[Gujarati Club] રસીકરણ વિશે ની મજેદાર અવનવી વાતો ....

 

મિત્રો 


રસીકરણ વિશે કેટલીક અવનવી વાતો જે ઘણી મજેદાર પણ છે આજે પ્રસ્તુત છે. 

·        પોલિયોના દર્દી કે  જેમને શ્વસન સ્નાયુઓનુ પણ પેરાલિસિસ થઈ જતુ તેમને એક હવાચુસ્ત પેટી જેવા મોટા વેંટીલેટર મશીનો માં સુવડાવવામાં આવતા જેમાં સતત મોટરની મદદ થી ધમણ જેવો પડદો હલતો રહેતો આવા મશીનો આયર્ન લંગ કહેવાતા. આવા એક પોલિયોના સૌથી જૂના જીવિત દર્દી માર્થા મેસન નુ 71 વર્ષે હમણા અવસાન થયુ. તેણે જીવનના 60 વર્ષ આયર્ન લંગ માં રહીને ગાળ્યા કે જે દરમ્યાન તેના માત્ર ડોકથી ઉપરનો ભાગ (ચહેરો અને મગજ ) કાર્યરત હતા અને આજ મશીન માં સુતા સુતા ગ્રેજ્યુએટ ડીગ્રી સુધી ભણ્યુ અને પોતાની આત્મકથા સમાન પુસ્તક પણ લખ્યુ...!!

રસીકરણ જ્યારે એક મોટો વ્યવસાય બની ચૂક્યુ છે અને દરેક નવી રસીનો આવિષ્કાર તેની પાછળ રીસર્ચ કરનાર અને પેટંટ કરનાર કંપનીને અબજો રુપિયા કમાવી આપે છે. ત્યારે જૂના સમયના મહાન વૈજ્ઞાનિકો અને પોલિયોના રસીના શોધક આલ્બર્ટ સાબીન અને જોન સોકે પોતાની રસીને પેટંટ ન કરાવી જેથી વિશ્વભરના લોકોને તે નજીવી કિંમતે મળે અને અનેક જીવન બચી શકે. જે માટે જગત ખરેખર આ વિજ્ઞાનીઓનું ઋણી રહેશે

આવી અનેક મજેદાર વાતો ..... વાંચો સીકરણ વિશે અવનવુ 

--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)

Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :

1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)

my blog


__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...