[Gujarati Club] છક્કાનો છગ્ગો

 

છક્કાનો  છગ્ગો


" વાગ્યો જઈ, છક્કાનો   છગ્ગો,  બામાસીના  ભાલે..!!
   નાચે   દઈ, તાબોટા  છક્કા,  `માસીબા`ના  તાલે..!!  

   એ...ઈ.., તા..આ..,  થૈ..ઈ..યા,  થૈયા તા..આ, થૈ...!!"

===========

છક્કાનો  છગ્ગો.

શહેરની બહાર, નદીકિનારે, આવેલી ઝૂપડપટ્ટીનું એક દ્રશ્ય.

એક જર્જરિત ઝૂપડામાં બેઠેલો, માઁના હેત વગર ઝૂરતો,  સોળ વરસની ઉંમરનો સલીમ, તેના બાપ પાસે બેસીને, બાજુમાંજ,  ચાર ઝૂપડાં છોડીને રહેતા, સુનિતા અને સરલા નામના, માથાભારે સ્વભાવના,  બે  વ્યંઢળની ફરિયાદ, આજે વહેલી સવારે, કરી રહ્યો હતો.

" બાપુ, આપણી બાજુમાં, રહે છે ને? તે સુનિતા,સરલા તેમની પાસે બોલાવીને, મને  ગંદુ કામ કરવાનું કહે છે..!!"  જેની  મૂછનો દોરો ફૂટવાની તૈયારી છે, તેવા અકળાયેલા, તરૂણ સલીમે, તેના દારૂડીયા બાપને, ફરિયાદ કરી.

આ  સાંભળતાંજ ગુસ્સામાં આવીને, દારૂના નશામાં ધૂત્ત, સલીમના બાપે, ઝૂપડાંના દરવાજા પાછળ, સંતાડેલો લોખંડનો પાઈપ, હાથમાં કસીને પકડ્યો અને  અશ્લીલ ગાળો બકતો, બાજુમાંજ રહેતા, વ્યંઢળ સુનિતા અને સરલાને, લથડતા પગલે, મારવા દોડ્યો. પાછળ-પાછળ સલીમ  અને  તેની બાર વરસની, નાની બહેન આયશા પણ દોડ્યાં. 

દારૂના નશામાં ચિક્કાર, કોઈને ગાળો બોલતો જોઈને, તમાશાને તેડું ન હોય તેમ,  અન્ય ઝૂપડાવાસીને, જાણે જોણું થયું હોય તેમ, સુનિતાના ઝૂપડાની બહાર, બીજા ઝૂપડાવાસીઓની ચિક્કાર  ભીડ જામી ગઈ.

તમાશબીનોની, ભીડને જોઈ, સલીમના બાપને, જાણે  વધારે શૂરાતન ચઢ્યું હોય તેમ, તે બેફામ બનીને, ઉશ્કેરાટમાં, ઉછળી-ઉછળીને, જોર-જોરથી, સુનિતા અને સરલાને, અશ્લીલ ગાળો  બોલવા લાગ્યો.

પોતાના ઝૂપડાની બહાર, બૂમાબૂમ અને અવાજ સાંભળીને,  બહાર દોડી આવેલા, સુનિતા અને સરલાને, આખીય બાબત સમજતાં, સહેજપણ વાર ન લાગી.

સુનિતા અને  સરલાએ, સલીમના  બાપના હાથમાંથી, લોખંડનો પાઈપ, લગભગ ઝૂંટવીજ   લીધો  અને  દૂર પણ  ફેંકી  દીધો. એટલુંજ નહીં, માંડમાંડ  પોતાના પગ ઉપર બેલેન્સ રાખીને, ઉભા  રહેવાનો પ્રયત્ન કરતા,  સલીમના આધેડ  બાપને, લબોચામાં, બે ઝાપટ રસીદ કરી, જોરદાર ધક્કો માર્યો. તે સાથેજ સલીમનો બાપ, ચાર ફૂટ જેટલે,  દૂર જઈને ફંગોળાયો.

સરલાએ તો વળી, ઝૂપડાની અંદર દોડી જઈને, લાંબો  છરો  લઈ  આવીને  જ્યાંકે, સલીમના બાપની ગરદન પર મૂક્યો  ત્યાં  તો...!!   ભોંયસરસા, ચત્તાપાટ પડેલા, સલીમના  બાપનો  બધો  નશો, ભોંયભેગા થતાંજ ઉતરી ગયો હોય તેમ, માથાભારે સુનિતા અને સરલાની હાથ જોડીને, તે માફી માંગવા લાગ્યો.

કોઈ  મોટું  દ્વંદ્ધયુદ્ધ  માણવાના  ઈરાદે  એકઠા થયેલા, ટોળાને આવા એક તરફી સુરસુરિયું થયેલા ઝઘડામાથી રસ  ઉડી  જતાંજ, સહુ  પોતપોતાના  રસ્તે  પડવા લાગ્યા.

જોકે, સલીમની  મદદથી, માંડમાંડ  ઉભા  થયેલા, તેના બાપના બુશર્ટનો કાંઠલો પકડીને, સુનિતાએ,  આ  અપમાનનો બદલો લેવા ગમે  ત્યારે, સલીમની `ખસી` કરી નાખીને,  સલીમને પણ,  છક્કો બનાવી  દેવાની  ધમકી  ઉચ્ચારી, ત્યારેતો  આ  બાપ  દીકરાના  રહ્યાસહ્યા  હોશકોશ  પણ,  સાવ  ઉડી  ગયા.

સલીમ, તેનો બાપ અને બાર વર્ષની, નાનકડી રૂપકડી બહેન આયશા, સાવ   વિલા  મોંઢે, પોતાના  ઘરભેગાં  થયાં. સુનિતાની ધમકીથી, તેઓ એટલાં ડરી ગયાંકે, કોઈને  બોલવાનાય  હોશ  ન  રહ્યા.

છેવટે, જ્યારે, દરરોજની  માફક જ નદીનો ઢાળ ચડીને, તરતજ  આવતા, શહેરના પાથરણા  બજારમાં, ઘરવપરાશની, પ્લાસ્ટિકની આઈટમોની, દુકાન (પાથરણું)  જમાવવા,  કંટાળીને સલીમે, થેલો ઉઠાવ્યો  ત્યારે, સલીમને, ધંધે જવા તૈયાર થયેલો જોઈ, તેનો બાપ અને આયેશા પણ,  સાથેસાથે  મદદ કરવા, હતાશ, નંખાઈ  ગયેલા, ડરી ગયેલા ચહેરા સાથે, બજારમાં જવા ઉપડ્યાં.

બજારમાં પહોંચતાંજ, પોતાની કાયમની જગ્યાએ, ફૂટપાથ  પર, પાથરણું પાથરીને, પોતાની દુકાન જમાવીને, આવતા જતા રાહદારીઓને આકર્ષવા, ત્રણેય જણ, જાતજાતની બૂમો પાડવા લાગ્યાં ત્યારે, ત્રણેયના મનમાંથી, સુનિતાએ આપેલી, ધમકીનો ડર સાવ ભાગી ગયો.

અત્યારે તેઓ, પોતાનું પેટ ભરવા, પાક્કા વેપારી બની ગયા હતા.

થોડીક વારમાંજ, સલીમ અને તેના બાપના પાથરણે, ગ્રાહકોની આવનજાવન  શરૂ  થઈ અને બપોરના બાર વાગતાંજ, આજના દિવસનું જમવાનું અને બાપની  દારૂની પોટલી આવે, તેટલો નફો કમાઈ લેતાંજ, સલીમના મનને શાતા વળી.

સલીમને બાજુની હોટલમાંથી ખાવાનું લેવા મોકલી, તેનો બાપ ગ્રાહકોને સંભાળવામાં પડ્યો.

જોકે, જ્યારે સલીમ, દાલ, ચાવલને, રોટી, પેક  કરાવીને, પરત આવ્યો તો, તેણે જે જોયું, તે જોઈને સલીમ  ડધાઈ ગયો...!!   સલીમે જોયુંકે,  આ વિસ્તારનો, રખડેલ લુખ્ખો, હપ્તાખોર રમેશ અને તેના બીજા બે ટપોરીઓ ભેગા મળી, હપ્તો લેવા માટે, તેના બાપને, ઢોર માર મારી રહ્યા હતા.

આજે સવારથી,  ઉપરાછાપરી બનેલા,  ઝઘડાના બે બનાવોથી, સલીમ  એવો તો ડરી ગયોકે, જમીન પર,  હાથપગથી, માથું  ઢાંકીને, બચવા મથતા, અધમુવા થયેલા, તેના બાપને બચાવવા, મદદે જવાના પણ,  તેનામાં હોશ  ન રહ્યા.  

છતાંય, બાપને માર ખાતો, કાંઈ  થોડા જ જોઈ રહેવાય?

શરીરમાં હતું તેટલું જોર ભેગું કરીને  સલીમ, પોતાના બાપને બચાવવા દોડ્યો, તે સાથેજ, હપ્તેબાજ રમેશે  સલીમને, એટલા જોરથી ધક્કો માર્યોકે, તે  ફૂટપાથની બાજુમાં આવેલી, લોખંડની રૅલીંગ સાથે, માથું અથડાઈને, અર્ધબેભાન જેવો બની ગયો.

એક ખૂણે ઉભેલી આયશા આ  જોઈને, બમણા જોરથી રડવા લાગી.

એટલામાં, ના જાણે શું થયું..!!

તે, સલીમના બાપને લાત મારવા ઉંચા કરેલા પગ સાથે,  રમેશ ગુંડો, લોહી નીંગળતા કપાળ સાથે, માથે હાથ દઈને, ધડામ દઈને જમીન પર પછડાયો. તેના સાથી ટપોરીઓ કાંઈ સમજે તે પહેલાંજ, તેમનેય બરડા અને પગમાં, ક્રિકેટના બૅટના, ઉભી ધારના એવા તો જોરદાર ફટકા પડ્યાકે,  તે બંને ટપોરીઓ, જમીન પર પછડાયેલા, રમેશનું શું થયું..!!  તે જોયા વગરજ,  જીવ  બચાવવા, ઉભી પૂંછડીએ,  ભાગી  ગયા.

આસપાસના પાથરણાવાળાએ હવે, સાચવીને સલીમ અને સલીમના બાપને ઉભા કર્યા અને પાણી પાયું.

થોડાક હોશમાં આવતાં સલીમે જોયુંકે, તેની અને તેના બાપની વહારે આવેલ, વ્યંઢળ સુનિતા અને સરલા, આ  બંનેજણને,  સાંત્વના આપતા, કહેતા હતાકે,

" અરે..!! બાબા..!! તુમ ચિંતા મત કરો  ના..આ..!!  ક્યા, અભી થોડા, ઠીક લગ રહા હૈ ?   હમ પાસકી દુકાન પે હી  માઁગને કું ખડી થીઁ..!!  બિના માઁ   કે સલીમ-આયશા કો,  હમ પીટને થોડે  હી દેતે..!! આખિર હમ દોનોં, ઉનકી  ભી તો મૌસી લગતી હૈં..ના...!!"

ત્યારબાદ, સુનિતાએ  દાંત કચકચાવીને, " યે  પંટર, રમેશ  કી માઁ કી તો.ઓ..!!"  કહીને, સુનિતા અને સરલા  બંનેએ, દર્દથી કણસતા, અર્ધબેભાન  રમેશને, બીજી બેચાર લાત મારીને, એક  રિક્ષા ઉભી રાખીને, તેમાં  નાંખ્યો.

જોકે, ત્યારપછી જે થયું તે તો, અખબારના, પહેલા  પાને છાપવા જેવા  સમાચાર, જેવી ઘટના હતી.

હપ્તાખોર, રમેશ ગુંડાને, રિક્ષામાં  નાખીને, ઉઠાવી ગયેલી, સુનિતા-સરલા અને તેની બીજી સાથીદારોએ  ભેગા મળી, નાનકડા તરૂણ સલીમને બદલે, હપ્તાખોર,  ડૉન  રમેશની જ,  `ખસી`  કરી  નાખી  હતી.

હવે,  આજ બજારમાં,એક સમયે, માથાભારે,હપ્તાખોર ગુંડા રમેશથી, ડરતા, કાંપતા, વેપારીઓ, હપ્તાને બદલે, સુનિતા અને સરલા સાથે આવેલી, તાબોટા પાડતી, રમેશ ઉર્ફે રમિલા `માસીબા` કે `બામાસી`ને, રમૂજ સાથે, `માતાજીનો લાગો` આપે છે

એકલા  સચિન તેડુંલકરને, ક્રિકેટનું બૅટ વિંઝતાં થોડુંજ આવડે છે?  છક્કાને પણ બૅટ વિંઝતાં આવડે છે..ભા..ઈ...!!

એ તો ભાઈ, છક્કાનો  છગ્ગો, જેના લમણે વાગ્યો હોય અને  જેણે  જોયો  હોય..!!  તેને જ,  તેની પાકી સમજ પડે..!!

બાય, ધ વૅ, બૉસ, કોઈ દિવસ, આપે આવો, કોઈના લમણે, પરોપકારી છગ્ગો વાગતાં જોયો છે?

માર્કંડ દવે. તાઃ ૦૩ જુલાઈ ૨૦૧૦.

__._,_.___
Recent Activity:
MARKETPLACE

Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...