કહેવું હતું જે તમને, નયનોએ કહી દીધું,
શરમ તમે રાખો જરા, બસ હવે બહુ થયું.
ભરવું હતું જે એટલું, અંતરમાં ભરી લીધું,
અંતર તમે રાખો જરા,બસ હવે બહુ થયું.
અંતરા-૧.
ખીલી ઊઠી જવાની, અદાઓ એ કહી દીધું,
તનમન તમે ઢાંકો જરા, બસ હવે બહુ થયું.
કહેવું હતું જે તમને, નયનોએ કહી દીધું,
અંતરા-૨.
છલકી રહી સુરાહી, પીનારાએ કહી દીધું,
ઝૂકશો ન તમે એટલાં,બસ હવે બહુ થયું.
કહેવું હતું જે તમને, નયનોએ કહી દીધું,
અંતરા-૩.
ઝૂમે કદમ નશામાં, જોનારા એ કહી દીધું,
ભરશો ન આ જામ ફરી, બસ હવે બહુ થયું.
કહેવું હતું જે તમને, નયનોએ કહી દીધું,
અંતરા-૪.
પ્રીતમાં થયો છું પાગલ,જાલિમે કહી દીધું,
અવળી રાહ ના ચીંધો, બસ હવે બહુ થયું.
કહેવું હતું જે તમને, નયનોએ કહી દીધું,
શરમ તમે રાખો જરા, બસ હવે બહુ થયું.
માર્કંડ દવે. તા.૨૯-૧૦-૨૦૧૧.
MARKAND DAVE
http://mktvfilms.blogspot.com (Hindi Articles)__._,_.___
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment