[Gujarati Club] દ્વારકાના મહેલ મહીં જાદવરાય – ભૂપેશ અધ્વર્યું

 

પ્રિય મિત્રો,

ગત દિવસોમાં અક્ષરનાદ પર પ્રસ્તુત થયેલ કૃતિઓ...

કાચી રે નજરુંના ઘેન – જ્યોતિ હિરાણી

મુંબઈ વિલેપાર્લે વસતા શ્રી જ્યોતિબેન હિરાણીએ ૧૯૯૮થી કાવ્યો લખવાનું શરૂ કર્યુ, તેમજ ૨૦૦૮ માં "શબ્દો જળના મીન" નામે તેમનો કાવ્યસંગ્રહ પણ પ્રસિદ્ધ થયેલ છે. કવિતા, ધબક, પરબ, ગઝલગરિમા તેમજ અન્ય સામયિકોમાં તેમના કાવ્યો સમયાંતરે પ્રગટ થયા છે. અત્યારે જન્મભૂમિ દૈનિકના 'કલમ કિતાબ' વિભાગમાં તેઓ પુસ્તકાવલોકનો લખે છે. સપનાઓની વાતથી ધબકતું અને શમણાઓ અને નિંદર વચ્ચેની કશમકશભરી દશા દર્શાવતું પ્રસ્તુત ગીતકાવ્ય અક્ષરનાદને પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી જ્યોતિબેનનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમના સર્જનો આમ જ આપણને આનંદ આપતા રહે તેવી શુભકામનાઓ

દ્વારકાના મહેલ મહીં જાદવરાય – ભૂપેશ અધ્વર્યું

ભૂપેશ અધ્વર્યું એટલે અપાર સંભાવનાઓના કવિ. અકાળે મૃત્યુને ભેટેલા એવા આ કવિમાં ઘણી સંભાવનાઓ પડેલી. પ્રસ્તુત રચનામાં અરીસાને સમયના એક જથ્થા તરીકે કલ્પીને કવિએ કમાલ કરી છે, એ અરીસાની એક તરફ મથુરાના મહારાજ કૃષ્ણ છે તો બીજી તરફ ગોકુળનો ગોવાળ, માખણચોર કાનજી, કા'નો છે. ભૂતકાળમાં સરી પડતા કોઈ અદના માણસની જેમ જ કૃષ્ણના મનમંદિરમાં પણ જમનાના નીર, ગાયોના ધણ અને કદંબડાળ ઝૂલી રહે છે. મથુરાના ઝરૂખેથી ગોકુળને જોવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા યાદોના વૃંદાવનમાં ખોવાયેલા કૃષ્ણનું આ સુંદર વ્યક્તિચિત્ર શ્રી ભૂપેશ અધ્વર્યુ રજૂ કરે છે. અને એ જ આ સુંદર રચનાની વિશેષતા પણ છે

ધીરજકાકા – કનૈયાલાલ મુનશી

'અડધે રસ્તે', 'સીધાં ચઢાણ' અને 'સ્વપ્નસિદ્ધિની શોધમાં' એ શ્રી કનૈયાલાલ મુનશીની ત્રણ ભાગમાં પ્રગટ થયેલી આત્મકથા છે. આ કૃતિ 'અડધે રસ્તે' માંથી લેવામાં આવી છે. લેખકના પિતાના મિત્ર એવા ધીરજકાકાના રમૂજી સ્વભાવનો સુંદર પરિચય પ્રસ્તુત પ્રસંગોમાંથી મળે છે. ધીરજકાકાને મન જીવન એક મોટી મજાક હતી; એમાંથી તોફાન ને હાસ્યના અનેક રંગો એ કાઢતા ને બધાને તેનો પાશ લગાડતા, હાસ્યરસ - રમૂજવૃત્તિના દર્શન કરાવતા આ પ્રસંગોની પાછળની ટિખળવૃત્તિનો સરસ પરિચય પણ મળી રહે છે


The Above email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font.


Please consider the environment before printing this e-mail!

__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...