લંડન : તા. 6, ઓગસ્ટ હોલિવૂડ સુપરસ્ટાર જુલિયા રોબર્ટ્સે આવતા જન્મમાં શાંતિ અને શુકુનનું જીવન મેળવવાની આશમાં હિન્દૂ ધર્મને અંગીકાર કરી લીધો છે. માત્ર સ્વીકારવા પૂરતું જ નહિ જુલિયાએ હિન્દુ ધર્મના તમામ રીતિ રિવાજોને પણ અપનાવી લીધા છે. તે તેના પરિવારો સાથે મંદિરોની નિયમિત મુલાકાત લે છે. મંત્રોચ્ચાર, પ્રાર્થના અને અન્ય વિધિઓને જુલિયાના રોજિંદા જીવનમાં જોવા મળે છે.
બેપ્ટિસ્ટ અને કેથોલિક માતા-પિતાની પુત્રી જુલિયા (૪૨ વર્ષ) પોતાની ફિલ્મ "ઇટ પ્રે લવ"ની શૂટિંગ માટે ભારત આવી હતી અને અહીંયાં તેને હિન્દુ ધર્મને નજીકથી જોવાનો મોકો મળ્યો હતો. ત્યારથી તે હિન્દુ બની ગઇ હતી. એલે મેગેઝિન પુરસ્કાર વિજેતા જુલિયાએ કહ્યું છે કે હવે તે પોતાના કેમેરામેન પતિ ડેનિયલ મોડર અને ત્રણ બાળકો હૈજલ ફિનાયસ અને હેનરીની સાથે ભજન-કીર્તન તેમ જ પ્રાર્થનના કરવા માટે મંદિરોમાં જાય છે.
જુલિયાએ કહ્યું હતું કે, "હું નિશ્ચિતપણે હિન્દુ બની ગઇ છું. આ જીવનમાં મારા મિત્રો અને પરિવારે મને જરૂર કરતાં વધુ બગાડી નાખી હતી. હવે હું આવતા જન્મમાં શાંતિની જિંદગી જીવવા માગું છું."
એલિઝાબેથ ગિલબર્ટની બેસ્ટ સેલર ફિલ્મ પર આધારિત આ ફિલ્મમાં જુલિયાએ એક એવી તલાક લઇ ચૂકેલી મહિલાની ભૂમિકામાં છે કે જે આત્મશોધ માટે સંપૂર્ણ વિશ્વમાં ફરે છે. આ મહિલા ભોજન માટે ઇટાલી અને આધ્યાત્મિકતા માટે ભારત અને બાલી જાય છે. ત્યાં તેને પ્રેમ મળે છે અને તેનાથી જોડાઇ જાય છે.
પરંતુ ગત સપ્ટેમ્બરમાં ભારત આવ્યા બાદ તે નવી દિલ્હીમાં આવેલા એક મંદિરમાં ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી ત્યારે તેણે સ્થાનિકોને ત્યાં નવરાત્રિની ઉજવણી કરવા દેવાનું કથિત રીતે અટકાવતાં વિવાદ ઊભો થયો હતો. રોબર્ટ્સની સિક્યોરિટી ટીમ સંપૂર્ણ મંદિરને સીલ કરી નાખ્યું હતું. ત્યાં ૩૫૦ ગાર્ડ્સ, બુલટપ્રૂફ કારો અને એક હેલિકોપ્ટર મૂકવામાં આવ્યા હતા. જેના કારણે સ્થાનિકો નવરાત્રિની ઉજવણી કરવા માટે મંદિરમાં પ્રવેશી શક્યા ન હતા.
જુલિયા રોબર્ટ્સ પ્રોફાઈલ
| નામ | જુલિયા ફિઓના રોબર્ટ્સ |
| જન્મતારીખ | ૨૮મી ઓક્ટોબર ૧૯૬૭ |
| જન્મસ્થળ | એટ્લાન્ટા, જ્યોર્જિયા, અમેરિકા |
| પ્રોફેશન | અભિનેત્રી |
| નેટ સંપત્તિ | ૧૪૦ મિલિયન ડોલર(૨૦૦૭) |
| પતિ | એલ. લોવેલ્ટ(૧૯૯૩-૧૯૯૫), છૂટાછેડા ડેનિયલ મોડર (૨૦૦૦ બાદથી) |
| બાળકો | બે પુત્ર અને એક પુત્રી |
No comments:
Post a Comment