ગધેડા થૈ ગ્યા બાપ -માહી-ધોની. http://markandraydave. "જશ્ન-એ-જુલૂસ માં,`ખર` થી ખરેખર રહો અતિ દૂર..!! નવ કરશો,ચરણસ્પર્શ એના,કે નથી કર્ણપ્રિય સુર..!!"
============ પ્રિય ભાઈ શ્રીમહેન્દ્ર ધોની ઉર્ફે માહી, (સહુથી પહેલાં તો. ક્રિકેટ વિશ્વકપ શાનદાર રીતે જીતવા બદલ, સમગ્ર ગુજરાતી બ્લોગજગત તરફથી આખી ટીમને ખૂબ-ખૂબ અભિનંદન..!!) પણ..પણ..પણ, ભઈલા, તમે જીત્યા પસે બહુ ઉમંગમોં આઈ જઈને,ઓલા ઈન્ટરવ્યાંમોં, માંઈકની હોમે, જે કોંય લવારા ભૈડ્યા, તે અમોને લગારે ગમ્યું નથી, હોં ભૈ..!! ઓમ જીમ તીમ-મન ફાવે ઈમ, જવાબ, તે કૈં અલાતા હશે, ભઈલા? હેં ભઈ,તે તારા દલડામાં એવા ફાલતુ જવાબ આલવાનું હુઝ્યું ચ્યોં થી ? આપણા બધોંયને, નોનપણમોં `વસુધૈવ કુટુંબકમ` કે એવું કૈંક અઘરું સીખડાવી-સીખડાવીને, આપડા ઘૈડીયાંઓ ની જેભ નો તો કૂચ્ચો થૈ ગ્યો...!! પણ એલા ભૈ, ઇં બધોંય ઘૈડીયાંઓની અક્કલ તો ઘાસ ચરવા ગૈ`તી..!! પણ આ તે, હારે-હારે તારીય? (હી..હી..હી..હી..!!) જરા મને કે`તો ભઈલા? આજકાલ ઘૈડીયાંનું કહેલું, કુણ માને સે, તી તેં ઈમણિ વાત હોંભરીને આવા અવરા-અવરા જવાબું આલી દીધા? ભઈલા, એમ મારી હોમું ડોરા ફાડીને ના ભાળીશ..!!ચ્યમ તેં નો`તું કહ્યું," અમે ટોસ ભલે હારી ગ્યા, પણ ટીમ-સ્પિરિટ (લઠ્ઠાવારું સ્પિરિટ નૈં હોંને?) ટીમ-સ્પિરિટ અને કિર્કેટની `ભાવના` જીતી ગૈ? (પેલ્લાં મને એ કે`કે; ઈ ભાવના વળી કુણ સે, તારી વઉં નું નોમ તો સાક્ષી સે ને?) ભૈ માહી, હારી-થાકીને,મોંઢું હંતાડીને, એક ખૂણામોં, ભરઈ ગએલી લંકાની ટીમને, એવા દુઃખને ટાણે, આવા-આવા નઠારા જોક્સ હંભળાવાય? ઓલું, `અતિથિ દેવો ભવઃ` ભૂલી જ્યોને ભૈ? અમું બધોંય તો ટીવીમોં ડોરા ચોંટાડીને બેઠા`તા, તિયાં તો અમુંને અચરજ થયું..!! આવડો આ ધોની, કોઈદિ` નૈં ને આજ, આવા લવારે ચ્યમનો ચઢી જ્યો? નક્કી માંઈક ભાળીને, ભૂરાંટો થ્યો લાગે સે..!! હે..માઁ..,મા..ત્તા..આ..જી..ઈ.. જોકે, ઈ વાત હાવ અલગ સે કે,લંકાના કપ્તાન કુમાર સંગકારા, બેવાર ટોસ ઉછારાવી ને તને સેતર્યો..!! (ખેલ ભાવના?) પણ ભઈલા, તું કોઈ`દિ રોમાયણ વોંચસ કે નૈં..!! મુઆ, લંકાવારા તો, પેલ્લે થી સે જ એવા ચીટર, આપડે હું કરીએ ? ભૂલી જ્યો, લંકાવારા તો, આપડા રોંમ ને હઉં સેતરીને ભગવોન રોંમ ની વઉંને ઉપાડી જ્યા`તા? તેં આવા આડાઅવરા જવાબ આલ્યા તે હોંભરીને, મારા ઘૈડા બાપા તો બ....ઉં જ બગડ્યા,કિધું કે,"મારા બેટા ધોની એ જીત્યો એટલે મોંણસાઈ પણ મેલી દીધી? તે ઓંમ મશ્કરીએ ચઢી જ્યો?" મારા બાપા તો ગરમ લાય જેવા થૈ ને, ટીવીમોં, તને ફરી વરવા ધોકો હોધતા`તા..!! ઇ તો બાપાનો આકરો સભાવ, બા તો જોણે ને? એટલે પાસળ વાડામોં જઈ ને બા ધોકો હંતાડી આયાં, તે તું ને આ ટીવી, બેય બાપડાં બચી જયાં..!! ભઈલા, તું રિહાઈને મોંઢું ના ચડાવતો, અમારા બાપાનું કયેલું આખું ગોંમ મોંને સે, એટલે અમે હઉ ભેળા થૈને, આ મશકરીનો વિરોધ કરીએ સે..!!
બીજા જવાબમોં તો,ઓલા મુરલીના દૂસરા ની પેઠે, તેં હદ કરી નોંખી ભઈ. તું કૈડવાસ કાડતો હોય ઈમ, બબડતો`તો," હારું થયું તે અમે મેચ જીતી ગ્યા, નૈં`તો મારે ચેટલાયને જવાબ દેવો પડત કે, અશ્વિન ની જગા એ શીરીસંત કેમ અને બેટીગમાં યુવરાજ ની જગા એ વેલ્લો-વેલ્લો હું કેમ?" ભૈ માહી, જો મારી એક વાત હોંભર, આપડા દેસમોં ખુરસી પર બેઠા હોય કે પસે ફોંદ ફાટી જાય એટલા રુપિયા ગળચીને, ઓડકાર લેધા વગર, ખુરસીએ થી ઉતરીને, કોરટ-કચેરી ના ધકોડા ખાતા હોય ને તોંય પાસા સતા સોંણા થૈ ને, નઘરોળ ની પેઠે, હસતોં-હસતોં ફોટા પડાઈ ને, જે ગધેડાઓ બધોંય ના બાપ થૈ ને ફરતા હોય, ઈવડા ઈને આપડામોં થી કોયે કોંય કયું? ફોંસી એ ચડાયા? અરે, એમની વાત રે`વાદે. મુંબઈ મોં ચેટલાય ને, ધોરે દા`ડે મારી નોંખ્યા, ઈવડા ઈ `કસાબ્યા` ને બધા જમઈની પેઠે હાચવે સે કે નઈં? પસે, તારી વોંહે ચીયાં કુતરોં હડકાયાં થૈ ને, કૈડવા દોડવાના`તાં ભૈલા, તે તારી આટલી ફાટે સે? અને મોંન કે, તને કોઈ યે કૈં કહ્યું, તો ચ્યમ તાર થી ઈમ નોં કૈ દેવાય,"मैं मजबूर था, मेरे हाथ बंधे हुए थे..!! इतना ही नहीं, किसी बड़े नामधारी सिलेक्टर, मीडिया महिला या पुरुष पत्रकार या फिर मेरी मर्ज़ी विरुद्ध, दूसरे किसी के दबाव में आकर श्रीसंत को टीम में सामिल करना पड़ा?" ઈના બદલે તું તો, યુવરાજ કરતાં,વેલ્લો ચ્યમ રમવા ગ્યો, ઈની મોંડી ને બેઠો? તું જોણતો નથી, તારે હાથે કેવડું મોટું પાપ થૈ ગ્યું સે..!! મુસકેલી ના ટાઈમે, દેસ હોય કે ટીમ હોય,પટ દૈ ને, ઓમ આગેવોની લઈને, તારા ખંભે હંધીય જવાબદારિયું લૈ ને, તેં હાવ ખોટો દાખલો બેહાડ્યો કે નૈં? હોવે સ્તો, આપડાં નોંનાં મોટાં સોંકરાંને બગાડવા ના અવરા ધન્ધા, તેં કરિયા ને? આવું પોટલું માથે લેવાય? તારાં આવાં લખ્ખણ ભારીને, દેસનોં બધોંય સોંકરાં આવી જવાબદારીયું લેવાનું, નઠારું-નઠારું સીખવાનાં કે નૈં? તું યુવરાજ કરતાં વેલ્લો ના ગ્યો હોત તો, તને કુણ કેવાનું,`તું? ઈ સાલ્લા ભ-વા નું નોમ લે ને, મારો બાપો, ધોકો લૈને ફરી ના વરે..!! આ લે, રાખી ના ઈન્સાફ મોં, રાખી સાવન્તે, ઓલા, લખમણ ને, `ના-મરદ` કયું, તે લખમણ ને લાગિયું માઠું..!! ને હુઈ ગ્યો એય ને કાયમ માટે લોં...બી હોડ તોંણીને..!! અત્તારે, ઈ વાત હંભારીને,મારી બા એ કિધું," ભૈ, હળાહળ કલયુગી રોંમરાજ્ય સે. નૈં તો આપડે લંકા જીતીએ સે ને, લખમણ, ના-મરદની ગાળ્યું ખઈને, કમોતે મરે સે..!! આવું ભાળ્યું`તું કોઈ`દિ? ભૈ,માહી, જીતતા હુધી પડખે રે`વા બદલ, તેં તો, આખાય દેસવારાઓ નો આભાર માન્યો, પણ અમને આવી મજાક સેજે ગમતી નથી, કેમકે..!!
અમારી ખુસીમોં અમે કાડેલા સરઘસમોં ઓલ્યા, હઉ ના નકલી બાપ થૈ ને ફરતા ભસ્ટાચારી ગધેડાઓ હઉ, હોંચેં..હોંચે,ના કોંન ફાડી નોંખે એવા રાગડા તોંણીને, ચારે પગે કુદતા-કુદતા ગદ્ધા-લાતો કરીને કોઈને નાહકનું વગાડી બેહે, તે તું જ કે`ને, કોઈને પોહાય? અત્તાર હુધી તો ઈ ગધેડાઓની લાતો ખાધી,દિયોર હજી ચેટલીક ખાવાની? આવા ભસ્ટાચારીઓના પાપે જ, બધોંય ગોંમનાં હારું રમતાં સોંકરાં, જ્યોં ને ત્યોં, કસીય સગવડ વન્યા બચારોં રમતાં-રખડતાં ફરે સે. નૈં તો, એં...!! ભઈલા,આટલોં અઠ્ઠાવી વરહ લાગવા દઈએ? ઘેર-ઘેર સચિન-ધોની હો...ય ને, એકેય વલ્ડકપ કોઈને લૈ જવા ના દઈએ..!! પણ ભસ્ટાચારીઓ, ફોંદ ફાટે એટલા રુપિયા દેસમોંથી ઉહેડી જઈને, પારકા દેસની બેંક્મોં મેલી આવે ત્યોં આપડે ચ્યમના પોંચી વરીએ?
ધોની ભઈલા,જે થઈ જ્યું તે ના થવાનું નહીં. પણ હવે તને કોઈ સવાલ કરેનેં તો માંઈક જોઈ બુરાંતો ના થતો બાપલ્યા. એં, હો વાર વચાર કરી ને જવાબ આલજે બાપા..!! જોને મારા બાપા કેવરાવે છેકે, આપડા દેસમોં જે દાડે કોઈ ગરીબ-ગુરબાં, કે પછાત જાતિનુ કે આદીવાસીનું રમતવીર સોકરું ખાધે-પીધે દઃખ વેઠ્યા વના, હારામોં હારી સગવડ હાથે બીજા દેસોની માફક મેડલ પર મેડલ જીતી લાવશે ને, તા`રે જ હાચું રોંમરાજ ગણાસે..!! ત્યોં હુધી હંધાય લખમણ ના-મરદની ગારો ખાતા-ખાતા વગર મોતે મરતા રે,સે..!! ભૈ ધોની, થોડું કહ્યું ઝાઝું માનજે, આતો અમારું કોઈ હોંભરતું નથી ને એટલે તારી જેમ અમારાથી ય આટલો લવારો થૈ ગ્યો..કૈં નૈં જતું કરજે ભૈ લા..!! એ..બાપા..બુમા-બુમ શીના કરો સો? આજ નો દિ` તો ઘર પોંહે સોંકરાંઉંને ફટાકડા ફોડવા દ્યો? ઓંમે ય આપડે ય હવે આવતા વલ્ડકપ સુધી નેરાંતે હુઈ જ રેવાનું સે..ને..!! ====
માર્કંડ દવેઃ- તા.૦૪-૦૪-૨૦૧૧. |
Gujaraticlub.info is an online gujarati community club for Gujarati lovers.It gives you information for news, interesting stories, natak, entertainment, classifieds, business, education and gujarati songs.
[Gujarati Club] ગધેડા થૈ ગ્યા બાપ -માહી-ધોની.
__._,_.___
.
__,_._,___
Subscribe to:
Post Comments (Atom)
-
નમસ્તે, મારું નામ છે હરખા. હું ઓગણીસ વરસ ની છું અને છ મહિના થી પરણેલી છું. મારો વર મારા પર લટ્ટુ છે. મને રોજ રાત્રે ચોદે છે છતાં ય ધરાતો ન...
-
હું ભર ઊંઘ માં હતી ને જુહી એ મને હળવેથી ઢંઢોળી ને જગાડી. હું કઈ બોલું તે પહેલા એણે મને ચુપ રહેવા નો ઈશારો કર્યો અને પહેરવા ગાઉન આપ્યું. ચોર...
-
રણમાં ખીલ્યું ગુલાબ: શું શુકન ને અપ-શુકન આ પંડિતો.... Source: Ran ma khilyu gulab, Dr. Sharad Th...
No comments:
Post a Comment