

__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...