[Gujarati Club] વધામણી ના કર. (ગઝલ.)

 



વધામણી ના કર. (ગઝલ.)


પ્રિય મિત્રો, 

દિપાવલીના શુભ પર્વે, આજે ધનતેરસની અનેકોનેક હાર્દિક શુભેચ્છાસહ.

આ ગઝલ સમર્પિત છે, જગતની તમામ ધનસંપત્તિ,ઐશ્વર્યથી પણ અમૂલ્ય એવી,  `જિંદગી` નામની, પ્રાણથી પણ પ્યારી,  આપણી  પ્રિયતમાને..!!


બેવફાઈની   વધામણી   ના  કર,
ખુદની આમ ઉછળામણી ના કર.


(૧)


આવી કમતિ ક્યાંથી સુઝી,પ્રિયે?
પ્રેમની  તું  સરખામણી  ના  કર.


(૨)


નજરથી  તેં  ભલે ઊતાર્યો પણ,
હીણપતને અળખામણી ના કર.



(૩)


ફરી   શોધું  વફા,  દિલની  હાટે, 
સજાવટ બહુ લોભામણી ના કર.


(૪)


હીરાની ચમક શમી ગઈ કે શું?
પથ્થરને  પારસમણિ  ના  કર.


(૫)


વીસરી  ગઈને, સરજનહારને?
એની સાથે રિસામણી  ના  કર.


માર્કંડ દવે.તા.૨૩-૧૦-૨૦૧૧.

-- 
MARKAND DAVE
http://mktvfilms.blogspot.com   (Hindi Articles)

__._,_.___
Recent Activity:
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...