[F4AG] કૌભાંડિયાઓનાં સંતાનોને પણ પોલીસ સુરક્ષા મળે છે(ચીની કમ)

 

 

કૌભાંડિયાઓનાં સંતાનોને પણ પોલીસ સુરક્ષા મળે છે(ચીની કમ)

 

રાજકારણીઓને અપાતા પોલીસ રક્ષણની વાત ફરી કોઈવાર કરીશું, પરંતુ અહીં વાત એવા લોકોની છે જેઓ પ્રજાના પ્રતિનિધિ તરીકે વિધાનસભા કે લોકસભામાં નથી છતાં પ્રજાના ખર્ચે તેમને રક્ષણ અપાય છે.
 
બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે ફિલ્મ અભિનેતા શાહરૃખખાન, નિર્માતા નિર્દેશક કરણ જોહર, ફિરોજ નડિયાદવાલા, સંગીતકાર હિમેશ રેશમિયા, એકટર વિવેક ઓબેરોય અને પ્રીતિશ નાંદીને  ચોવીસે કલાક  પોલીસ રક્ષણ આપવામાં આવેલ છે.  માત્ર ફિલ્મી  હસ્તીઓને જ નહીં પરંતુ આઈપીએલમાં કરોડોનું કૌભાંડ કરનાર લલિત મોદીના પુત્ર રુચિર મોદી અને પુત્રી અલિયાના રક્ષણ માટે ચોવીસે કલાક પોલીસ તહેનાતમાં હતી. આ યાદી હજુ લાંબી  છે.
 
રાજકારણી નારાયણ રાણેને તો પોલીસ રક્ષણ અપાય તે સમજી શકાય તેમ છે પરંતુ તેમના પીએ રવિ કામઠ અને બાલ ઠાકરેના પીએ રવિન્દ્ર મહાત્રેને પણ પોલીસ રક્ષણ હેઠળ મુકવામાં આવેલા છે. સ્વ. પ્રમોદ મહાજનનો બગડેલો પુત્ર રાહુલ મહાજન પણ પોલીસ રક્ષણનું સ્ટેટસ માણે છે. આ ઉપરાંત લલિત મોદી અને તેમનાં પત્ની મૃણાલની સુરક્ષા માટે પણ પોલીસ પહેરો ભરે છે. મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી જ્યંત પાટીલના પરિવારને, ધારાશાસ્ત્રી નવાબ મલિક અને સુરેશ પ્રભુ પણ પોલીસની સુરક્ષા હેઠળ છે.
 
હવે ઘણા લાંબા સમય બાદ ૭૮ જેટલા વીવીઆઈપીઓનું પોલીસ રક્ષણ ઘટાડવા વિચારવામાં આવ્યું છે. 'ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ના 'મુંબઈ મિરર' અખબારે માહિતીના અધિકાર હેઠળ આ અરજી કરી ત્યારે જ આ વાત બહાર આવી કે આવા કરોડપતિ પ્રાઈવેટ પરસન્સને પણ પ્રજાના ખર્ચે પોલીસની સુરક્ષા બક્ષવામાં આવી હતી. કોઈ પણ સેલિબ્રિટીને એક પોલીસ આપવામાં આવે તો દર  મહિને પોલીસ દીઠ રૃ.૧૭ હજારનું ખર્ચ રાજ્યની તિજોરીને આવે છે. ઉપરોક્ત યાદીમાં બાવન એવી વ્યક્તિઓ છે કે જેમને પોલીસ સુરક્ષા આપવા પાછળ મહારાષ્ટ્ર સરકાર દર મહિને રૃ. ૨૫ લાખ તો ખર્ચ કરતી હતી. હવે કેટલાક લોકોની સુરક્ષા ઘટાડવાનો નિર્ણય થતાં દર મહિને રૃ. ૧૦ લાખનું ખર્ચ ઘટશે.  આમ છતાં દેશના હિત માટે કોઈ જ ઉપયોગી નથી એવી આ વ્યક્તિઓ પાછળ દર મહિને રૃ.૧૫ લાખનો ખર્ચાવાના જ છે. ખર્ચ ઘટાડવાનો આ નિર્ણય પણ માહિતીના અધિકારની અરજી પછી જ લેવામાં આવ્યો હતો. આવી અરજી થઈ ના હોત તો હજુ બીજા અનેક વર્ષો સુધી ફિલ્મ કલાકારો, લલિત મોદીઓ અને રાહુલ મહાજનો પોલીસ સુરક્ષાના સ્ટેટસ હેઠળ વટ મારતા રહેત.
 
 શાહરુખ ખાનની સુરક્ષા માટે ચાર પોલીસ કોન્સ્ટેબલો ચોવીસ કલાક તેમનો પહેરો ભરતા હતા. શાહરૃખ ખાન પોતે એક ફિલ્મમાં  કામ કરવાના રૃ. ૮ કરોડ જેટલી માતબર  રકમ લે છે. તે પોતાના ખર્ચે પોતાની સિક્યોરિટી રાખી શકે તેમ છે. રાખે પણ છે. તો પછી રાજ્ય સરકારની તિજોરીને તે શા માટે નુકસાન કરાવે છે ? અને તેની આસપાસ  પોલીસ જોઈતી જ હોય તો સરકારે પોલીસ સુરક્ષાના ખર્ચનું બિલ આવા એકટર્સને મોકલી આપવું જોઈએ. દેખાવમાં ભંગાર લાગતો બેકાન પકડી સલમાન ખાનની માફી માંગતો વિવેક ઓબેરોય પણ પોલીસ રક્ષણ એન્જોય કરે છે તે તો ખુદ સરકાર માટે હાંસીને પાત્ર છે. કરણ જોહર એક સેલિબ્રીટી છે પણ તેના અને શાહરૃખ ખાનની મિત્રતા જોતાં કરણ જોહરને સુરક્ષા આપવાની શાહરૃખ ખાનની ભલામણ છે. મહારાષ્ટ્રમાં કોમ-કોમ વચ્ચે  વેર-ઝેર ઊભાં કરાવનાર બાલ ઠાકરે  ખુદ સુરક્ષાને લાયક નથી. અને તેમના પીએને કોઈ મારી ના નાખે તે માટે તેમના ઘેર અને ઓફિસે પોલીસ પહેરો ભરે એ તો સહુથી વિચિત્ર વાત છે. બાલ ઠાકરે આ દેશ માટે એસેટ નહીં પણ લાયાબિલીટી છે. ફિલ્મ અને ટીવીની અભિનેત્રીઓ સાથે રંગરેલીયા મનાવતો પાર્ટી બોય રાહુલ મહાજન પણ આ દેશ માટે કોઈ ઉપયોગી વ્યક્તિ ના હોવા છતાં તેને શા માટે પોલીસ રક્ષણ અપાયું છે તે સમજાતું નથી.
 
એવું જ લલિત મોદીનું છે. લલિત મોદી, તેમના પુત્ર રુચિર મોદી અને પુત્રી અલિયા લંડન જવું હોય કે દુબઈ, તેઓ પ્રાઈવેટ જેટ વિના ક્યાંય જતાં જ નથી. તેમની આસપાસ પણ પોલીસ પહેરો ભરે તેથી વધુ બેવકુફી  સરકારની બીજી કઈ હોઈ શકે ?
 
આવી બધી સેલિબ્રિટીઓના રક્ષણ માટે દર આઠ કલાકે ચાર પોલીસમેનોએ હાજર રહેવું પડે છે. એટલે કે લલિત મોદીને ચાર પોલીસ કોન્સ્ટેબલનું રક્ષણ અપાયું હોય તો ૨૪ કલાક દરમિયાન ૧૨ પોલીસ રોટેશન પ્રમાણે બદલાયા કરે છે.
 
આ તો સેલિબ્રીટસની વાત થઈ. મહારાષ્ટ્ર સરકારે જેમને પોલીસ રક્ષણ આપ્યું છે તેમાં ૧૩ બિલ્ડરો અને ગેંગસ્ટર રવી પૂજારીનો પણ સમાવેશ થાય છે. આરટીઆઈ  હેઠળ થયેલી અરજી બાદ અચાનક જ સરકાર જાગી છે અને આ બધા પૈકી  કેટલાકની સિક્યોરિટી હટાવવામાં આવી છે તો કેટલાકની ઘટાડવામાં આવી છે.
 
વધુ આશ્ચર્યની વાત તો એ છે કે સસ્પેન્ડ થયેલા પોલીસ ઈન્સ્પેકટર પ્રફૂલ્લ ભોંસલેની સલામતી માટે પણ પોલીસ આપવામાં આવી હતી. શાયદ આખા વિશ્વમાં ભારત જ એવો દેશ છે કે સામાન્ય પ્રજાને ચોર-લૂંટારુઓ, ઘરફોડિયા, ચેઈન સ્નેચર્સ ત્રાસવાદીઓના ભરોસે છોડી દેવાયા છે. અને કૌભાંડિયાઓ અને નાચવા-ગાવાવાળાઓને પ્રજાના ખર્ચે સુરક્ષા મળી રહી છે.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...