[Gujarati Club] રૂપિયાનો નવો સિમ્બોલ આજે જ મફતમાં કી-બોર્ડ પર આવી શકે.

 


મેંગલોર, તા. ૧૮

રૂપિયાનો નવો સિમ્બોલ સરકારે મંજૂર કર્યો તે પછી તમામ ભારતીયોને આ સિમ્બોલ તેમના કોમ્પ્યુટર કી-બોર્ડ પર ઉતારવાની તાલાવેલી હતી. એ આતુરતાનો અંત લાવતાં મેંગલોરની એક સોફ્ટવેર કંપનીએ રૂપિયાના નવા સિમ્બોલ સાથેનું કી-બોર્ડ વિકસાવી લીધું છે અને તે મફતમાં વહેંચી રહી છે. તેની વેબસાઈટ પરથી એક પ્રોગ્રામ ડાઉનલોડ કરતાં જ કોઈ પણ વ્યક્તિના કોમ્પ્યુટરના કી-બોર્ડ પર રૂપિયાનો નવો સિમ્બોલ આવી જાય છે. 'રૂપી ફોરેડિયન' નામનો આ ફોન્ટ http://blog.foradian.com ઉપરથી મફતમાં ડાઉનલોડ કરી શકાય છે. મેંગલોરની ફોરેડિયન ટેકનોલોજિસ પ્રા. લિ. નામની કંપનીએ આ ફોન્ટ તૈયાર કરીને ઈન્ટરનેટ પર મૂકી દીધો છે.

  • હજારો કોમ્પ્યુટરો પર એ વપરાવા લાગ્યો છે

    કંપનીના સીઈઓએ આ અંગે જણાવ્યું હતું કે આજે આધુનિક ટેકનોલોજીના યુગમાં જ્યારે આવા કામ આંખના પલકારામાં થઈ જાય છે ત્યારે સરકારે રૂપિયાનો નવો સિમ્બોલ વપરાશમાં આવતાં અને કોમ્પ્યુટર કી-બોર્ડ પર મૂકતાં અને વ્યવસાયિક રીતે વપરાશમાં આવતાં એક વર્ષ લાગશે એવી જાહેરાત કરી તે જોઈને અમારો આત્મા કકળી ઊઠયો હતો. અમે તરત જ અમારા નિષ્ણાતોને કામે લગાડી દીધા. અખબારોમાં પ્રગટ થયેલી રૂપિયાની ડિઝાઈનને 'વેક્ટર' ફોરમેટમાં ઢાળી લીધી અને તેનુંં ફોન્ટ મેપિંગ કરી લીધું છે. આ પ્રતીક અમે કોમ્પ્યુટરમાં જ્યાં ટેબનું બટન હોય છે તેની ઉપર ગોઠવી દીધું છે. અમે આ કી એટલા માટે પસંદ કરી છે કે મોટા ભાગના પ્રોગ્રામરો અને ગ્રાહકો આ કીનો કોઈ ઉપયોગ કરતા નથી. ત્યાં જે ચિહ્નો મૂકાયા હતા તેનો ભાગ્યે જ કોઈ ઉપયોગ કરે છે.

    આ કંપનીએ ટ્રાયલ માટે રૂપિયાનું પ્રતીક ધરાવતો ફોન્ટ ઈન્ટરનેટ પર મૂકતાં એક કલાકમાં જ ૧,૧૦૦ ડાઉનલોડ થઈ ગયા હતા. જ્યારે ૫૦૦૦ લોકોએ ફોન્ટ ડાઉનલોડ કરી લીધો તો કંપનીએ આ ફોન્ટનું સંપૂર્ણ વર્ઝન ઈન્ટરનેટ પર મૂકી દીધું હતું. મોટા ભાગના સોશિયલ વેબસાઈટના ગ્રાહકોએ આ ફોન્ટ ઉતારીને રૂપિયાના પ્રતીકનો ઉપયોગ ચાલુ કરી દીધો છે. આ ફોન્ટનું ૨.૦ વર્ઝન પણ ઈન્ટરનેટ પર મૂકી દેવાયું છે. અમે નવું પ્રતીક જાહેર થયાના ૨૪ કલાકમાં જ આ પ્રતીક સાથેનો ફોન્ટ બનાવીને બજારમાં મૂકી બતાવ્યો છે. અને તે સફળતાથી વપરાઈ રહ્યો છે તેમ કંપનીના સીઈઓએ જણાવ્યું હતું.



--
"If we fight, we may not always win, but if we don't fight, we will surely lose."
ARVIND.
arvind.arvind1uk@gmail.com
My Blogs,
http://greatgujarat.blogspot.com/
http://dreamsatdawn.blogspot.com/

__._,_.___
Recent Activity:
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...