ધર્મનો, ઈશ્વરનો કે અલ્લાહનો સ્થૂળ અર્થ જે આપણે કર્યો છે, અને ઈશ્વર સુધી પહોંચવા માટેના વિવિધ રસ્તાઓના વાડાઓ જે આપણે સર્જ્યા છે તેની વ્યર્થતા એક નાનકડા દ્રષ્ટાંત દ્વારા કેટલી સચોટ રીતે કહી શકાય છે તે અહીં સ્પષ્ટ થાય છે. પ્રસ્તુત બે દ્રષ્ટાંત કથાઓ સાંભળેલી છે, સ્મરણશક્તિને આધારે લખી છે, તેના લેખકનું નામ ધ્યાનમાં નથી, છતાં એ બંનેના લેખકો એક વાત તો સ્પષ્ટ રીતે બતાવી ગયાં છે, કે વાડાઓમાંથી બહાર નીકળીએ તો જ વિશ્વના દર્શન કરી શકાય, કૂવામાંથી બહાર આવી દરિયો અનુભવનાર જ નાનકડી બંધિયાર સ્થિતિની નિરર્થકતા સમજી શકે