સૌજન્ય-ગૂગલ.
કમજાત થાક. (ગીત.)
માણસને માણસનો થાક લાગે?
કેવી ગજબની આ વાત લાગે..!!
બાથ ભરુ જ્યાં એકલતાને,
ચોમેર કરડતી કમજાત લાગે..!!
અંતરા-૧.
હું કરું, તું કરે, હું ડૂબું, તું ડૂબે, (૨)
ઉથલપુથલનો કકળાટ લાગે..!!
બાથ ભરુ જ્યાં એકલતાને,
ચોમેર કરડતી કમજાત લાગે..!!
માણસને માણસનો થાક લાગે?
અંતરા-૨.
હું ભસું, તું ભસે, હું ડસું, તું ડસે? (૨)
પકડા પકડી, લાતં લાત લાગે..!!
બાથ ભરુ જ્યાં એકલતાને,
ચોમેર કરડતી કમજાત લાગે..!!
માણસને માણસનો થાક લાગે?
અંતરા-૩.
હું નડું, તું નડે, હું રડું, તું રડે ? (૨)
દાધારંગી, જનમ જાત લાગે..!!
બાથ ભરુ જ્યાં એકલતાને,
ચોમેર કરડતી કમજાત લાગે..!!
માણસને માણસનો થાક લાગે?
અંતરા-૪.
હું ડરું, તું ડરે, હું મરું, તું મરે, (૨)
ચડસા ચડસીની પંચાત લાગે..!!
બાથ ભરુ જ્યાં એકલતાને,
ચોમેર કરડતી કમજાત લાગે..!!
માણસને માણસનો થાક લાગે?
કેવી ગજબની આ વાત લાગે..!!
માર્કંડ દવે. તા.૨૯-૦૯-૨૦૧૧.
MARKAND DAVE
http://mktvfilms.blogspot.com (Hindi Articles)__._,_.___
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment