[Gujarati Club] સાંજ-સવાર.

 


સાંજ-સવાર.


નયન  ઉઠાવો તો થાય સવારને, નયન ઝુકાવો તો સાંજ,
પાંપણ માંહે, મનગમતી ગઝલને, કલમ ઉઠાવો તો આજ,
નયન  ઉઠાવો તો થાય સવારને, નયન ઝુકાવો તો સાંજ,
નયન ઝુકાવો તો સાંજ........,

અંતરા-૧.

પ્રબળ આવેગ થઈ પ્રેમ ઝૂરેને, સ્મરણ ઝૂરે દિન-રાત,
દર્પણ માંહે,અણગમતી રસમ,આવરણ ફગાવો તો રાજ.
નયન  ઉઠાવો તો થાય સવારને, નયન ઝુકાવો તો સાંજ,
નયન ઝુકાવો તો સાંજ........,

અંતરા-૨.

અધરામૃતના આ પુર ઉમટ્યાને,અદ્વેત થયા ઉભય ઘાટ,
આપણ બંને આકંઠ તરસ્યાં, આચમન કરાવો તો રાજ.
નયન  ઉઠાવો તો થાય સવારને, નયન ઝુકાવો તો સાંજ,
નયન ઝુકાવો તો સાંજ........,

અંતરા-૩.

દુર-સુદુરના સહુ  ભેદ ભૂલીને, મધુ સ્મિત વહેતું  દિન-રાત.
રગરગ  માંહે, રસઝરતી છબીને, સ્મિત મઢાવો તો આજ.
નયન  ઉઠાવો તો થાય સવારને, નયન ઝુકાવો તો સાંજ,
નયન ઝુકાવો તો સાંજ........,

અંતરા-૪.

રંકને રાયના ત્યજીદે તમાશા, ન દેતા કુપાત્રે કોઈ દાન,
તાસક માંહે સળગી સુરાહી, મયપાન કરાવો તો રાજ,  

નયન  ઉઠાવો તો થાય સવારને, નયન ઝુકાવો તો સાંજ,
પાંપણ માંહે, મનગમતી ગઝલને, કલમ ઉઠાવો તો આજ,
નયન  ઉઠાવો તો થાય સવારને, નયન ઝુકાવો તો સાંજ,
નયન ઝુકાવો તો સાંજ........,


માર્કંડ દવે.તા.૧૪-૦૯-૨૦૧૧.


-- 
MARKAND DAVE
http://mktvfilms.blogspot.com   (Hindi Articles)

__._,_.___
Recent Activity:
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


A bad score is 596. A good idea is checking yours at freecreditscore.com.
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...