ત્રિ-હાય-કુ-મુબારક.
પ્રિય મિત્રો,
ચાર પંચાક્ષરી તથા ત્રણ સપ્તાક્ષરી પંક્તિનાં
ત્રિ - હાય - કુ- મુબારક.
*
સલવાડી દેતા સંબંધ - મુબારક.
(૧)
સંબંધ કસી,
ઉધાર હસી, સૌ ને,
હેપ્પી ન્યૂ યર,
કર્યા તો ખરા, હવે
દેવતા જાણે..!!
રાશી - ફળ આપણું,
કોને નડશે..!!
*
આજીવન વાસી ડાર્લિંગ-મુબારક.
(૨)
સેવ-સુંવાળી,
ઘારી, વાસી ડાર્લિંગ,
દીવાળી આવી,
તબીબની ગોળી લૈ,
વૈદ્યની ફાકી,
ગૈ, જોને દસ્ત-દાન,
પર ચઢાવી.
*
ભ્રષ્ટ-મોંઘેરા નેતા-મુબારક.
(૩)
રોજ દીવાળી,
હોય તો, નહીં નડે,
આ મોંઘવારી?
પણ, હૈયા - હોળી થૈ,
આજન્મ નડે,
જોને, હોળી - ભૂખ્યા છે,
સૌ ભ્રષ્ટાચારી..!!
*
ભાઈબીજ/ અ-ધરમની બેન-મુબારક.
(૪)
ભાઈ નથી શું?
રડ મા, પીન્કી, બેટા..!!
પપ્પા લાવશે,
નાના ભાઈની સાથે,
ધર્મની બેન ?
કહેજો, ભાઈ - બેન,
તેને માં, બસ..!!
=========
છોડો, યાર...!!
દીવાળી તો, સતયુગ સંગ, વહી ગઈ?
માર્કંડ દવે. તા.૨૮-૧૦-૨૦૧૧.
MARKAND DAVE
http://mktvfilms.blogspot.com (Hindi Articles)__._,_.___
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment