[Gujarati Club] શ્રદ્ધાંજલિ- મર્દ મહા માનવ સ્વ.શ્રીરાજીવ દિક્ષિતજી.

 

શ્રદ્ધાંજલિ- મર્દ મહા માનવ સ્વ.શ્રીરાજીવ દિક્ષિતજી.

આધુનિક સ્વદેશી ચળવળના અગ્રણી નેતા (છટાદાર વક્તા.)


મારો બ્લોગઃ-
http://markandraydave.blogspot.com/2010/11/blog-post_30.html

=========


અશ્રુભરી શ્રદ્ધાંજલિ-


નામ- મર્દ મહા માનવ સ્વ.શ્રીરાજીવ દિક્ષિતજી.


કામ- છેલ્લા વીસ વર્ષથી આધુનિક સ્વદેશી ચળવળના અગ્રણી નેતા (છટાદાર વક્તા.)


જન્મઃ- અલ્હાબાદ (U.P.)


વ્યવસાયઃ- વૈજ્ઞાનિક ( A.P.J. Abdul Kalam સાથે કામ કર્યું)


વય - ૪૩ વર્ષ, દુઃખદ અવસાન.તાઃ ૩૦ નવેમ્બર ૨૦૧૦.


લિંકઃ-
http://www.rajivdixit.com/?p=30

==========


પ્રિય મિત્રો,


આપણા દેશના સ્વાભિમાનની રક્ષા કાજે, આજના ભ્રષ્ટાચારથી ખદબદતા, હિંસા અને આતંકવાદના ઓછાયા સામે સિંહગર્જના કરનાર, આધુનિક સ્વદેશી ચળવળના અગ્રણી, આજીવન બ્રહ્મચારી મર્દ, મહામાનવ શ્રીરાજીવ દિક્ષિતજી તારીખ-૩૦ નવેમ્બર ૨૦૧૦ના રોજ હ્યદયરોગના હુમલામાં કાળધર્મ પામ્યા છે. હું આ મહામાનવના આત્માની શાંતિ કાજે, ઈશ્વરને હ્યદયપૂર્વક પ્રાર્થના કરું છું.


દેશાભિમાન ધરાવનાર કોઈપણ દેશવાસી, સ્વ.શ્રીરાજીવજીને ન ઓળખતા હોય તે શક્યજ નથી. માત્ર ૪૩ વર્ષની વયે, તેમના અચાનક ચાલ્યા જવાથી, દેશને ન પુરી શકાય તેવી ખોટ પડી છે.


અત્યંત દુઃખની વાત એ છેકે, ભ્રષ્ટાચારના શિષ્ટાચાર વિરૂદ્ધ  કૉલમો ભરીને છાપનારાં અનેક અખબારોમાંથી માત્ર ગણ્યાગાંઠ્યા અખબારોએ શ્રીરાજીવજીની અવસાન નોંધ એક ખૂણે લેવા ખાતર લીધી છે, કેટલાક  અખબારોને તો આ સમાચાર નોંધ લેવા જેવા પણ નથી લાગ્યા. (હા.. લેવાનું શું?એક જાહેરાત વધારે ન છાપીએ?)


કોણ હતા શ્રીરાજીવ દિક્ષિતજી..!! શ્રીરાજીવજી  એક વૈજ્ઞાનિક ઉપરાંત, છટાદાર વક્તા અને આધુનિક સ્વદેશી ચળવળ અને ભારત બચાવ, સ્વાભિમાન જગાવ, જનજાગરણના પ્રખર પ્રહરી હતા.  સન- ૧૮૫૭ની ભારતની આઝાદીની ક્રાંતિના ૧૫૦ વર્ષની ઉજવણી નિમિત્તે, જાણીતી હસ્તીઓ અને દેશની અગ્રણી સંસ્થાઓ દ્વારા, કલકતા ખાતે યોજાયેલા  કાર્યક્રમની આગેવાની શ્રીરાજીવજીએ સંભાળી હતી. તેઓ માનતા હતાકે, Liberalization, Privatization અને Globalizationની પૉલિસી આપણા દેશ માટે આત્મઘાતી સાબિત થશે, જે આગાહીને મહદ અંશે આજે આપણે સાચી પડતી જોઈ રહ્યા છે..!!


જીવનના અંતિમ સમય સુધી તેઓ  `National Secretory of Bharat Swabhiman Andolan`ના પદ પર દેશ-વિદેશમાં, અત્યંત નિષ્ઠાપૂર્વક,  ભારતીયતા અને દેશહિત રક્ષક તરીકે  કાર્યરત હતા.


શ્રી રાજીવજીનાં છટાદાર ભાષણોમાં, ભારતના આઝાદીકાળ પહેલાંના ઈતિહાસ, બંધારણ, આર્થિક વ્યવસ્થા, ગંદા રાજકારણ તથા ભ્રષ્ટાચારની સમસ્યા જેવા વિષયનું  જ્ઞાન અને તેની છણાવટ ભલભલા કાપુરૂષમાં પણ, દેશાભિમાનની  શક્તિનો સંચાર કરી દે તેવું ચોટદાર છે.


આ ઉપરાંત, અંગ્રેજી ભાષાની ગુલામી, આંતરરાષ્ટ્રિય કરારની જાળમાં ફસાતું ભારત, ભારતનું સાંસ્કૃતિક પતન, ભારનો સ્વર્ણમય ભૂતકાળ, ભારતનું વિશ્વને પ્રદાન, ભારત નિર્માણ યોજના, આપણી ઐતિહાસિક ભૂલો, માઁસાહારથી હાનિ, મોત નો વેપાર, સંસ્કૃત ભાષાની વૈજ્ઞાનિકતા, સ્વાભિમાન સંદેશ, સ્વદેશીથી સ્વાવલંબન સુધી, ઝેર મૂક્ત ખેતીપદ્ધતિ, સુવ્યવસ્થા દ્વારા પરિવર્તનની ક્રાંતિ, જેવા અઘરા વિષય પર સાવ સરળ ભાષાશૈલીમાં, સ્વ.શ્રીદિક્ષિતજીએ આપેલ, જોમભર્યાં છટાદાર વક્તવ્ય, દરેક સમજદાર જ્ઞાનપિપાસુ નાગરિકોએ (ખાસ કરીને યુવા નાગરિકોએ) ખાસ માણવા લાયક છે.



જેઓને હજી સ્વ.શ્રીરાજીવજીને નજીકથી ઓળખવાની ઈચ્છા હોય તેવા દેશપ્રેમી સાહિત્ય રસિક મિત્રોને,
`YouTube` પર,  Rajiv Dixit on Kargil War 1999 Part 1/14 ફક્ત એકવાર પણ, સાંભળવા ખાસ ભલામણ છે. આપનામાં શક્તિસંચાર થશે તેની ગેરંટી છે.

લિંકઃ- 
http://www.youtube.com/watch?v=f7XjsdNJkfk

લિંકઃ-
http://www.rajivdixit.com/?p=30

ચાલો, આપણે તમના સ્વપ્નના ભારત નવનિર્માણના કાર્યયજ્ઞને આગળ ધપાવવાના શપથ લઈને, આ મહામાનવને સાચી શ્રદ્ધાંજલિ અર્પીએ.


માર્કંડ દવે. તાઃ ૦૧ ડીસેમ્બર ૨૦૧૦.

__._,_.___
Recent Activity:
MARKETPLACE

Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Be a homeroom hero! Help Yahoo! donate up to $350K to classrooms!

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...