`It's Good to be Bad.(Crook.)`
મારો બ્લોગઃ-
http://markandraydave.blogspot.com/2010/10/its-good-to-be-badcrook.html
" દબાવતો રહું છું સતત, ભીતરના બદમાશને, હરપલ, હરકદમ,
છતાંય જોને, કદીક ઉંચકે છે માથું તે, સત્યનો હાથ ઝાલી..!!"
========
પ્રિય મિત્રો,
મહાભારતનું ભીષણ યુદ્ધ, અત્યંત નાજુક, નિર્ણાયક પળ, ધર્મરાજ યુધિષ્ઠિર પર અત્યંત માનસિક દબાણ, ધર્મસંકટ પેદા થયું. છેવટે,તેમણે, પોતાનાજ ગુરૂ દ્રોણાચાર્ય સમક્ષ, અસત્ય બોલ્યાના ગુન્હાહિત ભાવને ટાળવા, અર્ધસત્ય ઉચ્ચાર્યું, " અશ્વત્થામા હતઃ।" (સ્વગત- નરો વા કુંજરો વા - અશ્વત્થામા નામનો હાથી કે નર, બેમાંથી એક હણાયો, તે સત્ય છે.)
ધર્મરાજ ક્યારેય અસત્ય ન બોલે, તે જાણતા ગુરૂ દ્રોણાચાર્યએ, અશ્વત્થામા નામનો હાથી હણાયો હોવા છતાં, પોતાનો પુત્ર અશ્વત્થામા મરાયો માની લઈને, શસ્ત્ર હેઠાં મૂકી દીધાં તથા વિષાદને કારણે, યોગધારણા વડે પોતાનો પ્રાણ ત્યાગ કરવા, યોગ સમાધિ લગાવી, તેટલામાં દ્રૌપદીના ભાઈ, ધૃષ્ટદ્યુમ્ને આવીને, પોતાનાજ ગુરૂ, દ્રોણાચાર્યનો શિરચ્છેદ કર્યો.
મિત્રો, આને જ કહેવાય, `It's Good to be Bad.`, (સત્યને, પૂનઃપ્રસ્થાપિત કરવા કાજે, ક્યારેક ખરાબ બનવું સારૂં છે..!! )
તારીખ ૧૦ - ઑક્ટોબર - ૨૦૧૦ ના રોજ, ભારતભરમાં રિલીઝ થનાર, `વિશેષ ફીલ્મ્સ` બેનરની, નિર્માતા શ્રીમહેશ-મુકેશ ભટ્ટની, નિર્દેશક-મોહિત સુરીની, મહત્ત્વાકાંક્ષી ફીલ્મ, `Crook = ધુતારો, બદમાશ, કુટિલ.` રજુ થઈ રહી છે. જેની કથાનો મધ્યવર્તી વિચાર પણ આ જ, `It's Good to be Bad.` છે. આ ફીલ્મનું સંગીત- પ્રિતમ ચક્રવર્તીનું છે તથા ફીલ્મના કલાકારો- ઈમરાન હાશ્મી, નવી અભિનેત્રી નેહા શર્મા, અર્જન બાવેજા અને અન્ય છે.આ ફીલ્મના, નિર્દેશક-શ્રીમોહિત સુરી, ઈમરાન હાશ્મી સાથે, અગાઉ `કલયુગ` ફીલ્મ બનાવી ચૂક્યા છે.
કૌરવો,પાંડવો, ખૂદ ધૃષ્ટદ્યુમ્ન સુદ્ધાં, ગુરૂ દ્રોણાચાર્યના જ શિષ્ય હતા, છતાંય ગુરૂના વિનાશનું કારણ બન્યા? કારણ,પાંડવોને તેમના હક્કની, સોયની અણી જેટલી, જમીન આપવાની ના કહેનાર, કૌરવોના અધર્મના - અસત્યના, ગુરૂ ભાગીદાર હતા?
`It's Good to be Bad.` અર્થાત, આપણે સારા હોઈએ છતાં, crookly = કુટિલતાપૂર્વક, આપણી સાથે crookness = કુટિલતા અથવા આડાઈ આચરતા, crook = બદમાશ માણસો સાથે, ક્યારેક `જેવા સાથે તેવા`નું આચરણ કરીને, સત્ય અને સ્વહિતની રક્ષા કાજે, સારાપણું ત્યજીને, ખરાબ આચરણ કરવું, તે ઘણીવાર સારું ગણાય છે..!!
નિર્માતા શ્રીમહેશ-મુકેશ ભટ્ટ અને મોહિત સુરીએ, આ જ વિચારને પ્રાધાન્ય આપીને, `Crook` ફીલ્મ બનાવવાનું સાહસ કર્યું છે. જેના કથાનક પ્રમાણે, કોઈ એક વિસ્તારની, રાજકીય પીઠબળ ધરાવતી, બદમાશ લોકોની ચંડાળ ચોકડી, કાયમ લાજશરમ વગરની અને ક્રૂર, પરપીડન પ્રવૃત્તિમાં સદૈવ મગ્ન રહે છે. આવા કુટિલ લોકોને મન સત્યની કિંમત, એક પગલૂંછણિયાથી વધારે નથી.
આ ગામમાં, સાવ બેકાર, નિરર્થક ભટક્યા કરતા જય દિક્ષિતના (ઈમરાન હાશ્મી) પોતાના સાવકા પિતા જૉસેફે, જયને યોગ્ય માર્ગે વાળવાના પોકળ, નિષ્ફળ પ્રયાસો કર્યા બાદ, કોઈ જયને સુધરવાની કોઈજ આશા ન દેખાતાં, `સુરજ ભારદ્વાજ` નામની નવી ઓળખ સાથે, જયને ઑસ્ટ્રેલિયા મોકલી દે છે. જ્યાં જયની મુલાકાત, પંજાબી પરંપરાગત સંસ્કાર ધરાવતા, ફૅમીલી બૅકગ્રાઉન્ડમાંથી આવેલી, સુહાની ( નેહા શર્મા) સાથે થાય છે. ઑસ્ટ્રેલિયાના યુવકોના જાતિવાદી ખરાબ વલણના ભોગ બનેલા, સુહાનીના ભાઈ સમર્થ (અર્જન બાવેજા)ને જય પ્રથમવાર મળે છે.
થોડાજ દિવસ બાદ જય પણ ઑસ્ટ્રેલિયાના જાતિવાદી યુદ્ધમાં પોતાને પરાણે જોતરાયેલો અનુભવે છે. આ અંગે તે ફરીયાદ લઈને, ઑસ્ટ્રેલિયન ઑથોરિટી પાસે જાય છે પણ તેને તેઓ પણ જાતિવાદી ટીકાટીપ્પણ કરનારની જમાતના જ હોય તેમ લાગે છે. ઘણીજ અસહાયતા અનુભવતો જય છેવટે, આ દુર્જનોનો સામનો કરવા, `જેવા સાથે તેવા - It's Good to be Bad.` ની નીતિ અપનાવવાનું નક્કી કરે છે.
આ ફીલ્મમાં, ઈમરાન હાશ્મી એક સંવાદ બોલે છે," कहेते हैं, नेकी कर और दरिया में डाल, अगर नेकी दरियामें ही डालनी है, तो मैं नेकी क्युं करुं?"
કટ્ટર જાતિવાદમાં માનતા, ઓસ્ટ્રેલિયન યુવકોજ, ઘણા ભારતીય વિધ્યાર્થીઓના મોત માટે જવાબદાર હોય છે. તેવા નિર્દોષ ભારતીય વિધ્યાર્થીઓ અને ભારત દેશના સ્વાભિમાન કાજે, જય દિક્ષિતે (ઈમરાન હાશ્મીએ) કરેલા સંઘર્ષની વાત લઈને, તે પરથીજ આ `crook` ફીલ્મના કથાનકનો જન્મ થયો છે.
આપણા સહુમાં, દુષ્ટ વૃત્તિ સ્વરૂપે, એક રાક્ષસ સંતાઈને બેઠેલો છે, જે કાયમ એક મોટા શિકારી જંગલી કૂતરાની માફક, આપણને ખોટું કરવા, ઉશ્કેર્યા કરે છે. આપણે તેને બળજબરીથી વધારેને વધારે દબાવતા જઈએ, તેમતેમ તે મનોવિકૃતિનું બેડોળ રૂપ ધારણ કરે છે. હીન્દી ફીલ્મોની શરૂઆતથી લગભગ ૧૯૭૦ સુધી, ફીલ્મના હીરોની આદર્શવાદી-સજ્જન-સત્યના માર્ગ પર ચાલનાર અને વિલનને, અસામાજીક ગણી શકાય તેવી, તમામ પ્રકારની નીતિઓ અપનાવનાર ખરાબ વ્યક્તિ તરીકે સ્પષ્ટ પાત્રાલેખન થતું હતું.
પરંતુ, શ્રી અમિતાભજી અને અન્ય કેટલાક ઍક્શન હીરોના ઉદભવ તથા સમય બદલાતાં, ફીલ્મી લેખકોના ખ્યાલ પણ બંડખોર બનતાં, કથાનકોમાં હીરો એટલેકે સારા અને વિલન એટલેકે ખરાબ વ્યક્તિના પાત્રનું નિરૂપણ એકજ વ્યક્તિમાં આરોપીને, તેને સમય-સંજોગો મુજબ, `જેવા સાથે તેવા - It's Good to be Bad.` ની નીતિ અપનાવતો હોય તેવી કથાઓ લખવાનું વલણ શરૂ થયું, જે આજે પણ જારી છે.
જોકે, આવાં કથાનકોની `પ્રેરણા` (..!!) મોટાભાગે પશ્ચિમી દેશોમાં બનતી અંગ્રેજી ફીલ્મોમાંથી જ લેવાતી જોવા મળે છે. સન- ૧૯૯૪ની, નિર્માતા-નીકી માર્વિન, ડાયરેક્ટર - ફ્રૅંક ડૅરાબોન્ટની, અમેરિકન ફીલ્મ,`The Shawshank Redemption, માં પણ પોતાની પત્નીના ખૂનના આરોપસર જેલમાં સબડતા હીરો,Andy Dufresne ( ટૉમ રોબિન્સ),ની મનોદશાનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.
`The Shawshank Redemption` ફીલ્મમાં એક સંવાદ છે, "Hope is a good thing, maybe the best of things, and no good thing ever dies..." સ્ક્રીપ્ટ-ફ્રૅંક ડૅરાબોન્ટ.
કટ્ટર જાતિવાદ, આજ પ્રકારની બેડોળ ક્રૂર મનોવિકૃતિનુંજ, એક નિંદનીય સ્વરૂપ છે. જેમ અતિશય ગરમ લોખંડને ટીપવા, આપણા હાથને બદલે, લોખંડના વજનદાર ઘણનો પ્રહાર જરૂરી હોય છે, તેમ કોઈપણ દેશ, સમાજમાં પ્રવર્તતી, કટ્ટર જાતિવાદને અંકુશમાં લેવા શું તેવા વિકૃત માણસો સાથે,` It's Good to be Bad.` ની નીતિ અપનાવાય તેજ સાચો માર્ગ છેકે, આ માર્ગ પણ છેતરામણો અને માનવ માટે વધારે નુકશાનકારક છે?
જોકે, આ બધા સવાલના જવાબતો, તારીખ ૧૦ - ઑક્ટોબર - ૨૦૧૦ ના રોજ, ભારતભરમાં રિલીઝ થનાર, 'Crook' ફીલ્મજ આપી શકશે?
જોકે હવેતો, મને પણ લાગે છેકે, હીન્દી ફીલ્મોના કાયમી રિવાજ પ્રમાણે, ઈમરાન હાશ્મીને, " સારો પ્રેમી અને ખરાબ દીકરા" નો રૉલ કોઠે પડી ગયો છે અને તેને હવે આવાજ રૉલ કરવા ગમે છે અથવા તો મળે છે..!!
શ્રીમોહિત સુરીની મહત્ત્વાંકાંક્ષી ફીલ્મ,` Crook 'નું સંગીત સંગીતકાર- પ્રિતમે આપ્યું છે ગીતકાર- કુમાર અને ગાયક-ગાયિકા, બાબુ માન,સુસેન ડીમેલૉ, નિરજ શ્રીધર, કે.કે. અને મોહિત ચૌહાણ છે. ફીલ્મનાં કેટલાંક ગીત કર્ણપ્રિય છે. ખાસ કરીને, "તુજકો જો પાયા" ગીત સુંદર છે. આપ Crook (2010) નાં સુંદર ગીતોના, `મૉબાઈલ રીંગટોન્સ`, નીચેની સાઈટ પરથી ડાઉનલૉડ કરી શકશો.
http://bollymobile.in/crook-%E2%80%93-it%E2%80%99s-good-to-be-bad-ringtones/ -
સન-૧૯૯૦થી, અમેરિકામાં, સ્ક્રીન રાઈટર, ઍડીટર, રિપોર્ટર, પબ્લિશર, ડિઝાઈનર અને મેનેજર તરીકે સેવાઓ આપતા, `Christopher Wehner `ના,`It's Good to be Bad.`, અંગે, મંતવ્ય આપતાં જણાવે છેકે,
"હવે છેલ્લા દસકામાં, હીરોને અન્યાય સામે લડતો દર્શાવવા, તેને ખરાબ કાર્યોની અતિશયોક્તિ કરતો દર્શાવવાનું વલણ ફીલ્મ મેકર્સમાં જોવા મળે છે. જે આમતો, કોઈપણ મનોવિકૃત માનવી પર ના કથાનકમાં, તેને ડર વગર વિહરતો બતાવવો, તે માન્યામાં ના આવે તેવી બાબત છે. ગોરા લોકોની કાળા માટે અને કાળા લોકોની ગોરાઓ માટેની ધૄણા ભરી લાગણીઓ કોઈથી છૂપી નથી. સાથેજ, બદલો લેવા ખરાબ બનતા અને પશ્ચાતાપથી સારા બનતા હીરોના કથાનકવાળી ફીલ્મોનો આપણી ફીલ્મ ઈંન્ડસ્ટ્રીમાં તોટો અને જોટો, જડે તેમ નથી..!! આવી કથા લખવી સહુથી સહેલું કાર્ય છે..!!"
કદાચ એટલેજ, આજરોજ ભારત-ઔસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી, ટેસ્ટમેચના પ્રથમ દિવસે, રિકી પોંન્ટીંગ અને ઝાહિરખાન વચ્ચે થયેલ તૂંતૂં-મૈંમૈં, પાછળ ઑસ્ટ્રેલિયન જાતિવાદના દ્રઢ સંસ્કાર,`મૈં ગોરા તું કાલા?`, કે પછી માત્રને માત્ર મેદાન પરની ઉત્તેજનાની પરકાષ્ઠાનું કારણ હશે?
જોકે, કારણ જે હોય તે પણ, આજના ફાસ્ટ યુગમાં,` It's Good to be Bad.` ની નીતિ ધારણ કરવામાં, છોછ રાખ્યા જેવો નથી..!! આમેય, આપણે ક્યાં ધર્મરાજ યુધિષ્ઠિરના અવતાર છીએ?
બૉસ, ,,` It's Good to be Bad.` ની નીતિ બાબતે, કાંઈ વધારે પ્રકાશ પાડવો છે?
માર્કંડ દવે. તાઃ ૦૧ -ઑક્ટોબર - ૨૦૧૦.
મારો બ્લોગઃ-
http://markandraydave.

http://bollymobile.in/crook-%

__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************

.
__,_._,___
No comments:
Post a Comment