[F4AG] માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટેના જીવનકૌશલ્યો

 

માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટેના જીવનકૌશલ્યો

Source: Dharm Desk ahmedabad    
 
 
આખા સમાજમાં ડિપ્રેશન, ટેન્શન અને સંબંધિત મનોશારીરિક તકલીફોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આવી તકલીફો ને થતી જ અટકાવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જરૂરી છે. બાળપણથી જ જો લાગણીઓ અંગે જાગૃતિ અને એની વૈજ્ઞાનિક અને વ્યાજબી વ્યવસ્થા અંગે જાગૃતિ લાવવામાં આવે તો માનસિક રીતે તંદુરસ્ત સમાજ રચી શકાય. મનોસામાજિક દ્દષ્ટિએ માણસને સંપૂર્ણ બનાવે એવાં કૌશલ્ય દરેક વ્યક્તિએ શીખવાં પડશે. દૈનિક જીવનની સમસ્યા અને પડકારોને અસરકારક રીતે પહોંચી વળવાની ક્ષમતાને મનોસામાજિક સામથ્ર્ય કહેવાય છે. મનોસામાજિક સામથ્ર્ય (અથવા લાયકાત) મેળવનાર વ્યક્તિ મનની શાંતિ જાળવી રાખીને અન્ય વ્યક્તિ, પરિસ્થિતિ કે વાતાવરણ સાથે ગોઠવાઇ શકે છે. બાહ્યપરિબળોમાં વારંવાર પરિવર્તન આવવા છતાં મનની શાંતિ ન ગુમાવનાર વ્યક્તિ મનોસામાજિક સામથ્ર્ય ધરાવે છે એવું કહી શકાય. આવું સામથ્ર્ય મેળવવા માટે કેટલાંક જીવનલક્ષી કૌશલ્ય દરેક વ્યક્તિએ શીખવા પડશે.

અત્યારના ઝડપી જેટયુગમાં આખો દિવસ દોડાદોડી, અવાજ અને ગીચતા વચ્ચે જીવતા દરેક માણસે અને ખાસ તો હ્રદયરોગ; હાઇબ્લડપ્રેશર વગેરેના દર્દીઓએ, તણાવ-મુક્ત રહેવાની રીતો - પધ્ધતિઓ શીખી લેવી જોઇએ. ધ્યાન, યોગાસન, પ્રાણાયામ, બાયોફીડબેક કે સાઇકોથેરપીની મદદથી માનસિક શાંતિ મેળવી શકાય. અને આમાંથી કોઇક ફાવતી પધ્ધતિ જીવની એક રોજિંદી ઘટમાળ બની જવી જોઇએ જેથી નિયમિતપણે થોડોક સમય માનસિક શાંતિ અને સ્વસ્થતા પાછળ જાય. આ બધી પધ્ધતિઓ સિવાય પણ જો માણસ ચાલુ કામકાજમાંથી થોડોક સમય પોતાને મનગમતી અન્ય પ્રવૃત્તિ કરવા પાછળ કાઢી લે તો માનસિક તણાવ ઘટી જાય છે. આવી પ્રવૃત્તિમાં ગીત-સંગીતથી માંડીને રમત-ગમત (હરીફાઇ વગરની) સુધીની કોઇપણ પ્રવૃત્તિ થઇ શકે.

વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે દશ જીવનલક્ષી કૌશલ્યોની યાદી તૈયાર કરવામાં આવી છે. બાળપણથી જ જો પધ્ધતિસર આવાં કૌશલ્ય શીખવામાં આવે તો સમાજ વધુ સ્વસ્થ બને. આની જેવાં અન્ય પણ ઘણાં જીવનલક્ષી કૌશલ્ય છે પરંતુ આ દશ કૌશલ્ય એ બધાના પાયામાં છે. જે રીતે શારીરિક ક્ષમતા (દા.ત. ઘોડેસવારી, તરણ વગેરે) નાં કૌશલ્યો શીખવામાં આવે છે એ જ રીતે પધ્ધતિસર આ મનોસામાજિક કૌશલ્યોનું શિક્ષણ પણ જરૂરી છે. આ કૌશલ્યોની યાદી નીચે મુજબ છે:

જીવનકૌશલ્યો:-

(૧) નિર્ણય કરવાની ક્ષમતા


(Decision Making)

(૨) પ્રશ્ન હલ કરવાની ક્ષમતા


(Problem Solving)

(૩) સર્જનાત્મક ચિંતન


(Creative Thinking)

(૪) ગુણદોષનો વિચાર કરવાની ક્ષમતા


(Critical Thinking)

(૫) અસરકારક સંપર્ક અને અભિવ્યક્તિ


(Effective communication)

(૬) માનવીય સંબંધો અંગેની ક્ષમતા


(Interpersonal Relationship)

(૭) સ્વ-જાગૃતિ


(Selfawareness)

(૮) અન્યની લાગણીઓ સાથે તાદાત્મ્ય


(Empathy)

(૯) લાગણીઓને ખાળવાની ક્ષમતા


(Coping With Emotions)

(૧૦) તાણને પહોંચી વળવાની ક્ષમતા


(Coping With Stress)

માત્ર માનસિક બીમારીઓ અટકાવવા માટે નહીં પરંતુ સ્વસ્થ સમાજના નિર્માણ માટે જીવનલક્ષી કૌશલ્યો શીખવાં જરૂરી છે. ઘણી બધી શારીરિક બીમારીઓ થવાનું કારણ માણસનું મન હોય છે. મન સ્વસ્થ હોય તો આવી બીમારી ન થાય. આ ઉપરાંત, ઘણી બધી શારીરિક બીમારી અટકાવવા માટે અને એમાંથી સાજા થવા માટે વ્યક્તિની ખોરાક-વ્યસન કે જાતીય જીવન સંબંધી વર્તણૂક જવાબદાર હોય છે. આવી વર્તણૂક ઉપર ઘણી વખત વિચારોેને બદલે લાગણીઓનું પ્રભુતત્વ હોય છે. જો આ જીવનલક્ષી કૌશલ્યો હસ્તગત થઇ જાય તો માણસ પોતાની લાગણીઓ અને વિચારોને કાબૂમાં રાખીને શરીર-મન પાસે ધાર્યું કામ લઇ શકે છે. યોગવિદ્યામાં પણ મૂળભૂત રીતે મનની વૃત્તિઓને નિયંત્રણમાં રાખવાની જ વાત છે જેનો આ ''આધુનિક જીવનલક્ષી કૌશલ્યો સાથે મેળ બેસે છે.

જીવનલક્ષી કૌશલ્યોની સમજણ અહીં વિગતવાર આપી છે. પરંતુ આ કૌશલ્ય હકારાત્મક વાતાવરણમાં યોગ્ય શિક્ષકની મદદથી લાંબા ગાળાના પ્રયત્નો પછી જ કેળવી શકાય છે. આજકાલ આપણું શિક્ષણ માત્ર બૌ(ધ્ધક ક્ષમતાનો જ વિચાર કરે છે અને એટલે એકાંગી બની ગયું છે. આ શિક્ષણમાં લાગણી (હ્રદય) અને શ્રમ (હાથ)ની તાલીમ જો ઉમેરવામાં આવે તો એ સાચા અર્થમાં કેળવણી બની રહે જે વ્યક્તિને વિચાર, લાગણી અને શારીરિક કૌશલ્યમાં સમૃધ્ધ બનાવે અને સમાજમાં સ્વસ્થ જીવન જીવવાનું સામથ્ર્ય આપે.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.


Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...