skip to main | skip to sidebar
http://markandraydave.blogspot.com/2010/10/big-bunty-boss-4.html

BIG BUNTY BOSS - 4
" દિલ ચોરીને, મન ચોરીની, ગંદી નેમ લાગે છે..!!
બંટી ચોરના, ચંટ - બૉસની, ભદ્દી ગેમ લાગે છે?"
=========
પ્રિય મિત્રો,
આ..હા..હા..હા..!! આપણા દેશનું, અત્યારે કેટલું સુંદર વાતાવરણ છે. આજકાલ નિશ્ચિંતપણે, એમ કહી શકાય તેમ છેકે," હરખ હવે, તું હિંદુસ્તાન..!!"
આપણી ચારે બાજુ ઉલ્લાસ અને આનંદના ધોધ ઉછળી રહ્યા છે...!!
એક તરફ, નહેરૂ સ્ટેડીયમમાં રંગબેરંગી આતશબાજીનો અદભૂત ઉજાસાનંદ, હજી આપણા મનને અજવાળી રહ્યો છે, કૉમન વેલ્થ ગેમ્સમાં, સ્વર્ણ-રજત-કાંસ્ય, ચંદ્રક ધડાધડ મળી રહ્યા છે. મોહાલીની પ્રથમ ટેસ્ટમાં. ઑસ્ટેલિયા સામે, આપણો રોમાંચક વિજય થયો છે.
શું ભલા માણસ, હજી આનંદ ઓછો પડે છે? તો લોને, બીગબૉસની સીઝન-૪નો, રંગારંગ, શુભારંભ થયો છે, બ..સ..!!
આપણા વડવાઓના, સાક્ષાત `વા`નરાવતાર, નટેશ્વર શ્રીસલમાનખાન અને તેમની સાથેજ, આપણા મનોરંજન અર્થે, બખ્તિયાર, તનાઝ, રવિકિશન, રાજુશ્રીવાસ્તવ, સંભાવના, રાખી સાવંતની હાજરીમાં, પોતાના કિંમતી સમયનો ભોગ આપીને, પધારેલા, દેવૈન્દરભાઈ ઉર્ફે, `સોકૉલ્ડ` જેલ તોડ બંટી ધ થીફ, પાકિસ્તાની બેગમ સાહિબા ઉર્ફે અલી સલીમભાઈ (..!!)ને તો, આપ ઓળખતાજ હશો.
ઉપરાંત, ચંબલનો એશોઆરામ ત્યજીને, આપણા મનોરંજનાર્થે પધારેલાં દસ્યુસુંદરી (ડાકૂરાણી) સીમા પરિહાર અને પોતાની આર્થિક, શારીરિક,સામાજીક સેહત બનાવવા પધારેલી, માંડમાંડ નામી કહેવાતી અન્ય અગિયાર હસ્તીઓનો, અપ્રાપ્ય જનગણ, સાચા મનથી, છે...ક આપણા દિવાનખંડમાં આવીને, આપણા અને આપણા બાળકોના, શબ્દભંડોળને સમૃદ્ધ કરવા, તલપાપડ થઈને, સાચા અર્થમાં થનગની રહ્યા છે..!!
તો હવે, હે, દેશવાસીઓ, મનોરંજનના મહાસાગરમાં ગોતાં ખાવા, તૈયાર થઈ જાવ, જો બીગબૉસનો શુભારંભજ, આટલો સુંદર (?) અદભૂત (?) અને અવર્ણનિય હોય તોપછી...!! હવે જખ મારે છે, રેલ્વે અકસ્માત, મોંઘવારી, વિવાદિત સ્થળના શ્રદ્ધા કે શ્રાદ્ધવાદ, નકસલવાદ, આતંકવાદ, ચૂંટણીઓના વિખવાદ, સગાવાદ કેપછી, કંટાળાજનક ભાષણવાદ?
હા..આ વળી મહારાષ્ટ્રમાં, કોઈ `મનસે`ભાઈ મન વગર અને `શિવસે`ભાઈ દિલ વગર,આપણા મનોરંજક રંગમાં ભંગ નાખવા, ટેંટેં -ચેંચેં -પેંપેં કરે છે ખરા, પણ કલર ચેનલવાળા તથા મહારાષ્ટ્રની સરકાર, તેમને પહોંચી વળે તેવા છે, વાંધો નહીં આવે..!!
કેવો છે, B.B.S - 4 નિવાસ? ભીતર ૩૦ જેટલા CC કૅમેરા ફીટ કરેલો, આશરે ૪૦૦૦ ચારહજાર સ્ક્વૅરફીટનો, કાચની દિવાલ ધરાવતો, અદ્યતન નિવાસ, B.B.S - 4 માં, ૮૪ને બદલે ૯૬ દિવસની, લાં....બી અવધિ, કુલ ૧૪ પ્રતિયોગીઓ, વળી દર અઠવાડિયે, ઘરનો નેતા બદલાશે, જેને પેલા ડિલક્સ રૂમમાં રહેવા મળશે. બોલો જોઈએ, આપણે હવે, ત્રણ માસ સુધી,આનાથી વધારે, બીજું શું મનોરંજન જોઈએ? ऊन चेनलवाले बच्चों की, जान चाहिए क्या?
જોકે, આમાં કેટલાંક, છાપેલાં કાટલાં સિવાય, બાકીના પ્રતિયોગીઓ માટે, આપણે પૂછવું પડે તેમ છેકે, `આ માંડમાંડ કહેવાતી, નામી હસ્તીઓનો, અપ્રાપ્ય જનગણ, કોણ છે? તો ચાલો, તેમને ઓળખવાનો પ્રયત્ન કરીએ..!!
* Shweta Tiwari- અભિનેત્રી શ્વેતા તિવારી, `કસોટી જિંદગીકી`ની, `પ્રેરણા`, જેના પર તો પહેલાજ દિવસ, ભોળા છોકરાઓને,`લાઈન મારતી` હોવાનો આરોપ મઢાઈ ગયો?
* Manoj Tewari, મનોજ તિવારી - हमार ई बबुवा जो हई ना? वह, भोजपुरी फिलमवा का, बहुत ही बड़ा ऍक्टर, डाईरेक्टर अउर सिंगरवा हई, समज़े का? अईसे, आदमी तो, ई बढ़ीया हई, बेचारा, बिगबॉसवां मे ऊ, `जॅक एन्ड जिलवा`की माफीक, फँस गवाँ हई। पर, बताई देत हई....हाँ, बिगबॉसवा का मेईडल हथियाने का , उका पु..रा का पुरा, चानस हई। समज़े का?
* Abbas Azmi, અબ્બાસ કાઝમી -કસાબના કેસના નકામા કાગળમાંથી સ્વાદિષ્ટ `કબાબ`, કેવી રીતે બનાવી શકાય તેનું, અમૂલ્ય જ્ઞાન આપશે? જોકે, તેઓ હ્યુમન રાઈટ્સના ચળવળકાર હોવા છતાં, બીગબૉસને, બંટીની ગાળોમાંથી બચાવી ના શક્યા, તે અલગ બાબત છે..!!
* Sameer Soni- સમીર સોની, લંડનમાં મેળવેલી, સાવ નક્કામી, ધીરગંભીર, વૅલ બિહેવિયર અને કલ્ચર્ડતાને ત્યજીને, આદરણીય ગુરુઘંટાલ શ્રીબંટીભાઈ પાસેથી,મેઘાવી જ્ઞાનપ્રાપ્તિ દ્વારા,તેઓની પ્રથમ ફીલ્મ `ચાઈનાગૅટ`નું બાકી રહેલુ, બારમાસી-બદમાશી શિક્ષણ પ્રાપ્ત કરવાના, સંનિષ્ઠ પ્રયત્ન કરતા જોવા મળ્યા?
* Bunty - દેવૈન્દરભાઈ ઉર્ફે, `સોકૉલ્ડ` જેલ તોડ બંટી ધ થીફનો, અતિ સમૃદ્ધ, ભાષાવૈભવ જોઈ કોઈને, તેમને ગુરુપદે સ્થાપિત કરવાનું મન થાય, તે પહેલાંજ સ્વયં બીગબૉસની વાટ લગાડીને, વટભેરે ચાલતી પકડી? બંટીએ, પહેલાજ દિવસે, પોતાના ઘરની વાટ પકડી, તે બાબતને, તેમની જીવન-કથા આધારિત, ફીલ્મ `ઑયે લકી ઑયે` ના શિર્ષકને ટાંકીને, કેટલાક વ્યુઅર્સ, આપણા સહુનું `બૅડ-લક` ગણે છે?
* Seema Parihar, દસ્યુસુંદરી સીમા પરિહાર, જે રી...તે, સુધરી (?) ગયાં લાગે છે, તે જોતાં, બીગબૉસના ઘરમાંથી બહાર નીકળતાંજ, `મુલાયમ સાયકલ`નો મોહ છોડાવીને, ઉત્તરપ્રદેશમાં `માયાવી હાથી` તેમને ભેટમાં મળે, તો નવાઈ નહીં?
* Rahul Bhatt, રાહુલ ભટ્ટ- આપણા ગુજરાતી સુપરસ્ટાર નરેશભાઈની માફક, પહોળા પગ રાખીને ઊભા રહેતા તથા બાવડાં ફૂલાવવા છતાં, હજુસુધી કોઈ પ્રતિયોગીને, બીવડાવી ન શકેલ, મુંબઈ બ્લાસ્ટના, અપરાધી ડૅવિડ હેડલીના કહેવાતા મિત્ર અને સુપ્રસિદ્ધ નિર્માતા નિર્દેશક મહેશ ભટ્ટના દીકરા, રાહુલ ભટ્ટ, બીગબૉસ-૩ના વિજેતા પહેલવાન, બિંદુ દારાસિંગની માફક, કોના તારણહાર બની, કોને-કોને, ક્યારે-ક્યારે મારશે, તે સ્ક્રીપ્ટ લખવાની, હજી બાકી છે?
* Begum Nawazish Ali, અલી સલીમ- પાકિસ્તાનના વિખ્યાત શૉ, `બેગમ નવાઝીશ અલી`ના હૉસ્ટ, અલી સલીમ, કાચની દિવાલોની આરપાર, ખુલ્લેઆમ, કપડાં બદલીને, આપણને ખાત્રી કરાવશેકે, તેઓએ, `બેગમ` નો સ્ત્રી સ્વાંગ, પાપી પેટ ભરવા, ધર્યો છે, અસલમાં તે પુરુષ છે?
* Ashmit Patel, અસ્મિત પટેલ- મર્ડર અને સિલસિલે, જેવી ફીલ્મમાં અભિનય કરવા છતાં, પોતાની પ્રખ્યાત અભિનેત્રી બહેન, અમિષા પટેલના ભાઈ તરીકેની, ઓળખનું લેબલ, અહીં આવીને ભૂંસી નાંખશે?
* Sara Khan, સારાખાન - સન-૨૦૦૭માં, બ્યૂટી કૉન્ટેસ્ટમાં, મિસ મધ્યપ્રદેશ ; સન-૨૦૦૮માં, ઈંન્ડિયન ટેલિવિઝનન.કૉમનો, `બેસ્ટ ન્યુ ટેલેન્ટ ઍવોર્ડ ; સન-૨૦૦૯માં, સ્ટાર પરિવારનો `બેસ્ટ વાઈફ ઍવોર્ડ (બિદાઈ-સાધના)`, વિગેરે મેળવીને, પહેલાજ દિવસે, બૅડ બૉય બંટીનો, `અશ્લીલ શબ્દ ઍવોર્ડ` વટભેર પ્રાપ્ત કરીને, અત્યંત હાઁસીને પાત્ર થઈ ગઈ? ( POOR GIRL..!! )
* Aanchal Kumar, આંચલકુમાર- ક્રિકેટર યુવરાજની કથિત ગર્લફ્રેંડ અને હીન્દી ફીલ્મ `ફૅશન` અને `બ્લફમાસ્ટર`ની સહઅભિનેત્રી, જાણીતી મૉડલ છે પણ, બીગબૉસના ઘરમાં, ત્રણ માસ ટકે, તેમ લાગતું નથી?
* Hrishant Goswami, હ્રીશાન્ત ગોસ્વામી- સન-૨૦૦૪માં,`Gladrags Manhunt contest` વિજેતા બનીને, મૉડલિંગની દુનિયામાં ડગ માંડનાર, ગોસ્વામીભાઈ, રામાયણની ચોપાઈ-દોહા કેવા લલકારે છે તેની, સમય વિત્યે ખબર પડશે?
* Veena Malik, વિણા મલિક - પાકિસ્તાની, મૉડલ, અભિનેત્રી, કૉમેડીયન અને પાકિસ્તાની ક્રિકેટર, મોહંમદ આસિફ સાથે રહીને, ક્રિકેટ મેચ ફિક્સિંગની,ઈન્ટરનેશનલ સર્વજ્ઞ તજજ્ઞ, અહીં બાકીના પ્રતિયોગીઓ સાથે, કેવી ફીક્સ (?) થાય છે તે જોવું રહ્યું?
* Sakshi Pradhan, સાક્ષી પ્રધાન- MTV "Splits villa 2"ની વિજેતા અને તાજેતરમાં, કથિત `MMS sex scandal` દ્વારા ભારે ચર્ચામાં છે?
જોકે, સામાન્ય પ્રેક્ષકોને જ નહીં, અનેક સેલિબ્રિટીઝને, બીગબૉસ-૪ના, પ્રતિયોગીઓની પસંદગીથી આશ્ચર્ય સાથે, હતાશા થઈ છે. મુંબઈનું લોકપ્રિય ટેબ્લોઈડ મિડ-ડે કહે છે," સમગ્ર વિશ્વમાં, આપણા દેશનું, પ્રતિનિધિત્વ, આવા લોકો કરશે? આ સિવાય, કલર્સ ચેનલને, સારો આદર્શ સ્થાપિત કરે તેવા, કોઈ ભારતીય કલાકારો ન મળ્યા હોત?"
`Futuristic Media Network`,દ્વારા હાથ ધરાયેલા, એક યુથપૉલના તારણ મુજબ, યુવાઓ આના કરતાં, વધારે સારા કલાકારો અને રમતવીરોને, બીગબોસ હાઉસમાં જોવા ઈચ્છતા હતા.
સહકુટુંબ સાથે બેસીને ટીવી કાર્યક્રમ માણતું હોય તેવા, બરાબર, પ્રાઈમ ટાઈમ દરમિયાન, આવા કથિત ચોર, ડાકુ, ફીલ્મ-સિરિયલ્સના ફ્લોપ એક્ટર-ઍક્ટ્રેસ, આતંકવાદીને બચાવનાર ઍડવોકેટ વિગેરેને જોઈને, કોને ધૄણા અને નિરાશા ના થાય?
આ શૉ, ફેમીલી પ્રાઈમ ટાઈમ સ્લૉટમાં હોવાથી, કેટલાક મીડિયા પ્રોફેસનલ્સે તો વળી, ટ્વીટર પર, B.B.S - 4 ને લેટ-નાઈટ ટાઈમ સ્લૉટમાં, ખસેડવા સુધીનાં મંતવ્ય જાહેર કર્યાં છે..!! (પણ, રીપીટ ટૅલિકાસ્ટનું શું?)
જોકે,જેને આવા શૉ જોવામાં રસ છે, તેતો, ગમે તે રીતે અને ગમે ત્યારે, આ શૉ જોઈ શકે છે.આમેય આખો શૉ ન જોવો હોય તો, દિવસ દરમિયાન, કોઈપણ ન્યૂઝ ચેનલમાં, તેની હાઈલાઈટ્સ, આખો દિવસ માણીજ શકાય છે..!!
બંટી ધ થીફની વિદાયનો ઍપિસોડ જોઈને, એક મિત્રએ કહે, " તમને શું લાગે છે? પહેલાજ દિવસે, કોઈ દેખીતા કારણ વગર, બીગબૉસ પ્રત્યે, આવું ખરાબ વર્તન, બંટીએ શામાટે કર્યું હશે? "
મેં, તેમને, ટૂંકોને ટચ જવાબ આપ્યો, " દોસ્ત, આ ખુલાસો તો કોઈ, મનોચિકિત્સક અથવા અનુભવી, સિનિયર પોલીસ અધિકારીજ, કરી શકે..!!"
જોકે, બંટીભાઈના, બે દિવસના અતડા વ્યવહાર પરથી, મેં કેટલાંક મજેદાર તારણ કાઢ્યાં છે, કદાચ આપને તે, જાણવામાં રસ પડે?
* જે ગુન્હેગાર, ૧૩ વર્ષ જેલમાં, રહ્યો હોય તે, આવા બંધનની સ્થિતિમાં, ઉગ્ર અને બંડખોર બની શકે છે.
* ૧૩ વર્ષ સુધી, ફક્ત અને ફક્ત ગુન્હેગારની સોબતને કારણે, સમાજમાં પ્રતિષ્ઠા અને વ્યવહારમાં સારી રીતભાત ધરાવતા (??) લોકોની વચ્ચે, બંધ ઘરમાં, બંટીએ, એકલતા અને અકળામણ અનુભવી હશે?
* બીગબૉસે આપેલા, અધિકારના આધારે, વારંવાર પૂછવા છતાંય બંટીએ, નોમિનેટ કરવા, કોઈ સહ પ્રતિયોગીનું નામ ન જ આપ્યું, તે બાબત, ગુન્હો કરીને, પકડાઈ ગયા બાદ, ટોર્ચર થવા છતાં, સાથીદારોને બચાવવા, તેમનાં નામ ન જ આપવાં, તેવી મળેલ ક્રિમિનલ ટ્રેઈનીંગના એક ભાગ જેવું જ નથી લાગતું?
* આવી વ્યક્તિને, પોતાના પર કોઈ દયા બતાવે કે સારા-નરસાનો ઉપદેશ આપે તે, ગમતું નથી હોતું. કદાચ, તેથીજ, ગાર્ડન એરિયામાં, સમીર સોની અને મનોજ તિવારીને, પોતાને એકલા રહેવા દેવા, બંટીએ શરમ રાખ્યા વગર જણાવી દીધું હશે?
* બીગબૉસ દ્વારા, બંટીએ કરેલા નિયમભંગની, સાર્વજનિક ઉદઘોષણા બાદ, જેલ મેન્યૂઅલનું સખ્તાઈથી પાલન કરાવવા મથતા, જાલિમ સત્તાધિશ જેલરના રૂપમાં, બીગબૉસને કલ્પી લઈને, બંટીના, અજ્ઞાત બંડખોર મન દ્વારા, જેલર પર કઢાતી, બધીજ ભડાશ તથા ગુસ્સો, અશ્લીલ ગાળોના વરસાદના રૂપમાં, બીગબૉસ પર વરસાવ્યો હોય, તેમ નથી લાગતું?
* બંટીએ, જે રીતે, CC કૅમેરાના લેન્સને, પોતાનાં મોજાંથી ઢાંકી દીધા, ચારવાર બોલાવવા છતાં કન્ફેશનરૂમમાં (આરોપીનું પાંજરૂં ? ) ન પ્રવેશ કર્યો તથા બહાર જવાના દરવાજાનો એક હિસ્સો કળ અને બળપૂર્વક ખોલી બતાવ્યો, તે એક કુશળ ચોર તરીકેની, નિપુણતા દર્શાવે છે? ( ૫૦૦ ચોરીના આરોપ, કોઈ હાલી-મવાલી,ટપોરી પર, થોડાજ લાગતા હશે..!!)
* બીગબૉસે, કંટાળીને, તેને તાળું ઉઘાડી બહાર કાઢ્યો ત્યારે પણ અનેક બાઉન્સર્સની હાજરીમાં, કૅમેરા પર્સનને ગાળો દઈ, કેમેરા છીનવવાનો પ્રયત્ન કરવો તે એક રીઢા ગુન્હેગારનું લક્ષણ હોય, તેમ નથી લાગતું?
જોકે, બહાર આવ્યા બાદ, એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં, દેવૈન્દરભાઈ ઉર્ફે, `સોકૉલ્ડ` જેલ તોડ, બંટી ધ થીફે, કલર્સ ચેનલના પ્રોડ્યુસર્સ પર આરોપ લગાવતાં જણાવ્યુંકે," મને પહેલી ક્ષણથીજ, એમ લાગ્યુંકે, પોતાના કાર્યક્રમને પ્રસિદ્ધ કરવા માટે, `બંટીચોર-બંટીચોર` તરીકે ઓળખાવીને, મારી સતત બેઈજ્જતી કરવામાં આવતી હોવાથી, મેં આ કાર્યક્રમ છોડી દીધો..!!"
મને ખાત્રી છેકે, કથિત બંટી ધ થીફભાઈની આ વાત સાથે, તેમની ચોર બિરાદરીના કેટલાય, સંવેદનશીલ (?) મિત્રો સહમત હશેજ. કારણકે, આ B.B.S - 4માં, સમગ્ર વિશ્વમાં, ત્રીસ-ત્રીસ કૅમેરામાં, સતત ચોવીસ કલાક, પોતાનું ચોકઠું બતાવીને, ચોરી ચપાટીના ધંધાથી કાયમ માટે હાથ ધોઈ નાંખ્યા સિવાય, બીજું ફીણવાનું શું?
મને કેટલાક મિત્રો, કહે છેકે," તમે બંટીભાઈ પર કાંઈ લખો, તો એટલું જરૂર લખજોકે, વ્યુઅર્સે નિરાશ થવાની જરૂર નથી, હવે બીગબૉસ અને અન્ય પ્રતિયોગીઓની વાટ લગાડવા, હજુ ડાકુરાણી સીમા પરિહાર, અંદર મોજુદ છે?"
જોકે, મને તો લાગે છેકે, સીમા હવે ડાકુ કરતાં, રાજકારણી વધારે લાગે છે. વળી સીમાજીને, પાછું અંદર, બંદૂક ક્યાં લઈ જવા દીધી છે? પરંતુ, જાતજાતના વિચિત્ર પ્રાણીઓ સાથે, કેદખાના જેવા બીગબૉસ હાઉસમાં, જો વધારે દિવસ રહેવાનું થશેતો, સીમાના ગુસ્સાની કોઈ સીમા ના રહે તે પણ શક્ય છે..!! (જોકે, તેમણે વિણા મલિકને કહ્યુંકે,તે ફક્ત હાથ વડે પણ કોઈની જાન લઈ શકે છે..!!)
હશે, છોડો, આગે-આગે દેખો હોતા હૈ ક્યા?
બાય-ધ-વૅ, અમારા બીગબૉસ તો, આપ સહુ છો.
" और बिगबॉस चाहतें हैं कि....बस, अब लेख समाप्त किया जाय...????"
"ANY COMMENTS, BIG BOSS?"
માર્કંડ દવે. તાઃ ૦૫ ઑક્ટોબર,૨૦૧૦.

__._,_.___
.
__,_._,___