શા માટે આપણે નિષ્ફળ જઈઍ છીઍ? ઍક વાર સર્કસમાં જવાનું થયું. ત્યાં જોયું તો ઍક ગજાવર હાથીને ઍક નાનકડા થાંભલા સાથે દોરડાથી બાંધેલો હતો. મને આશ્ચર્ય સાથે મનમાં પ્રશ્ન થયો કે આ મહાકાય શક્તિશાળી પ્રાણી જો ધારે તો હમણા આ દોરડાને તોડીને ભાગી જઈ શકે છે, તો પછી તે શા માટે આટલો આજ્ઞાકારી બનીને શાંતિથી ક્યારનો ઍક જ જગ્યા ઍ ઉભો રહ્યો છે? ઍટલે મે કૂતુહલવશ થઈને ત્યાં ઉભેલા સર્કસના માલિકને આ વિષે પૂછ્યું. તેણે મને કહ્યું કે આ હાથીને અમે તે જ્યારે ખુબ નાનો હતો ત્યારે અહીં લાવ્યાં હતાં અને આજ રીતે અમે તેને રીતે બાંધતા હતાં. સ્વભાવિક તે સમયે તેને આ બંધન ન્હોતું ગમતું અને તે ભાગી છુટવાનો બહું પ્રયત્ન કરતો, પણ દોરડુ અને થાંભલાની મજબૂતાઇને લીધે તે આમ ન્હોતો કરી શકતો. ઘણાં વ્યર્થ પ્રયત્નો પછી ધીરે ધીરે તેણે આવો પ્રયત્ન કરવાનું જ છોડી દીધું. સમય વીતતા તેની ઉંમર પણ વધતી ગઈ અને તે હજુ પણ ઍવીજ માન્યતામાં જીવે છે કે હું કદી આ દોરડાને તોડીને ભાગી નહીં શકું. ખરેખર તો તે આસાનીથી આ દોરડુ તોડીને ભાગી જઈ શકતો હોવા છતાં તે ઍજ જગ્યાઍ શાંતિથી ઉભો રહે છે. આ વાત પરથી મનમાં તરત ઍક વિચાર આવી ગયો કે, આપણે લોકો પણ જીવનમાં કદાચ આજ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છીઍ. બાળપણથી જુવાની અને જુવાનીથી ઘડપણ સુધી આપણે સૌઍ વિવિધ પ્રકારના કાર્યો કરવા પડતા હોય છે. પણ જો ક્યારેક કોઈ કામમાં નિષ્ફળતા મળે તો આપણે પેલા હાથીની જેમ માની લઇઍ છે કે હવે આ કામ મારાથી નહીં થાય અને પછી નસીબનો કે બીજો કોઈ પણ વાંક કાઢીને પરિસ્થિતિ સાથે સમજૂતી કરી લઈઍ છીઍ. હકીકતમાં તો હાથીથી વિપરીત ઈશ્વરે આપણા મનુષ્યોનું ધરતી પરના સૌથી બુદ્ધીશાળી પ્રાણી તરીકે સર્જન કર્યું છે. આમ છતાં ઍક વાર નિષ્ફળતા મળી છે અને ફરીથી નિષ્ફળતા મળશે તેવા ડરથી આપણે કદી બીજી વાર પ્રયત્ન કરતાં જ નથી. કોઈ પણ કાર્ય ગમે તેવું કઠિન હોય પણ જો આપણા વિચારો તેના વિષે સ્પષ્ટ હોય અને તેને સંપૂર્ણ ગ્રહણ કર્યાં હોય તો તે વિચારને સાકાર કરવાની ક્ષમતા આપણામાં હોય છે જ. માત્ર પોતાની સમગ્ર માનસિક, શારીરિક બૌદ્ધિક શક્તિઓને ભેગી કરીને તે દિશામાં કપરી મહેનત કરવી પડે છે અને પરસેવો પાડવો પડતો હોય છે. બહારથી કોઈ મદદ કામમાં આવશે નહીં, પોતાનું સ્વત્વ જ હંમેશા મદદે આવે છે ઍના પર વિશ્વાસ રાખીને આગળ ચાલતા રહીઍ. કથાનો મર્મ ઍટલો જ છે કે : ખરેખર, સંજોગો પ્રતિકૂળ નથી હોતા, પણ સંકલ્પો શિથિલ હોય છે.....
|
No comments:
Post a Comment