[F4AG] ઘડપણ સુધારવાના સાત સોનેરી સૂત્રો

 

ઘડપણ સુધારવાના સાત સોનેરી સૂત્રો

Source: Navinya, Ajay Nayak  
 
 
 
બ્રિટનમાં હાલમાં કર્મચારીઓને તેની નિશ્વિત ઉંમરે નિવૃત્ત નહીં કરવાનો આદેશ બહાર પડ્યો છે. બ્રિટનની સરકારે વધી રહેલી બજેટ ખાધને પહોંચી વળવા તથા પેન્શન જવાબદારી હંગામી ધોરણે ટાળવા આ નિર્ણય લીધો છે. બ્રિટનમાં હાલમાં નિવૃત્તિ વય ૬૫ વર્ષની છે. યુરોપના અન્ય દેશો જેવા કે ગ્રીસમાં ૬૧, જર્મનીમાં ૬૨ અને ફ્રાન્સમાં ૫૯.૪ની સરેરાશ નિવૃત્તિ વય છે. બ્રિટન એવું માને છે કે જો વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સક્ષમ હોય તો તેને કામ પર ચાલુ રાખવી જોઈએ. બ્રિટનમાં હાલમાં અંદાજે ૮.૫૦ લાખ કર્મચારીઓ ૬૫ વર્ષથી વધુ વયના છે.

ભારત માટે આ આશ્ચર્ય ઉપજાવનારી ઘટના છે. સદીઓથી હિન્દુ સંસ્કૃતિમાં ચાર વર્ણાશ્રમ અમલી છે. સન્યાસનું પણ ભારતીય સંસ્કૃતિમાં ઘણું મહત્વ છે. ભારતીય સમાજમાં નિવૃત્ત વ્યક્તિ અન્ય રીતે પ્રવૃત્ત રહે છે. પશ્ચિમી સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિમાં આ જ ભેદ છે. ભારતમાં નિવૃત્તિ કેવી રીતે ગાળવી તેનીય તાલીમ અપાય છે. ભારતીય જીવન વિમા નિગમ તેના નિવૃત્તિના આરે આવેલા કર્મચારીઓને પૂણે ખાતે ખાસ બનાવાયેલા ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ આપે છે. તેમાં નાણાકીય આયોજનથી લઈ સંબંધો કેવી રીતે જાળવવા તેની રીતભાત શીખવાડાય છે. યુરોપના દેશો માટે આ નવો વિચાર છે.

મોટા ભાગે નિવૃત્ત લોકો સામાજિક સેવા સાથે જોતરાતા હોય છે. એ બહાને સમાજને મદદરૂપ થવાનો ઉદ્દેશ્ય હોય છે. આપણે ત્યાં કહેવત છે કે 'ઘરડા વગર ગાડાં ન વળે' એટલે કે જ્યારે ગૂંચ પડે ત્યારે વડીલો જ મદદરૂપ થતા હોય છે. જો કે જમાનાની અસર હવે અહીં પણ જોવા મળે છે. બે પેઢી વચ્ચેનું અંતર પહેલાં કરતાં વધુ પહોળું થયું છે. આ કારણે જ શહેરોમાં નાના કુટુંબો અસ્તિત્વમાં આવ્યા છે. આપણે ત્યાં પણ નિવૃત્ત લોકો હંમેશાં આવકાર્ય કે સ્વીકાર્ય હોય તે હવે શક્ય બનતું નથી. આવી પરિસ્થિતિમાં નિવૃત્તિના આરે આવેલી વ્યક્તિને અપાયેલી તાલીમ લેખે લાગી શકે. ભારતીય જીવન વિમા નિગમ પરથી ખાનગી ક્ષેત્રએ પણ બોધપાઠ લેવાની જરૂર છે.

જો કે બીલીમોરા સ્થિત વડીલ પ્રિ. ડૉ.. ઈશ્વરચંદ્ર દેસાઇ જેવા કેટલાક જ નિવૃત્તજનો હોય કે જેઓ ૬૫-૭૦ વર્ષે પણ ડ્રાઇવિંગ અને ઇન્ટરનેટ શીખે! મૂળ હેતુ સમાજના વલણ સાથે રહેવાનો. પણ બહુ જુજ નિવૃત્તો આ વસ્તુ સમજી શકે છે. પ્રિ. દેસાઈએ તાજેતરમાં જ ઘડપણ સુધારવાના સાત સોનેરી સૂત્રો રજુ કર્યા છે. તેમના મતે...

મનને ઘરડું ન થવા દો: એટલે કે હવે મારી ઉંમર થઈ ગઈ. મારાથી આ ન થાય. જેવા વિચારો ને વાતો કરી નાસીપાસ ન થાઓ. જીવંતતા જાળવી રાખો.

ચાલશે, ફાવશે, ગમશે, ભાવશે: સંયુક્ત કુટુંબમાં અળખામણા થવાથી ઉગરશો તો આ ઉત્તમ શરતો છે. બધાંને સાનુકૂળ થવાથી સુમેળ સારો જળવાઈ રહે. આપણી જાતને જરૂર પડ્યે આ માટે કેળવવી.

નિયમિત કસરત કરો: વૃદ્ધાવસ્થાની કસરત એટલે સાંધાના લોક ખોલવાં, ચાલવું, પ્રાણાયામ વગેરે જે તે શરીરની પ્રકૃતિ અને ક્ષમતા મુજબ-સ્ફૂર્તિ જળવાઈ રહે એવું કરો.

પોઝિટિવ થિકિંગ અપનાવો: વિચારો અનેક પ્રકારના હોય છે. જરૂરી, ફાલતુ, પોઝિટિવ, નેગેટિવ વગેરે. આમાંથી રચનાત્મક કે હકારાત્મક વિચારો જ વાતાવરણને જીવંતતા બક્ષી શકે, પોઝિટિવ થિકિંગ સર્વત્ર આવકારદાયક!

કમ ખાઓ અને ગમ ખાઓ: આહાર-વિહારની કાળજી રાખો. મેંદો, મીઠું, ખાંડ, તેલ, માખણ, ઘી, ઓછાં કરો. હવે ભાવતું નહીં ફાવતું ખાઓ. સાદો, સરળ, સુપાચ્ય ખોરાક તે પણ ભરપેટ નહીં. તમારા વર્તુળમાં વિવાદી ન બનો. સાંભળો વધુ, બોલો ઓછું. સામાન્ય સ્વમાનને છંછેડો નહીં.

નવી પેઢી સાથે તાલમેળ જાળવો: નવી પેઢીની લાઈફ સ્ટાઇલ સાથે સુમેળ સાધા. વડીલશાહીનો ડગલો ખીંટીએ ટિંગાડી દો. નાની વાતોમાં ટકટક ન કરો.

સંપત્તિ સોંપવાની ઉતાવળ ન કરો: તમારા અવસાન બાદ તમારું સઘળું તમારાં સંતાનો કે વારસોને જ મળવાનું છે. એ અગાઉથી સોંપી દઈને પરાવલંબી ન બનો. જીવો ત્યાં સુધી પગભર રહી સ્વમાન સાચવો. સુખથી સંધ્યાકાળ જોવાનાં આ સાત સોનેરી સૂત્રો ગાંઠે બાંધી રાખી. એલઆઈસીએ પણ તેની તાલીમમાં સાત સોનેરી સૂત્રોને સામેલ કરવાની જરૂર છે.

ajay.naik@guj.bhaskarnet.com

નાવીન્ય, અજય નાયક

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...