[Gujarati Club] છાનોમાનો ગઝલ કર. (ગઝલનુમા ગીત.)

 



છાનોમાનો ગઝલ કર. (ગઝલનુમા ગીત.)


કોણે  કહ્યું  તનેકે,  શબ્દ  દડમજલ  કર?
ઉંધી વાતો ના કર,છાનોમાનો ગઝલ કર..!!

( દડમજલ = અટક્યા વગર ચાલતા રહેવું, અહીં સંસારમાં દ્ગશ્યમાન,શબ્દની અવિરત યાત્રાની વાત. )

અંતરા-૧.

રોકે  ખરાને  શ્રોતા,  ટોકે પણ  ખરા..!! (૨)
કોણે  કહ્યું  તનેકે, મનગમતો અમલ કર?
ઉંધી વાતો ના કર,છાનોમાનો ગઝલ કર..!!

અંતરા-૨.

ઊપડે  છે  ભલભલાંને, ઊપડી તનેય લે..!! (૨)
કોણે  કહ્યું  તને કે, મહેફિલમાં  દખલ કર?
ઉંધી વાતો ના કર, છાનોમાનો ગઝલ કર..!!

( તીવ્ર ઇચ્છા = ગદ્ય-પદ્ય રચવાનું ઝનૂન,ખણ ઊપડે.)

અંતરા-૩. 

વરણાગિયો હતોને,વરણાગિયો રહીશ..!! (૨)
કોણે  કહ્યું  તનેકે,  આ  સહુની નકલ કર?
ઉંધી વાતો ના કર, છાનોમાનો ગઝલ કર..!!

અંતરા-૪.

કુટાઈ જાય ભગલો,ધરાઈ જમે છે જગલો..!! (૨)

(  સાહિત્ય પુરસ્કારમાં વહાલાં-દવલાં કેપછી સાહિત્યની ઉઠાંતરીની વાત. )

કુટાઈ જાય ભગલો,ધરાઈ જમે છે જગલો..!! (૨)
કોણે  કહ્યું  તનેકે, જંગલ જઈ કલબલ કર? 
ઉંધી વાતો ના કર,છાનોમાનો ગઝલ કર..!!

( જંગલ = સાહિત્યક્ષેત્રે પ્રવર્તતી અંધાધૂંધી./ કલબલ = શોરબકોર )


કોણે  કહ્યું  તને કે,   શબ્દ  દડમજલ કર?
ઉંધી વાતો ના કર,છાનોમાનો ગઝલ કર..!!

માર્કંડ દવે.તા.૨૮-૦૯-૨૦૧૧.

-- 
MARKAND DAVE
http://mktvfilms.blogspot.com   (Hindi Articles)

__._,_.___
Recent Activity:
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...