| રક્ષાબંધન – જુગલકીશોર. (પરંપરીત કટાવ)
આજ સવારે, સાવ નીરાંતે, (મંદ પવનની લહેરોથી મન પ્રસન્નતા અનુભવતો) હું ફરતો'તો. ત્યાં એ સ્નેહ છલકતી આંખે બ્હેની આવી. બોલી – "લાવ વીરા તવ હાથ, કરું હું રક્ષાબંધન !" હર્ષ છલકતા હૈયે મેં ત્યાં હાથ જરી લંબાવી, રાખી બ્હેન કને બંધાવી. પુછું, "બોલ બ્હેન શું આપું, આજે ?" જવાબમાં બસ મૌન. નયનમાં એ જ અમી છલકાટ, અધર પર એ જ મધુર મલકાટ... અને ચાલી ગૈ. લોકભારતીઃ તા. ૨૨ – ૦૮ – '૬૪. |
No comments:
Post a Comment