પ્રિય મિત્રો,
અવસર પરિવારે ગુજરાતી સુગમ સંગીતનું એક આલ્બમ બહાર પાડવાનું નક્કી કર્યું છે.
એ પ્રોજેક્ટનું નામ છે કંઇક ઢીંચાક.
આ આલ્બમમાં અવસર પરિવારનાં કવિ સભ્યો દ્વારા જ લખવામાં આવેલ કવિતાઓ સ્વરબધ્ધ કરવામાં આવશે.
અવસર પરિવારનાં જે સભ્યો આ આલ્બમમાં પોતાની કવિતાઓ રજુ થાય તેમ ઇચ્છતા હોય તેઓને
૮મી ફેબ્રુઆરી ૨૦૧૧ થી ૮મી માર્ચ ૨૦૧૧ સુધીમાં પોતાની કવિતાઓ ગુજરાતીમાં ટાઇપ કરીને
avsarpoetries@gmail.com પર મેઇલ કરી દેવા વિનંતિ.
કવિતાઓ તેમના રસ અનુસાર મોકલવા વિનંતિ. આપણી ભાષામાં વિવિધ કાવ્યરસ છે જેમ કે, શ્રુંગારરસ, હાસ્યરસ, કરૂણરસ, શાંતરસ.
કવિતાઓની પસંદગી રસ અનુસાર કરાશે.
જો આપને આપની રચના કયા રસની છે તે ખ્યાલ હોય તો કાવ્યના નામ પહેલા રસનું નામ લખવું
આવેલી કવિતાઓમાંથી ફક્ત ગુજરાતી અને છંદબધ્ધ રચનાઓને અલગ કરવામાં આવશે.
આ કવિતાઓ પૈકી ૧૨ કવિતાઓને આલ્બમમાં સ્વરબધ્ધ કરી લેવામાં આવશે.
આ પસંદગી અવસરનાં સ્વરકારો દ્વારા કરવામાં આવશે.
ઉપરાંત અમુક પસંદગી પામેલી રચનાઓ ને તેના રચયિતા દ્વારા આલ્બમમાં પોતાના અવાજમાં પઠન કરવાની પણ તક મળશે
અને બધી જ કવિતાઓને અવસરની વેબસાઇટ પરકવિના નામ સાથે પોસ્ટ કરવામાં આવશે.
૮મી માર્ચ ૨૦૧૧ પછી આવેલી કવિતાઓને સ્વરબધ્ધ કરવામાં આવશે નહીં
તેથી આપની કવિતા સમયસર મોકલી દેવા નમ્ર વિનંતિ.
__._,_.___
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment