[F4AG] છાતીમાં આગ કેમ નથી ભભૂકતી?

 

છાતીમાં આગ કેમ નથી ભભૂકતી?

Source: Kalpesh Yagnik    
   
 
 
નબળા નેતૃત્વવાળા આ શક્તિશાળી દેશે ત્રાસવાદ વિરોધી યુદ્ધમાં કોઇના પર વિશ્વાસ ના કરવો જોઇએ

ધરતીકંપ કહીને નથી સર્જાતો. પરંતુ પુણેમાં તો પુરી જાહેરાત સાથે ધરતીકંપ સર્જાયો. ત્રણ રાજય સરકારો પાસે કાગળ હતા. બે કેન્દ્રીય જાસુસી એજન્સીઓ પાસે ખબર હતી. પોલીસ આમ પણ ધારે તો બધી વાતનો તાગ મેળવી લેતી હોય છે.

પરંતુ કાયદાના રખેવાળોની નિષ્કાળજીએ ઘણા જીવોનો ભોગ લીધો. કેમ નથી રોકાતા હુમલા ? શું ત્રાસવાદ આપણા માટે અંતહિન અભિષાપ બની ચુકયો છે? એવું બિલકુલ નથી. બધો આધાર નેતૃત્વ પર છે. નેતૃત્વના દિલમાં જો આગ ભભૂકતી હોય તો , હરકત -હુજી -હિજબુલ -બુલબુલ એમ કોઇપણ નામ હોય પરંતુ તે બળીને રાખ થઇ જાય. કેમ કે એ આગ માનવતા માટે હશે.

.. પરંતુ આપણે પણ બળીશું :

એ ફેબ્રુઆરીનો મહિનો જ હતો કે જયારે અમેરિકી પ્રમુખ જયોર્જ બુશે દુનિયાને ચોંકાવી દીધી હતી. તેમણે -બરોબર બે વર્ષ પહેલાં- ખુલીને સ્વીકાર કર્યોહતો કે ૯-૧૧ના આતંકીઓની તપાસ કે ઉલટતપાસ દરમિયાન ' વોટરબોર્ડિંગ જેવી શારીરિક યંત્રણા આપવામાં આવી હતી.

આ કાર્યવાહી હેઠળ આરોપીઓને નિ:વસ્ત્ર કરી ,મોંઢા પર કપડાં ઢાંકીને જોરદાર ગતિ સાથે એટલું પાણી નાખવામાં આવ્યું કે તેમને ડૂબવાનો અહેસાસ થાય . આરોપીઓ છટપટાયા ,તડપ્યા પરંતુ મર્યા નહીં. આવી અમાનુષી યાતના પુરા વિશ્વમાં પ્રતિબંધિત છે. પરંતુ બુશ તેના બદલામાં મળનારી બદનામીનો સામનો કરવા પણ તૈયાર હતા. ભાવના સ્પષ્ટ હતી : ક્રૂરતા આચરનારા માટે માનવતા કેવી?

પરિણામ પણ સામે હતા : ૯-૧૧ પછી કોઇ અલકાયદાનો કાયદો અમેરિકામાં ના ચાલ્યો. નવા પ્રમુખ બરાક ઓબામાએ આવા વિશેષ યંત્રણા કેન્દ્રો બંધ કરવાના આદેશ કરતાં તે પછીના એકાદ વર્ષના સમયમાં જ ત્રણ ત્રાસવાદી હુમલા સામે ઝઝુમવાનો વારો આવ્યો. ૩૦ ડિસેમ્બર ૨૦૦૯ના રોજ તો અલકાયદા અને તાલિબાને મળીને અફઘાનિસ્તાનમાં મળીને સીઆઇએના સાત અધિકારીઓને માનવ બોમ્બથી ઉડાવી દીધા. ઇતિહાસે બુશની કલંકિત નેતૃત્વના રૂપમાં નોંધ લીધી છે. પરંતુ જિંદગીઓ બચાવી લેવાના ઉદ્શમાંથી બુશ નહોતા જ ડગ્યા.

ઇસ્લામાબાદ ,કાબુલ અને વોશિંગ્ટન :બધાં જ જૂઠા

પુણેના હુમલામાં બહાર આવેલું ડેવિડ હેડલીનું નામ 'પાપની ધરતી' હોઈ શકે છે. મુસ્લિમ બનાવીને ઉછેરવામાં આવેલા આ આક્રમક અમેરિકનની પત્નીએ 'ફિલાડેલ્ફિયા એન્કવાયરર' માં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. તેણે જણાવ્યું છે કે , ભારતીયોથી સખત નફરત કરે છે. એટલી નફરત કે ભારતીયોને જોઈને તે રોડ પર થૂંકી દે છે, તેમાં નફરતનું ઝેર ભરવામાં આવ્યું છે.

હેડલીને લઈને અમેરિકા પણ એટલું જ જુઠ્ઠુ છે, જેટલું પાકિસ્તાન અને અફગાનિસ્તાન. એફબીઆઈએ અમેરિકાની કોર્ટમાં હેડલી અને તેના સાથીદાર રાણા પર કેટલા આતંકવાદી આરોપ લગાવ્યા છે, આપણને જણાવ્યા નથી. હેડલી ડબલ એજન્ટ હતો. સીઆઈએ માટે પણ, લશ્કર-એ-તોયબા માટે પણ. ડ્રગની દાણચોરીમાં સજા કાપ્યા બાદથી જ તે અમેરિકાના કાયદાની નજરમાં હતો.

કાબુલમાં પાક ત્રાસવાદીઓ અને તાલિબાન હુમલાખોરો વચ્ચે સક્રિય ઇલિયાસ કાશ્મીરીનો ખાસ હતો. આ ત્રણેય દેશ જાણતા હતા કે હેડલી ભારતમાં સતત અવર-જવર કરી રહ્યો છે. બધાએ આંકો બંધ કરી લીધી હતી. ૨૬/૧૧ બાદ પણ સીઆઈએ એ કશું બતાવ્યું નથી. સ્પષ્ટ છે કે તેમનો સ્વાર્થ આપણા સિદ્ધાંતો પર પ્રભાવી થઈ રહ્યો છે. આથી આતંકવાદ વિરોધી યુદ્ધમાં કોઈ વ્યકિત, કોઈ નેતૃત્વ, કોઈ દેશ પર વિશ્વાસ મુકવાનો સવાલ જ પેદા થતો નથી.

પાક સાથે વાટાઘાટો કરવી કે નહીં?

ત્રાસવાદના પુનરાગમનો સમય પણ જોવા જેવો છે. પુણેમાં થઈ ગયો, ઇન્દોરનું નામ બહાર આવ્યું છે, કાલે ચેન્નાઈમાં પણ થઈ શકે છે. વડાપ્રધાન પણ આવું કહેતા આવ્યા છે, પરંતુ આખરે તેમણે કર્યું છે શું? ગુહમત્રી પી.ચિદમ્બરમનું માથું તો શરમથી નીચે ઝુકી જવું જોઈએ, કેમકે તાજેતરમાં જ તેમણે મુખ્યમંત્રીઓના સમ્મેલમાં 'અભિમાન' સાથે જણાવ્યું હતું કે,૨૬/૧૧ હુમલા બાદ ભારતમાં કોઈ હુમલો થયો નથી.

આ ઉપરાંત થોડા સમય પહેલા જ એવા સમાચાર આવ્યા હતા કે પાકના પાંચ મુખ્ય ત્રાસવાદી સંગઠનો પીઓકેમાં એકઠા થયા છે અને ભારતમાં હુમલાનું કાવતરૂં ઘડી રહ્યા છે. ત્યાર બાદ જ જમાત-ઉદ-દાવાએ ઇસ્લામાબાદમાં જાહેરમાં કાનપુર, પુણે અને દિલ્હીના નામ લીધા હતા. તો પણ બધું જ ભુલી જઈને આપણે પાક સાથે વિદેશ સચિવ સ્તરની વાટાઘાટો કરવા માટે રાજી થઈ ગયા. તેના આગળના દિવસે જ વિસ્ફોટ થયા છે. એટલે કે ત્રાસવાદીઓ નથી ઇરછતા કે આપણે પાક સાથે વાટાઘાટો કરીએ.

આવા સંજોગોમાં આપણે વાટાઘાટો તો કરવી જ જોઈએ પરતું તેના માટેની શરતો પણ આપણી જ હોવી જોઈએ. કેમકે, હવે ત્રાસવાદ વિરૂદ્ધ 'કરો યા મરો' નો નિર્ણયક સમય આવી ગયો છે. સરકાર ઇરછે કે ન ઇરછે, હવે દેશ સહન નહીં કરે. ત્રણ પદ્ધતિ છે, કૂટનીતિક પ્રયાસ, રાજકીય માર્ગ અને લશ્કરી આક્રમણ. ત્રીજો વિકલ્પ અંતિમ છે, પરંતુ આગળ-પાછળ જરૂરી કે અનિવાર્ય થઈ જશે. ત્યાં સુધી આગથી રમવા માટે તૈયાર રહેવું પડશે.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...