નરેશ શાહ: 'જ્યાં જેમ છો ત્યાં જ રહેશો, પણ...'Source: Satya Katha, Naresh Shah એક તબક્કે તો અમને એમ જ થયેલું કે બહાર જે આતંકવાદીઓને પકડવાની મથામણ ચાલી રહી છે એ કદાચ, પકડાશે જ નહીં: અમને આવું લાગવા પાછળનું પણ એક સજ્જડ કારણ હતું.' જૂનાગઢના બિઝનેસમેન અતુલભાઇ આટલું બોલીને હોલમાં હાજર રહેલાં આઠેય ચહેરા પર એક ઉડતી નજર નાખી લે છે. બધાના ચહેરા અને આંખો બોલવા માટે ઉત્સુક છે, અને કેમ ન હોય! અક્ષરધામમાં આતંકવાદી હુમલો થયો ત્યારના પંદર-પંદર કલાકની ભયંકર યાતના અને યાદગાર ક્ષણોનું ભાથું એ તમામ પાસે હતું. મોત તેમની ચોતરફ સતત ફાયરિંગના અવાજો અને હેન્ડગ્રેનેડના ધડાકાના સ્વરૂપમાં પડઘાતું હતું અને તેમને ત્યારે એ પણ ખબર નહોતી કે તેઓ જ્યાં પુરાયેલાં છે તેના દરવાજા પર મરાતાં ટકોરા સ્વયંસેવકોના છે કે આતંકવાદીઓના! ર૪ સપ્ટેમ્બર, ર૦૦રની એ કાળમુખી સાંજ ગાંધીનગરના વિશ્વપ્રસિદ્ધ અક્ષરધામ મંદિરમાં ફિદાયીન આતંકવાદીઓ ઘૂસી ગયા ત્યારે મંદિરના જુદા જુદા વિભાગમાં છસ્સો જેટલા દર્શનાર્થીઓ હતા. રપમીની વહેલી સવારે બ્લેકકેટ કમાન્ડોએ અક્ષરધામને 'મુક્ત' કર્યું ત્યારે લગભગ પંદર કલાક વીતી ચૂકેલા અને એક પોલીસ, એક કમાન્ડો સહિત ૩૧ લોકોએ ત્યારે જીવ ગુમાવી દીધા હતા. ૭૯ લોકો ઘાયલ થયા હતા. ગંભીર રીતે આતંકવાદીઓના હુમલાનો શિકાર બનેલો એક બ્લેકકેટ કમાન્ડો લગભગ બે વરસ સુધી કોમામાં રહીને અલવિદા કરી દેવાનો હતો એ પણ નક્કી થઇ ગયું હતું. એ.કે.-૪૭ના ધાણીફૂટ ગોળીબાર અને હેન્ડગ્રેનેડના જીવલેણ પ્રહાર આતંકવાદીઓ કરતા હતા ત્યારે મંદિરમાં જ ફસાઇ ગયેલા અને છેક વહેલી સવારે આઝાદીનો શ્વાસ લઇ ચૂકેલાઓ માટે એ પંદર કલાક કેવી કારમી અને કાળઝાળ હોય એ જાણવા માટે જ હું જૂનાગઢના એ લોહાણા કુટુંબને મળ્યો હતો. બે દિવસ પછી અક્ષરધામના એ હુમલાની આઠમી વરસી છે. ત્યારે એ મોતની કગાર પર ઊભા રહીને જીવાયેલા પંદર પંદર કલાકનું એકશન રિપ્લે થથરાવી મૂકે તેવો છે. અતુલ વખારીયા અને તેમના સાસરા પક્ષના દસ કુટુંબીઓ સાથે એ વખતે બીજા પોણો સો જેટલા લોકો ર૮મી સપ્ટેમ્બરે આતંકવાદીઓએ અટેક કર્યો ત્યારે અક્ષરધામના મલ્ટીમીડિયા સેન્ટર (થિયેટર)માં છુપાઇ ગયા હતા. એ વખતે તેમની સાથે એક ઘાયલ હિન્દીભાષી પણ હતો અને એક તબક્કે...જીવ બચાવવા લપાયા હોઇએ અને એમાં જ એક વ્યક્તિ શંકાસ્પદ લાગવા માંડે તો, કેવો જીવ ચૂંથાય? એ માનસિક વલોપાત જીરવી ચૂકેલા દામોદરભાઇ કારિયાએ તો કહેલું પણ ખરું કે, 'મેં નક્કી કર્યું છે કે હવે આખા પરિવારને લઇને ક્યારેય પ્રવાસમાં ન નીકળવું!' આવો વિચાર દ્રઢ થવો સહજ હતો કારણ કે, દામોદરભાઇનો દીકરો રિપલ એ વખતે બે માસ માટે મસ્કતથી આવ્યો હતો. તેના પાછા જવાનો દિવસ નજીક આવતો હોવાથી તેમને સહકુટુંબ નાથદ્વારાના દર્શને જવાનું નક્કી કર્યું. પોતે, પત્ની, બે પુત્રો, જમાઇ અતુલ, દીકરી બીના અને તેમની દોઢ મહિનાની દીકરી, કુટુંબી બની ગયેલા ભાડુઆતની દીકરી અને ધ્રાંગધ્રામાં રહેતા દીકરી-જમાઇ અને તેનો પુત્ર. કુટુંબના અગિયાર સભ્યો અને ડ્રાયવર કમલેશ સાથે ટાટા સુમોમાં નીકળેલા દામોદરભાઇ બપોરે ત્રણ વાગ્યે અક્ષરધામ પહોંચ્યા હતા. સાડા ચાર વાગે અક્ષરધામ પર આતંકવાદી આફત ઉતરવાની હતી. ઓવર ટુ દામોદરભાઇ.'અમારા ડ્રાયવરે બે-ત્રણ વખત અક્ષરધામ જોયું હોવાથી તે અંદર ન આવ્યો. પણ અમે લગભગ પોણા ચાર વાગે અંદર પ્રવેશ્યા. પહેલા થયું કે મુખ્ય મંદિરના દર્શન કરી લઇએ પણ કુદરત ઘણી વખત માર્ગ સુઝાડી દેતી હોય છે. મંદિરના પ્રદર્શન વિભાગમાં બોર્ડ મારેલું કે પ્રદર્શન જોવામાં અઢીથી ત્રણ કલાકનો સમય લાગશે. એ વાંચીને અમને થયું કે પહેલાં પ્રદર્શન જોઇ લઇએ. એમ જ કર્યું. રિપલ ટિકિટ લેવા ગયો અને અમે બધાએ પાણી પીધું. પ્રદર્શનની ટિકિટ આવી એટલે અમે અંદર ગયાં. પ્રથમ વિભાગ જોઇ લીધો. બીજા વિભાગમાં મલ્ટીમીડિયા થિયેટર છે. આશરે ૪૦૦ જણ બેસી શકે તેવા એ થિયેટરમાં અમે સહજાનંદ સ્વામીના જીવનને લગતો શો જોયો. એ પૂરો થયો એટલે અમે બધા બહાર નીકળવા જતાં હતાં ત્યાં ધબાધબી શરૂ થઇ. અવાજ આવવા લાગ્યા, અને દોડતા આવેલા એક સ્વયંસેવકે અમને અંદર ધકેલી દઇ દરવાજો બંધ કરી દીધો. એટલીવારમાં તો ગોળીબાર અને બોમ્બ ફુટવાના અવાજ એકધારા સંભળાવા લાગ્યા હતા. અમને એટલી ખબર પડી કે કંઇક થયું છે. પણ શું થયું છે તેનો તરત ખ્યાલ નહોતો આવ્યો.' 'હજુ થોડી મિનિટો પણ નહોતી થઇ ત્યાં મલ્ટીમીડિયાનો બીજો દરવાજો કોઇ ખખડાવવા માંડ્યા. અમારી સાથે જ હોલમાં આવી ગયેલા એક સ્વયંસેવકે આતંકવાદીને ગોળીબાર કરતા જોયો હતો અને એ પ્રદર્શનની બહાર જ હોવાથી, બધા એ ટકોરાથી ભડક્યા. આતંકવાદી દરવાજા તોડી નાખશે તો, એ વિચારથી જ આઠ-દસ જણ દોડીને દરવાજાની આડા ઉભા રહી ગયા. અને સામું જોર કરવા લાગ્યા. થોડીવારે દરવાજો ખખડવાનું બંધ થઇ ગયું પણ ગોળીબાર અને બોમ્બના અવાજો સતત આવતા રહેતા હતા. અમે અંદર પંચ્યાસી જેટલાં લોકો હતા. નવ-દસ બાળકો હતા. તેમાંથી ત્રણ (દોઢ માસ, છ માસ અને છ વર્ષના) બાળકો તો અમારા જ ફેમિલીના હતા. ત્રણ સ્વયંસેવકો હતા અને પ્રોજેકશન રૂમમાં એક સ્વામીજી હતા. ત્યાં ઇન્ટરકોમ હતો.' 'એ ઇન્ટરકોમ પર મેસેજ આવી ગયો હતો કે ત્રાસવાદીઓએ હુમલો કર્યો છે. એટલે જ્યાં-જેમ છો ત્યાં જ રહેશો. અડધો-પોણો કલાક પછી ફરી ઇન્ટરકોમ પર મેસેજ આવ્યો કે મંદિરને પોલીસે કોર્ડન કરી લીધું છે. જો કે આવા મેસેજથી રાહત થાય એ પહેલાં તો અમે જ્યાં હતા તેની ઉપરથી જ ગોળીબારના અવાજ આવવા લાગ્યા. અમે માન્યું કે અત્યારે આતંકવાદીઓ અમારી આજુબાજુમાં જ જગ્યા બદલ્યા કરે છે અને ફાયરિંગ તેમજ બોમ્બધડાકા કર્યા કરે છે. અમારામાંથી કોઇને બોલવાના હોશ નહોતા. હું અને દીકરી બીના વારંવાર રડી પડતા હતાં. બીજા પણ ઘણા હતા કે જેઓ રડતા હતા.' દામોદરભાઇની દીકરીએ ત્યારે જ માનતા લઇ લીધેલી કે અહીંથી હેમખેમ નીકળી જઇશું તો જિંદગીભર ભાત અને ખીચડી નહીં ખાઉં. પરાગ કારિયાના મિત્રોએ સોમનાથ ચાલીને જવાની તો મકાનમાલિક જોડે દીકરીને મોકલનાર રાજેશ બુદ્ધદેવ જલારામ બાપાના દર્શન કરવાની માનતા લઇ લીધી હતી પણ... 'પણ અમે અહીંથી ક્યારેય બહાર નીકળી શકીશું કે કેમ, એ જ નક્કી થઇ શકે તેમ નહોતું કારણ કે મલ્ટીમીડિયાની છત (રૂફ)માં પાક્કું ચણતર નહોતું' મસ્કતથી આવેલા રિપલ કારિયાએ ઝેરીલી ક્ષણોને સંભારે છે: 'આ વાત બધાના ધ્યાનમાં આવી એટલે અમે બધા એક ખૂણામાં ભેગા થઇ ગયા.'-અને હજુ તો સાંજ પણ ઢળી નહોતી અને આ 'ભાગ્યશાળીઓ'એ 'અક્ષરધામ'માં જ સવાર પાડવાની હતી. (વધુ દિલધડક ભાગ, આવતા બુધવારે) kalash@guj.bhaskarnet.com સત્યકથા, નરેશ શાહ |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment