સોગિયાલાલનો ઈન્ટરવ્યુ
॥ આજના ધ્યાનાકર્ષક સમાચાર॥
માનનીત કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીચિદંબરમજી,( દેશભરનાં પોલીસદળોની કૉન્ફરન્સના ઉદઘાટનમાં.)
* પુણેમાં જર્મન બેસ્ટ બેકરી પરનો હુમલો ચોક્કસ એક કલંક છે.
* નક્સલોને હિંસાનો માર્ગ છોડીને, મંત્રણા માટે આગળ આવવા, સરકાર સતત કહી રહી છે, પરંતુ તેમના તરફથી, પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈજ પ્રત્યાઘાત મળ્યો નથી.
* ૨૦૦૯થી દેશની અંદર-બહાર, સુરક્ષાની સ્થિતિ પડકારજનક હતી.મીડિયાના કેટલાક વિચારો અને તેને પગલે લોકોના ઘડાઈ ગયેલા કેટલાક વિચારોથી વિપરિત, દેશ આ પડકારો ઝીલવામાં સફળ રહ્યો છે.
* મને ડર છેકે, જમ્મુ કાશ્મીર, પથ્થરમારો, લાઠીચાર્જ, ટીયરગેસ, અને ગોળીબારના વિષચક્રમાં ફસાઈ ગયું છે. જેને કારણે જાનહાની થઈ રહી છે અને તેને કારણે વધુ પથ્થરમારો થઈ રહ્યો છે. આ વિષચક્રને અટકાવી શકાયું નથી. તેની ચિંતા છે.
* ઘણાં બોમ્બ બ્લાસ્ટમાં` ભગવા ત્રાસવાદ`ની નવી ઘટના બહાર આવી છે, જે ચિંતાજનક છે. એક પ્રકારે `ભગવા ત્રાસવાદ`નો ઉદય થઈ રહ્યો છે. યુવાનોને કટ્ટરવાદ તરફ ધકેલવાના પ્રયાસને સાંખી નહીં લેવાય.
* દેશમાં છેલ્લા ૨૧ મહિના, ત્રાસવાદથી મૂક્ત રહ્યા છે.
============
નોંધઃ- આજના આ લેખને ઉપર દર્શાવેલા, `આજના ધ્યાનાકર્ષક સમાચારો`, સાથે સ્નાનસૂતકનો પણ સબંધ નથી. કોઈએ પણ બંધબેસતી પાઘડી પહેરીને, આ લેખકની લાગણી દુભવવી નહીં.
============
( સ્થળ ; એક ન્યૂઝ ચેનલનો વૈભવી ન્યૂઝ રૂમ)
પાછળ સ્ક્રિન પર, ગોળ- ગોળ ફરતાં રંગબેરંગી ચરડા-ભમરડા વચ્ચે, `ઢેં..ટેં...ટેં..ણ..!!` જેવા સંગીતનો, કાન ફાડી નાંખે તેવો અવાજ.
`લાઈટ્સ - સાઉન્ડ -રૉલિંગ કેમેરા` ના નિર્દેશાત્મક અવાજ, સાથેજ અત્યંત ટૂંકા વસ્ત્રમાં, કાર્યક્રમના હોસ્ટ, કુમારી કાલિકા` કેમેરા સામે પ્રગટ થાય છે.
" હાય..હેલૉ..!! એન્ડ વેલકમ ટુ અવર દુ...ભા..ષિ..યા.,ન્યૂઝ ચેનલ. આઈ એમ, મિસ કાલિકા. આજે આપણા લોકપ્રિય કાર્યક્રમ- `લાલીભૂપીવાનાજા`માં, આપણા સ્પેશિયલ ગેસ્ટ છે, મિ..સ્ટ..ર..સોગિયા..લા...લ..!! પ્લીઝ.., હેન્ડ્સ ટુ ગેધર ફોર મિસ્ટર સોગિયાલા...લ...!!"
( એક પણ ડાઘ કે સળ વગરના,સફેદ આર કરેલાં કડક, વસ્ત્રોમાં, મિસ્ટર સોગિયાલાલ, ઑડિયન્સ સામે હાથ ઉંચો કરી, હાથ હલાવતા-હલાવતા પ્રવેશે છે. તેમની સાથે, તેમની બેગ પકડીને, અન્ય એક વ્યક્તિ પણ પ્રવેશે છે. )
કાલિકા-" વેલકમ સર, હાવ આર યુ?"
સોગિયાલાલ, " આય`મ ફાઈન, થેંક્સ, કાલિકા."
કાલિકા-" સર, આપની સાથે આ મહાનુભવ કોણ છે?"
સોગિયાલાલ," ઓહ સોરી, હી ઈઝ માય ઈન્ટરપ્રિટર મિસ્ટર કાલાધોલા..!!"
કાલિકા," યુ આર અલ્સો વેલકમ, દુભાષિયા મિસ્ટર, કાલાધોલા."
સોગિયાલાલ, " વ્હોટ ડીડ યુ સે? ડુભાશીયા?"
કાલિકા," નો સર, નોટ ડુભાશીયા, ઈટ ઈઝ, દુભાષિયા, દુ...દુ...દુ..ભા..ષિ...યા..આ..!!"
સોગિયાલાલ, (કંટાળીને) " ઑકે, લેટ, અસ સ્ટાર્ટ ઈંન્ટરવ્યુ?"
કાલિકા, " એઝ યુ વીશ સર, મારો પહેલો પ્રશ્ન છે, આપ કાયમ અંગ્રેજીમાં કેમ બોલો છો?"
( દુભાષિયાની મદદ લેતા હોવાથી, હવે તમામ સવાલ-જવાબ ગુજરાતીમાં )
સોગિયાલાલ," જુઓ,કાલિકા, હું અંગ્રેજી માધ્યમમાં ભણ્યો છું એટલે..!!"
કાલિકા," પણ આપણી માતૃભાષા હીન્દી છે, તે પણ આવડવી જોઈએને?"
સોગિયાલાલ," હઁ, થોરી થોરી, આતી હૈ."
કાલિકા," સર, સહુ કોઈ જાણે છેકે, આપ અત્યંત મહત્ત્વાકાંક્ષી છો.આપને આપના અત્યારના હોદ્દાથી સંતોષ છે?"
સો.લાલ," હા, તમે એમ માની શકો છો. જોકે, હું સહુનો અદનો સેવક છું, હું તો, શ્રીરવિશંકરજીની માફક સિતાર વગાડવાનું જાણું છું, પણ મને શ્રીઉદયશંકરજીની માફક નૃત્ય કરવાનું સોપ્યું છે, તે પણ હું નિષ્ઠાથી કરીશ." ( સ્વગત-`જેવું આવડશે તેવું..!!)
કા." આપને અત્યારે કેવું ફીલ થાય છે? ખણ..ણ..ણ.ખણ, ના પવિત્ર મંત્રોચ્ચારને બદલે, ધણ..ણ..ણ,ધણ, ગોળીબાર ના યંત્રોચ્ચાર, નાદ વચ્ચે જીવવાનું?"
સો.લાલ," વૅલ, ફરક તો પડે? પણ, હું કશું બોલીશ તો, બધા કહેશે, રોજ આડાઅવળા લવારા કરીને, આ પાછો, ખણ..ણ..ણ.,ખણ,મંત્રોચ્ચાર કરવાની ઈચ્છા રાખતો લાગે છે?"
કા. " સર, ક્યારેક આ, ધણ..ણ..ણ,ધણ,ના અવાજથી બીક લાગે ખરી?"
સો.લાલ," નહીં નહીં,નેવર..!! સેંકડો, પ્રેસ કૉન્ફરન્સ કે ઉદઘાટનમાં, આજસુધી આવો અવાજ, મેં હજુ સાંભળ્યો નથી. બહાર સામાન્ય પ્રજા અને કેટલાક મીડિયાવાળા, મીલીભગત કરીને, આવી અફવાઓ ફેલાવ્યા કરે છે ખરા..!!"
કા." પણ સર, આપણે ત્યાં ડીસ્ટર્બન્સ હોવાના, આવા માઠા સમાચાર તો, અમેરિકા, ઈંગ્લેન્ડ સહિત આખા વિશ્વના, મીડિયામાં આવે છે..!!"
સો.લાલ," તો,તો સાચા હશે? ઠીક છે, ડોન્ટ વરી, આઈ વીલ લુક આફ્ટર ઈટ..!! યુ...સી.., અંગ્રેજી બોલનાર, આ બધી મહાસત્તાઓને, આખા વિશ્વમાં, મારી જેમ ઘણા બધા, પરમપૂજ્ય પિતાશ્રી સમાન માને છે, તેથી તે ખોટા નહીંજ હોય..!!"
કા. " સર, આપે માથે, આ પાટો કેમ બાંધ્યો છે? કોઈએ પથ્થર માર્યો છે?"
સો.લાલ- " નો..નો..!! આ તો મને, માથાના, ઉપરના, તાળવાના ભાગમાં, થોડા મહિનાથી, ભારે સરદર્દ રહે છેને? તેથી પાટો બાંધ્યો છે..!! હા, ત્યાં કોઈ સતત પથ્થર મારતું હોય તેમ સણકા જરૂર વાગે છે..!!"
કા." હું સમજું છું સર, આ એકલા આપનું સરદર્દ નથી આખા દેશનું સરદર્દ છે?"
કા." સર, અમારા કાર્યક્રમનું નામ,` લાલીભૂપીવાનાજા` છે, એટલે શું આપને ખબર છે?"
સો.લાલ," નો, સોરી, તેનો શું અર્થ થાય?"
કા." સર, લા=લાલ, લી=લીલો, ભૂ=ભૂરો,પી=પીળો, વા=વાદળી,ના=નારંગી,જા=જાંબલી. આપણો દેશ, પચરંગી સંસ્કૃતિથી પ્રચૂર હોવાથી, આ નામ રાખ્યું છે."
સો.લાલ," વેરી ગુડ નેમ, એટલું, સારું છેકે, આમાં `ભ = ભગવો` રંગ નથી..!!"
કા." કેમ,સર. આપને ભગવો રંગ નથી ગમતો?"
સો.લાલ," યસ, મને આ ભગવા રંગની એલર્જી છે..!! હું તે રંગ જોઈને ભડકી જાઉં છું..!!"
કા. " સર, ભગવો રંગ, આ દેશની બહુમતી ( યસ,બહુમતી..!!) પ્રજા માટે સંયમ, તપ, વિરક્તભાવ અને યતિત્વભાવની નિશાની છે. તે આપ જાણો છો?"
સો.લાલ. " સૉ વ્હોટ? બસ, મને નથી ગમતો..!!"
કા. " પણ સર, આપ ધ્વજવંદન કરતી વખતે શું કરો છો? આપણા રાષ્ટ્રધ્વજમાં તો સહુથી ઉપર જ ભગવો રંગ છે..!!"
સો.લાલ," હું રાષ્ટ્રધ્વજને, ઝૂકીને સલામ કરું છું, તેથી ભડકી ઉઠાતું નથી."
કા." તો પછી, આપણા રાષ્ટ્રધ્વજમાંના, અન્ય કલર, આપને ગમે છે, તેમ કહી શકાય?"
સો.લાલ," વૅલ, યસ, યુ કેન સે ધેટ..!! જુઓને, તેમાંના એક રંગ `સફેદ` ને તો મેં, મારા વસ્ત્રમાં ધારણ કર્યો જ છેને?"
કા. " સર, આપે વિજ્ઞાનમાં આવતા, `રંગચક્ર -કલર સર્કલ` ને, ક્યારેય જોયું છે?"
સો.લાલ," મૅ..બી..!! અત્યારે યાદ નથી. અન્ય કામ ઘણાં હોય છે ને, એટલે?"
કા." સર, હું આપને કાંઈ. બતાવવા માગું છું, આપણી પાછળ, સ્ક્રિન પર, અમારા આ કાર્યક્રમ, `લાલીભૂપીવાનાજા`, નો, અલગ-અલગ, તમામ રંગ દર્શાવતો લૉગો દેખાય છે, તેને આપણા ટેકનીશ્યન મિત્ર, જોરથી, અત્યંત ઝડપથી ગોળ-ગોળ ફેરવશે. આપે માત્રે, એટલું જણાવવાનું છેકે, આ કલરસર્કલ ઝડપથી ફરવાથી કયો નવો રંગ દેખાય છે? ઑ..કે..!! પ્લીઝ, સ્ટાર્ટ ધ કલર સર્કલ..!!"
સો.લાલ, " ઑહ..ધીસ..ઈઝ..ઍબ્સ્યુલેટલી વ્હાઈટ કલર, આ તો, બધા રંગ ભેગા મળીને, સફેદ રંગ થઈ ગયો? વન્ડરફૂલ..!! વ્હોટ અ વિજ્ઞાન?"
કા. " સર, આપણા દેશની અલગ-અલગ રંગની સંસ્કૃતિના પ્રજાજનો, એકસંપ થઈ, શાંતિના પ્રતિક સમા, સફેદ રંગે રંગાઈ, જીવવા માંગતા હોય તો તે, આપને ગમશે?"
સો.લાલ, " આઈ વીલ આન્સર ધીસ ક્વૅશ્ચ્યન નેક્સ્ટ ટાઈમ, પ્લીઝ , આ હૅવ ટુ આસ્ક માય હાયકમાન્ડ. આઈ થીંક યુ બેટર અન્ડરસ્ટેન્ડ?"
કાલિકા," સર, એક છેલ્લો સવાલ? આપને યાદ છે? આપ છેલ્લે ક્યારે, ખડખડાટ હસ્યા હતા?"
સો.લાલ, " પ્લીઝ , આ હૅવ ટુ રીમેમ્બર ઈટ..!! આઈ થીંક યુ બેટર અન્ડરસ્ટેન્ડ?"
કાલિકા, " ઑ..કે, સર, થેંક્સ ફોર કમિંગ હીઅર..!! હેવ અ ગુડ..ગુડ ડે..!!"
સોગિયાલાલ, " ચલો, મિસ્ટર કાલાધોલા, DU..BHA..SHI..YA..,ડુ..ભા.શીયા."
કાલિકા,"નો સર, નોટ ડુભાશીયા, ઈટ ઈઝ, દુભાષિયા, દુ...દુ...દુ..ભા..ષિ...યા..આ..!!"
( ક..ટ..!! ક..ટ..!! અવાજ સાથે ઈન્ટરવ્યુ પૂર્ણ થાય છે.)
=========
તા.ક. `NO COMMENTS`
========
માર્કંડ દવે.તાઃ ૨૬ ઑગસ્ટ ૨૦૧૦.
॥ આજના ધ્યાનાકર્ષક સમાચાર॥
માનનીત કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીચિદંબરમજી,( દેશભરનાં પોલીસદળોની કૉન્ફરન્સના ઉદઘાટનમાં.)
* પુણેમાં જર્મન બેસ્ટ બેકરી પરનો હુમલો ચોક્કસ એક કલંક છે.
* નક્સલોને હિંસાનો માર્ગ છોડીને, મંત્રણા માટે આગળ આવવા, સરકાર સતત કહી રહી છે, પરંતુ તેમના તરફથી, પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈજ પ્રત્યાઘાત મળ્યો નથી.
* ૨૦૦૯થી દેશની અંદર-બહાર, સુરક્ષાની સ્થિતિ પડકારજનક હતી.મીડિયાના કેટલાક વિચારો અને તેને પગલે લોકોના ઘડાઈ ગયેલા કેટલાક વિચારોથી વિપરિત, દેશ આ પડકારો ઝીલવામાં સફળ રહ્યો છે.
* મને ડર છેકે, જમ્મુ કાશ્મીર, પથ્થરમારો, લાઠીચાર્જ, ટીયરગેસ, અને ગોળીબારના વિષચક્રમાં ફસાઈ ગયું છે. જેને કારણે જાનહાની થઈ રહી છે અને તેને કારણે વધુ પથ્થરમારો થઈ રહ્યો છે. આ વિષચક્રને અટકાવી શકાયું નથી. તેની ચિંતા છે.
* ઘણાં બોમ્બ બ્લાસ્ટમાં` ભગવા ત્રાસવાદ`ની નવી ઘટના બહાર આવી છે, જે ચિંતાજનક છે. એક પ્રકારે `ભગવા ત્રાસવાદ`નો ઉદય થઈ રહ્યો છે. યુવાનોને કટ્ટરવાદ તરફ ધકેલવાના પ્રયાસને સાંખી નહીં લેવાય.
* દેશમાં છેલ્લા ૨૧ મહિના, ત્રાસવાદથી મૂક્ત રહ્યા છે.
============
નોંધઃ- આજના આ લેખને ઉપર દર્શાવેલા, `આજના ધ્યાનાકર્ષક સમાચારો`, સાથે સ્નાનસૂતકનો પણ સબંધ નથી. કોઈએ પણ બંધબેસતી પાઘડી પહેરીને, આ લેખકની લાગણી દુભવવી નહીં.
============
( સ્થળ ; એક ન્યૂઝ ચેનલનો વૈભવી ન્યૂઝ રૂમ)
પાછળ સ્ક્રિન પર, ગોળ- ગોળ ફરતાં રંગબેરંગી ચરડા-ભમરડા વચ્ચે, `ઢેં..ટેં...ટેં..ણ..!!` જેવા સંગીતનો, કાન ફાડી નાંખે તેવો અવાજ.
`લાઈટ્સ - સાઉન્ડ -રૉલિંગ કેમેરા` ના નિર્દેશાત્મક અવાજ, સાથેજ અત્યંત ટૂંકા વસ્ત્રમાં, કાર્યક્રમના હોસ્ટ, કુમારી કાલિકા` કેમેરા સામે પ્રગટ થાય છે.
" હાય..હેલૉ..!! એન્ડ વેલકમ ટુ અવર દુ...ભા..ષિ..યા.,ન્યૂઝ ચેનલ. આઈ એમ, મિસ કાલિકા. આજે આપણા લોકપ્રિય કાર્યક્રમ- `લાલીભૂપીવાનાજા`માં, આપણા સ્પેશિયલ ગેસ્ટ છે, મિ..સ્ટ..ર..સોગિયા..લા...લ..!! પ્લીઝ.., હેન્ડ્સ ટુ ગેધર ફોર મિસ્ટર સોગિયાલા...લ...!!"
( એક પણ ડાઘ કે સળ વગરના,સફેદ આર કરેલાં કડક, વસ્ત્રોમાં, મિસ્ટર સોગિયાલાલ, ઑડિયન્સ સામે હાથ ઉંચો કરી, હાથ હલાવતા-હલાવતા પ્રવેશે છે. તેમની સાથે, તેમની બેગ પકડીને, અન્ય એક વ્યક્તિ પણ પ્રવેશે છે. )
કાલિકા-" વેલકમ સર, હાવ આર યુ?"
સોગિયાલાલ, " આય`મ ફાઈન, થેંક્સ, કાલિકા."
કાલિકા-" સર, આપની સાથે આ મહાનુભવ કોણ છે?"
સોગિયાલાલ," ઓહ સોરી, હી ઈઝ માય ઈન્ટરપ્રિટર મિસ્ટર કાલાધોલા..!!"
કાલિકા," યુ આર અલ્સો વેલકમ, દુભાષિયા મિસ્ટર, કાલાધોલા."
સોગિયાલાલ, " વ્હોટ ડીડ યુ સે? ડુભાશીયા?"
કાલિકા," નો સર, નોટ ડુભાશીયા, ઈટ ઈઝ, દુભાષિયા, દુ...દુ...દુ..ભા..ષિ...યા..આ..
સોગિયાલાલ, (કંટાળીને) " ઑકે, લેટ, અસ સ્ટાર્ટ ઈંન્ટરવ્યુ?"
કાલિકા, " એઝ યુ વીશ સર, મારો પહેલો પ્રશ્ન છે, આપ કાયમ અંગ્રેજીમાં કેમ બોલો છો?"
( દુભાષિયાની મદદ લેતા હોવાથી, હવે તમામ સવાલ-જવાબ ગુજરાતીમાં )
સોગિયાલાલ," જુઓ,કાલિકા, હું અંગ્રેજી માધ્યમમાં ભણ્યો છું એટલે..!!"
કાલિકા," પણ આપણી માતૃભાષા હીન્દી છે, તે પણ આવડવી જોઈએને?"
સોગિયાલાલ," હઁ, થોરી થોરી, આતી હૈ."
કાલિકા," સર, સહુ કોઈ જાણે છેકે, આપ અત્યંત મહત્ત્વાકાંક્ષી છો.આપને આપના અત્યારના હોદ્દાથી સંતોષ છે?"
સો.લાલ," હા, તમે એમ માની શકો છો. જોકે, હું સહુનો અદનો સેવક છું, હું તો, શ્રીરવિશંકરજીની માફક સિતાર વગાડવાનું જાણું છું, પણ મને શ્રીઉદયશંકરજીની માફક નૃત્ય કરવાનું સોપ્યું છે, તે પણ હું નિષ્ઠાથી કરીશ." ( સ્વગત-`જેવું આવડશે તેવું..!!)
કા." આપને અત્યારે કેવું ફીલ થાય છે? ખણ..ણ..ણ.ખણ, ના પવિત્ર મંત્રોચ્ચારને બદલે, ધણ..ણ..ણ,ધણ, ગોળીબાર ના યંત્રોચ્ચાર, નાદ વચ્ચે જીવવાનું?"
સો.લાલ," વૅલ, ફરક તો પડે? પણ, હું કશું બોલીશ તો, બધા કહેશે, રોજ આડાઅવળા લવારા કરીને, આ પાછો, ખણ..ણ..ણ.,ખણ,મંત્રોચ્ચાર કરવાની ઈચ્છા રાખતો લાગે છે?"
કા. " સર, ક્યારેક આ, ધણ..ણ..ણ,ધણ,ના અવાજથી બીક લાગે ખરી?"
સો.લાલ," નહીં નહીં,નેવર..!! સેંકડો, પ્રેસ કૉન્ફરન્સ કે ઉદઘાટનમાં, આજસુધી આવો અવાજ, મેં હજુ સાંભળ્યો નથી. બહાર સામાન્ય પ્રજા અને કેટલાક મીડિયાવાળા, મીલીભગત કરીને, આવી અફવાઓ ફેલાવ્યા કરે છે ખરા..!!"
કા." પણ સર, આપણે ત્યાં ડીસ્ટર્બન્સ હોવાના, આવા માઠા સમાચાર તો, અમેરિકા, ઈંગ્લેન્ડ સહિત આખા વિશ્વના, મીડિયામાં આવે છે..!!"
સો.લાલ," તો,તો સાચા હશે? ઠીક છે, ડોન્ટ વરી, આઈ વીલ લુક આફ્ટર ઈટ..!! યુ...સી.., અંગ્રેજી બોલનાર, આ બધી મહાસત્તાઓને, આખા વિશ્વમાં, મારી જેમ ઘણા બધા, પરમપૂજ્ય પિતાશ્રી સમાન માને છે, તેથી તે ખોટા નહીંજ હોય..!!"
કા. " સર, આપે માથે, આ પાટો કેમ બાંધ્યો છે? કોઈએ પથ્થર માર્યો છે?"
સો.લાલ- " નો..નો..!! આ તો મને, માથાના, ઉપરના, તાળવાના ભાગમાં, થોડા મહિનાથી, ભારે સરદર્દ રહે છેને? તેથી પાટો બાંધ્યો છે..!! હા, ત્યાં કોઈ સતત પથ્થર મારતું હોય તેમ સણકા જરૂર વાગે છે..!!"
કા." હું સમજું છું સર, આ એકલા આપનું સરદર્દ નથી આખા દેશનું સરદર્દ છે?"
કા." સર, અમારા કાર્યક્રમનું નામ,` લાલીભૂપીવાનાજા` છે, એટલે શું આપને ખબર છે?"
સો.લાલ," નો, સોરી, તેનો શું અર્થ થાય?"
કા." સર, લા=લાલ, લી=લીલો, ભૂ=ભૂરો,પી=પીળો, વા=વાદળી,ના=નારંગી,જા=જાંબલી. આપણો દેશ, પચરંગી સંસ્કૃતિથી પ્રચૂર હોવાથી, આ નામ રાખ્યું છે."
સો.લાલ," વેરી ગુડ નેમ, એટલું, સારું છેકે, આમાં `ભ = ભગવો` રંગ નથી..!!"
કા." કેમ,સર. આપને ભગવો રંગ નથી ગમતો?"
સો.લાલ," યસ, મને આ ભગવા રંગની એલર્જી છે..!! હું તે રંગ જોઈને ભડકી જાઉં છું..!!"
કા. " સર, ભગવો રંગ, આ દેશની બહુમતી ( યસ,બહુમતી..!!) પ્રજા માટે સંયમ, તપ, વિરક્તભાવ અને યતિત્વભાવની નિશાની છે. તે આપ જાણો છો?"
સો.લાલ. " સૉ વ્હોટ? બસ, મને નથી ગમતો..!!"
કા. " પણ સર, આપ ધ્વજવંદન કરતી વખતે શું કરો છો? આપણા રાષ્ટ્રધ્વજમાં તો સહુથી ઉપર જ ભગવો રંગ છે..!!"
સો.લાલ," હું રાષ્ટ્રધ્વજને, ઝૂકીને સલામ કરું છું, તેથી ભડકી ઉઠાતું નથી."
કા." તો પછી, આપણા રાષ્ટ્રધ્વજમાંના, અન્ય કલર, આપને ગમે છે, તેમ કહી શકાય?"
સો.લાલ," વૅલ, યસ, યુ કેન સે ધેટ..!! જુઓને, તેમાંના એક રંગ `સફેદ` ને તો મેં, મારા વસ્ત્રમાં ધારણ કર્યો જ છેને?"
કા. " સર, આપે વિજ્ઞાનમાં આવતા, `રંગચક્ર -કલર સર્કલ` ને, ક્યારેય જોયું છે?"
સો.લાલ," મૅ..બી..!! અત્યારે યાદ નથી. અન્ય કામ ઘણાં હોય છે ને, એટલે?"
કા." સર, હું આપને કાંઈ. બતાવવા માગું છું, આપણી પાછળ, સ્ક્રિન પર, અમારા આ કાર્યક્રમ, `લાલીભૂપીવાનાજા`, નો, અલગ-અલગ, તમામ રંગ દર્શાવતો લૉગો દેખાય છે, તેને આપણા ટેકનીશ્યન મિત્ર, જોરથી, અત્યંત ઝડપથી ગોળ-ગોળ ફેરવશે. આપે માત્રે, એટલું જણાવવાનું છેકે, આ કલરસર્કલ ઝડપથી ફરવાથી કયો નવો રંગ દેખાય છે? ઑ..કે..!! પ્લીઝ, સ્ટાર્ટ ધ કલર સર્કલ..!!"
સો.લાલ, " ઑહ..ધીસ..ઈઝ..ઍબ્સ્યુલેટલી વ્હાઈટ કલર, આ તો, બધા રંગ ભેગા મળીને, સફેદ રંગ થઈ ગયો? વન્ડરફૂલ..!! વ્હોટ અ વિજ્ઞાન?"
કા. " સર, આપણા દેશની અલગ-અલગ રંગની સંસ્કૃતિના પ્રજાજનો, એકસંપ થઈ, શાંતિના પ્રતિક સમા, સફેદ રંગે રંગાઈ, જીવવા માંગતા હોય તો તે, આપને ગમશે?"
સો.લાલ, " આઈ વીલ આન્સર ધીસ ક્વૅશ્ચ્યન નેક્સ્ટ ટાઈમ, પ્લીઝ , આ હૅવ ટુ આસ્ક માય હાયકમાન્ડ. આઈ થીંક યુ બેટર અન્ડરસ્ટેન્ડ?"
કાલિકા," સર, એક છેલ્લો સવાલ? આપને યાદ છે? આપ છેલ્લે ક્યારે, ખડખડાટ હસ્યા હતા?"
સો.લાલ, " પ્લીઝ , આ હૅવ ટુ રીમેમ્બર ઈટ..!! આઈ થીંક યુ બેટર અન્ડરસ્ટેન્ડ?"
કાલિકા, " ઑ..કે, સર, થેંક્સ ફોર કમિંગ હીઅર..!! હેવ અ ગુડ..ગુડ ડે..!!"
સોગિયાલાલ, " ચલો, મિસ્ટર કાલાધોલા, DU..BHA..SHI..YA..,ડુ..ભા.શીયા
કાલિકા,"નો સર, નોટ ડુભાશીયા, ઈટ ઈઝ, દુભાષિયા, દુ...દુ...દુ..ભા..ષિ...યા..આ..
( ક..ટ..!! ક..ટ..!! અવાજ સાથે ઈન્ટરવ્યુ પૂર્ણ થાય છે.)
=========
તા.ક. `NO COMMENTS`
========
માર્કંડ દવે.તાઃ ૨૬ ઑગસ્ટ ૨૦૧૦.
__._,_.___
.
__,_._,___
No comments:
Post a Comment