[Gujarati Club] અણીયાળી આંખોવાળી.

 

સૌજન્ય-ગૂગલ.

અણીયાળી આંખોવાળી.

અણીયાળી આંખોવાળી,તું મસ્ત મસ્ત મસ્તાની,
મારકણી આંખોવાળી,તું મસ્ત મસ્તાની.
લોચનિયે મન લોભાવે, તારી  કામણગારી કાયા,
લટકાળી લલચાવે,તારી લટકમટકતી માયા.
અણીયાળી આંખોવાળી,તું મસ્ત મસ્ત મસ્તાની, 
મારકણી આંખોવાળી,તું મસ્ત મસ્તાની.

અંતરા-૧

તારી આંખનો ઉલાળો...ઉલાળો..ઉલાળો...જુવાની કેરો ચાળો, 
તારી પાંપણનો પલકારો,કરે ઈશકનો ઈશારો...,
તારી પાંપણનો પલકારો,કરે ઈશકનો ઇશારો...,

લોચનિયે મન લોભાવે, તારી  કામણગારી કાયા, 
લટકાળી લલચાવે,તારી લટકમટકતી માયા.
અણીયાળી આંખોવાળી,તું મસ્ત મસ્ત મસ્તાની, 
મારકણી આંખોવાળી,તું મસ્ત મસ્તાની.

અંતરા-૨

તારી કેડ્યુંનો કંદોરો..કંદોરો..કંદોરો.. જાણે હીંચોળે હિંડોળો..,
તારા ઠૂમકાનો ઠઠારો..,કરે નસનસમાં ડચકારો..,
તારા ઠૂમકાનો ઠઠારો..,કરે નસનસમાં ડચકારો..,

લોચનિયે મન લોભાવે, તારી  કામણગારી કાયા, 
લટકાળી લલચાવે,તારી લટકમટકતી માયા.
અણીયાળી આંખોવાળી,તું મસ્ત મસ્ત મસ્તાની, 
મારકણી આંખોવાળી,તું મસ્ત મસ્તાની.

અંતરા-3.

તારા કંગનનો ખનકારો..ખનકારો..ખનકારો..,કેવો રણકે કામણગારો..,
તારા ઝાંઝરનો ઝનકારો, કરે વીજળીનો ઝબકારો..,
તારા ઝાંઝરનો ઝનકારો, કરે વીજળીનો ઝબકારો..,

લોચનિયે મન લોભાવે, તારી  કામણગારી કાયા,
લટકાળી લલચાવે,તારી લટકમટકતી માયા.
અણીયાળી આંખોવાળી,તું મસ્ત મસ્ત મસ્તાની,
મારકણી આંખોવાળી,તું મસ્ત મસ્તાની.

અંતરા-૪.

તારા ઈશકનો સથવારો,સથવારો..,સથવારો,જાણે ભીતરનો ભણકારો..,
તારા હૈયાનો હોંકારો.., કરે રુદિયે જઈ રણકારો..,
તારા હૈયાનો હોંકારો.., કરે રુદિયે જઈ રણકારો..,

લોચનિયે મન લોભાવે, તારી  કામણગારી કાયા, 
લટકાળી લલચાવે,તારી લટકમટકતી માયા.
અણીયાળી આંખોવાળી,તું મસ્ત મસ્ત મસ્તાની, 
મારકણી આંખોવાળી,તું મસ્ત મસ્તાની.
લોચનિયે મન લોભાવે, તારી  કામણગારી કાયા, 
લટકાળી લલચાવે,તારી લટકમટકતી માયા.

માર્કંડ દવે.તા.૨૨-૦૮-૨૦૧૧.

-- 
MARKAND DAVE
http://mktvfilms.blogspot.com   (Hindi Articles)

__._,_.___
Recent Activity:
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...