[F4AG] © મહા B.B.S.4 ભારત

 

© મહા B.B.S.4 ભારત

© મારો બ્લોગઃ-
http://markandraydave.blogspot.com/2010/11/bbs4_30.html


" ડૉલીને મૂછ હોત  તો કાકા ન કે`ત,
  હોઠનો વાંક  હોત  તો ટાંકા ન લેત?"


===========


પ્રિય મિત્રો,


મને એક સવાલનો જવાબ આપશો? ટીવીના પ્રતિબંધીત રિયાલીટી શૉનો કેફ વધે કે અન્ય પ્રતિબંધીત કેફી નશીલા પદાર્થોનો?


આ તા.૨૯મી નવેમ્બરને સોમવારે(ગઈકાલે), અમારા એક મિત્રના ત્યાં સાંજે ,તેમના દીકરાનો જન્મ દિવસ મનાવવા અમે કેટલાક મિત્રો એકઠા થયા હતા. ખબર નહીં કેમ..!! અમે  આપણા ભારતના સમય પ્રમાણે આમંત્રણના સાંજના સાતને બદલે, સાડા આઠ વાગે પહોંચ્યા ત્યારે અમને મોડા પહોંચેલા જોઈને, યજમાન મિત્રની પત્નીએ મોં ચઢાવી દીધું. છેવટે મારી છઠ્ઠી ઈન્દ્રિય મદદે આવી. અમે જેમતેમ કૂતરાની આગતાસ્વાગતા પામીને, લુશ-લુશ ખાઈને હજી તો મિત્રના ઘરના દરવાજે તરત જવા પહોંચ્યા હોઈશુંને, મિત્રના ઘરમાંથી, તેમની મિસિસનો, અણગમા ભરેલો ગણગણાટ સંભળાયો," જો પેલી કેવી રીતે આવી, તે જોવાનું જતું રહ્યુંને? લોકોને ભાન નથી સમયનું?" અમે ભોંઠા પડેલા ચહેરે, સાંભળ્યું ન સાંભળ્યુ કરીને ત્યાંથી ચાલતા થયા.


રોડ પર આવીને, ભોંઠપભર્યા ચહેરે હજી હું આગળ કશું કહું તે પહેલાંતો, મારી પત્ની પણ મહાન અફસોસ સાથે બોલી," પેલી કેવીરીતે આવી તે તો મારેય જોવાનું ગયુંને?"


મિત્રો,આપ સમજીજ ગયા હશોકે, આ બધા B.B.S.4 ની ડૉલી બિંન્દ્રાને બીગબૉસ હાઉસમાં, પરત ફરવાના પ્રસંગને કારણે, અત્યંત ઉત્તેજીત હતા.  હે..રામ..!! જાણે ડૉલી, ડૉલી નહીંને  કોઈ આસમાનથી ઉતરી આવેલી પરી ના હોય? જોકે આ પ્રશ્ન મારા એકલાનો નથી એકેએક  ઘરઘરનો છે.


હવેતો, મનેય ડૉલી કેવીરીતે બીગબૉસ હાઉસમાં પરત આવી? તેની અત્યંત આતુરતા થતાં, આજે તા. ૩૦મી નવે.નો રીપીટ ટેલીકાસ્ટ જોયો ત્યારે મને ખ્યાલ આવ્યોકે, સાલું..!! બીગબૉસ હાઉસ ખરેખર બીગબૉસ હાઉસ કરતાં કશુંક વિશેષ છે.


સોમવારના,  B.B.S.4ના, આ એકજ ઍપીસોડમાં જીવનના કેટકેટલા અર્થ-રહસ્ય સમાયેલાં છે..!!


* ડૉલી બિન્દ્રાને, કાણાંવાળી પેટીમાં શા માટે પુરીને ઘરમાં એન્ટ્રી અપાવી હશે..!! કેમ, સારાખાનની માફક રાત્રે ચૂપચાપ ઘરમાં ન મોકલી શકાત?


- મને લાગે છેકે, બીગબૉસ એમ દર્શાવવા માંગે છેકે, આપણું જીવનચક્ર પણ આમજ ચાલે છેને? ધારોકે, બીગબૉસનું ઘર, દરેક પ્રતિયોગીનો એક જીવનકાળ છે અને ડૉલીની રીઍન્ટ્રી તે, તેનો પૂનર્જન્મ છે, તેવા સંજોગોમાં  પેલી કાણાંવાળી પેટી, માતા નો ગર્ભ કહેવાય કે નહીં?


જોકે, દસ દિવસ અગાઉજ, ડૉલીએ પાડેલી ત્રાડોથી કંટાળેલા, અમારા એક મિત્ર કહે છેકે, " B.B.Houseમાં ડૉલી ફરીથી ઝઘડે કે ગાળો બોલે તો, તેને પેલી પેટીમાં બંધ કરી શકાય તેથી પેટી મોકલી છે..!!"


* પરંતુ, કાણાંવાળી આ  પેટી ખોલવાનું (સુવાવડનું?) શુભકાર્ય, સમીર સોનીને હાથેજ  કરવાનો હુકમ શા માટે કરવામાં આવ્યો?


- કદાચ, સર્વશક્તિમાન બીગબૉસ (ભગવાન..!!) એમ ઈચ્છતા હશેકે, ભૂખ્યા રહી, તડકામાં બેસીને ત્રાગું કરી, જગતમાંથી કોઈને અકાળે પ્રસ્થાન કરાવનાર, જવાબદાર વ્યક્તિને, તેની ભૂલનું ભાન થાય તથા પ્રાયશ્ચિત કરવાનો મોકો પ્રાપ્ત થાય?


જોકે, સમીર સોની પ્રત્યે હમદર્દી ધરાવતા અમારા મિત્ર કહે છેકે," એવું કશું નથી. સમીર સોનીના હાથે પેટી ખોલાવીને, ડૉલીને બહાર કાઢતી વખતે સમીર, ડૉલીને એવો સંકેત આપેછેકે, જો આ વખતે ગળામાંથી હરફ સરખો ઉચ્ચાર્યો છેને? તો..તો..,હું તડકામાં ત્રાગું કે ભૂખ હડતાળ જેવી ગાંધીગીરી કરવાને બદલે, તને જેવી બહાર કાઢી છે તેવીજ પાછી પેટીમાં બંધ કરી પાર્સલ કરી દઈશ..હાઁ..!!


* તોપછી, ડૉલીને સુલતાના બેગમનો ખિતાબ આપીને, સમીરને ખાનસામા (બટલર) અને બાકીનાને ડૉલીના નોકરચાકર બનાવવાનો શો મતલબ?


- એજકે, ડૉલીને જ્ઞાન થઈ ગયું છેકે, તે માત્ર અહી દસ-બાર દિવસની મહેમાન છે તેથી જીવનને સુલતાના બેગમ જેવું, બોલચાલમાં સંયમીત, ગૌરવશાળી,  જીવવું જોઈએ. વળી આટલા ઉંચા પદ પર હોવા છતાં પોતાની પાછલી ભૂલોની માફી માંગવામાં નાનમ ન અનુભવવી જોઇએ. તેજપ્રમાણે, સમીર અને અન્ય પ્રતિયોગીઓને નોકર બનવાથી, તે લોકોને  એ જ્ઞાત થવું જોઈએકે, જીવનમાં સહેજ મતભેદ થતાંજ, તમે જેની સાથે સાવ સબંધ કાપી નાંખો છો તેના હાથ નીચે ક્યારેક ગુલામી કરવાની સ્થિતિ પણ, બીગબૉસ ધારે તો ઉભી કરી  શકે છે.


જોકે, મારા ચિંતક મિત્રને, બીગબૉસ હાઉસના,ગાળાગાળી, ઝઘડા વગરનું, આટલું સુંદર વાતાવરણ ઉભું થવા પાછળ, કેન્દ્રસરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયની નોટીસની, `સોટી વાગે ચમચમ -વિદ્યા આવે ઘમઘમ`નો હાથ હોય તેમ લાગે છે.


* ડૉલી આ વખતે ખરેખર  સુધરીને આવી લાગે છે? તોપછી, અસ્મિત અને વીણાની સાથે વૉક કરવાના બહાને, નોમિનેશન બાબતે, સારાખાન અને બીજા વિરુદ્ધ કાનભંભેરણી કેમ કરે છે?


- કદાચ, ડૉલીનો પૂનર્જન્મ (રીઍન્ટ્રી) થઈ, તે પહેલાં તે, `રાઝ પિછલે જનમકા` નો એક ઍપીસૉડ કરી આવી હોય અને હવે ઝેર ઓકવાને બદલે, બધાને અંદર-અંદર લઢાવી મારી,મીઠી છૂરી બનીને, ગયા વખતનો (જન્મનો..!!) બદલો  લેવા માંગતી હોય?


જોકે, અમારા ચિંતક મિત્ર જણાવે છેકે," એમ નથી..!! ગયા વખતે, ઍલિમીનેટ થયા બાદ, પરમપૂજ્ય આદરણીય સંતશ્રીસલમાનખાન સમક્ષ ગુન્હાઓનું કન્ફેશન કરતી વખતે, ડૉલીએ સાચાંખોટાં આંસું  સારીને કરેલા પશ્ચાતાપ બાદ,  ડૉલી સમજી ગઈ છેકે ક્યારેક ઉપરવાળાને પણ જવાબ દેવો પડશે..!!


* પરંતુ, ડૉલીએ, આવીને, કોણે કોને નોમિનેટ કર્યા તે બાબતનો ભાંડો ફોડી નાંખી, વીણા અને સારાખાન વચ્ચે, શંકાના બીજ રોપીને જે  સળગાવ્યું છે, તે પરથી ડૉલી સુધરી હોવાનાં લક્ષણ લાગે છે?


- તેમાં ડૉલીનો વાંક હોય તેમ લાગતું નથી, દરેકનું જીવન એક ગૅમ છે. અને ગેમમાં આવી કાનભંભેરણીના બનાવ સામાન્ય છે. કદાચ, વીણા ઘરમાં ટકી રહેવા માટે સુંદર અભિનય કરી રહી છે અને અસ્મિત તેની મોહ માયાજાળમાં ફસાઈને, બેવકૂફની માફક, પોતાની માનેલી દીકરી (બહેન?) સાથે ઑવરરીએક્ટ કરીને, અશ્લીલ ગાળો દઈ રહ્યો છે.


જોકે, પાકિસ્તાનનું નામ પડતાંજ ચિઢાઈ જતા અમારા રાષ્ટ્રભકત મિત્ર કહે છેકે," આ અસ્મિત મૂર્ખાએ રાજકારણમાં જઈ નેતાગીરી કરવાની જરૂર છે.
આખા દેશે પાકિસ્તાની આતંકવાદીઓના ભોગ બનેલાઓને, તા. ૨૬/૧૧ ના દિવસે સન્માનપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી, પ્રાર્થના કરી, તેના પડઘા હજી તો શમ્યા નથી,ત્યાંતો દેશદ્રોહી અસ્મિત, પાકિસ્તાની ઍક્ટ્રેસ વીણાનું ઉપરાણું લઈ, તેને સારું લગાડવા, જીતાડવા, તેને નોમિનેટ કરવાની ગુસ્તાખી કરવા બદલ, સારાખાનને (દીકરીને?) બાપ થઈને ગંદી ગાળો આપતો હતો? શેઈમ..શેઈમ..!!"

સર્વે સાહિત્ય રસિક મિત્રો, મને ક્ષમા કરશો?  આ છેલ્લો ફકરો, ખૂબ દુઃખતા-કકળતા હ્યદયે લખ્યો હોવાથી, હવે આગળ મારાથી કશું લખી શકાય તેમ નથી. કદાચ, એક પાકિસ્તાની ઍક્ટ્રેસને બીગબૉસનો ઍવોર્ડ જીતાડવા, અસ્મિત જેવો  દુરાગ્રહ રાખી, મારા વિશાળ હ્યદયનો પરિચય આપવા જેટલો, હું દેશદ્રોહી હરગિજ નથી.


કોઈ વિદ્વાન મિત્રો, દેશને સમજાવશે? શું પાકિસ્તાનીને જીતાડવા એક બાપ-ભાઈ પોતાની દીકરી-બહેનને ગાળો આપે તે યોગ્ય છે?


કદાચ, આપ પણ દેશદ્રોહી નહીંજ હોય આપણે  કાંઈ અરુંધતિ રૉય થોડાજ છે? યાર, મને ક્યારેક  બાલઠાકરે - રાજ ઠાકરે સાચા હોય તેવું કેમ લાગતું હશે?


ચાલો,. મને તો ચક્કર આવે છે. થોડી ઊંઘ લઈ-લઈએ. કદાચ અસ્મિત વડાપ્રધાન બને તે પછી આપણને  ઊંઘવા ન પણ મળે..!!


માર્કંડ દવે. તાઃ ૩૦ નવેમ્બર ૨૦૧૦.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Find useful articles and helpful tips on living with Fibromyalgia. Visit the Fibromyalgia Zone today!


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...