[Gujarati Club] થેક્યું પાકિસ્તાન- કુછ મીઠા હો જાયે?

 

થેક્યું પાકિસ્તાન- કુછ મીઠા હો જાયે?


http://markandraydave.blogspot.com/2011/03/blog-post_31.html


===============


સોહેબ-(સહેવાગને),"છગ્ગા લગા કે દિખા?"


સહેવાગ-(સચિનને બતાવતાં)," વો,સામને તેરા બાપ ખડા હૈ,ઉસે જાકે બોલ?"


કૉમેન્ટેટર," ઔ...ર, યે સોહેબ કે બોલ પર, સચિન કા બહેતરીન છગ્ગા..!!"


(ઑડિયન્સ- હો..હો..હો..હો...!!)


===============


રંગલો-ચંપક અને રંગલી-ચંપા ગોળ ફૂંદરડી ફરતાં-ફરતાં સ્ટેજ પર પ્રવેશે છે..!!


" વાગ્યો જઈ, સચિનનો  છગ્ગો,  ગીલાનીના  ગાલે..!!
   નાચે   દઈ, ટાબોટા  શાહીદ,  `શહીદો`ના  તાલે..!!
   એ...ઈ.., તા..આ..,  થૈ..ઈ..યા,  થૈયા તા..આ, થૈ...!!"


ચંપા-" એ..લા રંગલા..!! હિન્દુસ્તાન પાકિસ્તાન ની સેમી ફાઈનલ તેં જોઈ`તી?"


ચંપક," કેમ..અલી..તું આમ પૂછે છે? આપણે સાથે જ તો જોઈ`તી..!!"


ચંપા," રંગલા, હું એમ પૂછું છું, કે તેં બરાબર ધ્યાનથી  જોઈ`તી?"


ચંપક,"હા, ભૈ હા..!! ધ્યાન થી જ જોવાની હોય ને?"


ચંપા," તો કે, તને નોંધવા જેવું શું લાગ્યું?"


ચંપક," મને તો, મેચમાં પાકિસ્તાનની છેલ્લી વિકેટ પડીને,ત્યારે ઓલા કેટલકાંડવાળા શશીભાઇ, તબકડાં માસ્ટર રાહુલબાબા,પરમ આદરણીય શ્રીમતી સોનિયાજી અને બીજા મો...ટા..આ..આ, મો...ટા, માણસો, નાનાં 

છોકરાંવની, માફક ઉભા થૈ ને તાલીયું પાડતા હતાને..તે બૌ ગમ્યું..!! મઝા આવી ગઈ."


ચંપા," તું તો ડફોળ નો ડફોળ રહ્યો..!! તાલીઓ તો આખો દેશ પાડતો`તો ઈમાં શું?"


ચંપક," તો તું જ કે`ને? બીજું શું જોવાનું હતું..?તને શું દેખાયું?"


ચંપા," અરે..,અમારા ગામમાં શંકર ભગવાન નું એક  મંદિર છે.તે..માં..!!"


ચંપક(અધવચ્ચે)," મેચની વાતમાં શંકર ભગવાન ચ્યોં થી આવ્યા?"


ચંપા,"તું વચ્ચે ના બોલે તો જ કહું..!! નહીંતર રે`વા દે..!!"


ચંપક," અધવચ્ચ નહીં બોલું બસ, વાત પુરી કર..!!


ચંપા," અમારા ગામ ના મંદિરના પૂજારી ૪૦ વર્ષના થયા પણ કુંવારા હતા,તેમને લગન કરાવનાર કોઈ દલાલે, મોટી રકમ ના બદલામાં, એક સરસ રૂપાળી કન્યા સાથે લગ્ન કરાવી આપવા ચોકઠું ગોઠવ્યું."


ચંપક," પછી..પછી..!!"


ચંપા," પછી શું? દલાલે બતાવેલી કન્યા પસંદ પડી જતાં, આખા ગામે પૂજારીને એ..ય..ને વાજતેગાજતે વરઘોડો કાઠીને રંગેચંગે પૈણાવી દીધા..!!"


ચંપક," પછી..પછી..શું થયું!!"


ચંપા," પછી, ભારે થૈ ગઈ..!! સુહાગરાતે પૂજારીને ખબર પડી,કે દલાલે છેતરીને, રૂપાળા છક્કા જોડે લગન કરાવી દીધાં હતાં..!!"


ચંપક," આ તો ભારે થૈ,પણ..પછી..શું થયું!!"


ચંપા," ગામ લોકોએ જાણીને દાંત કાઢ્યા, ત્યારે પુજારીએ એટલું કહ્યું,કશો વાંધો નહીં, મારા રોટલા તો ઘડી દેશેને..છેવટે એ ભૂખ તો ભાંગી..!!"


ચંપક,"પણ અલી..ચંપા,  ક્રિકેટમાં આ કથા કાં માંડી?"


ચંપા," અરે..બુદ્ધુ, જો આપણા વડાપરધાન મનમોહનસાયેબે સેમી ફાઈનલમાં વિજયની વરમાળા પહેરવા, પાકિસ્તાનના વડાપરધાન યુસુફ ગીલાનીને ભારત જાન કાઢીને બોલાવ્યા કે નહીં..!!"


ચંપક," હા..બોલાવ્યા..!! તે..!!"


ચંપા," તે શું? પછી `દિવિજ્યા` નામની સુંદર વહુને બદલે, ગીલાનીને `પરાજય` નામનો છક્કો પૈણાઈ દીધો કે નહીં?"


ચંપક," હા..યાર..તારી વાત તો ખરી છે..!!"


ચંપા," તે ખરી જ છેને? ચંપક, તને ખબર છે, ગઈકાલે આપણે જીત્યા પછી, લોકોએ રોડ પર ઢોલનગારાં સાથે ફટાકડા શેના ફોડ્યા?"


ચંપક, "ના ભૈ, તું જ કહેને?"


ચંપા," આવતી કાલે પહેલી એપ્રિલ છે અને આપણે ત્યોં મોટાઉપાડે,જાન કાઢીને પૈણવા આવેલા મિસ્ટર યુસુફ ગીલાનીને, છક્કો પૈણાવી, ઍડ્વાન્સમાં `એપ્રિલફૂલ` બનાવ્યાને એટલે, તેના આનંદમાં?"


ચંપક," અરે વાહ,ચંપાડી..!! તું તો ભારે અક્કલવાળી છેને ભૈ..!!"


ચંપા,"ચંપક, આપણા  સોનિયાજીને બે હાથ અધ્ધર કરીને કૂદતાં,રાહુલબાબાને આનંદમાં મોટે થી ચીસો પાડતા અને વડાપરધાન મનમોહનસિંહ જોરથી હસીને તાળીઓ ઠોકતા,આટલા વરહમાં કોઈ`દિ,  તેં ભાળ્યા`તા?"


ચંપક, "ના ભૈ, જીત્યા એટલે બધા ખુશ-ખુશ હતા?"


ચંપા," જીત્યા એટલે તો ખરાજ, પણ યુસુફ ગીલાનીને, આપણી હિંદુસ્તાની ટીમે સમજાવી દીધું,કે જો અમારા લાડકા એક સચિનનો આ છેલ્લો વર્લ્ડકપ હોય તો અમે રમતાં-રમતાં સચિનના છોકરાંવને રમવા વર્લ્ડકપ જીતી આપીશું..તો પછી?"


ચંપક," તો..પછી?"


ચંપા," શું તો પછી? જો સચિન ની એક વર્લ્ડકપ જીતવાની ઈચ્છા અમે ચપટીમાં પુરી કરી શકતા હોય તો, કાશ્મીરની સોયની અણી જેટલી જમીન પણ, પાકિસ્તાનને નહીં જીતવા દેવાની, અમારા કરોડો દેશવાસીઓ ની જીદ, અમે ગમેતેમ કરીને પુરી કરી શકીએ છે, પાકિસ્તાન સાનમાં સમજે તો સારું..!!"


ચંપક," ચંપા એતો કહે? હવે ગીલાની, પેલા પરાજય નામના છક્કાને પાકિસ્તાન લઈ જઈને શું કરશે?"


ચંપા," એમના ઘેર તો નહીં જ રાખે..!! પાકિસ્તાનની પ્રખ્યાત `હિરામંડી`ની શોભા વધારવા મોકલી આપશે..!!"


ચંપક,"હી..હી..હી..હી..ઈ..ઈ..!!"


================


" ANY COMMENT?"


માર્કંડ દવે.તાઃ૩૧ માર્ચ ૨૦૧૧.

================


__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...